સકારાત્મક વિચારધારા - 2 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 2

સકારાત્મક વિચારધારા -2

જયેશભાઈ એ સરકારી કર્મચારી હતા.આથી તેમની બદલી એક શહર માંથી બીજા શહર થવી એ સ્વાભાવિક છે.આ વખતે તેમની બદલી લીંબડી થી રાજકોટ માં થયી. તેમના પરિવાર માં પાંચ સભ્યો હતા.માતા પિતા ,પત્ની કીર્તિ બેન જે પ્રાથમિક શાળા માં શિક્ષક હતા.અને બીજા જયેશભાઇ પોતે.જયેશ ભાઈ નો પુત્ર દસ વર્ષ નો હતો. જેનું નામ આકાશ હતું પહેલા ફ્લેટ માં રહેતા હોવાથી આકાશ ને અગાશી ખૂબ ગમતી હતી. આથી તે રોજ પોતાના દાદાજી સાથે અગાશી એ કલાકો વિતાવતો ,આકાશ અગાશી એ થી વિમાન જાય એ જોવાની ખૂબ મજા આવે.તે નાનપણ થી બધા ને કહેતો હું પણ મોટો થઇને વિમાન
ઉડાડીશ.
જો જો પપ્પા તમે લોકો મને અગાશી એ થી જોજો .
બધા તેની વાતો સાંભળતા અને હસતા જયેશભાઇ આકાશ ને કહેતા કે વિમાન ચલાવવું સહેલું નથી .બેટા એની માટે ખૂબ મેહનત કરવી પડે.આકાશ તો આખો દિવસ કાગળ ના વિમાન બનાવી રમત રમતો હતો. અને ઘર ના દરેક સભ્ય ને કહેતો કે જોવો હું આમ જ એક દિવસ આકાશ માં વિમાન ઉડાડીશ .મમ્મી-પપ્પા ,
દાદા- દાદી તેને જોઈ ને ખુશ થતા કેમકે આકાશ આખાય પરિવાર નો પ્રાણવાયુ હતો.એક દિવસ આકાશ આમ જ વિમાન ઉડાડતા- ઉડાડતા સીડી પરથી નીચે પડી જાય છે અને ઘર ના દરેક સભ્ય ના મન ચિંતાગ્રસ્ત બની જાય છે.કારણકે આકાશ જ આખા ઘર નો શ્વાસ હતો.જયેશભાઇ ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવે છે અને આકાશ ને હોસ્પીટલ લઈ જવા પહોંચી જાય છે. હોસ્પીટલ માં પહોંચતા જ ચેકઅપ થાય છે. અને ખ્યાલ આવે છે કે માથા ના ભાગે વાગેલ છે અને ઘાવ માત્ર બહાર નો નહી પણ અંદર નો પણ છે.કીર્તિ બેન તો આ સાંભળતા જ ત્યાં જ ઢળી પડે છે જયેશભાઇ હૈયે હામ રાખીને ઊભા હતા. ડોકટર સાહેબ એ ચેકઅપ કર્યું , ટ્રીટમેન્ટ આપી પરંતુ કહ્યું ભાન ક્યારે આવશે એ કશું કહી શકાય નહિ.જયેશભાઈ તો અંદર થી ક્યારના તૂટી ગયા હતા પણ પોતાના આંસુ ને છુપાવી દરેક ને રૂમાલ આપતા રહ્યા એવા વિચારે કે જો હું તૂટી જઈશ તો આખા પરિવાર ને કોણ સાંભળશે?
એક અઠવાડિયું થવા આવ્યું પણ આકાશ ને હોંશ આવવના કોઈ જ અણસાર દેખાતા ન હતા.જયેશભાઈ ને એકલા માં રડતા જોઈ તેમના પિતાજી કહ્યું ,"દીકરા આ નિરાશા ને ઓઢી ને તણાવ માં તણાવવા નો સમય નથી.આ તો જીવન ની કસોટી છે .મારા દીકરા.સાચી શ્રદ્ધા, પ્રબળ ઈચ્છાશક્તિ ના પ્રવાહ થી ચિંતા અને દુઃખ ના પહાડો ને ઓળગવાનો છે.
આ રીતે ચિંતા છોડીને ઈશ્વર ને પ્રાર્થના કરી,પ્રયત્ન કરવાનું સમજાવે અને પૂછે છે એ જયેશ બેટા તે મુન્ના ભાઈ એમ. બી. બી એસ. જોઈ છે ચાલ, લાઈવ બતાવું.
જયેશ ભાઈ ના પિતા તેમના પુત્ર થી પૂછે છે તને ખ્યાલ છે આપણા આકાશ ને સૌથી વધુ પ્રિય કઈ વસ્તુ છે? તેને કઈ વસ્તુ આકર્ષે છે?વિમાન નો અવાજ! બસ,આ અવાજ જ આપણને આપણો આકાશ પાછો આપી શકે છે.
ત્યાર બાદ જયેશભાઈ વિમાન ચાલતો હોય એવો અવાજ રેકોર્ડ કરે છે અને આખો દિવસ આ રેકોર્ડિંગ હોસ્પિટલ માં તેમની પરવાનગી લઈને ચલાવે છે.એક દિવસ,બે દિવસ, ત્રણ દિવસ એમ કરતા કરતા છઠ્ઠા દિવસે આકાશ ને હોંશ આવી જાય છે.
જયેશભાઈ નો આખો પરિવાર તણાવ ના પુર માં તણાઈ જાય તે પહેલાં જ તેના પિતાજી સકારાત્મક અભિગમ અપનાવી ને માત્ર પોતાના પૌત્ર ને બીમારી માંથી પાછો નથી લાવતા પરંતુ બધા ડોકટર ને પણ સકારાત્મક અભિગમ કેળવવાનું શીખવે છે. જે જીવન ને સરળ બનાવવાનો એક માત્ર ઉપાય છે.
"જીવન અને મૃત્યુ એ કુદરત ના હાથ ની વાત છે. પણ,કુદરત દ્વારા મળેલ બક્ષિસ ને તણાવ ના પુર માં તણાઈ જાય તે પહેલાં જ સકારાત્મક વિચારધારા ની પાળ બાંધી લેજો."
મહેક પરવાની