સકારાત્મક વિચારધારા - 10 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 10

સકારાત્મક વિચારધારા - 10

આ દિવાળી ની રજાઓ માં અમે મોટા ભાઈ ને ત્યાં ગોધરા ગયેલા.અમે પહોચ્યાં અને ભાભી અમારી માટે પાણી લાવ્યા.ત્યાં તો મારો તેર વર્ષ નો ભત્રીજો આદર્શ બોલ્યો મમ્મી મને પણ પાણી આપોને.મમ્મી આદર્શ માટે પાણી લાવ્યા. જલ્દી જલ્દી માં અડધો ગ્લાસ ભરીને લાવ્યા.ત્યારે આદર્શ બોલ્યો , "શું મમ્મી ખાલી અડધો ગ્લાસ લાવ્યા !મને તો બહુ તરસ લાગી છે."

મોટાભાઈ એકદમ સત્સંગી માણસ,અને સાહિત્યરસિક માણસ .આદર્શ નું અડધા ગ્લાસ નું વાક્ય પૂરું થતાં જ કહેવા માંડ્યા,
"એક ગ્લાસમાં થોડું પાણી,
રહેતું થોડું ખાલી.

પી ને થોડું પાણી,
છીપાય તરસ તારી,
તો તું જગ ની રાણી."

અમને પણ મોટા ભાઈ ની વાતો માં ખૂબ રસ પડવા માંડ્યો. રસ પડે પણ બધું ના સમજાય એટલે મોટા ભાઈ એ વિસ્તાર પૂર્વક સમજાવવાનું શરૂ કર્યું,આદર્શ ની સાથે સાથે અમે પણ તેમને સાંભળવા ત્યાં જ બેસી ગયા.

આદર્શ ને સમજાવવા માટે તેમણે એક રાજા નું ઉદાહરણ આપ્યું કે,એક રાજા પાસે માયા,પરિવાર જગત ના પાલનહાર બનાવેલી સમસ્ત વસ્તુઓ, દાસ- દાસીઓ ,એટલે કે દરેક પ્રકાર નું સુખ હતું.પરંતુ રાજા જેવા હોદ્દા ને પ્રાપ્ત કર્યા પછી પણ મન ની શાંતિ ન હતી.સમસ્ત વસ્તુની પ્રાપ્તિ પછી પણ અમુક પ્રકારના ની બેચેની નો અનુભવ થતો હતો.

આથી,રાજાએ તેના નોકરો ને હુકમ આપે છે કે, " જાઓ મને એક સુખી માણસ ની શર્ટ લાવી આપો."રાજા ના માણસો તો કામે લાગી ગયા .એક દિવસ,બે દિવસ એમ કરતા કરતા સાત દિવસ થઈ ગયા પરંતુ એક પણ સુખી માણસ મળ્યો નહી.આઠમા દિવસે ગામ માં શોધવા નીકળેલા ,અહીં કોઈ સુખી માણસ છે? તારે એક વૃદ્ધ માણસ રસ્તે બેસીને જમી રહ્યો હતો.તેને કહ્યું, " હું ખૂબ સુખી છું."સાંભળતા જ રાજા ના માણસો ખુશ થઈ ગયા અને હાશકારો અનુભવવા લાગ્યા. અને રાજા ના કહેવા મુજબ તેની પાસે થી તેની શર્ટ માંગવા લાગ્યા.જ્યારે તેઓએ શર્ટ ની માંગણી કરી તો એ વૃદ્ધ માણસે કહ્યું કે, મારી પાસે એક પણ શર્ટ કે મકાન નથી.બસ, બળદગાડું ચલાવવું છું અને રોજી રોટી ખાવું છું પણ હું ખૂબ ખુશ છું અને સુખી પણ છું." રાજા ના માણસો વિચારતા થઈ ગયા કે,આની પાસે કંઇ નથી છતાં કેવી રીતે ખુશ છે? આથી તેઓ એ તેને પોતાની સાથે રાજા પાસે ચાલવા વિનંતી કરી અને પુરસ્કાર ની આપવાની લાલચ પણ આપી. તેણે કહ્યું કે રાજા ને કામ હોય તો રાજા આવે મને કોઈ પુરસ્કાર જોઈતો નથી.રાજા ના માણસો ત્યાંથી પાછા જતાં રહ્યાં અને રાજા ને આખી વાત કરી.આથી ,રાજા તેના લોકો સાથે તે વૃદ્ધ માણસ ની પાસે જઈને તેના સુખી હોવાનું રહસ્ય પૂછવા માંડ્યો?અને એ જવાબ ના બદલા માં જેટલી સોના મહોરો કે દાસ દાસી અથવા હાથી ઘોડા જોઈતા હોય તે તેને આપવાનું કહ્યું.પણ એ વૃદ્ધ નો એક જ જવાબ હતો કે,"તેને કશું નથી જોઈતું ."

બીજી વખત રાજા એક રાજા તરીકે નહી પણ એક સામાન્ય ગરીબ માણસ તરીકે ગયો ત્યારે કહ્યું, હું તમને વિનંતી કરી રહ્યો છું તમે જે કહેશો તે કરીશ પણ મને સુખી જીવન નું રહસ્ય શું છે? તે કહો.

ત્યારે તે વૃદ્ધ માણસ તેને કહ્યું કે,નીચે આ આસન પર બેસીને વાત કરીએ કારણકે, મારી પાસે તમને બેસાડવા માટે ખાટ કે પલંગ નથી.નગર નો રાજા રસ્તે બેસીને પણ તેના જવાબ ની રાહ જોઈ રહ્યો હતો.બસ,આ વૃદ્ધ માણસે તેને કહ્યું કે,"જેને તું બહાર શોધે છે તે તારી અંદર જ છે."

રાજા વિચાર માં પડી ગયો પૂછે છે કે,એટલે કે,"કોઈ બાહ્ય વસ્તુ માં સુખ નથી.સુખ તમારી અંતર આત્મા માં જ સમાયેલું છે ."

તમારી પાસે બધું જ છે પણ સુખ નથી.મારી પાસે કશું નથી પણ સુ છે.તેથી જ તો આટલો મોટો રાજા આજે સુખ નો રહસ્ય શોધવા નીકળ્યો છે.

"સુખ માત્ર અને માત્ર સંતોષ માં જ સમાયેલું છે."જેની પાસે સંતોષ છે અને જેનું મન કોઈ પણ પ્રકાર ની લાલસા થી મુક્ત છે.તે જ સાચો રાજા છે."
"સંતોષી નર સદા સુખી"
. મહેક પરવાની