એ અકલ્પનીય સાંજ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

એ અકલ્પનીય સાંજ

*એ અકલ્પનીય સાંજ*. ટૂંકીવાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર...

એ સોહામણી સાંજનું સપનું સજવાતો મોહિત સગાઈ પછી સાસરેથી સાસુમા વંદનાબેન નો ફોન આવ્યો હતો કે આજે સાંજે ઓફિસથી છૂટીને ઘરે આવજો એક ખાસ કામ છે...
મોહિત તો ખુશ થઈ ગયો કે યશસ્વી બહું શરમાળ છે તો સાસુમા જોડે ફોન કરાવ્યો હશે એમ વિચારી ને એ સાંજના મુલાકાત નાં સ્વપ્ન સજાવીને ઓફીસ છૂટી એટલે બાઈક લઈને નિકળ્યો...
એ સોહામણી સાંજ માણવાનો અભરખો લઈને ગયો...
એણે બંગલાની બહાર થી ડોરબેલ વગાડ્યો...
અંદરથી ચપ્પલ નો અવાજ નજીક આવતો ગયો અને દરવાજો ખોલ્યો વંદનાબેને...
મોહિત ની નજર યશસ્વી ને શોધી રહી...
વંદનાબેન ની અનુભવી નજરે માપી લીધું કે મોહિત કોને શોધે છે...
એમણે આવકાર આપ્યો અને દરવાજો બંધ કર્યો અને બેઠકરૂમમાં સોફા પર મોહિત ને બેસવાનું કહીને એ પાણી લેવા ગયા...
પાણી લઇને આવ્યા અને સોફામાં બેસીને બોલ્યા કે આજે નોકર ચાકરો ને બે કલાક ની રજા આપી છે...
મોહિત નાં કપાળમાં પરસેવો થવા માંડ્યો..
આ જોઈને વંદનાબેને‌ એસી ચાલુ કર્યું...
આમ તો રૂમમાં ઠંડક જ હતી... પણ ...
મોહિત ને ગભરાટ ને લીધે પરસેવો થતો હતો...
વંદનાબેન એક વાત કરવી હતી એટલે તમને બોલાવ્યા છે...
મોહિત ગભરાટ છુપાવતા ઘરમાં બીજું કોઈ નથી???
વંદનાબેન કહે ના....
બેટા ગભરાઈશ નહીં...
તું મારાં દિકરા બરાબર છે...
એટલે જ તને આજે આ મોકાનો લાભ લઈ બોલાવ્યો છે બાકી મારી પણ હિંમત નથી પણ તારાં જીવનનો સવાલ છે એટલે...
જો સાંભળ યશસ્વી નાં પિતા નાતના આગેવાન છે અને એમનાં પિતા નો ધંધો હતો એટલે જ આટલી બધી સુખ-સમૃદ્ધિ છે જેની નાનપણથી જ યશસ્વી ને આ સુખ સાહ્યબી ની ટેવ પડી ગઈ છે...
ટૂંકમાં કહું તો ચાંદીની ચમચી લઇને જન્મી છે યશસ્વી એનાં પપ્પા ની લાડકી છે પણ એક વાતમાં અત્યારે બાપ દીકરી સામ સામે આવી ગયા છે...
જો બેટા... મેં તને એ વાત કહેવા બોલાવ્યો છે કે યશસ્વી લેસ્બિયન છે એની એક ખાસ મિત્ર અસ્મિતા છે...
એક દિવસ રંગે હાથ પકડી પાડી હતી એનાં પપ્પા એ..
એટલે જ નાતમાં થી સારું ભણતર વાળા તને શોધી કાઢ્યો...
તારી પરિસ્થિતિ નથી તારું ઘર પણ બે રૂમ રસોડાં નું છે તોયે તારી પર પસંદગી કરી જેથી તારાથી આ વાત છુપાવી ને લગ્ન કરાવી દેવામાં આવે અને પછી જાણ થાય તને તો આ ધંધો તારો જ છે એમ કહીને ધંધામાં લપેટી લેવામાં આવે જેથી તું અવાજ નાં કરી શકે અને યશસ્વી ને સંભાળી શકે અને વાત બહાર જાય નહીં એટલે આબરુ સચવાયેલી રહે...
આજે નાતનું ફંકશન છે એમાં ગયા છે યશસ્વી નાં પિતા...
અને એનો લાભ લઈને યશસ્વી એની મિત્ર ને મળવા જતી રહી છે એટલે જ મેં નોકર ચાકર ને રજા આપી જેથી તમારી સાથે વાત કરી શકું...
હું એક મા છું પણ બેટા તું પણ તારી વિધવા માતા નો‌ એક નો એક દિકરો છે એમનાય કંઈક અરમાનો હશે...
એટલે જ આ વાત જણાવી ...
જો અંદર સામે યશસ્વી નો રૂમ છે જા જઈને જોઈ આવ એટલે તને બધુંજ સમજાઈ જશે એટલે જ એ કાયમ પેન્ટ,ટી શર્ટ પેહેરે છે અને બોયકટ વાળ રાખે છે એ સિગરેટ પણ પીવે છે એનાં પપ્પા થી ડરે છે જો એ તારી સાથે લગ્ન કરે તો જ આ મિલ્કત એને મળે નહીં તો કશું નહીં એટલે ડર ની મારી તારી સાથે મુલાકાત માટે હા કહીને સગાઈ કરી બાકી એ કંઈ શરમાતી નથી...
પણ મિલ્કત માટે એનાં પપ્પા નું કહ્યું કરે છે બળજબરીથી...
બાકી એને કોઈ રસ નથી લગ્નમાં...
મોહિત આ સાંભળીને આઘાત પામ્યો અને આંખના અશ્રું છુપાવીને યશસ્વી નો રૂમ જોવા ગયો...
યશસ્વી નાં કબાટમાં ઢગલો પેન્ટ, ટી-શર્ટ હતાં અને સિગરેટ નાં બોક્સ અને અશ્લિલ સામાયિક....
આ જોઈને એને ચક્કર આવી ગયા...
એ લથડતાં લથડતાં બહાર આવ્યો અને પાણી માગ્યું ..
પાણી પીધું અને એણે વંદનાબેન નો દિલથી આભાર માન્યો અને કહ્યું કે આ સાંજ ની વાતથી મારી અને મારી મમ્મી ની જિંદગી બચાવવા બદલ હું તમને પગે લાગું છું કહીને બે હાથ જોડીને એ નિકળી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ......