સકારાત્મક વિચારધારા 20
આવતી કાલે શનિવાર નો દિવસ હતો.શનિવાર એટલે શાળા માં રહીને પણ ભણવાની રજા અને મજા કરવાનો દિવસ.અઠવાડિયાનો સૌથી નાનો અને અડધો દિવસ. દર શનિવારે રમત_ ગમત અને પ્રવૃત્તિ નો પીરીયડ. જેમાં વર્ગમાં બાળકો ને વાર્તા કહેવાની અને જે સૌથી સારી વાર્તા કરે તેને ઈનામ.આ ઈનામ એટલે દરેક બાળકના મનની પ્રબળ ઈચ્છા.તે વર્ગમાં ભણતો દર્શિલ દર શુક્રવારે તેના દાદાજી પાસેથી એક નવી વાર્તા અચૂક
સાંભળે.આ શુક્રવારે દર્શિલે દાદાજીને કહ્યું,"દાદાજી આ શુક્રવારે એવી સરસ વાર્તા શીખવાડજો કે મને જ ઈનામ મળે.પાંચ વર્ષના દર્શિલ નું આ ઈનામ મેળવવાનું લક્ષ્ય બની ગયું હતું.ત્યારે દાદાજી એ તેને પોતાના લક્ષ્યને વળગી રહેવા અંગે વાર્તા કહી.
દાદાજીએ વાર્તા શરૂ કરી કહ્યું કે,"એક દિવસ ગુરૂજીએ પોતાના શિષ્યને ભિક્ષા માંગીને લાવવા કહ્યું.ત્યારે તે તેના ગુરુજીના કહેવા પ્રમાણે ભિક્ષા માંગવા ગયો.અજાણતા તેણે એક દરવાજે ટકોર કરી અને ટકોર કર્યા બાદ જાણ થઈ કે,તે એક તાંત્રિક નું ઘર હતું.તે કહ્યું તું મારા દ્વારે ભિક્ષા માંગવા આવ્યો છે તને ખબર છે હું કોણ છું? હું તને ભિક્ષા માં મૃત્યુ આપુ છું.મારું વચન ક્યારેય વ્યર્થ જતો નથી. તેણે કહ્યું કે આવતી કાલની સવાર તું નહી જોઈ શકે. તારી મૃત્યુ નિશ્ચિત છે.આ સાંભળતા જ તે રડતાં રડતાં તેમના ગુરુજી પાસે ગયો ત્યારે ગુરુજી પૂછયું ભિક્ષા માં શું લાવ્યો? ત્યારે શિષ્યએ આખી વાત કરી.
ત્યારથી તે શિષ્યએ વિચાર્યું કે હવે આવતીકાલે મારી મૃત્યુ નિશ્ચિંત છે.
ત્યારે ગુરુજી કહ્યું કે હવે તારે તો આ દુનિયા છોડીને જવાનું છે તો મારો અંતિમ આદેશ છે કે આજે આખી રાત તને કોઈ પણ બોલાવે પણ તારે મારી સેવા કરવાની છે મારા ચરણછોડીને આખીરાત ક્યાંય જવાનું નથી.કોઈ પણ તને બોલાવે તોય તને ક્યાંય જવાનું નથી ગમે તે બોલાવે છતાં તને મારા ચરણ છોડીને ક્યાંય જવાનું નથી. તારે માત્ર મારા ચરણ દબાવવાના છે. શિષ્યએ વિચાર્યું આજે અંતિમ આદેશ નું પાલન કરી પુણ્ય કમાવી લઉં.રાત્રિ થઈ ગુરુજી સુવા ગયા ત્યારે શિષ્યની પરીક્ષા શરૂ થઈ. સૌપ્રથમ તે તાંત્રિક એ શિષ્યની માતા નું સ્વરૂપ ધારણ કરીને આવ્યો અને તે શિષ્યની માતા બનીને તેને બોલવા લાગ્યો પણ તે શિષ્યનો એક જ જવાબ હતો કે તે તેના ગુરુજીના આદેશનું પાલન કરી રહ્યો છે આથી, તે તેમના ચરણ છોડીને ક્યાંય જવાનો નથી.તેના માતા સ્વરૂપ બાદ તે માયાવી તાંત્રિક અનેક વિભિન્ન સ્વરૂપ સાથે તેની પાસે આવ્યો તેના દરેક પ્રિયજનના ના સ્વરૂપ સાથે ત્યાં આવ્યો પણ તે શિષ્ય નો એક જ જવાબ હતો કે આજે તેનું લક્ષ્ય માત્ર ને માત્ર તેના ગુરુજી ના આદેશ નો પાલન કરવાનો છે આમ કરતાં કરતાં સવાર પડી અને શિષ્યને જીવન દાન મળી ગયું શિષ્યએ જોયું કે તે બચી ગયો પણ જો તે છલ કપટ વાળા માયાવી સ્વરૂપ પાસે ગયો હોત તેની મૃત્યુ નિશ્ચિત હતી પણ તે તેના લક્ષ્ય ને વળગી રહ્યો અને અન્ય વિકારો તરફ આકર્ષાયો નહી. તેથી તે બચી ગયો."
આપણને પણ પોતાની લક્ષ્યોપ્રાપ્તિમાં ઘણા વિકારો, ઘણા મૃગજળ, છલાવા બોલાવે છે પણ આપણે કશાય ની તરફ આકર્ષાયા વિના આપણા લક્ષ્યને વળગી રહ્યા તો જ લક્ષ્યપ્રાપ્તિ થાય છે. આથી ,જ તો કહેવાયું છે કે,
"असिद्धार्था निवर्तन्ते नहि धीराः कृतोद्यमाः।"
અર્થાત્,
"જયારે કોઈ મક્કમ મનોબળ સાથે કોઈ કાર્ય નું આરંભ કરે તો તે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કાર્ય ને વળગીને રહે છે. ત્યારે જ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ થાય છે."
મહેક પરવાની