સકારાત્મક વિચારધારા - 9
રાજવીર ટ્રેડર્સ ચોટીલા ગામ ની સૌથી મોટી હસ્તી.જેમના માલિક રાજેશ ભાઈ.રાજેશ ભાઈ ને બે દીકરા હતા.બંને જોડિયા, એક નું નામ રામ,અને બીજા નું નામ લક્ષ્મણ.બંને માં નામ પ્રમાણેના ગુણ હતા .બનેની સમજદારી અને વિવેક જાણે સોના માં ભરાયેલી ચમક.
રાજેશભાઈ એ પોતાની મહેનત થી આટલી મોટી સિદ્ધિ હાંસલ કરેલી.તેમને જોતા જ ઈશ્વર ની અસીમ કૃપા ના દર્શન થતા હતા.
પૈસે ટકે,ધન ધાન્ય બધી રીતે કુબેરજી ની કૃપા હતી.બસ,રાજેશ ભાઈ ને એક સંપૂર્ણ પરિવાર ની ઈચ્છા હતી. એટલે કે વહુરાણી ને જોવાની બાકી હતી.બંને છોકરાઓ ચોવીસી વટાવી ચૂક્યા હતા.છોકરીઓ ની શોધખોળ શરૂ થઈ ગઈ હતી.દહેજ માં બસ સારા સંસ્કારો ની માંગણી હતી.
અંતે નજીક ના ગામ સરપંચ ની બે દીકરીઓ.મોટી દીકરી ભૂમિ અને નાની દીકરી તન્વી બંને સરપંચની આંખો ના રતનો.રાજેશ ભાઈ ના નયનો માં આ બંને રત્નો વસી ગયા.
સરપંચ ના દ્વારે જાણે સ્વપ્ને પણ ના વિચાર્યું એવા અહો! ભાગ્ય .મુલાકાતો ગોઠવાઈ, લગ્ન નક્કી થયા.એવી જાહોજલાલી સાથે લગ્ન લેવાયાં કે આજ સુધી આસપાસ ના ગામ ના લોકો એ જોયા નહોતા.રામ અને લક્ષ્મણ ના બંને ના લગ્ન પણ સાથે જ લેવાયા.બંને દેરાણી જેઠાણી બહેનો હતી .તેથી,કલેશ નો દૂર દૂર સુધી કોઈ પ્રશ્ન જ ઉભો નહોતો થતો.રાજેશભાઈ દરરોજ મંદિરે જાય અને દરોજ પ્રભુ નો આભાર માને અને દરોજ ઈશ્વરને કહે "હે પ્રભુ તમે મને જીંદગી નો દરેક સુખ આપ્યું છે બસ,હવે માત્ર પૌત્ર_પૌત્રી ના સુખ થી વંચિત છું.
પ્રભકૃપાથી દિવસો જતા બંને વહુઓ ના ગર્ભવતી થવાના સમાચાર મળ્યા અને રાજેશ ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા .કહેવા માંડ્યા," હે પ્રભુ ,આ સુખ પછી જો તું મારા શ્વાસ પણ માંગે તો એ પણ આપી દઉં"
ઘર ના દરેક સભ્ય ખૂબ ખુશ હતા,કેમ કે એક નહી બબે પારણાં બંધાવવા જઈ રહી હતા.સમય જતાં રામ અને ભૂમિ ને ત્યાં દીકરો અને લક્ષ્મણ અને તન્વી ને ત્યાં દીકરી નો જન્મ થયો.આખું પરિવાર ખૂબ ખુશ હતો. દીકરો હોય કે દીકરી બંને પરિવાર માટે એક સમાન હતા.પણ,કહેવાય છે કે જો ચંદ્ર માં ડાઘ ના હોય તો તેને નઝર લાગી જાય તે જ રીતે આ પરિવાર ને પણ નજર લાગી ગઈ.
બંને બાળકો ની નામકરણવિધિ કરવામાં આવી.બધા સગા સંબંધી ને આમંત્રિત કરવામાં આવ્યા. હર્ષોઉલાસ નો વાતાવરણ હતો.દરેક જણ જમીને બાળકો ને આશીર્વાદ આપીને વિદાય લઇ રહ્યા હતા. બધા મહેમાનો તો જતા રહ્યા પણ રાજેશ ભાઈ ના મોટા બહેન ત્યાં રોકાઈ ગયા તે ઉંમર માં રાજેશભાઈ થી મોટા હતા અને વિચારો માં જરાક જુનવાણી . આજકાલ જ્યાં છોકરીઓ- છોકરાઓ થી ચઢિયાતી થઈ ગઈ છે .ત્યાં તો છોકરા- છોકરી ના ભેદ ભાવ બતાવવા માંડ્યા અને કહેવા લાગ્યા ભૂમિ એ તો આ પરિવાર ને વારિસ આપ્યો છે.જ્યારે દીકરી તો પારકી થાપણ છે તેને તો ખૂબ સાચવવી પડશે.આ સાંભળતા વેંત તન્વી ના મન માં ભેદ ભાવ નું બીજારોપણ શરૂ થઈ ગયું.અને તેના કૂપનો ફૂટતાં વાર ના લાગી આ ઉપરાંત તન્વી ના મન માં રોપાયેલા બીજ સ્વરૂપે હવે દરેક વાતે બંને બાળકો વચ્ચે સરખામણી શરૂ કરી દીધી અને જેને ભેદભાવ નું નામ આપવામાં આવ્યું અને એ તન્વી ના મતે તેણે દીકરી ને જન્મ આપ્યો હોવાથી પરિવાર માં ફેરફાર રાખવા માં આવતો હતો.તેના મતાનુસાર જો દીકરી પણ દીકરા ની જેમ કંઇ પણ કરી શકે છે અને દીકરી પણ વારિસ બની શકે છે. દીકરા દીકરી માં સરખામણી કરતા કરતા ક્યારે ભેદ ભાવ, ઈર્ષા, અને નફરત ના વટવૃક્ષ બની ગયા.જે માત્ર ઘર સુધી સીમિત ન રહ્યા, ધંધા માં પણ પ્રવેશી ગયા.જેમને ભાઈ- ભાઈ, બહેન -બહેન,અને હસતા- રમતા પરિવાર ને છુટા પાડી દીધા. એક જ નકારત્મક વિચાર વર્ષો ના પ્રેમ ને નફરત માં બદલી નાખે છે."દીકરો હોય કે દીકરી ની સરખામણી ના વૃક્ષ પર ઈર્ષા, અને નફરત ના જ ફળ પ્રાપ્ત થાય છે"
"કુદરત નું દરેક સર્જન અમુક નિશ્ચિત કાર્ય માટે થયેલ હોય છે,તેના આધારે જ માનવી ના સંજોગ પૂર્વધારિત હોય છે.આથી,ક્યારેય સરખામણી કરવી જોઈએ નહીં."
- મહેક પરવાની