સંગાથ - 3 Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ - 3

સંગાથ



રૂમમાંથી બહાર આવીને સિદ્ધાર્થ આધ્યા ક્યાં છે એ જોવા લાગ્યો . એણે આધ્યાને કોઈ છોકરા સાથે જોઈ. એટલીવારમાં જ આધ્યાની નજર સિદ્ધાર્થ પર પડી. સિદ્ધાર્થ, રચના, પ્રાચી અને આલોક સાથે પાછળ જ ઉભો હતો. આધ્યા એના ફ્રેન્ડ સાથે નીકળી જાય છે.



નયનાબેન અને વીણાબેન ચા પીતા હતા . વીણાબેનને આધ્યા વિશે વધારે જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. એમને સિદ્ધાર્થ માટે આધ્યા પહેલી નજરમાં જ પસંદ આવી હતી . એમણે સિદ્ધાર્થને પણ નોટિસ કર્યો હતો કે જ્યારે પણ આધ્યા આજુબાજુ હોય તો એને જ જોયા કરતો.

" આધ્યા અને આલોક બંને જોડિયા બાળકો છે?" વીણાબેન
" હા " નયનાબેન
" પણ એ દાદા-દાદી સાથે જેટલી જોડાયેલ છે એટલી જ તમારા બધાથી દૂર આવું કેમ? " વીણાબેન
" હા, કદાચ એમાં અમારી ભૂલ થઈ છે." નયનાબેન
" મતલબ?" વીણાબેન
" મતલબ કશું નથી વીણા" દાદી મંજુલા ( દાદી ત્યાં આવે છે.)
" આધ્યા એમનાથી દૂર નથી , પણ કોઈએ એને સમજવાની કોશિશ જ નહીં કરી. જો એને સમજાવાની જગ્યાએ એને સમજવાની કોશિશ કરી હોત તો પરિસ્થિતિ જુદી હોત." દાદી મંજુલા

"માં , હું આધ્યા જોડે વાત કરવાની , એને સમજવાની કોશિશ કરી રહી છું પણ એ બધી જ નકામી જાય છે." નયનાબેન

" કોશિશ કોઈ દિવસ નકામી નથી જતી ,પણ કદાચ તમારાથી પણ એવી ભૂલ થઈ હશે કે જેને ભૂલવી એના માટે પણ શક્ય નથી. " દાદી મંજુલા

" તમે એવું કંઈક જાણો છો જે અમને ખબર નથી" નયનાબેન ( આંખમાં આંસું આવી જાય છે.)

( દાદી મંજુલા હસીને ત્યાંથી જતા રહે છે.)



આધ્યાના દાદા અનિરુદ્ધ અને સિદ્ધાર્થના દાદા હરકિશન વચ્ચે કંપની બાબતે ચર્ચા ચાલતી હતી.

" તું કંપનીમાં તો જતો નથી તો તને બધી ખબર કેવી રીતે પડે છે? " દાદા હરકિશન
" કેમ ? તારે જાણીને શું કરવું છે?" દાદા અનિરુદ્ધ
( દાદી મંજુલા ત્યાં આવે છે)

" આમને પૂછવાથી કંઈ ફાયદો નથી. એ કંઈ કહેશે નહીં. હજી મને પણ નથી કહ્યું ." દાદી મંજુલા
" હા ભાભી , મને પણ એવું જ લાગે છે." દાદા હરકિશન
" હવે આ બધી વાતો મૂકો અને મૂળ વાત પર આવો" દાદી મંજુલા

" શું વાત છે ભાભી?" દાદા હરકિશન
" તું આધ્યાને બાળપણથી ઓળખે છે. જો એ એકવાર કોઈ વસ્તુ કરવાની નક્કી કરી લે તો એ કોઈનું નથી સાંભળતી. " દાદા અનિરુદ્ધ

" હા , એ બિલકુલ તારા જેવી જ છે." દાદા હરકિશન
" અને સિદ્ધાર્થ બિલકુલ તારા જેવો" દાદા અનિરુદ્ધ
(ત્રણેય હસે છે.)

" હરકિશન હું સીધી વાત કરવામાં માનું છું એ તને પણ ખબર છે." દાદા અનિરુદ્ધ

" હા , હવે બોલી નાખ" દાદા હરકિશન

" મને આધ્યા માટે સિદ્ધાર્થ ખૂબ જ પસંદ આવ્યો. જો તને કોઈ વિરોધ ના હોય તો હું આધ્યાના મેરેજ સિદ્ધાર્થ સાથે કરાવવા માગું છું." દાદા અનિરુદ્ધ

" હું સાચું કહું? " દાદા હરકિશન
" હા બોલ" દાદા અનિરુદ્ધ
" મને પણ મારા સિદ્ધાર્થ માટે આધ્યા પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી પણ તને કેવી રીતે કહું એ જ વિચારતો હતો." દાદા હરકિશન

" પણ તમને ખબર છે ને કે આધ્યા કેટલી જીદી છે એ માનશે આપણી વાત?" દાદી મંજુલા

" એને મનાવવાની જવાબદારી મારી, બસ. એમ પણ એ મારી કોઈ પણ વાત નથી ટાળતી અને તું નકારાત્મક વિચારવાનું છોડી દે." દાદા અનિરુદ્ધ

" હા પણ આપણે આધ્યાને તો મનાવી લઈશું તો પણ સિદ્ધાર્થને કેવી રીતે મનાવશુ?" દાદી મંજુલા

" મને સિદ્ધાર્થની રગેરગ ખબર છે . એને આધ્યા ગમે છે. તમે નોટિસ કરજો આધ્યા આજુબાજુ હોય તો એ પોતાને‌ ભૂલી જાય છે." દાદા હરકિશન

" ઓહ , તો એવી વાત છે." ( દાદા અનિરુદ્ધ અને દાદી મંજુલા બંને સાથે બોલે છે.)

" પણ હમણાં આ વાત કોઈને નથી કહેવાની. આ વાત આપણા વચ્ચે જ રહેવી જોઈએ, નહીં તો વાત ફેલાતા વાર નથી લાગતી." દાદી મંજુલા
( બધા હા કહે છે અને લંચ માટે નીચે જાય છે.)

બીજી તરફ આ બધાથી અજાણ આધ્યા અને સિદ્ધાર્થ એમની દુનિયામાં મસ્ત હતા. આલોક , સિદ્ધાર્થ, રચના અને પ્રાચીને શોપિંગ કરવી હતી તેથી એ મોલમાં શોપિંગ કરવા જાય છે. ત્યાં એ ચારેયને આધ્યા નજરે પડે છે.


ક્રમશઃ