સકારાત્મક વિચારધારા 4.
એક દિવસ ગામ માં આશા બેને નાનકડા પ્લે ગ્રુપ ની શરૂઆત કરી સમય ની સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આશા બહેન પણ શાળા નો વિકાસ કરતા ગયા.પેલા ખાલી પ્લે ગ્રુપ ચલાવતાં હતાં હવે વર્ષાંત્રે તેઓ આગળ ના વર્ગો ની શરૂઆત કરી, ધીરે ધીરે એક પછી એક વર્ગ વધારતા ગયા.પેલા નર્સરી થી શરૂઆત કરી,પછી સિનિયર,જુનિયર ના વર્ગો એમ કરતાં કરતાં પાંચ ધોરણ સુધી ના વર્ગો નીશરૂઆત કરી,આ વર્ગો બનાવવા માટે બે માળા ની બિલ્ડીંગ ઉભી કરી.શાળા બહુ સરસ ચાલવા માંડી,કારણકે સિહોર એ ખૂબ નાનકડું ગામ, ત્યાં
માત્ર બે જ સ્કૂલ હતી એક સરકારી અને બીજી આશાબેને શરૂ કરેલી અંગ્રેજી સ્કૂલ.
હું રણજીત દેસાઈ મ્યુનિસિપ્લ સરકારી કર્મચારી હોવાને કારણે બદલી થઈ. ત્યારે મારો દીકરો ત્રીજા ધોરણ માં ભણતો હતો અને અંગ્રેજી માધ્યમ માં ભણાવવા માટે માત્ર આશા બેન ની "ઉમ્મીદ" એ એક માત્ર શાળા હતી.જ્યાં મારા પુત્ર ઈશાન નું એડમિશન લીધું. શાળા નો સમય સવારે 8.00 થી લઈને બપોરે 1.00વાગ્યા સુધીનો હતો.મારો ઓફિસ ટાઈમ સવારે 8.30થી લઈને સાંજ સુધી નો હતો.અને 1.00 થી 2.00 વાગ્યા નો મારો રિસેસ ટાઈમ હતો. સિહોર એ બહુ નાનું ગામડું હતું.આથી મુસાફરી માં જ સમય પૂરો થવાનો કોઈ ટેન્શન હતું નહી અને બધું જ ખૂબ નજીક હોવાથી હું પણ ઘરે આવીને જમતો.આમ, પણ સુજાતા ના હાથ ની ગરમ ગરમ રસોઈ ખાવાની મજા જ કંઇક જુદી હતી.ઈશાન ને નિશાળે થી લેતો આવતો અને આખું કુટુંબ સાથે બેસીને જમતા.અમદાવાદ માં તો મોટા ભાગ નો સમય સફર માં જ જતો રહેતો અને દૂર દૂર સુધી ડ્રાઈવિંગ કરવાનો અને તેનો થાક જુદો.પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય જ ક્યાં મળતો હતો! ગામડા માં પરિવાર સાથે સમય પસાર કરવાની મજા જ કંઈક જુદી હતી.
એમને સિહોર માં એક મહિનો થવા આવ્યો.ઈશાન પણ હવે આ લાઇફ સ્ટાઇલ થી ટેવાઈ ગયો હતો. સ્કૂલ માં ખાસ્સા એવા
મિત્રો બની ગયા હતા. એક દિવસ ઈશાન ને હું નિશાળે મૂકવા ગયો.ત્યારે ઈશાને મને કહ્યું પપ્પા આજે જલ્દી આવજો ,શનિવાર હોવાથી મારી રજા જલ્દી થશે. ઈશાને પપ્પા ને પૂછ્યું પપ્પા આવશો ને ત્યારે પપ્પા એ કહ્યું ,"બેટા,તને લેવા તો હું, તું ગમે ત્યાં હઈશ ત્યાં આવીશ".
અડધા કલાક માં તો સમાચાર માં આવ્યું કે, ઈશાન ના સ્કૂલ ની બિલ્ડીંગ પડી ગઈ છે.અને લગભગ બધા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દબાઈ ગયા છે.સમાચાર સાંભળતા જ રણજીતભાઇ સ્કૂલ તરફ દોડ્યા દરેક વાલી ત્યાં ઊભા- ઊભા રડી રહ્યા હતા.દરેક જણ કલ્પાંત કરી રહ્યા હતા.પણ રણજીતભાઇ આવતાવેંત જ શરૂ થઈ ગયા એક એક પછી એક ઇંટો ઉઠાવતા ગયા.દરેક જણ તેમની ગણતરી ગાંડા માં કરવા લાગ્યા દરેક જણ એમ કહેવાય માંડ્યા કે પુત્ર ની મૃત્યુ ના સમાચાર સાંભળીને ભાન ભૂલી ગયા છે.પણ રણજીતભાઇએ તો કોઈને સાંભળ્યા વિના જ પોતાનું ઇંટો હટાવવાનો કામ ચાલુ રાખ્યું,વિના એક પળ રોકાયા વિના,શ્વાસ લીધા વિના ઇમારતો નો કચરો દૂર કરતા ગયા અને આખરે રાત્રે અંદર થી કોઈક ના કણસવાનો અવાજ આવ્યો,ત્યારે રણજીતભાઇ એ શ્વાસ લીધો.ત્યારે ઈશાન ને બહાર કાઢ્યો અને તેની સાથે તેના મિત્ર ને પણ બહાર કાઢ્યો અને ઈશાને તરત જ તેના મિત્ર ને કહ્યું કે, " મેં તને શું કીધું હતું કે,મારા પપ્પા મને ગમે ત્યાં લેવા આવશે અને ચોક્ક્સ આવશે. જો મારા પપ્પા આવી ગયા."
"સાચી, શ્રદ્ધા અને વિશ્વાસ માણસ ને મુસીબત તો શું,મૃત્યુ ના મુખ માંથી પણ બચાવી લે છે."
મહેક પરવાની