સંગાથ - 10 Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સંગાથ - 10

સંગાથ




"તોફાન‌ કોને ગમે? મને તો નથી ગમતું . નંદિતા તને ગમે છે? " રાજ
" મારે કંઈ જ બોલવું નથી તમારા બાપ- દીકરી વચ્ચે." નંદિતા
" કેમ નથી બોલવું ? અને તમે મિસ્ટર રાજ "આધ્યા
" તારાથી મોટા છે. માન આપીને બોલાવ નામથી નહીં." અખિલ ભાઈ
" તું એમની વચ્ચે ના પડ નહીં તો ........" દાદી મંજુલા
અખિલ ભાઈ દાદીની વાત સાંભળી ને ચૂપ રહી ગયા.

"મને કોઈ વાંધો નથી. મારું તોફાન મને ગમે એ નામથી બોલાવી શકે છે. હા મેડમ બોલો " રાજ

" તમે ક્યાં હતા ? થોડા દિવસથી જોઉં છું તમે મારા પર ધ્યાન નથી આપતા. " આધ્યા ( નકલી ગુસ્સા સાથે બોલી.)

" મને લાગ્યું જ હજુ આની ફરિયાદોનું લિસ્ટ કેમ શરૂ ના થયું?" દાદી મંજુલા ( હસતાં હસતાં)
" આ મારી અને મારા ડેડા વચ્ચે ની વાત છે તો આમાં કોઈ ના બોલે એ મારી વિનંતી સમજો તો વિનંતી અને ધમકી સમજો તો ધમકી." આધ્યા

" મંજુ રહેવા દે , હવે રાજ- નંદિતા આવી ગયા એટલે આપણી વેલ્યુ નથી રહી." દાદા અનિરુદ્ધ ( ખોટું ખોટું રિસાતા)
" હા , હવે આ ઘરડાઓને કોઈ પૂછશે પણ નહીં." દાદી મંજુલા
" દાદુ- દાદી જલન !!!" આધ્યા મસ્તી ના મૂડમાં
" ચાલ મારે તારી સાથે વાત કરવી છે." રાજ
" હા ડેડા , મારે પણ તમને બવ બધી વાત કરવી છે." આધ્યા એકદમ ઉત્સાહથી બોલે છે.


બધા એ બંનેને જતા જોઈ રહ્યા.

" રાજ આધ્યા ની ખૂબ જ નજીક હોય એવું લાગે છે. " અખિલ ભાઈ
" કેમ ? તને ના ગમ્યું?" દાદા અનિરુદ્ધ
" ના એવી વાત નથી પણ...." અખિલ ભાઈ
" આધ્યા ને જ્યારે એક પિતાની જરૂર હતી ત્યારે રાજ એની સાથે હતો અને આજે પણ એ આધ્યાની સાથે ઊભો છે એના દરેક નિર્ણયમાં. " દાદા અનિરુદ્ધ

" હવે અમને અમારી ભૂલનો અહેસાસ થયો છે અને અમે સ્વીકારીએ છીએ. તો પણ આધ્યા અમારી સાથે રહેવા નથી માંગતી." અખિલ ભાઈ

" આધ્યાના મનમાં શું ચાલી રહ્યું છે એની મને ખબર નથી પણ....." નંદિતા
" પણ શું?" નયનાબેન
" માફ કરજો ભાભી ,પણ મને નહીં લાગતું કે આધ્યા તમારી સાથે આવવા તૈયાર છે." નંદિતા
" આ તને કેવી રીતે ખબર પડી?" અખિલ ભાઈ
" આજનું આધ્યા નું બિહેવીયર જોઈને." નંદિતા
" હા , આજે એની આંખોમાં ડર હતો." દાદા અનિરુદ્ધ
" શેનો ડર?" અખિલ ભાઈ
" એના ડેડા થી અલગ થવાનો." નયનાબેન
( બધા એમની સામે જોતા રહ્યા.)

" આધ્યા રાજની સાથે બધી વાતો કરે છે. આધ્યા ને જે પિતાની લાગણી, હુંફ જોઈતી હતી એ એને રાજ તરફથી મળ્યું. એના લીધે પણ આધ્યા તમને એના પિતાના સ્થાને નથી માનવા માંગતી. એને મન રાજ જ એના પિતા છે અને રહેશે. " નંદિતા

" તો શું એ મને ક્યારેય એના પિતાની જગ્યા નહીં આપે?" અખિલ ભાઈ
" તે હજુ સુધી આધ્યા ના મનમાં જગ્યા બનાવી જ નથી. " દાદા અનિરુદ્ધ

એટલીવાર માં જ આધ્યા નંદિતાને બોલાવવા નીચે આવે છે. એ થોડી ચિંતિત દેખાતી હતી.

" મમ્મા , તમને ખબર ડેડાને ફિવર છે." આધ્યા
" ના" નંદિતા
" નંદિતા ધ્યાન રાખવું જોઈએ ને." દાદી મંજુલા
" તમને તો ખબર જ છે કે જ્યારે જ્યારે આધ્યાની વાત હોય કે એને મળવાનું હોય ત્યારે રાજ મારી વાત નથી સાંભળતો." નંદિતા
" મમ્મા તમે ડેડા પાસે જાઓ , હું સૂપ બનાવીને લાવું છું. તમે બંને એ કંઈ ખાધું પણ ના હશે." આધ્યા ગુસ્સામાં

" હા મારી માં , તું જા હું રાજ પાસે જાવ છું" નંદિતા


બધા આધ્યાના આ નવા બિહેવીયરને જોતા જ રહ્યા. એમને તો એવું જ હતું કે આધ્યાની નજીક
દાદા-દાદી જ છે. આધ્યા પૂરી રાત રાજ પાસે રોકાઈ. એને એના ડેડા ની ખૂબ જ ચિંતા થતી હતી.

ક્રમશઃ