સંગાથ - 4 Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ - 4

સંગાથ




" ત્યાં આધ્યા છે ને?" આલોક
" હા ભાઈ , ત્યાં કંઈક થયું છે." પ્રાચી
"હા આલોક , આપણે ત્યાં જવું જોઈએ. " રચના
" ચાલો " (આલોક અને સિદ્ધાર્થ બંને સાથે બોલે છે.)


ત્યાં આધ્યા કોઈકની સાથે ઝઘડો કરી રહી હતી. આલોક, પ્રાચી , રચના અને સિદ્ધાર્થ આધ્યાને જોઈ જ રહ્યા. એમને સમજમાં જ ના આવ્યું કે શું થયું ત્યાં. ચારેય ત્યાં જઈને આધ્યાને પૂછે છે.



" આધ્યા દી શું થયું? કેમ આમ ઝઘડો કરો છો ?" રચના
" શું વાત છે આધ્યા આટલી ગુસ્સામાં કેમ છે?" સિદ્ધાર્થ
"એ તો હંમેશા ગુસ્સામાં જ હોય છે." આલોક
" દી તમે ઠીક તો છો? " પ્રાચી

"તમે લોકો અહીંયા ક્યાંથી ? અહીં શું કરો છો?" આધ્યા


એટલીવારમાં જ એક દસ-પંદર લોકોનું ગૃપ આધ્યા તરફ આવતું હતું . આધ્યાનું ધ્યાન જતાં જ એ બધાને ભાગવાનું કહે છે. બધાં જ ભાગતા હોય છે ત્યાં જ‌ સિદ્ધાર્થની નજર આધ્યા પર પડે છે. એ ત્યાં જ ઊભી હોય છે. સિદ્ધાર્થ આધ્યાને લેવા માટે એની તરફ દોડે છે.




" આધ્યા ,ચાલ અમારી સાથે"સિદ્ધાર્થ
" ના , આટલા ટાઈમ પછી મારા હાથમાં આવ્યા છે આ લોકો તો હું એમ જ જતી રહું એ તો ના થાય ને" આધ્યા
" શું બોલે છે?" સિદ્ધાર્થ
" કંઈ નહીં" આધ્યા
(એટલીવારમાં જ પોલીસ ત્યાં આવી પહોંચે છે.)



" તું મને સમજાતી જ નહીં" સિદ્ધાર્થ
" મને સમજવા માટે દિમાગ અને દિલ બંને જોઈએ. તારામાં દિલ તો છે પણ દિમાગ નહીં" આધ્યા
" મારી પાસે બંને છે. મને એમ લાગે છે કે તારા દિમાગ માં જ ખામી છે." સિદ્ધાર્થ
" હા હા, ખૂબ જ ખરાબ જોક હતો ." આધ્યા
" ધન્યવાદ" સિદ્ધાર્થ


આલોક, પ્રાચી અને રચના ઘરે જવા નીકળી ગયા હતા. આધ્યા અને સિદ્ધાર્થ બંને મોલમાંથી નીકળી ઘરે જવા નીકળ્યા. બંને ઘરે પહોંચ્યા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાંથી બહાર નીકળતા જોયા.


" આ પોલીસ કેમ આવી હતી?" સિદ્ધાર્થ
" એ તો અંદર જઈને ખબર પડશે" આધ્યા

સિદ્ધાર્થ અને આધ્યા ઘરની અંદર જાય છે. અંદર જતા જ આધ્યા ધીમેથી એના રૂમમાં જવાની કોશિશ કરે છે.


" જેમણે ખોટું કામ કર્યું હોય એમણે ડરવાની જરૂર પડે છે . શું તે કોઈ ખોટું કામ કર્યું છે?" દાદા અનિરુદ્ધ


" દાદુ તમારાથી બચવાની કોઇ શકયતા જ નથી." આધ્યા
" તો બોલ શું કામ કરીને આવી કે તારે એમ અમારાથી છુપાવવાની જરૂર પડી?" દાદી મંજુલા


" લડાઈ કરીને આવી છે તમારી લાડલી" અખિલભાઈ
" તો " દાદા-દાદી સાથે બોલે છે.

" શું તો , આપણી ઈજ્જત ને માટીમાં મળાવી રહી છે. આના લીધે પોલીસ પણ ઘરે આવતી થઈ ગઈ છે." અખિલભાઈ

" શું તને ખબર છે કે કેમ પોલીસ ઘરમાં આવી હતી?" દાદા અનિરુદ્ધ
"ના પણ એટલી તો ખબર જ છે કે પોલીસ આધ્યાની કમ્પલેન કરવા આવી હતી." અખિલભાઈ


" તારી આ જ તકલીફ છે . કશું જાણ્યા વગર અનુમાન કરી લેવું. જો તુ આધ્યાને જાણતો હોત તો તું આવું ના બોલતે. તું આલોક અને પ્રાચીની રગેરગ ઓળખે છે એમ જો તું આધ્યાની રગેરગ આળખતો હોત તો વાત જ કંઈક અલગ હોત." દાદા અનિરુદ્ધ


દાદા ત્યાં નજર ફેરવે છે પણ આધ્યા ક્યાંય દેખાતી નથી. દાદા રૂમમાં જવા લાગ્યા.


" માં તમે જોયું આધ્યા અમારાથી દૂર છે એને માટે પપ્પા મને જ દોષી માને છે. એ સમયે પરિસ્થિતિ હાથમાં ન હતી એવું કેટલીવાર સમજાવી ચૂક્યો છું હું પણ " અખિલભાઈ


" આપણા જ કામોથી એવી પરિસ્થિતિ ઉભી થાય છે. " દાદી મંજુલા
( દાદી ત્યાંથી જતા રહ્યા)


" મંજુ , આપણે કંઇક કરવું જોઈએ બાપ- બેટી ને મળાવવા માટે" દાદા અનિરુદ્ધ
" હા , મને પણ એવું જ લાગે છે." દાદી મંજુલા

" જો આ બધા વચ્ચે બધું બરાબર ના થયું તો જ્યારે આપણે ના રહીશું ત્યારે એ આ બધાને છોડીને જતી રહેશે એના સપનાની પાછળ." દાદા અનિરુદ્ધ
" હા , અને જો એકવાર એ જતી રહી તો એને પાછી ના આવે" દાદી મંજુલા


એ રાતે બધાના મનમાં કોઈ ને કોઈ વિચાર ચાલતા હતા . બધાએ એમનું જમવાનું રૂમમાં જ મંગાવી લીધું.

આધ્યાના માતા પિતા અખિલભાઈ અને નયનાબેનને આજે જે એમના માતા-પિતાએ કહ્યું એ પરથી વિચારવા માટે મજબૂર કરી નાખ્યાં.

" અખિલ , આજે માં એ એવું શું કામ કહ્યું કે આપણી કોઈ ભૂલ થઈ છે." નયનાબેન
" મતલબ" અખિલભાઈ

" માં એ કહ્યું કે આપણી કોઈ ભૂલના લીધે આધ્યા આપણાથી દૂર છે. " નયનાબેન

" હું પણ એ જ વિચારું છું. મને એમ લાગે છે કે મમ્મી પપ્પાને કશુંક તો ખબર છે. એવી કોઈ વાત જે આધ્યાના મનમાં ઘર કરી ગઇ છે." અખિલભાઈ

"હા" નયનાબેન

" હું આધ્યા જોડે શાંતિથી વાત કરવાની કોશિશ કરું છું પણ મને ખબર નહીં શું થઈ જાય છે. મને ગુસ્સો જ આવી જાય છે." અખિલભાઈ

" એ એટલાં માટે તો નહીં ને કે આધ્યા અને આલોક જન્મ્યા ત્યારે આપણે એક જ બાળક ઈચ્છતા હતા અને આપણને જૂડવા બાળકો થયા." નયનાબેન
અખિલભાઈ સ્તબ્ધ થઈને જોઈ જ રહ્યા.

ક્રમશઃ