2 મિનીટ માં રેડી... Bansi Modha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2 મિનીટ માં રેડી...

બંસી મોઢા..
💐💐💐💐

પત્ની: વાહ! સરસ રેસ્ટોરન્ટ માં લાવ્યા હો
પતિ: સારું ચાલ ધક્કો માર
પત્ની: અરે આટલાં બધાં લોકો ની વચ્ચે તમને ધક્કો કેમ મારું? ઘર થોડું છે આ?
પતિ: અરે ભાગ્યવાન! આ દરવાજા પર Push લખ્યું છે તેને ધક્કો માર.
પત્ની: ઓહ્ તો એમ કહોને

અરે વાહ! જીંદગીમાં પહેલીવાર સારી જગ્યાએ જમવા લાવ્યા છો.
પતિ: સારું હવે.. ચાલ કાંઈક મંગાવીએ? આ આ રેસ્ટોરાંમાં ફુડ પણ‌ બોવ સારું મળે છે. એક કામ કર સ્ટાર્ટર માં ટોમેટો સુપ મંગાવીએ..
પત્ની: પણ ટોમેટો સૂપ નો ભાવ તો જુઓ.. 120 રુપિયા માં હુ ગલૂડિયાં ને દુધ પાઉં ઍવડા વાટકા માં સૂપ આવશે.. અને આમેય તમે એ વાટકા માંથી સૂપ પીતા હોય તો મને મને પાછું એ શેરી નુ કાળું ધોળું પુછડી પટ પટાવતું ગલૂડિયું યાદ આવે.. ને 120 રૂપિયા માં તો હુ 4 કિલો ટામેટાં લાવીને આખી શેરીને સૂપ પીવડાવી દઉં..
પતિ: હે ભગવાન!
પત્ની: હેં! શું બોલ્યા?
પતિ: કંઈ નહીં.. તું કે એ મંગાવીએ સ્ટાર્ટર માં
પત્ની: સ્ટાર્ટર નો સમય તો વાતો માં જ ગયો.. એક કામ કરો સીધુ મેનૂ જુઓ અને જમવાનું જ મંગાવો
પતિ: એક કામ કર ને.. મેનૂ તું જ જોઈ ને તારી પસંદનું મંગાવી લે
પત્ની: ના રે.. તમારાં જીવતે જીવ હું થોડુું મંગાવું? હું તો તમે જે મંગાવો એ ખાઈ લઉ.. અરે તમારી થાળી માં વધેલું પણ છપ્પન ભોગ જેવુ લાગે મને તો અને…
પતિ: ઓકે ઓકે . સમજી ગયો.. (waiter ને બોલાવે છે)
પત્ની: અરે શુ કરો છો?
પતિ: waiter ને બોલાવું છું.. ઓર્ડર આપશું ને હવે! કે 2- 3 રોકાઈ ને જશું?
પત્ની: તમેય શુ હવે! અહીં એક જ તો બાથરુમ છે.. અને સવાર માં નાહીને મને તરત પૂજા કરવી જોઈએ.. અહીં કયાંય મંદિર પણ નથી.. અને રાત્રે સુવા માટે આ ટેબલ ભેગાં કરવાના શુ?
પતિ: અરે! મારી મા.. મજાક……
પત્ની: માજી યાદ આવી ગયા ને.. (નાક પાસે રૂમાલ લઈ જઈને રડમસ અવાજે)
મનેય.. એના જેવી પુજા કોઈ નાં કરે હો.. સવાર થી પૂજા કરતા હોય તે 10 વાગ્યા સુધી કઈ ખાધા પીધાં વીના…
પતિ: (ધીમેથી બળબડે છે) આજે હું પણ ખાધા પીધાં વિનાનો રહેવાનો એવું લાગે છે..
પત્ની: હેં! કંઈ કીધું?
પતિ: ના આ તો waiter ઉભો છે તો ઑર્ડર આપી દઉં?
પત્ની: પહેલાં નક્કી તો કરી લો
પતિ: નક્કી થઈ ગયું છે.. ઓર્ડર આપી દઉં?
પત્ની: તો નક્કી થઈ ગયું હોય તો વહેલું જ કહી દેવાય ને! બિચારો કયાર નો ઊભો છે
પતિ: ( પત્ની સામું જોઈને હોઠ ફફડાવીને મનમાં બોલે છે .. પછી waiter ને ઑર્ડર આપે છે..
1 સીઝેલિંગ..
પત્ની: એક મિનીટ.. આ સિઝેલીંગ માં શું આવે?
પતિ: એ ઘરે જઈને સમજાવીશ. અત્યારે ઓર્ડર આપી દઉં?
પત્ની: ના હો.. મને ખબર છે એમાં બાફેલાં શાકભાજી જ હોય.. એવાં બફલા સાટું આટલાં રૂપિયા નાંખવાની શું જરૂર
પતિ: એટલે તો કહું છુ તું જ ઑર્ડર આપી દે ને!
પત્ની: ના રે.. વારે વારે શું મને ઓર્ડર આપવાનું કહું છો? તમને ભાવે ને ફાવે એ મંગાવો.. હું કઈ બીજી સ્ત્રીઓ જેવી નથી કે મેનૂ હાથ માં લઇ ને બેસી જાઉં.. રોજ તો હું બનાવું એ જમી લ્યો છો. આજે તમારી પસંદનું મગાવો.
પતિ: (કંઈ જ બોલ્યાં વિના ફરી waiter સામું જોઇને)
એક કામ કરો.. બે vegetable sandwich અને..
પત્ની: એય.. સાંભળો તો ખરાં આ બ્રેડ ના ડૂચા ખાવા છેક અહીં લાવ્યાં? અને અંદર પણ પાછા હીરા મોતી તો નથી નાખતાં ને કે 250 રુપિયા લે આ કાકડી ટામેટાં ના
પતિ: એક કામ કરીએ .. પાણી પી ને નિકળી જઈએ..
પત્ની: કેમ? ઊતાવળ હતી તો લાવ્યા શુ કામ અહીં સુઘી? હવે આવ્યાં છીએ તો મંગાવીએ ને કંઇક. આમ જ ચાલ્યાં જઈએ તો કેવું ખરાબ લાગે.. જૂઓ આપણી સાથે આવ્યાં હતાં એ જમીને ઊભા પણ થવા લાગ્યાં. તમે પણ હવે મંગાવો ને કંઇક.
પતિ: ઓકે તો ફાઈનલી ઢોસા મંગાવીએ?
પત્ની: ઢોસા જ ખાવા હતા તો પહેલાં જ કહેવાય ને! સાઉથ ઈન્ડિયન ફૂડ વાળા ની લારી ઊભે જ છે આપણા ઘર પાસે.. અહીં સુધી લાંબાં થવાય? તમે પણ ક્યારેય હદ કરી નાખો હો..
પતિ: (waiter તરફ જોઇને દાંત પીસીને)
ભાઇ તું કોઈ પણ પંજાબી શાક અને એની સાથે નાન ,રોટી ,કુલચા જે મન પડે એ લઈ આવ જા..
પત્ની: અરે અરે! પૈસા આપણે આપવા ને ખાવાનું waiter ની પસંદગીનું.. તમને એક ઓર્ડર આપવામાં પણ મગજ વાપરવું ના ગમે? આટલી આળસ? એક ઓર્ડર કરતાં કેટલી વાર વળી? તમને ના ફાવે તો મને કહેવું હતુ ને!
(Waiter સામે હસતાં હસતાં)
એ ભાઇ! તમે છે ને એક કામ કરો.. ઉંધીયું.. રીંગણા નો ઓળો ને રોટલો ને ગોળ ને…
Waiter: (વચ્ચે થી જ અટકાવતાં)
Sorry mam ગુજરાતી ફુડ available નથી.
પત્ની: લે ગુજરાત ની રેસ્ટોરન્ટ માં ગુજરાતી ફૂડ નહિ? તો શું મળે અહી?
પતિ: ગુજરાતી રોજ જમીએ છીએ એટલે તો અહી આવ્યાં છે ચેન્જ માટે..
પત્ની: તો ચેન્જ જ કહેવાય ને? મારાં હાથ નુ ઊંધિયું ને અહીં નું.. જુદુ ના હોય?
પતિ: સારુ પણ હવે waiter એ કીધું ને કે અહીં ગુજરાતી ફુડ નથી મળતું તો હવે એ વિષય પર ચર્ચા પછી કરશું? તું કંઈ ઑર્ડર કરતી હોય તો કર નહિ તો બેસવાના રુપિયા આપીને નીકળીએ હવે અહીં થી.
પત્ની: તમે કેટલી વાર થી ઑર્ડર આપતાં હતાં? ને કેટલા ફેરફાર કર્યા? તોય હું કઈ બોલી? તો હવે મને ટોક ટોક શું કર્યા કરો છો?
અને બેસવાના રૂપિયા દેવા પડે એવી રેસ્ટોરન્ટ માં બીજી વાર આવતા નહિ
પતિ: બીજી તો શું હું જીંદગી માં કયારેય કોઈ રેસ્ટોરન્ટ માં નહિ આવું.. બસ આજે તું ઑર્ડર આપી દે એટલે જમી ને નીકળીએ
પત્ની: પણ આ કેવી રેસ્ટોરન્ટ છે? બેસવાના રૂપિયા લે છે.. અને ખાવા જેવું તો કશું મળતું નથી.
પતિ: અરે મારી મા.. પંજાબી મળે છે,સાઉથ ઇન્ડિયન મળે છે ફાસ્ટ ફૂડ છે.. ચાઇનીઝ છે હવે બીજું શું જોઈએ?
પત્ની: હે હે! છેલ્લે શું બોલ્યાં? ચાઈનીઝ મળે છે એમ ને.. તો પહેલાં કહેવાય ને.!
(Waiter સામે જોઇને)
લે ભાઈ તારું કામ થઈ ગયું.. જા બે Maggie લઈ આવ..
પતિ: અરે મૅગી! મેગી! મેગી ખાવા અહીં આવ્યાં છેક?
પત્ની: અરે તમે સમજ્યા નહિ.. મે જાહેરત માં જોયું હતું .. મેગી ખાલી બે મિનિટ માં બની જાય.. જેમ અમે બે મિનિટ માં તૈયાર થઈ જઈએ.. આને કહેવાય સમય બચાવ્યો. તમને પુરૂષો ને ખબર જ ના પડે આ બધાં મા બોલો એક ઓર્ડર આપતાં ના ફાવ્યો.. પહેલાં જ મને કહી દીધું હોત તો! ….
પતિ પત્ની સામું જોતો જોતો મૅગી ની વાટ જુએ છે અને પત્ની ફોન કરીને કોઈ જોડે વાત કરવા લાગે છે
પત્ની: આજે તો છે ને અમે મોટી રેસ્ટોરન્ટ માં આવ્યાં.. તમારા ભાઈ ને તો શું ઓર્ડર કરવો એ જ ખબર ન પડે હો…………..
…………..