એ પેહલો વરસાદ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ પેહલો વરસાદ

*એ પેહલો વરસાદ*. ટૂંકીવાર્તા ... ૩-૭-૨૦૨૦ ... શુક્રવાર...

આજે સવારથી મનસુખલાલ નાં ઘરમાં ઝઘડો ચાલતો હતો..
મનસુખલાલ અને કાન્તાબેન નાનાં દીકરા પ્રશાંત અને એની પત્ની મીરાં ના પક્ષે હતાં...
મોટો દિકરો રાજીવ અને ભૂમિકા સાચાં હોવાં છતાંયે બધાં એક થઈ ગયા હતા...
વાત એમ હતી કે ત્રણ રૂમ રસોડાનું મકાન હતું...
એક રૂમ મનસુખલાલ અને કાન્તાબેન નો..
એને અડીને રસોડું હતું...
મનસુખલાલ ના રૂમમાં થી જે બીજો દરવાજો હતો એની પાસે નાનો પેસેજ હતો જે ઉપર આવવા જવા માટે સીડી હતી....
એ પેસેજ ને અડીને રૂમ હતો એ રાજીવ નો હતો અને એ રૂમમાં થઈને જવાય પછી છેલ્લો રૂમ હતો એ પ્રશાંત નો હતો..
પ્રશાંત નાં રૂમમાં જવા બીજો રસ્તો પણ હતો રસોડામાં થી ગેલેરી પડતી હતી એ ગેલેરી ફરીને જવાય...
પણ...
પ્રશાંત ની આડોડાઈ જ હતી એ રાત્રે ભાઈબંધ દોસ્તારો સાથે મોડાં સુધી બેસીને બાર વાગ્યે આવે ત્યારે ભૂમિકા એ નાનાં દોઢ વર્ષ નાં ઝીલ ને ઘોડીયામાં સૂવાડયો હોય એટલે પ્રશાંત એની રૂમમાં જવા ઘોડીયુ ખસેડીને જાય એટલે ઝીલ કાચી ઉંઘમાં થી ઉઠી જાય અને રડવા લાગે‌ એટલે એને સૂવડાવી દેવામાં જ અડધી રાત નિકળી જાય પછી સવારે છ વાગ્યે તો ઉઠી જવાનું... સંયુક્ત કુટુંબ હતું એટલે...
બપોરે સૂવા નાં મળે ..
ઝીલ થી બે વર્ષ મોટી મૌસમી હતી...
એટલે ભૂમિકા એ ઘરમાં સાસૂ, સસરા ને વાત કરી તો પ્રશાતે ભૂમિકા ને એક લાફો માર્યો કહે ફાવે તો આ ઘરમાં રહો હું ‌તો આજ રીતે રહીશ અને એનો પક્ષ લઈને બધાં એક થઈ ગયા...
રાજીવ પણ ભૂમિકા ને લાફો માર્યો એ બાબતમાં પ્રશાંત ને એક શબ્દ પણ નાં કહ્યો...
મનસુખલાલ ને પ્રશાંત બહું જ વધારે વહાલો હતો એટલે બધાં એ રાજીવ અને ભૂમિકા ને જુદા રેહવા કહ્યું...
અને એ લોકો ની મરજી જુદા રેહવા જવાની નહોતી તો પણ એ લોકોને જુદા કાઢ્યા...
જુદા કાઢ્યા પણ ઘરમાં થી એક ચમચી પણ નાં આપી...
ભૂમિકા નાં પિયર થી આવેલા વાસણો અને કપડાં લઈને એ લોકો નિકળી ગયા...
પહેલાં તો મકાન ભાડે રાખ્યું અને પછી રાજીવ અને ભૂમિકા એ નોકરી ચાલુ કરી...
છ મહિના ભાડે રહ્યા પછી બાજુની સોસાયટીમાં એક જૂનું મકાન એક રૂમ રસોડાનું હતું તે ઓછા રૂપિયમાં મળતું હતું કારણકે ઘર રીપેરીંગ કરાવાનું હતું અને બીજું કે મકાન માલિક ને બીજા એરિયામાં મોટું મકાન રાખ્યું હતું તો રોકડા રૂપિયા ની જરૂર હતી...
રાજીવે થોડા શેઠ પાસે થી લોન પેટે લીધાં અને બાકીના ભૂમિકાનાં પિતાએ આપેલાં દાગીના વેચીને રૂપિયા લઈને મકાન રાખી લીધું જેથી ભાડાં નાં ભરવા પડે અને પોતાનું મકાન હોય તો મરચું, રોટલો ખાઈને પણ પડી રેહવાય એવી ગણતરી કરીને મકાન લીધું....
હજુ ફેબ્રુઆરી મહિનામાં મકાન નાં દસ્તાવેજ થઈ ગયા અને માર્ચ મહિનામાં રેહવા ગયા અને સામાન જે થોડો ઘણો હતો એ ગોઠવી દીધો અને જાતે જ નાનો ગાયત્રી હવન કરી લીધો અને ઘરમાં રહેવાનું ચાલુ કર્યું અને માર્ચ ની બાવીસ તારીખથી દેશભરમાં લોકડાઉન આવ્યું કોરોના નાં પગલે...
એટલે રાજીવ અને ભૂમિકા ઘરમાં જ પૂરાઈ ગયાં...
મકાન લીધું ત્યારે એવું નક્કી કર્યું હતું કે જૂન મહિનામાં વરસાદ આવે ત્યાં સુધી થોડાઘણા રૂપિયા ભેગા થાય તો ધાબું સરખું કરાવી લઈશું પણ કોરોના નાં લીધે એ થયું નહીં...
અને જૂન મહિનામાં " પેહલો વરસાદ " ધોધમાર પડ્યો એમાં ધાબાંમાં થી પાણી ઘરમાં ટપકવા માંડ્યું હવે બે બાળકો ને આવાં વરસાદ માં ભીનાંમાં ક્યાં સુવડાવવા...
આખાં ઘરમાં જેટલાં વાસણો અને ડોલ, ટબ હતાં એ મૂકી દીધા જેથી ઉપરથી ટપકતું પાણી એમાં પડે તો થોડીવારમાં તો બધાં જ વાસણો માં પાણી ટપકવાનો અવાજ આવવા લાગયો... આખાં ઘરમાં પાણી પાણી...
હવે કરવું શું???
રસોડામાં એક ખૂણામાં પાણી નહોતું પડતું ત્યાં શેતરંજી પાથરીને રાજીવ અને ભૂમિકા બેઠાં અને છોકરિઓ ને ખોળામાં સૂવાડયા આમ એ પેહલા વરસાદમાં આખી રાત આમ જ કાઢી...
થોડો‌ ઉઘાડ નીકળ્યો એટલે રાજીવ સિમેન્ટ લઈ આવ્યો અને જાતે જ ધાબામાં વાટા પૂર્યા અને ધાબામાં જ્યાં તિરાડો હતી ત્યાં સમારકામ કર્યું...
આમ પેહલો વરસાદ રાજીવ અને ભૂમિકા માટે નાં ભૂલી શકાય એવું સંભારણું બની ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ......