*ગૌરીવ્રત*. લઘુકથા... ૩-૭-૨૦૨૦.... શુક્રવાર....
અંજલિ બહેન હિંચકા પર બેસી ને ઝુલતાં હતાં...
એક સોસાયટીમાં બનેલાં બંગલો માં એમનો એક બંગલો હતો...
અંજલિ બહેને કેટલાં અરમાનો સજાવીને આ બંગલામાં પ્રવેશ કર્યો હતો...
આજે આખા બંગલામાં સાવ એકલાં જ હતાં...
સાતફેરા નાં સપ્તપદીના વચનો ધૂળમાં મળી ગયાં અને ગૌરીવ્રત નાં વ્રત પણ કશું જ નાં બચાવી શક્યા...
અને આ સંસારને ઉજડતો એ આમ જોઈ રહ્યા સિવાય કશું કરી શક્યા નહીં...
ત્યાં કામવાળી મધુ આવી સાથે એની છોકરી હતી લક્ષ્મી..
જેનાં નાનાં નાનાં હાથમાં કાચની રંગીન બંગડીઓ પેહરેલી હતી..
અંજલિ બહેને મધુ ને પુછ્યું કેમ આજે લક્ષ્મી ને લઈને આવી છે???
મધુ કહે બા આજથી ગૌરીવ્રત ચાલુ થયું તો એને પણ કરવું છે એટલે ઘરે ભૂલમાં બટકું રોટલો નાં ખાઈ જાય એટલે લઈ આવી છું..
આ સાંભળીને એમની નજર બેઠકરૂમમાં લટકતાં ફોટા પર ગઈ અને સ્થિર થઈ ગઈ...
એમની લાડલી દિકરી શ્રુતિ નો ફોટો હતો...
જે એમને જાન થી વધુ વ્હાલી હતી...
એ વિચારોમાં ખોવાઈ ગયા..
પંદર વર્ષની શ્રુતિ હતી અને એને વાર્ષિક પરીક્ષા હતી એટલે એને એનાં પપ્પા સાથે મૂકીને એ પિયર ગયાં હતાં કારણકે એમની માતા નું અવસાન થયું હતું..
એટલે એમણે જવું જ પડ્યું મન તો શ્રુતિ પાસે જ હતું કારણકે કોઈ દિવસ એમણે શ્રુતિ ને પોતાના થી અળગી કરી જ નહોતી અને એકલી પણ મૂકી જ નહોતી પણ આજે કોઈ ઉપાય રહ્યો નહીં એટલે એ મૂકીને ગયા અને...
એ આવ્યાં ત્યારે શ્રુતિ એમને ભેટી ને ખુબ જ રડી હતી પણ એ તો એવું સમજ્યા કે નાનીમા નું અવસાન થયું એટલે રડતી હશે..
પણ છેલ્લા પંદર દિવસથી ઉલટી કરતી હતી અને ખાવાનું ખાતી નહોતી એટલે અંજલિ બહેન એને ફેમિલી ડોક્ટર નાં દવાખાને લઈ ગયા એમણે ગાયનેક ડોક્ટર ને મળવા કહ્યું એમણે ગાયનેક ડોક્ટર ને બતાવ્યું ત્યાં ખબર પડી કે શ્રુતિ મા બનવાની છે એમણે ગુસ્સે ભરાઈને શ્રુતિ ને લાફો માર્યો ત્યારે એણે રડતાં રડતાં બધીજ વાત કરી અને કહ્યું કે પપ્પા એ ધમકી આપી હતી કે તું તારી મમ્મી ને કહીશ તો તને અને તારી મમ્મી ને તારાં નાનીમા પાસે પહોંચાડી દઈશ..
ડોક્ટરે કહ્યું કે શ્રુતિ ની ઉંમર નાની છે અને ત્રણ મહિના નો ગર્ભ છે એટલે હાલ કશું થઈ શકે એમ નથી...
એમણે ઘરે આવીને મયંક ને સવાલ પૂછ્યો કે આવું અઘોર કૃત્ય કરતાં તમારો આત્મા નાં કાંપ્યો....
આ સાંભળીને મયંકે અંજલિ ને લાફો માર્યો અને શ્રુતિ ને મારવા જ્યાં હાથ ઉગામ્યો ત્યાં પોલીસ આવી અને મયંક ને પકડી ગઈ..
શ્રુતિ ની તબિયત બગડતાં એ બચી શકી નહીં...
એમણે લક્ષ્મી ને પાસે બોલાવી અને હિંચકા પર બેસાડીને માથે હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા ગૌરીવ્રત કરો કે નાં કરો કોઈ ફાયદો નથી એટલે તું ગૌરીવ્રત નાં કરીશ એ તો નશીબમાં હોય એ જ પુરુષ *સાતફેરા* ફરીને વર તરીકે મળશે અને એ સારો જ નિકળશે કે કેમ એની કોઈ જ ખાતરી નથી હોતી...
પણ બેટા મારી વાત માન તું આ ગૌરીવ્રત રાખવાનું રેહવા દે...
અને ખૂબજ ભણ...
અને ભણીગણીને ખુબ આગળ વધ ...
હું તને ભણાવીશ તો તું બહુ જ ભણીશને તો સારું અને યોગ્ય પાત્ર મળશે... એ જ સાચું ગૌરીવ્રત છે.. અને એ જ સાચાં *સાતફેરા* સાબિત થશે..
બાકી તો જિંદગી માં લીધેલા *સાતફેરા* સાત મહિના કે સાત વર્ષ પણ નથી ચાલતાં...
કયારે કોણ દગો દઈ જાય એ ખબર પડતી નથી બેટા...
આમ કહીને એમણે મધુને પણ સમજાવી અને લક્ષ્મી ને રસોડામાં થી ખાવાનું લાવીને પોતાનાં હાથે ખવડાવ્યું....
ભાવના ભટ્ટ અમદાવાદ....