પરાગિની 2.0 - 11 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 11

પરાગિની ૨.૦ - ૧૧



વાસુદેવ દાદા રિની અને આશાબેનને તેમનો સામાન પેક કરી દેવાનું કહે છે અને કાલે સવારે તેઓ અમદાવાદથી નીકળીને જેતપુર જવા નીકળશે તે પણ હંમેશા માટે...! દાદાના આ ફેંસલા સામે કોઈ બોલી નથી શકતું. એશા અને નિશાને દાદાએ પહેલા જ તેમની રૂમમાં મોકલી દીધા હોય છે. તેઓ બંને તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખી દાદાની વાત સાંભળતા હોય છે. દાદા હંમેશા માટે જવાની વાત કરતા તેઓ હેરાન રહી જાય છે.

એશા- ઓહ નો... દાદા તો જવાની વાત કરે છે...

નિશા- એ પણ રિનીને લઈને જશે.... શું કરીશું..?

એટલામાં રિની રડતી રડતી રૂમમાં આવે છે અને બ્લેન્કેટ ઓઢી ધ્રૂસકેને ધ્રૂસકે રડે છે.

એશા અને નિશા બંને તેને શાંત પાડવાની કોશિશ કરે છે પણ રિની રડતી રહે છે.

થોડી વાર બાદ રિની કપડાં ચેન્જ કરી બહાર ગાર્ડનમાં બેસવા જતી રહે છે. રિની કોઈ સાથે બોલતી નથી હોતી. એશા અને નિશા બંને ચિંતામાં આવી જાય છે કે હવે શું કરીશું? આ બાજુ પરાગ રિનીને મેસેજ કરે છે પણ હજી સુધી રિનીએ રિપ્લાય નથી કર્યો હોતો..


બીજા દિવસે પરાગ વહેલો ઓફિસ પહોંચી જાય છે જેથી રિની સાથે વાત થઈ શકે..! પરંતુ રિની હજી ઓફિસ આવી જ નહોતી... તેથી પરાગ તેનું કામ શરૂ કરી દે છે.

એશા અને નિશા રિનીને છેલ્લી વખત પરાગને મળી લેવાનું કહે છે પણ રિની ના કહે છે. એશા અને નિશા તેને જબરદસ્તીથી ઓફિસ મોકલે છે. રિની પરાગને મળવા નથી જતી પરંતુ તે જૈનિકાને મળવાં જાય છે.


દાદા રિનીને જોવા તેની રૂમમાં જાય છે પણ રિની ત્યાં નથી હોતી તેથી તેઓ એશા અને નિશાને પૂછે છે કે રિની ક્યાં છે?

એશા- દાદા... રિની કશે નથી ગઈ...

દાદા- નિશા કહે ત મને રિની ક્યાં છે?

નિશા- દાદા.... રિની અહીંયા જ છે...

દાદા- સાચું બોલો તો.....

બંને કોઈ કંઈ બોલતા નથી.. દાદા ગુસ્સામાં આશાબેનને બૂમ પાડે છે કે રિની ક્યાં છે??


રિની જૈનિકાને બધુ કહી દે છે જે કાલે સાંજે તેના ઘરે જે પણ થયું ન્યૂઝપેપરમાં જે છપાયું તેના લીધે..! રિની સાથે એ પણ કહે છે કે અત્યારે તે હંમેશા માટે પાછી ગામ જઈ રહી છે.

જૈનિકા- તું આવી રીતે ના જઈ શકે..! તારે દાદાને ના કહેવું હતું ને..!

રિની- તમને શું લાગે છે? મેં કહ્યું નહીં હોય એમ? પણ મારા દાદા બહુ જ કડક છે તેમની વાત બધાએ માનવી જ પડે..! જવા સિવાય કોઈ રસ્તો નથી..!

જૈનિકા- પણ તું પરાગને કહ્યા વગર જઈશ તે નહીં સારૂ કહેવાય એટલિસ્ટ તું કહીને જઈ શકે છે....

રિની- જો એમને હું કહીને જઈશ તો મને નહીં જવા દે.... પ્લીઝ તમે હમણા પરાગને કંઈ નહીં કહેતા તમને મારા સોગંદ છે..

રિની પરાગએ પહેરાવેલ ચેઈન અને વીંટી બંને કાઢીને જૈનિકાને આપીને રડતા રડતી નીકળી જાય છે. જૈનિકા તેને બૂમ પાડી રોકવાની કોશિશ કરે છે પણ રિની સાંભળતી નથી.


પરાગે ગઈકાલની સાંજે તેના આઈપેડમાં ન્યૂઝ વાંચ્યા હોય છે.. તેને રિનીએ કહેલ વાત પણ યાદ આવે છે કે જ્યારે તેના પરીવારને ખબર પડશે તો શું થશે અને તેમને આવા ન્યૂઝની આદત નથી...! તે રિનીનો ફોન કરવાનું વિચારે પણ પછી નથી કરતો...!


ઓફિસમાં રિનીનો આવવાનો સમય થઈ જાય છે તેથી પરાગ તેની કેબિનમાંથી બહાર નીકળી જોવા જાય છે પણ રિની નથી આવી હોતી તેથી તે સિયાને કહીને જાય છે કે રિની આવે તો કોફી લઈને કેબિનમાં મોકલજે..!


આ બાજુ ઘરે દાદા આશાબેનને પૂછતા હોય છે કે રિની ક્યાં ગઈ એમ? ક્યાંક ભાગી તો નથી ગઈને?

એટલામાં જ રિની ઘરે આવી જાય છે અને કહે છે, ના દાદા હું અહીં જ છું... ચાલો હવે નીકળીશું??

રિની તેના રૂમમાં જતી રહે છે અને દરવાજો બંધ કરી ત્યાં જ બેસીને રડી પડે છે. એશા અને નિશા બંને રિની પાસે આવીને બેસી જાય છે અને શાંત પાડીને તેને પૂછે છે કે પરાગ સાથે વાત થઈ??

રિની- ના... મારી હિંમત જ ના થઈ.... હું જૈનિકા સાથે વાત કરીને આવી છું...

એશા- આવું નહોતુ કરવાનું તારે.... એક વખત પરાગ સાથે વાત તો કરવી હતી... તે કંઈને કંઈ તો રસ્તો કાઢી જ લેત...

રિની- હવે કંઈ નહીં થાય...

એશા- આપણે કંઈક વિચારીએ... તું અમારા વગર કેમની રહીશ?

નિશા- હા... અમને પણ નહીં ગમે તારા વગર.... પરાગનું વિચાર તારા વગર એ કેમનો રહેશે?

એશા- એક કામ કરીએ દાદાને પહેલા મોકલી દઈએ પાછા... હું માનવ સાથે વાત કરું...

નિશા- હું સમરને કહું... તેની પાસે કંઈક આઈડીયા હશે જ....

રિની- ના... કોઈએ કંઈ કરવાની જરૂર નથી.... મારા લીધે અલરેડી દાદા અને ઘરેથી બધા પરેશાન છે... હવે મારા કારણે હું વધારે તકલીફ તેમને ના આપી શકુ....

નિશા- પરાગ તને શોધતો અહીં આવશે તો??

રિની- ખબર નહી... પણ એમણે મને ખરેખરમાં સાચા દિલથી પ્રેમ કર્યો છે... અને મેં પણ... એમના સિવાય કોઈ નહીં આવે મારી લાઈફમાં..... તમે બંને તો મારી જાન છો.... મને હંમેશા તમારી યાદ આવશે... ખબર નહીં કેમની રહીશ હું તમારી વગર અને પરાગ વગર...!

આટલું કહી રિની એશા અને નિશા બંનેને ગળે લગાવી રડી પડે છે. એશા અને નિશા પણ રડે છે.


સાડા દસ વાગી ગયા હોય છે પરંતુ રિની હજી કોફી લઈને આવી નથી તે પરાગ નોટિસ કરે છે.. તે તરત સિયાને ફોન કરે છે અને પૂછે છે, રિની આવી કે નહીં?

સિયા- સર હજી રિની નથી આવી.. હું તમને કોફી આપી જાવ છું...

પરાગ- ના... ચાલશે...

પરાગ ફોન મૂકે છે અને રિનીને ફોન કરે છે પણ રિનીનો ફોન સ્વીચ ઓફ આવે છે. પરાગને ચિંતા થવા લાગે છે કે રિની ઠીક તો હશેને..? કદાચ ન્યૂઝપેપર વાળી વાતથી તો રિનીના ફેમીલીવાળા ક્યાંક રિનીને કંઈક કહ્યું તો નહીં હોય ને? શું કરવું તે પરાગનો ખબર નથી પડતી...!

જૈનિકા પણ પરેશાન હોય છે... શું કરવું શું નહીં? પરાગને કહેવું તો પડશે જ..!


દાદાએ ભાડે ગાડી કરી હોય છે જેતપુર જવા માટે... ગાડી બહાર આવીને ઊભી હોય છે. રીટાદીદી આશાબેનની બેગ લઈ બહાર આવે છે.. પાછળ આશાબેન પણ આવે છે. રિની તેની એક બેગ લઈ બહાર આવે છે. એશા અને નિશા બંને પાછળ રિનીની બીજી બેગ્સ લઈને બહાર આવે છે. એશા અને નિશા દાદાને પગે લાગે છે. રીટાદીદી પણ દાદાને પગે લાગે છે. રીટાદીદી આશાબેનને વળગીને રડી પડે છે અને કહે છે, દીદી તમારા ખોટ હંમેશા લાગશે મને...!

એશા અને નિશા પણ રિનીને વળગીને રડી પડે છે... રિની તેમને કહે છે, રજાઓમાં જેતપુર આવજો બંને... હું તો હવે અહીં નહીં આવી શકુ પણ તમે બંને જરૂર આવજો...! રીટાદીદી રિની પાસે જઈ તેને ગળે લગાવી લે છે.

દાદા ગાડીમાં આગળની સીટ પર બેસી જાય છે. આશાબેન અને રિની બંને ગાડીમાં પાછળ બેસી જાય છે. ડ્રાઈવર ગાડી ચાલુ કરી હંકારી મૂકે છે.


આ બાજુ પરાગને ચેન નથી પડતું... તે વિચારે છે કે એશા કે નિશા બંને માંથી કોઈને ફોન કરું? પછી વિચારે છે કે બંને તેમની જોબ પર હશે.. તે વિચારી નથી કરતો..!

જૈનિકાથી રહેવાતું નથી તેથી તે ફટાફટ પરાગની કેબિનમાં જાય છે. તે જોઈ છે કે પરાગને કોઈ ટેન્શન છે..

જૈનિકા- પરાગ... અરજન્ટ વાત કરવી છે...

પરાગ- મારે પણ....

જૈનિકા- એ જ કે રિની તારો ફોન નથી ઉપાડતી.... કેમ કે એ હંમેશા માટે જાય છે તેના ગામ જેતપુર..

પરાગ એક જ ઝાટકાંમાં ઊભો થઈ જાય છે અને પૂછે છે, કેમ? અને મને કહ્યું પણ ના?

જૈનિકા- સવારે રિની ઓફિસ આવી હતી....

પરાગ- મળવા તો તને જ આવી હતી પણ તને મળવાની હિંમત ના થઈ... એ બધુ છોડ... એણે તો આ રીંગ અને ચેઈન પણ મને આપીને ગઈ છે એને તને પાછું આપવા કહ્યું છે.

પરાગ અકળાઈ જાય છે અને કહે છે, અરે પણ થયું છે શું? આ બધુ અચાનક આમ કેમ? કંઈક સાફ કહીશ??

જૈનિકા- બે દિવસ પહેલા જે ન્યૂઝપેપરમાં છપાયું હતું તે રિનીના ઘરે પણ બધાએ જોયું.. તેના દાદાને આ વાતની ખબર પડી અને તેઓ તરત અમદાવાદ આવ્યા... જે ડર હતો તે જ થયું.... ન્યૂઝપેપર વાળાએ જે છાપ્યું તે વાંચીને રિનીના દાદા રિનીને બહુ જ બોલ્યા છે અને તેઓ અત્યારે તેને પાછી લઈને ગામ જશે..! તેના દાદા ઊંધુ સમજી બેઠા છે. રિનીની હાલત ખરાબ થઈ ગઈ છે. તે આખી રાત રડી છે. રડીને તેની આંખો પણ સૂઝી ગઈ છે. સવારે મને મળવાં આવી ત્યારે પણ રડતી હતી..

આ બધુ સાંભળીને પરાગને શોક લાગે છે... તે જે હમણાં વિચારતો હતો તે જ થયું..!

જૈનિકા- જા પરાગ... રિનીને રોક... તેના દાદાને સમજાવ...

પરાગ ફટાફટ દોડીને નીચે જાય છે અને માનવ પાસેથી ગાડીની ચાવી લઈ રિનીને રોકવા નીકળી પડે છે. તે સીધો અમદાવાદ-રાજકોટ હાઈવે તરફ જે રસ્તો જતો હોય છે તે રસ્તો પકડી લે છે.. પણ કંઈ ગાડીમાં રિની હશે તે પરાગ વિચારે છે. તે તરત જૈનિકાનો ફોન કરી એશાને પૂછવા કહે છે. જૈનિકા ફોન કરી પૂછી લે છે અને પરાગને જણાવે છે. પરાગ રસ્તામાં તે ગાડી શોધતો આગળ વધે છે. હવે હાઈવે શરૂ થઈ જાય છે. પરાગને હાઈવે પર તે ગાડી દેખાય જાય છે. પરાગ તેના ગાડીની સ્પીડ વધારી તે ગાડી પાછળ જાય છે. થોડા સમય બાદ વાહન ઓછા થતાં પરાગ તે ગાડીની સાઈડ કાપી તેની આગળ લઈ જઈને બ્રેક મારે છે અને ગાડી ઊભી રાખે છે. પરાગ ડ્રાઈવરને ઈશારો કરી ગાડી સાઈડ પર ઊભી રાખવા કહે છે. પરાગ પણ તેની ગાડી સાઈડ પર ઊભી રાખી નીચે ઊતરે છે.

ગાડી આમ સાઈટ પર ઊભી રાખતાં દાદા થોડા અકળાય છે અને પરાગને જઈને કહે છે, આ કોણ છે જેણે આપણી ગાડીને ઊભી રખાવી?

રિની પરાગને જોઈને ખુશ થઈ જાય છે અને કહે છે, પરાગ...!

દાદા ગાડીમાંથી નીચે ઊતરે છે... અને પરાગ તરફ જતા કહે છે, કોણ છે તું? નજીક જઈને જોઈ છે તો પરાગ હોય છે.. તેને જોઈને કહે છે, તો તું એ જ છે એમ ને...!

રિની પણ ગાડીમાંથી બહાર આવે છે.



દાદા હવે શું પ્રતિક્રિયા આપશે?

શું પરાગ દાદાને મનાવી શકશે? શું પરાગ રિનીને જતા રોકી શકશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૨