એ સપ્તપદીના દોસ્ત Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ સપ્તપદીના દોસ્ત

*એ સપ્તપદીના દોસ્ત*. ટૂંકીવાર્તા... ૩૦-૬-૨૦૨૦. મંગળવાર...

આશિષ આજે ઓફિસ થી વહેલો ઘરે આવી ગયો કારણકે એની ત્રણ વર્ષ ની દિકરી ગરીમા ની બર્થ-ડે હતી....
ગરીમા આશિષ ને જોઈને પપ્પા આવ્યા, પપ્પા આવ્યા કરીને દોડીને વળગી પડી..
આશિષે પણ મારી લાડકવાયી એમ કહીને એને ઉંચકીને ગોળ ગોળ ફૂદરડી ફેરવીને નીચે ઉતારી..
ગરીમા આશિષ ની આંગળી પકડીને અંદર ગઈ...
અને મમ્મી મમતા ને બૂમ પાડી કે પપ્પા આવી ગયા...
મમતા પાણીનો ગ્લાસ લઈને આવી અને આશિષ ને આપ્યો..
આશિષે પાણી પીધું અને મમતા સામે જોયું મમતા નાં મોં પર ઉદાસી હતી અને આંખો રડેલી હતી..
આશિષે પુછ્યું શું થયું મમતા???
મમતા હસીને વાત ટાળી કે કંઈ નથી એમ કહીને એ રસોડામાં જતી રહી...
આશિષે બાથરૂમમાં જઈને હાથ પગ મોં ધોઈ ને ફ્રેશ થયો...
અને રસોડામાં જઈને મમતા ને પૂછ્યું કે કંઈ મદદ ની જરૂર હોય તો મદદ કરાવું???
મમતા એ નાં પાડી..
બે રૂમ રસોડાનું ટેનામેન્ટ હતું આશિષ નું હજું તો લોન નાં હપ્તા ચાલુ હતાં...
આશિષ નાં માતા પિતા ગામડે રેહતા નાનાં ભાઈ પરેશ સાથે..
ગામમાં ખેતર હતું અને પોતાનું ઘર હતું...
પણ આશિષ ને એનાં ભણતરને લીધે શેહરમાં નોકરી મળી એટલે એણે અહીં પણ મકાન લોન લઈને ખરીદી લીધું...
ભાઈબંધ સાથે સાયકલ ફેરવીને મૌલિક આવ્યો એ પણ સાયકલ મૂકીને આશિષ ને ભેટી પડ્યો...
આશિષે એને હાથ મોં પગ ધોઈને કપડાં બદલી લેવાં કહ્યું....
મૌલિક બાથરૂમ તરફ ભાગ્યો...
મમતાએ ગરીમા ને ભાવતું ખાવાનું બનાવ્યું હતું ઢોકળા,કેરીનો રસ, બે પડી રોટલી અને બટેટાની સૂકી ભાજી... અને ફ્રાઈમસ...
આશિષે કેક નો ઓર્ડર આપ્યો હતો એટલે બેકરી વાળા સાંજે સાત વાગ્યે કેક આપી ગયા..
આજુબાજુમાં રહેતા ગરીમા અને મૌલિક નાં દોસ્તારો ને બોલાવ્યા હતાં કેક કાપીને છોકરાઓ ને જમાડી ને મોકલ્યાં હવે મમતા અને આશિષ બે જ બાકી હતાં ..
મમતા એ આશિષ ની થાળી પિરસી એટલે આશિષ કહે કેમ તારે જમવાનું નથી.???
મમતા કહે‌ નાં ... તમે જમી લો...
આશિષ કહે પણ કેમ ???
આજે નથી ચોથ કે નથી એકાદશી કે નથી કોઈ વ્રત તો...!!!
મમતા એ આશિષ ને કહ્યું કે તમે જમી લો હું રસોડું આટોપી લઉ એમ કહીને એ રસોડામાં જતી રહી...
આશિષ વિચારોમાં ખોવાઈ ગયો કે કેટલાંય દિવસથી ગરીમાની બર્થ-ડે ની તૈયારી કરતી હતી અને અચાનક શું થયું મમતા ને કે એણે નાં કેક ખાધી કે નાં જમવા બેઠી અને આજે એનાં મોં પર નૂર પણ નથી શું વાત હશે???
એમ વિચાર કરતાં એ જમી ને ઉભો થયો..
આશિષે રૂમમાં સાફ સફાઈ કરી અને છોકરાઓ ને કપડાં બદલાવીને સૂવાડી દીધાં..
મમતા પરવારીને આવી એટલે આશિષે હાથ પકડ્યો અને કહ્યું કે શું વાત છે ???
મમતા રડી પડી અને કહ્યું કે તમારાં શેઠ ની બર્થ-ડે પાર્ટીમાં એમનાં ઘરે ગયા હતાં ત્યારે શેઠાણી પુષ્પાબહેને મારી જોડે વાતો કરીને આપણા ઘરનું એડ્રેસ લીધું હતું મેં ભોળા ભાવે આપ્યું હતું...
પણ આજે એ બપોરે બાર વાગ્યે આવ્યા અને સાથે એમનાં કોઈ પુરુષ મિત્ર હતાં મને કહે કે જો મારાં પતિ સંજીવ સુધી વાત પહોંચી તો હું આશિષ ને નોકરીમાં થી કઢાવી મુકીશ અને ખોટાં આરોપ લગાવીને જેલ ભેગા કરી દઈશ...
આમ કહીને એ આપણા બેડરૂમમાં જતાં રહ્યાં હતાં..
તમે જાણો છો મારું ઘર મારાં માટે મંદિર છે અને એ મંદિરમાં કોઈ આવી ને અપવિત્ર કરે તો મારે પ્રાયશ્વિત કરવું પડે તમે જાણો છો મારે પૂજા પાઠ અને હોમ હવન એ મારો શ્વાસ છે પણ તમે શેઠ ને વાત નાં કરશો નહીં તો નોકરી થી હાથ ધોવાનો વારો આવશે અને કોઈ ખોટો આરોપ લગાવશે તો???
આશિષ કહે તું ચિંતા ના કર ચલ તું થાકી ગઈ હોઈશ વધુ વિચાર કર્યા વગર આરામ થી સૂઈ જા...
સવારે આશિષ ટીફીન લઈને ઓફિસ ગયો અને એ શેઠ ની રાહ જોવા લાગ્યો...
શેઠ આવ્યા અને એમની કેબિનમાં ગયા... શેઠ ને આવ્યે એક કલાક થયો..
ત્યાં સુધી આશિષે લેપટોપ પર કામ પતાવ્યું...
ધીમે રહીને એ ઉભો થયો અને કાચ ની કેબિન નો‌ દરવાજો ખખડાવ્યો...
શેઠે ઈશારો કર્યો...
એટલે ...
આશિષ અંદર ગયો..
સંજીવ કહે બોલ શું કામ હતું???
આશિષ કહે એક વાત કરવી હતી..
આપ ચાહે તો મને નોકરીમાંથી કાઢી મૂકજો પણ મેં સપ્તપદીના વચન માં મારી પત્ની ને દોસ્ત બની રહેવાનું વચન આપ્યું હતું એ હું નિભાવીશ..
સંજીવ કહે વાત શું છે??
શેઠ સાહેબ વાત એમ છે કે તમે રહ્યાં મોટા માણસો અમે નોકરીયાત નાનાં માણસ અમારે અમારો પરિવાર એ જ સ્વર્ગ છે... મારી પત્ની મમતા ખુબ જ સરળ અને ધાર્મિક વૃતિ ની છે...
તમારી બર્થ-ડે પાર્ટીમાં શેઠાણી એ અમારાં ઘરનું સરનામું મમતા જોડે માગ્યું હતું મમતાએ ભોળાભાવે આપ્યું હતું..
કાલે મારી ત્રણ વર્ષ ની દિકરી ગરિમા ની બર્થ-ડે હતી એટલે હું આપની રજા લઈને વહેલો ઘરે ગયો હતો પણ મમતા ઉદાસ હતી અને રાત્રે જમી પણ નહીં...
સંજીવ કહે કેમ???
આશિષ કહે એટલાં માટે કે કાલે બાર વાગ્યે શેઠાણી એમનાં કોઈ પુરુષ મિત્ર ને લઈને આવ્યા હતાં અને મમતા ને ધમકી આપી અમારાં બેડરૂમમાં જતાં રહ્યાં હતાં કે જો તમને જાણ કરી તો મારી નોકરી જશે અને ખોટા આરોપસર જેલમાં મોકલવામાં આવશે પણ સાહેબ મેં તમને સાચી વાત કરી દીધી તમારે મને જે સજા કરવી હોય એ કરો પણ હું મારી પત્ની ની ધાર્મિક ભાવના દુભાય એ મને પણ નથી ગમતું અને એક પતિ તરીકે અને એક સાચાં દોસ્ત તરીકે મારે એનાં પડખે ઉભા રહેવું એ મારી ફરજ પણ છે અને ધર્મ પણ છે...
આમ કહીને બે હાથ જોડીને આશિષ સંજીવની કેબિનમાં થી નિકળી ને પોતાના ટેબલ પર આવી બેઠો...
સંજીવ આશિષ નાં ગયા પછી ક્યાંય સુધી વિચારોમાં ખોવાયેલો રહ્યો અને ઓફિસ છૂટવાના સમય પહેલાં આશિષ ને પાછો કેબિનમાં બોલાવ્યો અને એક કાગળ આપ્યો કહ્યું કે આજથી તારું પ્રમોશન...
આ પ્રમોશન એટલે આપું છું કે તું ‌મારાથી પણ ડર રાખ્યા વગર તારી પત્ની નાં પડખે એક સાચો દોસ્ત બનીને ઉભો રહ્યો મને એના આનંદ થયો...
બીજું કે પુષ્પા વિશે મારે કાન પર ઘણી વખત વાતો આવતી પણ હું ધ્યાન પર લેતો નહોતો પણ હવે હું પુષ્પા ને એનાં આ કાર્ય નો દંડ આપીશ...
આમ કહીને આશિષ નો બરડો થપથપાવીને સંજીવ કેબિનમાં થી નિકળી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ....