વ્યર્થ ઘેલછા Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યર્થ ઘેલછા

દિવ્યા!!! તું જલદી આવી ઘરે આવજે તું હમણાં - હમણાં રોજ મોડું કરે છે કેહતા મમ્મીએ દિવ્યાને પાણીની બોટલ આપી.

દિવ્યાના કાયમની જેમ ગુસ્સો દર્શાવતી બોલી, "હા આવી જઈશ તમે તો કાયમ મને ટોકયા જ કરો છો. મારી જિંદગી છે હું મારા અનુસાર ન જીવી શકું?" અને કોલેજ જવા નીકળી જાય છે.

"મિસ્ટ્ટી તું કઈ સમજાવ આ દિવ્યાને આ સારું નથી અમે કાઈ પણ કહીએ છે તો એને ખોટું લાગી આવે છે પણ જતાં દિવસે એ પસ્તાશે." એમ બોલતા મમ્મી મારી સામે જોઈ રહી.

"મમ્મી મને શા માટે કહે છે? એ મારી મોટી બેન છે વધુ ન કહી શકું હું એમ પણ એ તમારું નથી સાંભળતી એમ મારું પણ ક્યાં સાંભળે છે?" પછી હું મારા રૂમમાં આવી ગઈ.

મમ્મી ડાઇનિંગ ટેબલ પર પ્લેટ્સ લગાવી રહી છે હું પણ મદદ કરી રહી છું પપ્પા ગુસ્સામાં છે અને આમતેમ આંટા મારી રહ્યા એમની બેચેની અને ગુસ્સો વધી રહ્યા. આજે તો દિવ્યાએ વધારે જ મોડું કર્યું. અમે એની રાહ જોઈ રહ્યા કે આવે તો સાથે જમીએ.

ગાડીનો અવાજ આવ્યો મેં જોયું તો આજે પણ દિવ્યા એના ફ્રેન્ડ્સ સાથે આવી અને એ બધા ખૂબ ખુશ હતા. એનો બોયફ્રેન્ડ રાજન પણ સાથે હતો. દિવ્યા સાથે એ પણ ગાડીમાંથી ઉતર્યો. બંને થોડીવાર એકબીજાનો હાથ પકડીને હસતાં - હસતાં વાતો કરી રહ્યા હતા. પછીબીજા ફ્રેંડને મળીને એ ઘર તરફ વળી.

જેવી ઘરમાં આવી કે, તરત જ પપ્પાનો ગુસ્સો વરસવા લાગ્યો પણ એને કઈ ફરક નહોતો પડતો એ તો પોતાની મસ્તીમાં જ જવાબ આપ્યા વગર જ રૂમમાં જતી રહી. અમે સમજી ગયા કે આજે પણ એ ફ્રેંડ સાથે બહાર ડિનર પતાવીને જ આવી છે.

હું ડાઇનિંગ ટેબલ તરફ વળી મમ્મી પણ ચેરમાં બેઠી પણ પપ્પા ગુસ્સે થઈને ત્યાં જ બાજુમાં સોફા પર બેસી ગયા.

" પપ્પા તમે જમી લો!!! તમારે દવાઓ લેવાની છે એમ કેહતા મેં એમને મનાવ્યાં. હળવા સ્મિત સાથે મારી તરફ જોઈ રહ્યા. જાણે મારી વાત સાંભળીને એમનો ગુસ્સો શાંત થઈ ગયો.

હું જમીને રૂમમાં ગઈ. જોયું તો દિવ્યા ફોન પર હસી - હસીને વાતો કરી રહી હતી. આ જોઈને મને ખુબ ગુસ્સો આવ્યો. મને સમજાયું જ નહીં કે મને શું થયુ??? મેં એનો ફોન ખૂંચવીને લઈ લીધો જોયું તો એ રાજન સાથે વાત કરી હતી મેં કટ કરી નાખ્યો.

એ પણ હવે તો ખૂબ ગુસ્સે થઈ મારા પર " તું આવું ક્યારથી શીખી??? તને ખબર છે ને હું મોટી છું તું નહીં." એમ કેહતા આંખો મોટી કરીને ગુસ્સામાં મારી સામે જોઈ રહે. જાણે એનું ચાલે તો હમણાં જ મને ખાઈ જાય.

"આટલો ગુસ્સો શા માટે???" એમ કેહતા મેં એનો હાથમાં એનો ફોન મુક્યો.

"તમે બધા મને શાંતિથી જીવવા દેશો????" એના પ્રશ્ન પરથી સાફ જણાતું હતું કે અમે ત્રણે તો એની નજરમાં ગુનેગાર છીએ. અને એને હેરાન કરી રહ્યા છે.

દિવ્યા તું જેને સપના કહે છે એ તારા સપના નથી એ તારી ખોટી ઘેલછાઓ છે અને આ તું નહીં સમજે તો તું ખૂબ દુઃખી થઇશ.

"તારે મને સમજાવવાની જરૂર નથી કે મારે શુ કરવું. તું તારું સંભાળ." એમ કેહતા એ જોરથી રૂમનો દરવાજો પછાડીને બહાર નીકળી ગઈ.


હું મારા કામમાં લાગી ગઈ. સવારે "ગુડ મૉર્નિંગ દીદી!!!"
મેં કહ્યું પણ એ કંઈ બોલ્યાં વગર જ ચાલી ગઈ. એ નારાજ હતી. એને લાગતું હતું અમે એની ખુશીઓના દુશ્મન છે. પણ હું સારી રીતે જાણતી હતી કે આ એની ખોટી ઘેલછાઓ છે અને એ આ વાત નહીં સમજે તો એણે ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે.

મિત્રો સાથે મોડા ફરવું, રૂપિયા ઉડાવવા, મુવી જોવા વધુ સમય એ રાજન સાથે જ રેહતી. અમે તો એના માટે કઈ હતા જ નહીં. આવા સપના ન હોયઆ તો આવી જિંદગી જીવવાની ઘેલછા જ હોય. અને એ પણ ખોટી ઘેલછા. આમ પણ નાનપણથી જ એ મનમાની કરતી. મમ્મી - પપ્પા પણ ચલાવી લેતા. પણ હવે વાત વધુ વણસી ગઈ. મને લાગતું હતું હવે એ આ બાબતોમાં ઘણી આગળ નીકળી ગઈ છે.

હું મારા ક્લાસ પતાવીને ઘરે આવી તો મમ્મી પપ્પા ખૂબ ગુસ્સે હતા. મમ્મી ચિંતામાં હતી. "શું થયું મમ્મી??? તમે કેમ આટલા ચિંતાતુર છો???"

"એક જ વાત હોય બેટા!!! બીજુ શું??? આ દિવ્યા......"

આટલું બોલી પપ્પા અટકી ગયા. "શું કર્યું એણે પાછું?"

"અરે તારા પપ્પાના મિત્ર જે રાજનના ઘરની નજીકમાં રહે છે એમણે એને રાજનની સાથે એના ઘરેથી નીકળતા જોઈ. કેહતા હતા બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. હવે તું જ કહે આ સારું લાગે??? એના બધા શોખની વસ્તુઓ, રૂપિયા, મોંઘાં કપડાં બધું ચલાવ્યું પણ સાવ આવું કંઈ થોડું......???

આમ કહેતાં મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. મેં મમ્મીને પાણી આપતા બોલી "ચિંતા ન કરો."

આ સાંભળીને તરત જ "ના! ના! હવે ઘણું થયું હવે મારે એની કોઈ વાત સાંભળવી નથી. આજે તો એણે કહેવું જ પડશે કે એ શું કરવા માંગે છે."

ત્યાં જ દિવ્યા આવે છે અને રૂમમાં જતી હોય છે કે, મમ્મી એનો હાથ પકડીને એને રોકે છે અને ત્યાં થોડીવાર માટે બેસવા કહે છે. એટલે એે સોફામાં નહી પણ અમારાથી દૂર જઈને ચેરમાં બેસે છે.

"તારે શું કરવાનું છે હવે???" આ પ્રશ્ન સાથે પપ્પા એની સામે ગુસ્સે થઈને જોઈ રહ્યા.

"હવે શું કર્યું મેં???" એમ કેહતા એણે મોઢું ફેરવી લીધું.

એટલે તરત પપ્પા બોલ્યા, " મારું માનવું છે કે આ તારું કોલેજનું લાસ્ટ યર છે તો આપણે તારા માંગા સ્વીકારવા જોઈએ હવે."

એનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો એ ઊભી થઈને ગુસ્સામાં પપ્પા તરફ આવીને "હું માત્ર રાજનને જ પસંદ કરું છું કોઈ અન્ય સાથે હું ના રહી શકું." આટલું કહીને ચાલી ગઈ.

મમ્મી - પપ્પાએ નક્કી કર્યું કે એ લોકો આવતી કાલે રાજનના ઘરે વાત કરવા જશે.

સવારે હું જોવું છું તો એ બંને રાજનના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. "મમ્મી!!! તમે જાઓ થોડું કામ હું કરી લઈશ આજે હું ઘરે જ છું." પપ્પાએ મારા માથા પર ખૂબ પ્રેમથી હાથ મુક્યો અને બંને ગયા. હું થોડું કામ પતાવીને વાંચવામાં ધ્યાન લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. હું તો મમ્મી - પપ્પાની રાહ જોઈ રહી હતી.

ડોરબેલ વાગ્યો મેં દરવાજો ખોલ્યો મમ્મી - પપ્પાના ચેહરા પર ખુશી હતી. એ લોકોને મેં પાણી આપ્યું પછી તરત પૂછ્યું ,
શું કહ્યું એ લોકો એ??? હા પાડી???"

મમ્મી બોલી, "હા એ તો કેહતા હતા કે અમે તો સામેથી આવના હતા. રાજનને લઈને." આ સાંભળીને હું ખુશ થઈ ગઈ. મને મનોમન થયું કે હવે બધું બરાબર થઈ જશે. મમ્મી - પપ્પાની ચિંતા પણ દૂર.

દિવ્યા અને રાજન મેરેજની બધી ઔપચારિકતામાંથી પસાર થયા અને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. મેરેજ કોઈપણ અડચણ વગર પાર પડ્યા. એ બંને એકબીજા સાથે ઘણાં ખુશ હતાં. એ જોઈને મને ઘણો આનંદ થયો. પણ દિવ્યા હજુ મમ્મી - પપ્પા અને મારા માટેના અણગમાને પૂરેપૂરી રીતે મીટાવી શકી નહોતી એ સાફ નજર આવતું હતું. જો કે એ ખુશ હતી માટે મમ્મી - પપ્પાને કોઈ ફરીયાદ નહોતી. એમને હતું કે હવે દિવ્યા પોતાના ઘર અને રાજનમાં ખુશ રેહશે.

જોતજોતામાં એ લોકના મેરેજને એક વર્ષ પૂરું થઈ ગયું. બંનેએ સેલિબ્રેશન પણ કર્યું. એક દિવસ અચાનક દિવ્યા ઘરે આવી ચહેરો ઉતેરલો હતો. મેં પૂછ્યું, "શું થયું??? કેમ ઉદાસ છે???"

અનિમેષ નજરે એ બોલી "રાજન આજકાલ ખૂબ વ્યસ્ત રહે છે અને સાંજનો થોડોઘણો સમય એ આવીને મમ્મી - પપ્પા સાથે જ રહે. બીજું કે તું જાણે જ છે કે હું આ રીતે ન રહી શકું એક વર્ષ તો નીકળ્યું મારું પણ હવે હું આ રીતે ન રહી શકું. મેં મારી લાઈફ આવી નહોતી વિચારી."

"સુખી - સંપન્ન પરિવાર છે રાજન પણ તને ખૂબ પ્રેમ કરે છે. ઘરના અન્ય સભ્યો પણ સારા છે તો તને શું જોઈએ??? તું જો બીજાને તો કેટલો સંઘર્ષ હોય છે છતાં એ લોકો ફરિયાદ કર્યા વગર પોતાના પરિવાર સાથે ખુશી - ખુશી રહે છે પણ તું......."

"હું અહીંયા તારો ઉપદેશ લેવા નથી. બંધ કર મારે નથી સાંભળવી આ ડહાપણ ભરી વાતો." ગુસ્સે થઈને એ બોલી.

હું ત્યાંથી ઊભી થઈને મમ્મીને મદદ કરવા રસોડામાં ચાલી ગઈ. એણે એના જૂના બધા ફ્રેંડને ફોન કર્યા અને બધાને ભેગા થવા, મળવા કહ્યું. એ રૂમમાં ગઈ અને જાણે ઉતાવળે તૈયાર થઈને આવી બ્લેક વેસ્ટર્ન ડ્રેસ, ચમકતા ખુલા વાળ એ ઘણી સુંદર લાગતી હતી. કંઇપણ બોલ્યા વગર એ નિકળી ગઈ. હું ને મમ્મી એકબીજાની સામે જોઈ રહ્યા.

અમને ખબર હતી કે કયાં જઈ રહી છે અને એ એના ઘરસંસાર માટે સારું નથી. એની આદતો અમે જાણતાં અમને ખબર હતી કે રાજનને કહ્યા વગર જ એના મિત્રો સાથે ગઈ હશે. આ વખતે પણ અમે ખોટાં પડ્યા અમને હતું મેરેજ પછી એના વિચારોમાં બદલાવ આવશે. અને એની ખોટી ઘેલછાઓમાંથી પણ એ બહાર આવી જશે. પણ અત્યારે એણે જે કર્યું એ જોઈને સમજાયું કે હજી એ બદલાઈ નથી જેવી હતી એવી જ છે.

આજે પણ રાત્રે એણે મોડું કર્યું. પપ્પા ગુસ્સામાં હતા. મમ્મી વારેઘડીએ ઘડિયાળ તરફ જોતી હતી. ત્યાં જ મારા ફોનની રિંગ વાગી મેં જોયું તો રાજનનો ફોન હતો. મેં રિસીવ કર્યો.

"તારી બેન ક્યાં છે? ફોન નથી રિસીવ કરતી મારી વાત કરાવ."

આ સાંભળીને ક્ષણભર મને સમજાયું નહીં કે શું કહું???
ખોટું બોલી ન શકી "એ એનાં જુના મિત્રો સાથે બહાર ગઈ હજી આવી નથી અમે રાહ જોઈ રહ્યા છે."

આ સાંભળીને રાજને કંઈ પણ બોલ્યાં વગર જ ફોન કટ કરી દીધો. હું સમજી ગઈ કે, એને આ રીતે દિવ્યાનું મોડા સુધી બહાર રેહવું ન ગમ્યું.

"તેં સાચું શા માટે કહ્યું???" એમ કહીને મમ્મી મારી સામે જોઈ રહી એ મારાથી નારાજ થઈ છે એ મને એનાં ચહેરા પર ચોખ્ખું દેખાતું હતું.

"તને હજી નથી સમજાતું કે એ સુધરવાની કે સમજવાની નથી પછી ખોટું બોલીને શું કરવાનું??? મિસ્ટ્ટીએ બરાબર જ કર્યું. એણે સમજવાની........" દિવ્યાને આવેલી જોઈને પપ્પા આગળ બોલતા અટકી ગયા.

"મારા લગ્ન તો થઈ ગયા ને??? તો પણ તમને શાંતિ નથી હજી તમે ત્રણ મારી બુરાઈઓ જ કરો છો."

"જે સાચું છે એ જ કહ્યું પપ્પાએ એમાં બુરાઈ શાની? અને જીજુનો ફોન હતો. તું એમનો ફોન રિસીવ નહોતી માટે મને કોલ કરેલો.

એનાથી કાયમ જેમ રહેવાયું નહીં અને ગુસ્સામાં કેટલું ઘણું બોલી ગઈ અને પછી રૂમમાં ચાલી ગઈ. એ એની જૂની આદતો હજી અકબંધ હતી એને એ બદલી શકી નહીં.

એ હજી એક દિવસ અહીં રોકવાની હતી. અમે સમજી ગયા કે આવતી કાલ પણ આ આમ જ એની ખોટી ઘેલછાઓ પુરી કરવામાં જ વ્યતીત કરવાની છે.

અમે સાચા જ પડ્યા આખો દિવસ ફોન પર અને શોપિંગમાં અને સાંજ થી અડધી રાત એની બહાર જ ગઈ. બીજે દિવસે સવારે રાજન એને લેવા આવ્યો. એનો ચહેરો મુરજાયેલો હતો. એ દિવ્યાથી નારાજ હતો. મમ્મીએ ઔપચારિક રીતે એમની આગતા - સ્વાગતા કરી. દિવ્યા એના સામન સાથે લિવિંગ રૂમમાં આવી પહોંચી. અને સીધી બહાર નીકળી ગાડી તરફ ચાલવા લાગી.

"અમે જઈએ છે મમ્મી!" આમ કહીને રાજને મમ્મી - પપ્પાની રજા લીધી. ત્યારબાદ અમારાં થોડાં દિવસો તો હેમખેમ પસાર થયા પણ મને ખાત્રી હતી કે , "રાજનના દિવસો હેમખેમ નહીં જ ગયા હોય."

મેં દિવ્યાને ફોન કર્યો એનો ફોન બંધ આવ્યો એટલે મેં રાજનને ફોન કર્યો એણે બધાની ખબર - અંતર પૂછી પછી મેં દિવ્યા સાથે વાત કરવા જણાવ્યું તો રાજન ધીમા અવાજે જાણે દુઃખી હોય એમ બોલ્યો, "એ ઘરે નહીં હોય આજકાલ એ બહાર વધુ રહે છે અને મારી સાથે પણ સમય ઓછો આપે છે. ઘરમાં મારા મમ્મી - પપ્પા પણ એનાથી નારાજ છે. પણ એને કંઈ પરવા નથી." આટલું કહી એણે પોતાની વાત પૂરી કરી.

હવે તો હું વધારે ચિંતિત અને બેચેન થઈ જો આ બધું પપ્પા જાણશે તો ઘણા દુઃખી થશે. "આ વાત દિવ્યા કેમ નથી સમજતી???" આ પ્રશ્ન સાથે હવે શું કરવું એ વિચારમાં ખોવાઈ ગઈ.

"મિસ્ટ્ટી!!! મિસ્ટ્ટી!!!" એમ મમ્મીનો અવાજ સાંભળ્યો એટલે હું મમ્મી પાસે ગઈ. મેં મમ્મીને કંઈપણ જણાવ્યું નહીં.

આમ બે માસ પસાર થયા અને અચાનક એક દિવસ રાજનના મમ્મીનો ફોન આવ્યો, "તમે બંને અહીં આવો અને તમારી દીકરીને લઈ જાઓ." ગુસ્સામાં ઊંચા અવાજે બોલીને એમણે વાત પૂરી કરી.

પપ્પા અચાનક સોફામાં ફસડાઈ પડ્યા. "એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા."

"શું થયું પપ્પા???" મમ્મી અને હું ગભરાઈ ગયા. પપ્પા કંઈ બોલી શક્યા નહીં. મેં એમને પાણી આપ્યું. એ થોડીવાર તો સ્તબ્ધ થઈ ગયા. થોડાં સ્વસ્થ થયા અને એમણે વિગતે વાત જણાવી.

"મમ્મી - પપ્પાની સાથે દિવ્યાના ઘરે જવા હું પણ તૈયાર થઈ. મમ્મીએ મને ઘરે જ રોકાવા કહ્યું. માટે હું ઘરે જ રહી.

એ બંને ગયા પછી મારું ધ્યાન ક્યાંય લાગતું નહોતું મેં બુકમાં, ઘરની સફાઈમાં ધ્યાન લગાવવાના નિરર્થક પ્રયાસ કર્યા. આખરે હાર માનીને હું ચેરમાં બેસી ગઈ. એકપછી એક વિચારો અને પ્રશ્નોનું તોફાન મારા દિમાગમાં ઉમળ્યું. આમ જ આ તોફાનમાં હું હેરાન થઈ રહી હતી પણ એમાંથી નીકળવાનો માર્ગ દેખાતો નહોતો.

આ વિચારોના તોફાનમાં ઝુઝૂમતા ક્યારે સમય વહી ગયો અને દિવ્યા ને લઈને મમ્મી - પપ્પા આવી પહોંચ્યા. મારાથી રાહ ન જોવાઈ મેં એક પછી એક અનેક પ્રશ્નો પૂછી લીધા.

મમ્મીએ જણાવ્યું, "એ લોકો આને રાખવા હવે તૈયાર નથી કહે છે આ ઘરમાં કોઈને સમય આપતી નથી એક તો નાનો બીઝનેસ એના પર આખું ઘર ચાલે અને મંદીના કારણે એમાં પણ ખોટ આવી તો પણ તમારી દીકરી એની ખોટી ઘેલછાઓમાં જે રૂપિયા છે એ પણ ઉડાવી રહી છે. એના માટે અમે કંઈ છે જ નહીં બસ એની મહત્વકાંક્ષાઓ - ઘેલછાઓ ઓછી થતી જ નથી. તમે આને લાઈ જાઓ જેથી આ એની બધી જ ઘેલછાઓ પુરી કરી શકે."

"પેછી તો અમે આને લઈને આવી ગયા અને રાજને પણ આને ન રોકી." એમ કહેતાં મમ્મીની આંખમાં આંસુ આવી ગયા.

"એમાં રડવાની શું વાત છે? તમે ભેગા મળીને વાતનું વતેસર ન કરો." આમ કહીને દિવ્યાએ સાબિત કરી દીધું કે એની ઘેલછાઓ સ્વછંદી બની ગઈ છે.

પપ્પાની તબિયત સારી નહોતી એના માટે જવાબદાર એ જ હતી. જેવી સવાર થઈ કે એ તો જાણે કંઈ થયું જ નથી એમ હતી.

મમ્મી - પપ્પાએ એની સાથે વાત કરવાની બંધ કરી અને એની ખોટી ઘેલછાઓ માટેના ખર્ચ આપવાના બંધ કર્યા. પેલી તરફ રાજને તો સાવ વાતચીત જ બંધ કરી દીધી. મારું બધું ધ્યાન મારા અભ્યાસમાં અને મમ્મી - પપ્પાની કાળજીમાં લગાવ્યું એને કંઈ પણ પૂછવાનું, કહેવાનું કે એની તરફ ધ્યાન આપવાનું સૌએ બંધ કર્યું એટલે એ મિત્રો સાથે વધુ ને વધુ રેહવા લાગી પણ એ બધા જ હવે સચ્ચાઈથી વાકેફ હતા. કે હવે આની પાસે કંઈ છે નહીં ખર્ચ કરવા અને મદદ કરવા માટે એટલે ધીમે - ધીમે એ બધા મિત્રો એનાથી દૂર ખસી ગયા.

હવે એ સાવ એકલી - અટુલી રહી ગઈ. આખો દિવસ રૂમમાં રેહતી અને કંઈપણ બોલતી નહીં અમે પણ એને કઈ પૂછતાં નહીં આમ થોડા દિવસો પસાર થયા.

અચાનક રાત્રે ઊંઘમાં મેં કોઈકનો રડવાનો અવાજ સાંભળ્યો અને મેં ઊઠીને જોયું તો દિવ્યા રૂમની બારીમાંથી બહાર જોતી રડી રહી હતી.

હું એની પાસે ગઈ "કેમ રડે છે??? તને તો હવે કોઈપણ કાંઈ નથી કેહતું કે નથી પૂછતું પછી શેનું દુઃખ???"

"હા હવે તો તું આમ જ સંભળાવવાની મને! અને કેમ ન સંભડાવે??? મેં કર્યું જ એવું છે અત્યાર સુધી." આમ કહીને મને ગળે લાગીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી.

મેં એને શાંત કરાવી અને સાંત્વના આપતા કહ્યું, ચિંતા ન કર આપણે કંઈક હલ શોધીશું અને બધાને માનવીશું.

સવારે હું એને મમ્મી - પપ્પા પાસે લઈ ગઈ અને બધી વાત કરી.

"પેહલાં તું રાજનની માફી માંગ અને એના મમ્મી - પપ્પાની અમે તો તારાથી કેટલું નારાજ રહી શકીએ??? તું સમજી એટલે અમે રાજી." એમ કેહતા પપ્પાની આંખો ભીની થઇ ગઈ. એ પણ પપ્પાને ભેટી પડી અને માફી માંગતા - માંગતા રડવા લાગી. મમ્મીએ એને ચૂપ કરાવી.

રાજન અને એના મમ્મી પપ્પાને ફોન કરીને ઘરે બોલાવ્યા એ પણ જાણે સમય બગડ્યા વગર ઉતાવળે આવી પહોંચ્યા.

દિવ્યા અને રાજન એકબીજા સામે જોઈ રહ્યા. દિવ્યા એના સાસુ પાસે જઈને એમના પગ પાસે બેસી ગઈ અને એમના ખોળાના માથું મૂકીને રડવા લાગી. "તમને યાદ છે ને મારી તબિયત ખરાબ હતી તે દિવસે તમે મારી પાસે રહ્યા અને મારું એક 'માં' તરીકે ખૂબ ધ્યાન રાખ્યું હતું. આજે પણ એક 'માં' તરીકે મને માફ કરી દો. હું ભૂલી જ ગઈ હતી કે જીવનમાં ખોટી ઘેલછાઓમાં દુઃખ સિવાય કંઈ મળતું નથી અને ક્યારે આપણે પોતાનાઓથી દૂર થઈ જઈએ છે અને અંતે એકલા રહી જઈએ છે એ સમજાતું નથી.

એના સાસુએ એને પ્રેમથી ચૂપ કરાવી "ભૂલ થાય પણ તું વેળાસર સમજી એ ઘણું સારું થયું મને ખબર હતી કે આવું કરીશું તો જ તું સંબંધોનું અને અમારું મૂલ્ય સમજી શકીશ. જા હવે તારો સામાન લઈ આવ. આપણે આપણાં ઘરે જઈએ.

રાજન અને દિવ્યા બંને ખૂબ ખૂશ હતા. એકબીજા સાથે વાત કરતા એ બહાર નીકળ્યા.

મમ્મી - પપ્પા ખૂબ ખૂશ હતા માટે હું પણ ખૂબ ખુશ હતી.

✍..... ઉર્વશી.