સંગાથ
આ તરફ આલોક, સિદ્ધાર્થ રચના અને પ્રાચી ઘરે આવતા જ હતા ત્યાં જ એમની કાર બગડી જાય છે.
" આ કારને શું થયું?" આલોક
" ચાલ , જોઈ લઈએ . " સિદ્ધાર્થ
" તું આટલો સકારાત્મક કેવી રીતે હોઈ શકે?" આલોક
" કઈ વાત પર ?" સિદ્ધાર્થ
" આધ્યા તમારી તરફ જોતી પણ નથી તો પણ એના માટે તમને લાગણી રાખો છો. " રચના
" તમે લોકો શું બોલો છો?" સિદ્ધાર્થ
" અમે જાણીએ છીએ કે તું આધ્યા ને પસંદ કરે છે. " આલોક
" કોણે કહ્યું તમને?
જેણે કહ્યું હશે એને ખોટું કહ્યું" સિદ્ધાર્થ
" તું અમારાથી છુપાવવાનો?
તારી એટલી હિંમત ? " આલોક (સિદ્ધાર્થ ને મારતા મારતાં બોલે છે.)
" અરે .....પણ ....." સિદ્ધાર્થ
" તને નાનપણથી ઓળખું છું તારી રગેરગ ખબર છે મને. એટલે જ ખબર પડી ગઈ કે આપણા સિદ્ધાર્થકુમાર પ્રેમમાં પાગલ થઇ ગયા છે." આલોક
" હમણાં થોડા સમય પહેલાં જ કોઈ કહેતું હતું કે મારે લવ માં પડવું જ નહીં . મારે મેરેજ તો કરવા જ નહીં અને હવે શું થયું? પ્રેમ માં પડી ગયા?." રચના
" ચૂપ મારી માં!!!!" સિદ્ધાર્થ
" કેમ એને ચૂપ રાખવાથી શું થવાનું છે. જે સાચું છે એ બદલાઈ થોડું જશે." આલોક
" તમે લોકો વાતો કરવાનું ઓછું કરો . વાતો તો આપણે ઘરે જઈને પણ કરી શકશું પણ હમણાં ઘરે જવાનું વિચારો. જોવો સામેથી એક બસ આવે છે. " પ્રાચી
" તું તો સમજદાર થઈ ગઈ પ્રાચી, બાકી તો તું અને સમજદારી ની વાતો.!!" આલોક
" બસ હા " પ્રાચી
" બસ હજુ આવી નથી" સિદ્ધાર્થ
" તમે પણ શરૂ થઈ ગયા!" પ્રાચી
" હવે કોઈ પ્રાચી ને નહીં ચીડવે." રચના
( બધા હસે છે.)
એ લોકો બસને ઉભી રખાવી ને પૂછવા જ જતા હતા કે આધ્યા બસમાંથી ઉતરે છે.
" ઓહ હાઈ!!" આધ્યા
" તું આ બસમાં શું કરે છે ? તું તો તારા ફ્રેન્ડસ સાથે જવાની હતી ને?" આલોક
" હા , અમે બધા જવાના હતા પણ પ્લાન કેન્સલ થયો." આધ્યા
" કેમ ??" સિદ્ધાર્થ
" એમજ. હવે જઈએ ઘરે?" આધ્યા
" આ કાર?" પ્રાચી
" એ ઘરે પહોંચી જશે." આધ્યા
" પણ કેવી રીતે ?" પ્રાચી
" તમે હવે આવવાના છો કે નહીં?
મારે ઘરે પહોંચવું છે જલ્દીથી." આધ્યા
" ચાલો" બધા એકસાથે
* * * * *
" આધ્યા ને હું રાજના ગામ લઈ ગઈ. આધ્યા પહેલા પહેલા એકદમ ગુમસુમ બેસી રહેતી. અમે ખૂબ કોશિશ કરી એની પાસેથી એ દિવસની વાત જાણવાની . એ ધીરે ધીરે અમારી સામે ખુલી રહી હતી. " નંદિતા
એટલીવાર માં જ રાજ ત્યાં આવે છે.
" તમે લોકો ફરી એ જ વાત લઈને બેસી ગયા પપ્પા? મેં તમને કેટલીવાર કહ્યું એ આ ઘરમાં એ વાત ના થવી જોઈએ અને આધ્યા........" રાજ
( અખિલ ભાઈ અને બીજા બધાને જોઈને એ અટકી જાય છે.)
" આવો આવો રાજકુમાર" મંજુલા બેન
" માફ કરજો હું પછીથી આવું."રાજ
" બેસો રાજ, અમે તારી પ્રિન્સેસ ની જ વાત કરતા હતા." અનિરુદ્ધ દાદા
" હા પણ ફરીથી એ જ ટોપીક પર વાત કરવી ઠીક નથી. આધ્યા ઘરે નથી એનો મતલબ એ નથી કે તમે એની ભૂતકાળની વાતો લઈને બેસી જાવો." રાજ
" રાજ એના માતા-પિતાને જાણવાનો અધિકાર છે એના વિશે." નંદિતા
" આજે યાદ આવ્યું કે એમની આધ્યા નામની છોકરી પણ છે એમ?" રાજ
" રાજ ( ગુસ્સામાં નંદિતા બોલે છે.)
અમે એની હાલત જોતા ડોક્ટર પાસે લઈ ગયા. એમણે આધ્યા ની હાલત જોતા એને ડિપ્રેશન નું અનુમાન લગાવ્યું. " નંદિતા
" એ ડિપ્રેશન નો શિકાર હતી. એની પાસે બધું હોવા છતાં એ એકલી હતી. એના માતા-પિતા એની સાથે ના હતા. એણે એવી વાત પણ કરી છે તમારે એની સામે ના બોલવી જોઈતી હતી અને એના લીધે જ એ ડિપ્રેશન માં હતી.અમે મમ્મી પપ્પા સાથે વાત કરીને આધ્યા જ્યાં સુધી ડિપ્રેશનમાંથી બહાર ના આવે ત્યાં સુધી અમારી સાથે જ રહેવાની વાત કરી." રાજ
" કઈ વાત રાજ?" અખિલ ભાઈ
" એ તમારા આને આધ્યા વચ્ચે ની વાત છે હું કહું તો સારું ના લાગે . તમે જ વાત કરી લેજો." રાજ
" ધીમે ધીમે કરીને અમે એની સાથે વધારે સમય વિતાવવા લાગ્યા. મારે હોસ્પિટલ જવાનું હોવાથી મોટેભાગે રાજ આધ્યા ની સાથે હતા. એમની વચ્ચે ધીમે ધીમે બાપ- દીકરી જેવી સમજણ જે એ તમારાથી ઈચ્છતી હતી એ આધ્યા અને રાજ વચ્ચે થઈ ગઈ."નંદિતા
" મને હંમેશા એક દીકરી જોઈતી હતી જે આધ્યા એ આવી ને એ જગ્યા પૂરી કરી. આધ્યા એ મને બાપ શું હોય એનો અહેસાસ કરાવ્યો છે. ધીરે ધીરે ક્યારે એ મને ડેડા અને નંદિતા ને મમ્મા બોલાવવા લાગી એ ખબર જ ના પડી." રાજ ( આંખમાં આંસું સાથે)
" એમ કરતાં કરતાં ૨ વર્ષ વીતી ગયા અને મમ્મી પપ્પા આધ્યા ને લેવા આવ્યા. આધ્યા ખૂબ રડી . આધ્યા એ એમની પાસે સમય માંગ્યો કે એણે અમારી સાથે રહેવું છે. " નંદિતા
" એ ૫ વર્ષ અમારી સાથે રહી . એ પાંચ વર્ષ માં અમે ખૂબ ફર્યા, ડાન્સ ક્લાસ કર્યા, કરાટે કલાસ કર્યા, સ્વીમીગ શીખ્યું, જમવાનું બનાવવાનું શીખ્યા." રાજ ( ખુશ થતા બોલે છે.)
" આ બંને ના આટલા ક્લાસ ખાલી નામના જ હતા બાકી ક્લાસના નામે મસ્તી જ હોય ." નંદિતા
" એ પાંચ વર્ષ અમારા જીવનના સૌથી શ્રેષ્ઠ વર્ષ હતા. " રાજ
" તો એટલે તમને તમારું આ તોફાન નથી ગમતું એમ ?" આધ્યા ( પાછળ થી બોલે છે.)
ક્રમશઃ