પ્રેમની પરિભાષા Bansi Modha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા

પ્રસંગ વાર્તા: બંસી મોઢા


પ્રેમ ની પરિભાષા
🌹🌹🌹🌹🌹🌹

રઘુ: માધવી ટીસર...
માધવી: અરે રઘલા તું? બોવ દિવસે દેખાયો ને કંઈ..
રઘુ: અરે આ નિહાળ બંધ સે તો કિમ કરીને દેખાવ?
માધવી: અલા હાથ માં શું છૂપાવે છે?
રઘુ: ઈ તો મારા ઘર પાસે ઉયગુ તું.. હેપ્પી વલન્ટાઇન ટીસર
માધવી: રઘલાં.. તારા ઇંગ્લિશ નાં ટીચર કોન છે? આવું ઇંગ્લિશ શીખવાડે છે?
રઘુ: ઇમ કા બોલો ટીસર.. તમારી પાસે તો ebcd શીખે અમે..
માધવી: પણ આ valentine felantine day નાં ચકકર માં તું ક્યારથી પડ્યો? તને ખબર છે ને ઇંગ્લિશ ભણાવું છું એટલું જ બાકી આ વિદેશી તહેવાર માં કોઈ રસ નથી મને..
રઘુ: મને નથ ખબર ટિસર આ વલન્ટાઇન શું સે.. હું તો કાલ શેઠ ને ન્યા ઠામણા ઉટકતો હતો તે ન્યાં ટી.વી. માં એવું સાયભળું કે તમને ગમતા હોય એને આ દિવસે ગુલાબ દેવાય. તે હું લાવ્યો તમારા સાટું
માધવી: સ્કુલ ખુલવાની એટલે માખણ નો ડબ્બો લઈને આવ્યો છે એમ ને? જા જઈને ભણવા માંડ.. આ આખા વર્ષ માં સૌથી ઓછું કોઈ ભણ્યું હોય ને તો એ તું છો.. રખડપટ્ટી સિવાય કંઈ કર્યું નથી..
રઘુ: ટીસર એક વાત કવ? તમને ખોટી લાગહે પણ.. મને તમારી જીમ તો બોલતાં ન આવડે પણ સાચું કવ તો આ વરસ ફેલ ગ્યુ. સાલું સવાર મા ઉઠું તે રાતના સુવ ત્યાં લગણ કોઈ એમ ન કે
રઘલા માથું ઓળવ
રઘલા બુશર્ટ નું બટન બંધ કર
રાઘલા માથા માં તેલ નાખ
રઘલા નખ કાપી નાખ
ભૂતની જેમ રખડું આખો દન..
આ બાપનું કારખાનું બંધ થયું ને એ દાડા થી રોજ બપોરે મને એમ થાય કે આજ કોઈ કે ને કે રઘલા ખાલી ભાત નહીં સુખડી પણ લે તો હું મોઢું ન બગાડુ ને એમ કવ કે ખાલી સુખડી આપોને તોય ચાવી જાવ..
મને નથી ખબર કે મેં માતાજીનો‌ શું ગનો કયરો છે પણ આ વરહ વગર પરીકશા એ ફેલ થઈ ગ્યું સે..
મેં ઓલા મુકા પાસેથી સાયભરુતુ કે તમે મોબાઇલ માં ભણાવો સૉ પણ..
માધવી: પણ શું? તારે ક્યાં ભણવું હતું? રોજ તને ગૃપમા એડ કરુ ને સાંજ પડે ત્યાં સુધી માં તો રાઘવ લૅફટ..
રધુ: ટીસર મને નથ ખબર તમે શું કયૉ છો પણ તમે કીધું કે ફરજિયાત નંબર આલવાના એટલે મેં મારા કાકા ના નંબર આલ્યાતા. મને ઘણીય વાર એમ થાય કે કાકા ની પાહે ફૉન માગું પણ....
માધવી: તો હું તારા ઘરે પણ આવતી હતી ભણાવવા. પણ જેને ભણવું જ નથી એને બહાના મળી જ રહે ને!
રઘુ: ટીસર મેં પેલા જ કીધું તું તમે સાચું નહીં માનો પણ ઘરમાં આખો દાડો બેસીએ તો ઠામમાં જમવાનું થોડું સામેથી આવે? તેં હું સવારથી શેઠ ના ઘરે વય જાવ તે રાતે આવું. એટલે બે ટાઈમ જમવાનું મળી રે.. ન્યા શેઠ ના છોકરા ભણતા મોબાઇલ માં.. હું ય ડોકું કાઢતો મૉબાઈલ બાજું કોક દાડૉ પણ શેઠ કહેતા રઘલા તને શું ખબર પડે?
સાચું કવ ટીસર એ શેઠ રઘલો કે ને આ નિહાળ માં બધાં રઘલો કે એમાં બોવ ફેર હો! મારે નિહાળ નો રઘલો થાવું સે ટીસર.. હું રોજ આઈથી નીહરુ ને ડેલા સામે જોતૉ જાવ કે કો'ક દિ તમે બાર ઊભા હશો ને મને કેહો કે રઘલા નિહાળ ખુલી ગઈ છે.. પણ બૉવ વાર કરી તમે ટીસર.. મારે તો આઠમું પુરુ થઇ ગ્યું.. મારે કેટલા દાડા ભણવાનું હવે? મારે ઝંડા ઊંચા રહે એવુય ન થયું ઓણ સાલ ને મારો જનમ દિ તો કે દિ ગ્યૉ મનેય જાણ નથ. તેં ટીસર નથ ભયણા, નથ જનમ દિ ઊજયવો, નથ સલામી દીધી ઓણ સાલ. તેં આખુ વરહ ફૅલ ગ્યુ તૅ હવે અમને ય ફેલ જ કરોને.. અમને આઠમાં માં જ રાખોને ટીસર... આ નિહાળ જેવું કાંઈ નથ ગમતું.

ટીસર શું થ્યુ? આંખ માં પાણી કા આવી ગ્યા? નિહાળ ખુલે એટલે? મારા જેવા પાછાં આવશે એમ ને!
માધવી: પાણી નથી.. કચરો ઊડ્યો છે બસ.. તું જા અત્યારે.. અને સ્કૂલ ખુલે ત્યારે માસ્ક પહેરીને આવજે. અને.. બસ કાંઈ નહીં.. હેપ્પી વેલેન્ટાઇન ડે એમ સરખું બોલજે નહીં તો...
રઘુ: હવે સુ સજા કરહો ટીસર? મારે તો આઠમું પુરુ ને ભણવાનું ય પુરુ.. તોય હજી થોડાંક દન છું તમતારે જે કો એ મંજૂર બસ.

માધવી દુર જતા રઘલા ને જોતી રહી..
એને કહેવું હતું કે રઘલા તું જ શાળા ની નહીં આ શાળા પણ તારી વાટ જુએ છે.. તારા ભુખરા થઈ ગયેલા કોરા વાળ અત્યારે જ ઓળી આપું એમ થતું હતું. મારા ટીફીન માં નાસ્તો છે એ શેર કરવો હતો તારી સાથે, પણ આટલા દિવસની તારી ભૂખ ને સંતોષવા મારો એ નાસ્તાનો ડબ્બો સક્ષમ ન હતો. રઘલા,તેં ગુલાબ આપવા તારો હાથ આગળ કર્યો ત્યારે તારા હાથમાં મજુરી કરી કરીને પડેલા ઝખમ મેં જોયા પણ એ મેં અવગણ્યા કારણકે તારી સહનશક્તિ ની મને ખબર છે. પણ તારા હ્રદયમાં રહેલું દર્દ જોઈને મારી આંખો ને ભીની થતી હું રોકી ન શકી.. તું રોજ શાળા નો બંધ દરવાજો જોતો અને ઉદાસ થઈ ચાલ્યો જતો પણ એ બંધ દરવાજા પાછળ તમારા વિના અમારો પણ શ્વાસ રુંધાતો.. અમારી મજબુરી હતી કે અમે તને બોલાવી ન શકતા.
જે મોબાઇલ માં તું ડોકીયું કરવા મથતો એ મોબાઇલ ની નિર્જીવ સ્ક્રીન થી અમે કંટાળી ગયા હતા.. તમારા બરછટ હાથનું સ્થાન એ સુંવાળી સ્ક્રીન કયારેય ન લઈ શકી.. ક્યારેક કોઈ સફાઈ કરતું હોય ને ભુલથી શાળા નો ઘંટ રણકે તો તમારા ચહેરા અમારી સામે આવી જાય અને એમ થાય કે એ ઘંટ જોરથી વગાડીને તમને બધાને બોલાવી લઈએ.. પ્રવાસ શબ્દ અમે ક્યારેય ઉચ્ચાર્યો જ નથી નહીં તો ફરી મૉબાઈલ હાથમાં લેવો પડે તમારી સાથે કરેલા પ્રવાસ ના ફોટા જોવા.. એકલવ્ય નો અંગુઠો લીધો એનાં કરતાં આ આખું વરસ તમારી પાસેથી તમારી શાળા લઈ લીધી એનું દુઃખ અનેકગણું છે.. તમારાં વિના બૅન્ક માંથી આવતો પગાર નો મેસેજ અમને એ અહેસાસ કરાવે છે કે જે મેળવ્યું એનાં કરતાં ગુમાવ્યું એ ઘણું વધું છે.. જેમ તમને પુછવા વાળું કોઈ નથી કે વાળ કેમ નથી ઓળ્યા તેમ અમને પણ શાળા માં પ્રવેશતા જ ખભા પરનો થેલો પરાણે લઈને ભાર હળવો કરવા વાળું કોઈ નથી.
રઘાલા તું જલ્દી શાળાએ આવી જા. મારા ટેબલ પર પડેલા રંગીન ચોક ના બોક્સમાંથી તું રિશેશ માં બોર્ડ પર લખજે. હું તને વઢીશ નહિ... મને શું ખબર એ રંગીન ચોક તમારા જીવનમાં રંગો પૂરતા હતા..
તું ઝાડવા પર ચઢજે હું તને રોકીશ નહિ. તારી મજૂરીની નહિ મનોરંજન ની ઉંમર છે એ સમજાય છે મને.
તારા નાના ભાઈ બેન રડે તો જવા દઈશ હું તને. તારી જવાબદારી મારી જવાબદારી કરતાં વધુ અઘરી છે એ જાણું છું હવે..
તને મધ્યાહન ભોજન માં જે નહિ ભાવે એ જમવા નહિ કહું.. એ તારા નખરા નહિ તારા લાડ હતા જે ઘરમાં નથી થતાં એ જોયું મેં..
તું ક્યારેક ઘરલેશન નહિ કરે તો બે વાર નહિ આપું તને.. તારા ઘર ની બહાર આવી ત્યારે તારી નોટ અને પેન ને ઉંચે મૂકી દીધેલ મે જોઈ છે..
તું બસ આવ શાળા એ.. હવે વધારે પ્રેમ થી હાથ ફરશે તારા માથા પર એ નક્કી છે.. તું પેન્સિલ દરરોજ માગીશ તો પણ મળશે એ નક્કી છે...
શાળા તારી વાટ જુએ છે રઘલાં....
કોણ જાણે આપણો સંબંધ કેવો છે? પણ સાચું કહું તો પ્રેમ ની પરિભાષા એટલે સરકારી શાળા તેનો શિક્ષક અને તેના બાળકો...

આ પીડા કદાચ તમારા પગલાં પડશે.. ઘંટ નો અવાજ થશે તો થોડી દબાઈ જશે.. હવે તમે આવશો ત્યારે ખુબ ખુશી થશે પણ ખરેખર રઘલા..આ આખું વરસ ફેલ ગયું.. અમારી મનની માર્કશીટ માં આ વરસ‌ માટે કાયમી લાલ શેરો રહેવાનો...
💌💌💌💌

.