સકારાત્મક વિચારધારા - 21 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 21

સકારાત્મક વિચારધારા 21

ગઇકાલે રાત્રે મેં સપનામાં જોયું કે,હું પેરિસ ગઈ છું અને ત્યાં મારો સામાન ચોરી થઈ ગયો છે.રાત્રે આવેલ સપનાએ મને આખો દિવસ ચિંતા માં મૂકી દીધો.આખો દિવસ એક જ વિચાર મારા મનમાં ચકરાવે ચઢ્યો કે ક્યાંક મારા આજે પૈસા તો ચોરી નહી થઈ જાય.ક્યાંક મારી ચેઇન તો ચોરી નહી થઈ જાય. આખો દિવસ એક જ ચિંતા આવું સપનું કેમ આવ્યું હશે.આનો અર્થ શું છે?


એ અર્થ શોધવામાં જ આજે તો ઘણા અનર્થ થઈ ગયા.પેલા તો સવારે ઘરે થી નીકળતા જ ગાડી ઠોકી દીધી. ત્યારબાદ ઓફિસના કામમાં અનેક ભૂલો થઈ રહી હતી.જ્યારે બપોરે હું અને મારી મિત્ર કિરણ સાથે જમવા બેઠા ત્યારે મને જમવામાં પણ અરુચિ દાખવતા જોઈ તેણે મને પૂછ્યું," આજે થયું છે તને?"ત્યારે મેં ગઇરાત્રે આવેલા સપનાની વાત કરી.બસ,ત્યારે મારી મિત્ર કિરણે મને પૂછ્યું કે, "સ્વાતિ તું પહેલાં કયારેય પેરિસ ગઈ છે?"ત્યારે સ્વાતિ જવાબ માં ડોક હલાવીને ના પાડી.ત્યારે કિરણે કહ્યું કે," એવું થઈ શકે છે કે આ સંકેત હોય કે તું પેરિસ જવાની હોય.એવું જરૂરી નથી બધું ચોરી થઇ જાય એ સપનું એટલા માટે પણ આવ્યું હોય કે આપણે પહેલે થી સતર્ક થઈ જઈએ અને આપણી સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ બનતા અટકી જાય." આ સાંભળતા જ સવાર થી ચિંતાતુર દેખાતી સ્વાતિ જાણે હળવાશનો અનુભવ કરવા લાગી.


સ્વપ્ન એક જ હતું પણ સ્વાતિ અને કિરણ બંનેનો આ સ્વપ્ન અંગેનો અભિગમ જુદો હતો. સ્વપ્ન માટે કિરણ નો અભિગમ ખૂબ જ સકારાત્મક હતો જેને સાંભળીને આપણને હળવાશ નો અનુભવ થવા લાગે છે. અને જાણે આપણામાં એક ઊર્જા નો સંચાર થાય છે.જ્યારે સ્વાતિ ને સાંભળતા જ ચિંતા ઉત્પન્ન થાય છે.જેથી,આપણી સંચિત ઊર્જા પણ પળમાં નષ્ટ થઈ જાય છે.કારણકે,સકારાત્મક વિચાર ધારા માનસ પટલ માં ધારા નો પ્રવાહ મોકલી શકે છે અને મોટી મુશ્કેલીનો પણ સમાધાન મેળવી શકે છે.

એક દિવસ એક મનોવૈજ્ઞાનિક એ સંશોધન કરવા માટે એક દર્દી ને કહ્યું કે, તમારામાં કેન્સર ના લક્ષણો દેખાય છે તો તમે કોઈ અન્ય નિષ્ણાંત ની સલાહ લઈ જરૂરી રીપોર્ટ કરાવી લેજો અને આ સાંભળતાજ દર્દી નિષ્ણાંત પાસે જતા પહેલાજ રીપોર્ટસ કરાવતાં પહેલાં જ અધમારો થઈ ગયો હતો . નિષ્ણાંત પાસે ગયો જરૂરી ચેકઅપ કરાવ્યું, બધું નોર્મલ હતું. માત્ર થોડી અશકિત જણાતી હતી.ત્યારે ફરી ગુસ્સામાં પેલા મનોવૈજ્ઞાનિક પાસે ગયો અને કહ્યું કે," કોણે કહ્યું મને કેન્સર છે?"ત્યારે તેણે કહ્યું કે બસ હું એ જ કહેવા માગુ છું કે, કોઈ પણ ઘટના બનતા પહેલા જ આટલું બધું ડરી કેમ જાઓ છો?જે તમારી ઉર્જા ને નષ્ટ કરે છે માત્ર ઊર્જા નહી તમને પણ .આથી, તો કહેવાય છે કે," ચિંતા ચિતા સમાન છે" તે દિવસ થી એ દર્દી નો ડરામણો સ્વભાવ બદલાઈ ને ચિંતામુક્ત અને સકારાત્મક અભિગમ વાળો બની ગયો.

શું આ સકારાત્મક અભિગમ એકાએક માત્ર કહેવાથી કેળવાઈ જાય છે.ના,આ માટે નું માનસ બાળક માં નાનપણ થી જ તૈયાર કરવું પડે છે બાળકને નાનપણ થી જ કહેવું પડે છે કે માત ગર્ભમાં જેણે રક્ષા કરી આગળ પણ કરશે,જે થાય છે તે સારા માટે થાય છે,ક્યાંક પડી જઈએ તેનો વાંધો નહી દીકરા જે ચાલે છે તે પડે છે અને કોઈ જ સમપૂણૅ નથી, હાર એટલે અંત નહી.આ પ્રકારના અનેક દ્રષ્ટાંત આપી એક સકારાત્મક વિચારધારા ની મજબૂત ઇમારત બાંધી શકાય છે અને જે વરસાદ, ઠંડી, ગરમી સામે ટકી શકે એવી ઇમારત બાંધી શકાય છે.

મહેક પરવાની