Expect books and stories free download online pdf in Gujarati

અપેક્ષા

એક વાર એક રેસ્ટોરન્ટમાં બે મિત્રો જમવા માટે ગયા.જમવા જતા ની સાથે મિત્રએ જઇ ને વેઈટર ને સો રૂપિયા આપી દીધા . બીજા મિત્ર ને ખૂબ જ આશ્ચર્ય થયું આ શું???? લોકો જમ્યા પછી ટિપ આપે ,પણ આને તો જમતા પહેલા જ વેઈટર ની ટીપ આપી દીધી. એના થી રહેવાયું નહીં ,, એટલે એને બહાર નીકળતા એના મિત્ર ને પૂછ્યું -

મિત્ર લોકો જમ્યા પછી ટીપ આપે, તે કેમ જમ્યા પહેલા ટીપ આપી દીધી?????

ત્યારે મિત્ર એ ખૂબ જ સરસ જવાબ આપ્યો જે આપણે બધા એ ખાસ સમજવા ની જરૂર છે . તેને કહ્યું : મિત્ર મેં એને 100 રૂપિયા એ તે જોયું પણ, તે બીજી કોઈ વાત નોટિસ કરી ખરા ?
મિત્ર એ ના પાડી , ત્યારે એને કહ્યું કે મિત્ર જ્યારે મેં એને 100 રૂપિયા આપ્યા ત્યારે એ કેટલો ખુશ થઇ ગયો. આપણે એના પછી જે પણ મંગાવતા હતા ત્યારે એ કેટલો ખુશ થઇ ને આપી જતો હતો . આપણે એની પાસે માંગવું પડતું નહોતું . એ હંમેશા સામે થી જ આપી જતો હતો. ભલે એ પછી ચટણી હોઈ કે પાણી . એને કેટલી સારી રીતે આપણું ધ્યાન રાખ્યું . અને જ્યારે આપણે બહાર નીકળતાં હતા ત્યારે પણ એને કેટલી સારી રીતે અભિવાદન કરી ને આપણને એને વિદાય આપી.
આ સાંભળી ને એના મિત્ર ને પૂછ્યું વાત તો બધી સાચી પણ મિત્ર મને એમ કહે તારો કહેવાનો મતલબ શું છે . ??? ત્યારે એના મિત્ર એને કહ્યું મિત્ર જો 100 રૂપિયા મેં એને પછી આપ્યા હોત તો શું એ આપણું આટલું ધ્યાન રાખત. અને આપના ગયા પછી એ ખુશ થાય શું આપણી માટે એ મહત્વ નું હોત ???? .
જિંદગી નું પણ કંઈક આવું જ છે .સંબંધો માં આપણે અપેક્ષા રાખી ને બેઠા છીએ. જો આપણા પ્રમાણે ચાલે તો સંબંધો ટકે છે નહીં તો એ ખતમ થઈ જાય છે. એક છોકરો એક છોકરી ને જોવા જાય . ત્યારે છોકરા ની માં છોકરી ને એક પ્રશ્ન પૂછે છે. " છોકરી ને જમાવનું તો બનાવતા આવડે છે ને ????? છોકરી ના પિતા છોકરા ને પ્રશ્ન પુછે છે. છોકરો કેટલું કમાઈ છે ????? કેમ કે છોકરી નું જમવાનું બનાવવું અને છોકરા નું કમાવવું જ મહત્વનું છે. તેના સિવાય છોકરી ના સપના અને છોકરા ની ઈમાનદારી કે આવડત એ વસ્તુ કોઈ દરકાર નથી.

છેલ્લા 10 વર્ષ માં કેટલી આત્મહત્યા થઈ ભારત દેશ માં કોઈ ને ખબર નથી. અને કોઈ જાણવા નું પ્રયત્ન પણ નથી કરતું. કેમ કે જ્યાં સુધી એ ઘટના આપણા ઘરે ના થાય ત્યાં સુધી એની આપણે ને પડી નથી.ભારત માં ભાજપ ની સરકાર આવશે કે નહીં આવે અને બીજી બધી દુનિયા ની ખબર છે . પણ આની આપણને ખબર નથી. છેલ્લા 10 વર્ષ માં ભારત માં દર વર્ષે 90000 આત્મહત્યા થઈ છે . અને એનું કારણ શું ??????? એક વિદ્યાર્થી ના માર્ક બીજા વિધાર્થી કરતા ઓછા આવ્યા . સાસુ નું વહુ સાથે નથી બનતું. ધંધા માં ખૂબ નુકસાન થયું. અને બીજી બધી વાતો. પણ આત્મહત્યા નું કોઈ મુળ કારણ હોઈ તો એ છે અપેક્ષાઓ . એક બીજા પ્રત્યે અપેક્ષા જ માણસ ને દુઃખી કરે છે.

એક છોકરા ના એક છોકરી સાથે લગ્ન થયા. સગાઈ અને લગ્ન વચ્ચે નો સમય ઘણો સારો ગયો. છોકરી ને અપેક્ષા હતી આખી જિંદગી આવી જ રીતે નીકળી જશે. પણ લગ્ન પછી ની જવાબદારી અને લગ્ન પછી ની પરિવાર ની ચિંતા તેમનું જીવન બદલાવી નાખ્યું. છોકરી ને લાગવા લાગ્યું હવે આ એના પતિ ને તેના પ્રત્યે પ્રેમ રહ્યો નથી. દિવસે દિવસે ઝગડા વધવા લાગ્યા. એક વાર કંટાળી ને છોકરી એ આત્મહત્યા કરી નાખી. કયા કારણે મરી આ છોકરી ????? એક અપેક્ષા .દશ મિનિટ પછી શું થવાનું છે , એની ખબર નથી અને 10 વર્ષ ના જિંદગી પ્લાન આપને કરવા લાગ્યા છે. બધાને બધું જ તાત્કાલિક જોવે છે. ભણવાનું પૂરું થયું નથી. 1 લાખ નો પેકેજ , લગ્ન થયા નથી કે આરામ ની જિંદગી, ધંધો ચાલુ કર્યો નથી ને મોટો નફો, પણ જિંદગી બધું તાત્કાલિક નથી આપતી એને માટે ખૂબ મોટો સંઘર્ષ કરવો પડે છે . કેમ કે આ જિંદગી છે ફિલ્મ નથી કે 3 કલાક માં પુરી થઈ જાય.
આપણે જ્યારે નાના હતા ત્યારે બધા લોકો સાથે રમતા હતા . ત્યારે આપણે કોઈ ભેદભાવ રાખતા નહતા.પણ મોટા થયા પછી આપણે એજ ભાઈ અને એજ મિત્રો સાથે અપેક્ષા રાખતા થઈ ગયા.
"એ મોટો છે એને સમજી જવું જોઈએ.
એ નાનો છે એને વાત મારી માનવી જોવે.
મારો મિત્ર છે એને મારી વાત સમજવાનો પ્રયત્ન કરવો જોવે.
10 વર્ષ પહેલાં કોઈ ના લગ્ન ગયા હોય એ એના 10 વર્ષ પાછો આપના લગ્ન માં જો ચાંદલો ઓછો આવે તો પણ સબંધ તૂટી જાય છે.
આપણા સંબંધો પણ આજ કાલ ટર્મસ અને કન્ડિશન વાળા થઈ ગયા છે . આ ટર્મ અને કન્ડિશન જો અપ્લાય થાય તો સંબંધ ટકે છે નહીં તો ખતમ થઈ જાય છે. પણ આપણે યાદ રાખવું જોવે કે આપણા માતા અને પિતા એ પણ આપણા પર અપેક્ષા રાખી હતી.જ્યારે આપણે એની અપેક્ષા પુરી નથી કરી શકતા. તો આપણે બીજા ને અપેક્ષા કેવી રીતે પુરી કરી શકશું.
2 વર્ડ આવે છે અંગ્રેજી માં એક છે sympathy ness અને બીજો વર્ડ છે empathy ness . Sympathy એટલે દયા ખાવી બિચારો કેવું થઈ ગયું એની સાથે. બિચારા સાથે કેટલું ખોટું થયું.જ્યારે empathy ness એટલે કોઈ નું દુઃખ જોઈ એને પોતે જ દુખી થઈ જવું. જ્યારે બાળક નાનો હોઈ ત્યારે કોઈ ને રડતા જોવે એટલે પોતે પણ રડવા લાગે. બીજાને દુઃખી જોવે એટલે પોતે પણ દુઃખી થઈ જાય.આપણે બધા આવા જ હતા જ્યારે નાના હતા. પણ મોટા થતા ની સાથે જ આપણે દયા દેખાડતા થઈ ગયા. બિચારો બિચારી કહી ને આપણે જ એને બિચારા બનાવતા થઈ ગયા. પણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે પણ એવા હતા અને મોટા થયા પછી પણ એવા જ રહ્યા.એટલે જ તો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઝેર નો ઘૂંટલો પીવા શંકર ભગવાન જ આવ્યા કે પછી જ્યારે 6 મહિના સુધી સંગમ દેવ હેરાન કરી ને જતો હતો ત્યારે એની દુર્ગતિ જોઈ ને ભગવાન મહાવીર ની આંખો માં આંસુ આવી ગયા. અને જ્યારે દ્રૌપદી નું વસ્ત્ર હરણ થયું ત્યારે તેને બચાવવા કૃષ્ણ જ આગળ આવ્યા.
બસ આ sympathyness અને empathyness ની વચ્ચે જ આપણે આપણી માનવતા ને ભૂલાવી ચુક્યા છીએ. આ બે શબ્દો ની વચ્ચે જ આપણે લોકો ને આપણા થી અલગ કરી દીધા છી એ . બસ આ બે શબ્દો વચ્ચે ની ખાઈ પુરી કરીયે . લોકો ના દુઃખો આપણા દુઃખ સમજી ને પુરા કરવાનો પ્રયત્ન કરીએ અને આ દુનિયા સારી અને સુંદર બનાવાનો પ્રયત્ન કરીએ એ જ શુભેચ્છા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED