પરાગિની 2.0 - 9 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 9

પરાગિની ૨.૦ - ૦૯



પરાગ રિનીને તેના મમ્મીના ઘરે લઈ જાય છે અને રિનીને મેરેજનું પ્રપોઝ કરે છે. રિની કંઈ બોલ્યા વગર જ હાથ ધરી દે છે. પરાગ મોટી સ્માઈલ સાથે રિનીને રીંગ પહેરાવે છે. રિનીતો હજી જાણે સપનું જોતી હોય એમ જ ઊભી હોય છે પણ તેના ચહેરા પર ખુશી હોય છે. પરાગ રિનીને રીંગ પહેરાવી ગળે લગાવી લે છે.

પરાગ- રિની... થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે... તું આવી એની પહેલા હું એકલો જ હતો... દાદી અને સમર હતા પણ મને પ્રેમના જરૂર હતી જે તે આપ્યો છે... મને બસ તારો સાથ અને પ્રેમ જોઈએ છે. આઈ લવ યુ રિની..!

રિની- આઈ લવ યુ ટુ પરાગ..!

પરાગ અને રિની થોડી વાર બહાર ચાલવા જાય છે.. બહાર થોડી ઠંડી હોય છે જેના લીધે પરાગને ઠંડી ચઢી જાય છે. રિનીએ પરાગનો હાથ પકડ્યો હોય છે અને પરાગનો હાથ ધ્રૂજતા હોય છે તેથી પરાગને પૂછે છે, પરાગ શું થયું?

પરાગ- કંઈ નહીં ઠંડી લાગે છે.

રિની- હા તો ચાલો અંદર જઈએ..!

પરાગ- ના... બહુ નથી લાગતી...

રિની- શું બહુ નથી લાગતી.. તમે ધ્રૂજો છો...

રિની પરાગના કપાળ પર હાથ મૂકી જોઈ છે તો પરાગને તાવ હોય છે.

રિની- પરાગ તમને તો તાવ છે... ચાલો જલ્દી ઘરે જઈએ...

પરાગ- અરે મને કંઈ નથી થયું...

રિની- ના તમે ચાલો હું ઘરે જઈને કંઈક જમવાનું બનાવી દઉં છું અને પછી તમે ગોળી લઈને આરામ કરજો..!

રિની પરાગની ગાડીમાં બેસાડી તે ગાડી ચલાવી પરાગને ધરે લઈ જાય છે.

પરાગ- તને આવડે છે કાર ચલાવતા..?

રિની- હા..

પરાગ- તે મને કહ્યુ પણ ના?

રિની- તમે પૂછ્યું પણ ના..!

પરાગ હસી પડે છે.

ઘરે પહોંચી રિની પરાગને થોડી વાર સૂવા કહે છે અને તે ફટાફટ કિચનમાં જઈ જમવાનું બનાવે છે.

રિની તેની મમ્મીને ફોન કરી ઘરે કહે છે, પરાગની તબિયત નથી સારી એટલે મોડી આવીશ..!

આશાબેન ઘરે બબડતાં હોય છે કે હજી તો લગ્ન નથી થયા અને ત્યાં જતી રહી અને શું નક્કી છે કે એની સાથે એના મેરેજ થશે? એશા અને નિશા તેમને શાંત પાડે છે છતાં આશાબેન બબડવાનું ચાલું રાખે છે.

રિની જમવાનું બનાવી તેના હાથથી પરાગને જમાડે છે અને થોડું તે પણ જમે છે.

પરાગ- તું આટલું સારું જમવાનું કેવી રીતે બનાવી લે છે...! કોણે શીખવાળ્યુ.?

રિની- મમ્મીએ.... એ પણ લડી લડીને...

પરાગ- કેમ?

રિની- મને કહે લગ્ન પહેલા શીખી જા... ત્યાં જઈને શું બનાવીશ કે...? પણ લગ્ન માટે નહીં... હું અમદાવાદ ભણવા માટે આવી ત્યારે શરૂઆતમાં મને તકલીફ પડતી હતી જમવાની... રોજ તો બહારનું ના ખવાયને..? તેથી પછી જાતે બનાવતા શીખી ગઈ..!

પરાગ- હમ્મ..!

બંને જમી લે છે. રિની પરાગને દવા આપી તેને સૂવાનું કહે છે.

રિની- તમે હવે સુઈ જાઓ હું ઘરે જવા નીકળું....

પરાગ- ના... થોડી વાર મારી પાસે જ બેસ...

પરાગ સૂઈ ગયો હોય છે ત્યાં રિની બેસે છે પણ પરાગ તેને તેની સાથે સૂવા કહે છે. રિની પરાગની છાતી પર માથું રાખી સૂઈ છે.

પરાગ- આજનો દિવસ મને હંમેશા યાદ રહેશે... આજે જેટલી મને ખુશી મળી છે તેટલી ક્યારેય નથી મળી... થેન્ક યુ રિની મારી લાઈફમાં આવવા માટે....

રિની- બસ પરાગ કેટલું થેન્ક યુ કહેશો...! હું પણ બહુ જ ખુશ છું.. મને તમે જો મળી ગયા છો.. થેન્ક યુ તો મારે તમને કહેવું જોઈએ... તમારી સાથે રહી ઘણું શીખી છું હું... અને તમે જ મને સારી વ્યક્તિ બનાવી છે.. બાકી તો તમને ખબર છે કે હું કેવી છું...

રિની બોલ્યા કરતી હોય છે અને પરાગ સૂઈ ગયો હોય છે. રિનીને કંઈ જવાબ ના મળતાં રિની ઊઠીને જોઈ છે તો પરાગ સૂઈ ગયો હોય છે. રિની ધીમે રહીને ઊઠે છે અને પરાગને વ્યવસ્થિત સૂવડાવી બ્લેન્કેટ ઓઢાડી નીચે કિચનમાં બધુ સરખું કરી તે ઘરે જવા નીકળી જાય છે.

રિની ઘરે પહોંચે છે ત્યારે અગિયાર વાગી ગયા હોય છે. આશાબેન, એશા અને નિશા રિનીની રાહ જોઈને જાગતા હોય છે તેઓ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય છે. રિની અંદર રૂમમાં આવે છે તે સાથે જ આશાબેન બોલવાનું શરૂ કરી દે છે. રિનીને ખબર જ હતી કે ઘરે જઈશ એટલે મમ્મી બબડવાનું શરૂ કરી જ દેશે..! રિની એકદમ શાંત ઊભી હોય છે તે જોઈને આશાબેન વધારે અકળાઈ છે અને કહે છે, હું ક્યારની બોલું છુ અને તું શાંતિથી ઊભી રહી છે..!

રિની- થઈ ગયું મમ્મી? તો હવે બેસી જા...

બધા સોફા પર બેસે છે અને રિની તેનો ડાબો હાથ ઊંચો કરી બધાને રીંગ બતાવે છે..

એશા- પરાગે તને મેરેજનુ પ્રપોઝ કર્યું?

નિશા- ઓહ માય ગોડ.... રિનુડી..... યે....

આશાબેન- ચૂપ... એકદમ ચૂપ બધા... એય રિની તુએ મને પૂછ્યા વગર હા પણ પાડી દીધી?

રિની- મમ્મી.. મને પરાગ ગમે છે અને હું એની સાથે જ મેરેજ કરીશ.. મમ્મી તને શું વાંધો છે હવે? જ્યારે પહેલી વખત તને કહ્યું ત્યારે તો કંઈ વાંધો ના ઉઠવ્યો.. હવે અચાનક કેમ આવું કહે છે?

આશાબેન- હા.. તે તારા પપ્પા અને દાદાને પૂછ્યા વગર મારાથી કંઈ ના કહેવાય..!

રિની- પરાગ સારો છોકરો છે મમ્મી... સેટ છે એ બધુ જ છે એની પાસે અને એનાથી ઉપર.. એ હંમેશા મને ખુશ રાખશે..

આશાબેન થોડા શાંત થાય છે અને કહે છે, મને પરાગ પસંદ છે પણ તારા પપ્પા અને દાદા શું કહે છે તે જવાનું છે.. તેઓ હા કહેશે તો જ આ વાત આગળ વધશે...! જો તેઓ ના કહે તો આ વીંટી તું પરાગને પાછી આપી આવજે..! આટલું કહી આશાબેન ત્યાંથી જતાં રહે છે.

રિની- મમ્મી.... તું તો સમજ...

આશાબેન તેમની રૂમમાં જતા રહે છે. રિની ત્યાં જ બેસીને રડી પડે છે. એશા અને નિશા તેને શાંત પાડે છે પણ રિની રડ્યા જ કરતી હોય છે અને કહે છે, હમણાં થોડી વાર પહેલા હું પરાગ સાથે કેટલી ખુશ હતી અને હવે જો... બધા જ અમારા સંબંધ પર નજર લગાવીને બેઠા છે. પેલી ટીયા પણ પરાગની પાછળ પડી છે... નમન પણ મારા અને પરાગના રિલેશનને તોડાવા માંગે છે અને હવે આ ઘરવાળા...!

એશા- તું પહેલા શાંત થઈ જા... અને ચાલ આપણે આપણા રૂમમાં જઈએ..!

રૂમમાં જઈ નિશા રિનીને પાણી આપે છે.. પાણી પીને રિની તેની વાત શરૂ કરે છે. નમન સાથ જે વાત થઈ તે અને ટીયાએ જે કર્યુ તે રિની એશા અને નિશાને કહે છે.

નિશા- ઓહ... એટલે જ નમન તેનો સામાન પેક કરી જતો રહ્યો..!

એશા- આ ટીયાને હવે શું છે? કેટલા નાટક કરશે એ? એને કંઈ હવે પરાગને ભૂલી જાય...!

નિશા- તું ચિંતા ના કરીશ.. ઘરે બધા જ માની જશે...!

રિની- પપ્પા તો ખબર નહીં... પણ દાદા... એતો કોઈ દિવસ નહીં માને... પપ્પા તો એક દિવસ પણ અમદાવાદ નથી આવ્યા... હા હું ત્યાં જાવ છું તે અલગ વાત છે... દાદાને ખબર પડશે તો તેઓ તો મને અહીંથી લઈ જ જશે..!

એશા- તું અત્યારથી આવું કેમ વિચારે છે? તું એમને શાંતિથી સમજાવજે... તેઓ જરૂર સમજશે.. જોજે..! ચાલો હવે સૂઈ જઈએ... કાલે બધાએ કામ પર જવાનું છ... અલરેડી બાર વાગી ગયા છે.


********

આજે પરાગ અને રિની પર ધમાકો થવાનો છે કેમકે ન્યૂઝપેપરમાં તેમના ન્યૂઝ છપાય ગયા હોય છે. નવીનભાઈના ઘરે સમર ન્યૂઝ વાંચે છે અને તે દાદીને બતાવે છે.

સમર- દાદી... જલ્દી આ જુઓ પેપરમાં શું છપાયું છે?

દાદી- શું થયું?

સમર- ભાઈ અને રિનીના સમાચાર છપાયા છે.

બધા ન્યૂઝપેપરમાં પહેલા પેજ પર ‘ પરાગ શાહની નવી ગર્લફ્રેન્ડ’ આ લાઈન સાથે ન્યૂઝ છપાયા હોય છે અને એમાં પણ બધુ ઉમેરીને ન્યૂઝ છપાયા હોય છે કે પરાગ શાહની નવી ગર્લફ્રેન્ડ અને એક્સ ગર્લફ્રેન્ડ એકસાથે.. એવી રીતે ન્યૂઝ છપાયા હોય છે. નીચે પરાગ-રિની અને ટીયાનો ફોટો પણ છપાયો હોય છે.

દાદી- હે ભગવાન...! પરાગ જ કેમ? લોકો કેમ એને શાંતિથી રહેવા નથી દેતા? મારો છોકરો જ કેમ?

સમર- દાદી તમે ચિંતા ના કરો હું જોઈ લઈશ..!


આ સમાચાર જોઈ જેતપુરમાં રિનીનાં ઘરે પણ આવો જ કંઈક હાલ હોય છે... રિનીના દાદા આ સમાચાર વાંચી બહુ જ ગુસ્સે થાય છે અને તેઓ રિનીના પપ્પાને કહી તરત જ અમદાવાદ જવા નીકળી જાય છે.

અમદાવાદમાં રીટાદીદીને ઘરે નિશા બધાને આ ન્યૂઝ વાંચીનો સંભળાવે છે. રિની અને આશાબેન આ ન્યૂઝ સાંભળી ટેન્શનમાં આવી જાય છે. તેમને દાદાની બીક લાગતી હોય છે. તેમને નથી ખબર કે દાદા અમદાવાદ આવી રહ્યા છે. રિની ફટાફટ ઓફિસ જવા નીકળી જાય છે પરાગ સાથે ન્યૂઝ વાળી વાત કરવા...!

કંપનીમાં સિયા પણ આ ન્યૂઝ વાંચે છે. પરાગ પણ ઓફિસ આવી ગયો હોય છે. સિયા આ ન્યૂઝ પરાગને કહેવા જતી હોય છે કે જૈનિકા ત્યાં આવી જાય છે. તે પરાગને લઈને પરાગની કેબિનમાં જાય છે.

જૈનિકા- તુએ રિનીને પ્રપોઝ કર્યુ?

પરાગ- હા... અને તેને હા પણ કહી..!

જૈનિકા- યે.... ઓકે બીજી વાત પણ છે જે અલગ છે, ટીયાની વાત છે.

પરાગ- હા, બોલ....

જૈનિકા- ટીયાને કોઈ બેબી હતુ જ નહીં... એ પ્રેગ્નન્ટ નહોતી ફક્ત નાટક કરતી હતી..!

પરાગ- શું???

જૈનિકા- હા...

પરાગ- શું તુ સાચુ કહે છે?

જૈનિકા- હા.. એકદમ સાચી વાત છે.

પરાગને ગુસ્સો આવે છે તે સીધો બહાર સિયા પાસે જાય છે અને ટીયાને બોલાવવાનું કહે છે.

સિયા- સર.. ટીયા અહીં જ છે ઉપર...

પરાગ સીધો ઉપર જાય છે. રિની જોઈ છે કે પરાગ ગુસ્સામાં ઉપર જઈ રહ્યો છે. તે પરાગને બૂમ પાડે છે પણ પરાગ જોતો નથી અને ઉપર જાય છે. જૈનિકા અને રિની બંને પરાગ પાછળ ઉપર જાય છે.

પરાગ ટીયા બેસી હોય છે ત્યાં જઈને ગુસ્સામાં ટીયાને બૂમ પાડે છે અને કહે છે, ટીયા.. અત્યારે જ અહીંથી નીકળી જા..!

ટીયા- પણ મેં કંઈ કર્યુ જ નથી... ન્યૂઝપેપર વાળા તને ખબર જ છે કેવું છાપે છે તે...!

ટીયા સમજે છે કે ન્યૂઝપેપરમાં જે છપાયું છે પરાગ તેની વાત કરે છે.

પરાગ- તું હમણાં જ અહીં.. મારી ઓફિસમાંથી નીકળી જા...

ટીયા- કંઈ પ્રોબ્લમ થયો હોય તો બેસીને વાત કરીએ...




શું પરાગ ટીયાને હંમેશા માટે કાઢી મૂકશે?

ન્યૂઝપેપર માં જે ન્યૂઝ છપાયા હોય છે તેનાથી પરાગ અને રિનીની લાઈફમાં શું તોફાન આવશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૦