Sadhunam Darshanam Punyam books and stories free download online pdf in Gujarati

સાધુનામ દર્શનમ પુણ્યમ

સાધુનામ દર્શનમ પુણ્યમ આ વાક્ય અને આ શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા હશે . અને એનો મતલબ પણ આપણને ખબર જ હશે. પણ આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે ??. આપણે આને માન્ય છે ખરા. ?????

સાચા સાધુ ની તાકાત શું ??? આપણને ખબર છે ખરા. આજે એક સાચા સાધુ ની તાકાત નો સાચો પ્રસંગ મારે તમારા સમક્ષ મુકવો છે. જે ઘટના જો ઇતિહાસ માં લખાય હોત તો આ દુનિયા કંઇક અલગ જ હોત.

1942 ની વાત છે . જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ત્યારે જાપાન ચીન ના રસ્તા થી એશિયા ઉપર પોતાનું પ્રભુત્વ મેળવવા આગળ વધી રહ્યું હતું અને એને રોકવા બીજા દેશો યુદ્ધ કરી રહ્યા હતા . યુદ્ધ ચાલુ થઈ ગયું હતું એટમ બૉમ્બ અને આધુનિક સહસ્ત્રો નો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો હતો. લાખો સૈનિકો મરી રહ્યા હતા . અને ત્યારે એક એવી ઘટના બની જેનું સાક્ષી આ દુનિયા બની ગઈ.

થયું કંઈક એવું યુદ્ધ ના મેદાન માં વચ્ચે થોડા બૌદ્ધ સાધુ ને રસ્તો પાર કરવો હતો. અને બીજો કોઈ રસ્તો ના હોવાથી આજ રસ્તા પર જવું પડે એમ હતું. ત્યારે બને દેશ ના સૈનિકો એ આ જોયું અને યુદ્ધ 10 મિનિટ માટે બંધ રાખવામાં આવ્યું.
10 મિનિટ પછી જ્યારે બૌદ્ધ સાધુ રસ્તો પાર કરી ગયા અને યુદ્ધ ની શરૂવાત થઈ ત્યારે,, નહોતો આ બાજુ જાપાન યુદ્ધ ચાલુ કરી શક્યું ના બીજા દેશો. સૈનિકો આ સાધુ ને જોતા એવી અવસ્થા થઈ કે તેવો યુદ્ધ કરી જ ન શક્યા. આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે???? જો બૌદ્ધ સાધુ ની આટલી તાકાત હોઈ તો જૈન સાધુ ની કેટલી????

આજે મારે તમને કોઈ સલાહ કે સુચનો આપવા નથી .કેમ કે સંસાર ને મારા કરતાં તમેં વધારે જાણો છો. મારે તમને પ્રશ્ન પૂછવો છે. ????તમને ક્યાં સાચી રાહ દેખાઈ છે સંસાર માં કે સંયમ માં???? .
ક્યાં સાચી લાગણી દેખાઈ છે ????સંસાર માં કે સંયમ માં.
એક સાધુ જ્યારે બીજા સાધુ ને મળે ત્યારે જે ઉમળકો તેમનામાં જોવા મળે એ સંસાર માં સગા ભાઈ બહેન કે બીજા સબંધ માં જોવા મળે ખરા.????
જે લાગણી જે અહોભાવ સંયમ માં જોવા મળે નોતે અહોભાવ સંસાર માં જોવા મળે ખરા. ????
જે શ્રદ્ધા અને જે ખુમારી થી જિંદગી જીવવા માં સંયમ માં મજા આવે તે સંસાર માં બધું હોવા છતાં મળે ખરા. ?????
જવાબ તમારી પાસે જ છે.
આજે હું ઘણું છોડી ને જઇ રહી છું. પણ પ્રભુ ને મળવા માટે આ કિંમત ખૂબ જ નાની છે.

સંસાર માં લોકો એક બીજાને મળે ત્યારે પૂછે છે કામ કાજ કેવું ચાલે છે અને બીજું ક્યાં ફરવા જવાનો છો. પણ સંયમ માં લોકો પૂછે છે કેવી તપસ્યા ચાલે છે કેવું સંયમ જીવન પળાઈ છે. સંસાર માં લોકો એક બીજાને જોઈ પૈસા કમાવા વધારે દોડે છે. અને સંયમ માં એક બીજા સંયમી ને જોઈ ધર્મ આરાધના માં વધારે સ્થિર થવાય છે.કોઈ ની 50 મી ઓળી તો કોઈ ની 100ઓળી જોઈ કે પછી કોઈ નો વૈયાવચ્ચ નો ભાવ જોઈ અહોભાવ થી મસ્તક ઝુકી જાય છે. અંબાણી અને ટાટા ને જોઈ ને તમને તેના જેવું થવાનું મન થાય તેમજ મને 6 મહીના ના તપસ્વી અને આજીવન આયંબીલ કરનારા હેમવલ્લભ મ.સા. ને બીજા સાધુ સાધ્વી ને જોઈ ને એમના જેવી થવાની ઈચ્છા થાય છે

સ્નાત્ર માં એક કડી આવે છે ""વિશ સ્થાનક વિધિ એ તપ કરી એસી ભાવ દયા દિલ માં ધરી જો હોવે મુજ શક્તિ એશી સવી જીવ કરું શાસન રસી"" આજે એવા જ ભાવ મારે કરવા છે. અને એની માટે મારે તમારા આશીર્વાદ જોવે છે. જિંદગી માં દીક્ષા લીધા પછી સંયમ માં સ્થિર થાવું અને સાચુ સંયમ જીવન જીવી પોતે અને બીજાને મોક્ષ માં સ્થાન પામી શકું એજ પ્રાથના.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED