કહીં આગ ન લગ જાએ - 23 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 23

પ્રકરણ-ત્રેવીસમું/૨૩

રીસેપ્શનની ઠીક સામે આવેલાં એક પારદર્શક બંધ ગ્લાસની ચેમ્બરમાં જાણે કે, મીરાં અને મિહિરની નિષ્ઠુર નિયતિનું પ્રતિનિધિત્વ કરતાં એમ જોગાનુજોગ જેવી ઉપસ્થિતી અને અતિ આશ્ચર્યના ઉદ્દગાર સાથે...અચનાક જ સોફા પરથી ઉભાં થતાં કબીર બોલ્યો....

‘ઓહ્હ.. માય ગોડ....મીરાં રાજપૂત...અહીં ? આ સમયે ? એકલી ? અને એ પણ આટલી બની ઠની ને ?

બે વાર આંખો પટપટાવી કબીર ખાતરી કર્યા પછી મનોમન બોલ્યો,
મીરાં રાજપૂત જ છે ને ? હા... છે તો મીરાં રાજપૂત જ.

કબીર ત્યાં તેના મિત્ર ખાસ મિત્ર અંશુમન ગુપ્તાને મળવા આવ્યો હતો. અંશુમન ગુપ્તા એટલે સ્કાયલાઈન હોટેલના ઓનર કુલદીપ શર્માનો સાળો. જે અત્યારે કબીરની બાજુમાં જ ઊભો હતો. કબીર જે રીતે મીરાંને જોઈ રહ્યો હતો તે જોઇને અંશુમને પૂછ્યું,

‘અરે..ઐસે ક્યા દેખ રહા હૈ ?
કબીરે એ ઇશારાથી મીરાંનું વર્ણન કરતાં અંશુમનને પૂછ્યું,
‘વો રીસેપ્શન કે પાસ ખડી લેડી કો પહેચાનતા હૈ તું ?
અંશુમને મીરાંને જોતાં કહ્યું,
‘અરે.. ક્યા યાર કબીર. હાઈ સોસાઈટી મેં ઉન કો કૌન નહીં પહેંચાતા ? મિસિસ મધુકર વિરાણી હૈ. કયું ક્યા હુઆ ?
થોડીવાર વિચારીને કબીર બોલ્યો,

‘પ્લીઝ, યાર પતા કરના કયું આઈ હૈ યહાં ?
‘કબીર...આર યુ મેડ. ઇટ્સ કોન્ફીડેન્સીયલ મેટર યાર. ઇસ મેં હોટેલ ઔર હમારે કસ્ટમર દોનો કી પ્રેસ્ટીઝ કા ઇસ્યુ હૈ. પર બાત ક્યા હૈ ? કુછ પર્સનલ હૈ ક્યા ?
કબીરની સામે જોઈને અંશુમન બોલ્યો,

‘ઇતના પર્સનલ કી.... યે યહાં આયી હૈ.. ઇસ કે પીછે અગર કોઈ બડા રાઝ નિકલા તો...સમજ લે દોસ્ત વિરાણી ઇન્ડસ્ટ્રીઝ મેરી મુઠ્ઠી મેં હોગી બસ ઇતના સમજ લે.’

આટલું સાંભળીને અંશુમન સત્બ્ધ થઇ ગયો. કબીરની વાત પાછળનું રહસ્ય ખુબ ગુઢ અને ગાઢ હતું એ અંશુમનને સમજાઈ ગયું. અંશુમનનું લાલચુ મન પણ લપસ્યું કબીરની ચીકણી ચુપડી વાતો પાછળ.

ત્યાં સુધીમાં મીરાં લીફ્ટમાં એન્ટર થઇ ગઈ હતી.

અને કબીરનો જીવ પાણી વગરની માછલીની જેમ ફફડતો રહ્યો.

‘અરે.. પ્લીઝ.. યાર તું કુછ પતા કરના. ફિર મેં તુજે બતાતા હૂં અંદરકી બાત.’
અધીરાઈથી કબીર બોલ્યો.
‘હા.. ઠીક હૈ.. મેં ટ્રાય કરતાં હૂં.’ એમ કહીને બિલકુલ સવ્સ્થ થઈને રીસેપ્શન પર જઈને મેનેજર સાથે થોડી આડી અવળી વાતો કર્યા પછી મીરાં વિષે પૂછ્યું એટલે..
ઓનરનો સાળો હતો એટલે.. મેનેજરે પ્રોટોકોલની વિરુદ્ધ જઈને અંશુમનને ટૂંકમાં વાત કરી. દસ મિનીટ પછી સાવ નોર્મલ જેવું વર્તન કરતાં ફરી આવ્યો કબીર પાસે.

કબીર અધીરાઈથી એટલો બેબાકળો હતો જાણે કે, અંશુમન કોઈ છુપા ખજાનાની ખબર લઈને આવવાનો હોય. અંશુમનના આવતાં વેત જ આતુરતાથી કબીરે પૂછ્યું.

‘પતા ચલા ?
‘વો યહાં અપને કિસી ગેસ્ટ સે મિલને આયી હૈ.’ અંશુમન બોલ્યો.
‘ગેસ્ટ ? ઔર યહાં ? કૌન હૈ મેલ યા ફીમેલ ? કબીરે ઉત્સુકતાથી પૂછ્યું.
‘મેલ.’

‘નામ ? તલપાપડ થઈને કબીરે પૂછ્યું..

‘સોરી...દોસ્ત.. ઇસે સે આગે તો આગ લગ જાયેગી. ક્યું કી તું મેરા જીગરી યાર હૈ તો ઇતના બતાયા વો ભી તુમ પે ભરોસા કર કે. ઔર યે બાત સિર્ફ હમ દોનો કે બીચ હી રહેની ચાહિયે વરના... તું સમજ સકતા હૈ યે મામુલી બાત નહીં હૈ. અચ્છા તું બૈઠ મેં થોડા કામ નીપટા કે આતા હું અભી.’ એમ કહીને અંશુમન તેના કામે વળગ્યો.

હવે કબીરની અકળામણ સ્પ્રિંગની માફક ઉછળવા લાગી.

આ તરફ...

લીફ્ટમાં એન્ટર થતાં. લીફ્ટના મિરરમાં જોઇને મીરાં તેના શણગારને ફરી એકવાર નીરખી લેવાની લાલચ રોકી ન શકી.. હેયર સ્ટાઈલને વ્યવસ્થિત કરતાં ધીમા સ્વરે ગણગણવા લાગી...

‘સજના હે મુજે... સજના કે લિયે...સજના... હ્મમ્મ્મ્મ.. હમ્મ્મ્મ હમમ. પછી થોડી શરમાઈ ગઈ.

સાત વર્ષ પહેલાં પ્રેમાંકુરની ફૂંટલી કુંપણને આજે સાત વર્ષ પછી પરીપૂર્ણ પાંગરેલા પુષ્પ સ્વરૂપે નિહાળી તેની પમરાટમાં ભળી જવા મીરાં દર્શનાતુર હતી.


સત્તરમાં ફ્લોર પર આવીને જે સ્યુટમાં મિહિર હતો તેના ડોર પાસે આવીને ડીજીટલ કી કાર્ડથી ડોર ઓપન કરીને ધબકતાં હૈયે અંદર પ્રવેશતાં મીરાંએ જોયું તો...વિશાળ રૂમના સામેના છેડે બારી પાસે મિહિર, મીરાં તરફ પીઠ રાખીને ઊભો હતો. બ્લેક શૂટ, બ્લેક શૂઝ, બ્લેક હેટમાં સજ્જ મિહિર બોલ્યો..

‘વેલ કમ.’

આટલું સાંભળતા મીરાં એ એક સેકંડ માટે ધબકારો ચુકી ગયા પછી આંખો મીચી દીધી.

‘બેસ.’ ફરી મિહિર બોલ્યો.

સ્હેજ સ્વસ્થ થઈને સોફા પર બેસતાં મીરાં બોલી..
‘પણ મિહિર.. કેમ ત્યાં આટલો દુર ઊભો રહી અને મોઢું ફેરવીને વાત કરે છે.’

‘વીતેલા સાત વર્ષ કરતાં તો નજદીક જ છું ને ? અને મોઢું તો મુકદ્દરએ સાત વર્ષ પહેલાં જ ફેરવી લીધું હતું.’ એમ કહીને ખુબ શાંતિથી મિહિરે ગતકાલીનના ગુલદસ્તામાંથી એક પછી ભૂલના ફૂલ ચુંટવાનું શરુ કર્યું.

‘મિહિર... અતીતની ભૂલો વાગોળીને વ્યથિત થઈ, વ્યર્થ સમય વેડફવા કરતાં આપણે આ વરદાનમાં મળેલી અમુલ્ય પળોને ન માણી શકીએ ?
મિહિરના ઉત્તરથી નારાજ થઈને મીરાંએ પૂછ્યું.

‘અને સાત વર્ષમાં જે વેડફાઈ ગયું એ ? ચલો છોડો...પહેલાં મારે જે કંઈ કહેવું છે એ સાંભળી લે..એ પછી તારા વિષે રખેને જો મારી જાણ બહાર કંઈ હશે તો પૂછી લઈશ.’
મિહિર બોલ્યો.


‘મારા વિષે શું ખબર છે ?’ વિસ્મયકારક ઉદ્દગાર સાથે મીરાંએ પૂછ્યું..

‘એ જ કે તને ખબર નથી કે, મને ખબર છે.’
પઝલ જેવો જવાબ આપતાં મિહિર બોલ્યો.
‘ઓહહહ... તો તો કહે.. મને સાંભળવું ગમશે. પણ શક્ય હોય તો હવે મારી સામું જોઇને તો વાત કર.’ મીરાં બોલી.

‘જોઇશ.. મુલાકાતની અંતે. હવે સાંભળ...

૨ જુલાઈ એ તે ચંદ્રકાન્ત શેઠને ત્યાં જોબ જોઈન કરી. ત્યાં બે વર્ષના ટૂંકા ગાળામાં સફળતાના નવા કીર્તિમાન સ્થાપવા તારી જાતને એ હદે લેમિનેટેડ કરી લીધી કે, મિહિર નામનું કોઈ દુષણ કે વાઇરસ તારી પુરપાટ દોડતી પ્રગતિને સ્ટોપ કે કરપ્ટ ન કરી શકે. એ પછી.. ૧૮ ઓક્ટોબર. તે વિરાણી ઇન્ડસ્ટ્રીઝ જોઈન કરી. ત્યાં..તે તારી અસાધારણ યોગસિદ્ધિથી તું તારી યોગ્યતા અને અજાણતામાં વિરાણીને વિશ્વામિત્ર સાબિત કરવામાં સાર્થક થયાં.. ૨૯ નવેમ્બર... તે મીરાં રાજપૂત વિરાણીના નવા નામ સાથે સપ્તપદીના વચનો લઈને રાતોરાત એક એવી સેલીબ્રીટી બની ગઈ કે જેને દુરથી જોવી એ પણ સામાન્ય માણસ માટે એક લાહવો હતો... એ પછી... વર્ડ ટુર... ત્યાર બાદ ખુદને ખોઈને...એ ઐશ્વાર્યમાં આળોટતા આલોટતા.. ફરી પાછી સ્વયંને શોધવાની મથામણ... કૈક આવું જ ને ? હવે મને કહીશ કે છેલ્લાં સાત વર્ષમાં કોનું, ક્યાં, કેમ અને કેટલું વેડફાયું હશે ?


સાત મીનીટમાં સાત વર્ષના સમયનું સચોટ સ્નેહ સ્મરણનું સરવૈયું તારીખ સાથે જે રીતે મિહિરે તેની અસ્ખલિત વાણીમાં શબ્દશ સ્પષ્ટ રીતે રજુ કર્યું તે સાંભળીને મીરાંને થયું કે, તેણે ખરેખર સાત વર્ષમાં ઉન્નતી નહી પણ ઉર્ધ્વગતિ જ કરી. શું પુછવું ? અને શું જવાબ આપવો ? કેટલો... કેટલો... નજદીક હતો મિહિર મારાથી ? અને મેં પડછાયાની જેમ પીછો કરતાં પ્રેમ પર એક નજર સુદ્ધાં નાખવાની દરકાર ન લીધી ? મનોમન હસતાં બોલી...આ તો મૃગજળની સામે આઈનો ધરીને મેં જાતને જ છેતરી.
સ્હેજ હિંમત એકઠી કરીને હજુ મીરાં તરફ પીઠ રાખીને ઉભાં રહેલા મિહિરને મીરાંએ કહ્યું..

‘પરંતુ.. મિહિર.. તમે ખરેખર....’ આગળ શું બોલવુંએ મીરાંની સમજણ બહાર હતું એટલે અસમંજસમાં અટવાઈને અટકી ગઈ.

‘મિહિર ઝવેરી છે કે અનવર સિદ્દકી એમ જ ને ?
મંદ હાસ્ય સાથે મિહિરે આગળ બોલતા પૂછ્યું .

‘હમણાં થોડીવાર પહેલાં મેં જે બે-પાંચ વાક્યોમાં મેં મારી વાહિયાત વાત કહી તે મિહિર ઝવેરીની હોય કે અનવર સિદ્દીકીની તેનાથી શું તે વાતનો ભાવાર્થ બદલાઈ જાશે ?

‘દિવ્યપ્રેમનો દીવડો જલાવવા કોઈ ધર્મની પરિભાષાના પ્રશસ્તિ પત્રની જરૂર નથી. મિહિર ઝવેરી કે અનવર સિદ્દકીને કોઈ ધર્મના વાડામાં વહેંચાતા પહેલાં માણસાઈના ધર્મમાં વહેંચાવું મને વધુ ગમશે.’

‘હવે... મને સાંભળી ને કહે જે હું કોણ છું ?’ મિહિર વાતને આગળ લઇ જતાં બોલ્યો.

એ પછી મિહિર મીરાંને લઇ ગયો... તેના અસલી પરિચયથી અવગત કરાવવા અતીતકાળની સફરે...

આ ચૌદ વર્ષ પહેલાંના સમયગાળાની કથાનક છે..

‘મિહિર મનહરલાલ ઝવેરી.’

‘હૈદરાબાદ સ્થિત સાહિત્ય સ્નાતકનો વિદ્યાર્થી મિહિર મનહરલાલ ઝવેરી. કોલેજના સળંગ ત્રીજા વર્ષે પણ સાહિત્યની ઇન્ટર કોલેજ પ્રતિસ્પર્ધાના વિજેતા તરીકે એક નામ હંમેશા બિનહરીફ રહેતું મિહિર ઝવેરીનું. લાંબા સમયથી લીવરની બીમારીમાં પીડાતી મમ્મી બે વર્ષ પૂર્વે શ્વાસની સાથે સાથે અમને પણ છોડીને જતી રહી. એ પછી રહ્યા પિતાજી, હું મારો નાનો ભાઈ આયુષ અને નાની બહેન શિવાની. અમે જે કોલેજમાં અભ્યાસ કરતાં હતાં એ જ કોલેજમાં વર્ષોથી પિતાજી લાયબ્રેરીયન તરીકે સેવા આપતાં એટલે બચપણથી જ સાહિત્ય લોહીના ઘટકમાં રહ્યું છે. પિતાજી ખુજ સિદ્ધાંતવાદી અને આકરાં મિજાજના. તેની વિચારસરણી અને સિદ્ધાંતને લઈને કોઈની માટે સ્હેજ પણ બાંધછોડ ન કરે.’


મારા પિતાજી જે કોલેજમાં સેવા આપતાં અને અમારું નિવાસસ્થાન બન્ને વિસ્તારમાં મુસ્લિમ કોમ્યુનીટીની મેજોરીટી.
મારા પરિવારનો જીવનપ્રવાહ શાંત, શીતળ નિર્મળ સરિતાની માફક સહજ રીતે વહી રહ્યો હતો...ત્યાં એક દિવસ અચનાક..

હું મારા મિત્રો સાથે શહેરથી પચ્ચીસેક કિ.મી. દુર એક પીકનીક પોઈન્ટ પર ફરવાં આવ્યો હતો.. ત્યાં મને અચનાક ધબકારો ચુકી જાય એવાં સમાચાર મળ્યા કે, મારા રહેણાંક વિસ્તારમાં બેફામ કોમી હુલ્લડ ફાટી નીકળ્યું છે અને..પરિસ્થિતિ બેકાબુ થવા જઈ રહી છે. બેબાકળો થઈને શક્ય એટલી ઝડપે શહેર સુધી પહોંચું ત્યાં સુધીમાં ત્યાં ઘડીકમાં ઘટેલી ઘાતકી ઘટનાચક્રનાથી ચૌદ વર્ષ પહેલાં જ મારી જિંદગી છિન્ન ભિન્ન થઇ ગઈ હતી...

જે કોલેજમાં મારી બહેન શિવાની અભ્યાસ કરતી હતી તે કોલેજના ટ્રસ્ટી અને મુસ્લિમ જ્ઞાતિના અગ્રણી નેતાનો પુત્ર અને શિવાની બન્ને એક જ ક્લાસમાં અભ્યાસ કરતાં. ઘટનાના દિવસે તે બિગડેલ બાપની ઔલાદે તેની મર્યાદા પાર કરીને શિવાનીની છેડતી કરી. અને શિવાનીએ મારા પપ્પાને ફરિયાદ કરી. અને તામસી તાસીરના પપ્પાએ તેના ક્રોધ પર કાબુ ગુમાવતાં સૌ વિદ્યાર્થીની વચ્ચે એ ટ્રસ્ટીના પુત્રને ફાડકાવાળી કરીને સણસણતા તમાચા ચોડતાં પેલાના બે દાંત પડી ગયા અને મોઢાં માંથી લોહી વહેવાં લાગ્યું. બસ.....આ વાતનું વતેસર કરી તેને કોમી સ્વરૂપ આપીને એટલું વિકરાળ બનાવી દીધું કે, દસ થી પંદર મીનીટમાં તો જાણે આવારા તત્વોને આમંત્રણ મળ્યું હોય એમ ટોળે ટોળા રસ્તા પર ચારે બાજુ ફરી વળ્યા. પપ્પાને શિવાનીની સામે ઢસડીને લાયબ્રેરીમાં લઇ ગયા અને ઢોર મારા માર્યા પછી હિંસક બેકાબુ ટોળાએ પપ્પાને પૂરી દઈને લાયબ્રેરીને જ આગ ચાંપી દીધી અને....વર્ષો સુધી જે પુસ્તકોનું તેના બાળકની જેમ જતન કર્યું એ પુસ્તકોની આગ જ તેને ભરખી ગઈ...

એક ટોળું.. શિવાનીને ઉઠાવી ગયું... અને મારા નાના ભાઈ આયુષની લાશ ત્રણ દિવસ પછી એટલી વિકૃત હાલતમાં મળી કે.. પોસ્ટમોર્ટમ કરવું પણ શક્ય નહતું.
તેના બે દિવસ પછી એક અવાવરું ઝાડી માંથી શિવાનીની લાશ મળી... તપાસ કરતાં માલુમ પડ્યું કે તેના પર પરાકાષ્ઠાની પરિસીમા પાર કરીને પાશવી રીતે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

ત્રણેય પર વિકૃતિને પણ ચીતરી ચડે એ હદે કરાયેલા પાશવી રાક્ષસી અત્યાચાર પાછળ એક જ વ્યક્તિનો હાથ હતો. એ મુસ્લિમ અગ્રણી નેતાનો મોટો ભાઈ જે તે શહેરનો એસ.પી. હતો. તેની જોહુકમીના છુટ્ટા દોર નીચે આ કાંડનું કારસ્તાન રચાયું હતું. મારું મર્ડર કરવાં માટે પણ તે નેતાના પાલતું કૂતરા મારી પાછળ પડ્યા હતા... પણ.. મને એ દીવસો દરમિયાન કિલ્લેબંધી જેવી સુરક્ષા વચ્ચે સાંચ્વ્યો હતો એ જ મુસ્લિમ નેતાના કટ્ટર વિરોધી શત્રુ જે ખુદ મુસ્લિમ હતો તે અસ્લ્લમ ખાન એ. એ દિવસોમાં મને માનસિક મરહમની જરૂર હતી અને એ ભૂમિકા ખુબ સારી રીતે ભજવી અસ્લ્લમ ખાને. લોહિયાળ ખુના મરકી, આગજની, ચિત્કાર એ મોતના તાંડવ જેવા દ્રશ્યો યાદ કરતાં દિવસો સુધી હું જમી કે સુઈ નહતો શક્યો. ભોંયરા જેવી ભોય તળીયાની એક અંધારી ઓરડીમાં હું કેદીની જેમ દિવસો પસાર કરતો રહ્યો. એક દિવસ અસ્લ્લમ ખાનને વિનંતી કરીને કહ્યું કે મહેરબાની કરીને મને અહીં થી બહાર કાઢ નહીં તો મારો દમ ઘૂંટાઈ જશે. તેણે કહ્યું કે એક રસ્તો છે તું મારા મામાને ત્યાં લખનૌ જતો રહે પણ ત્યાં જતાં પહેલાં તારે મિહિર ઝવેરીને ખત્મ કરી નાખવો પડે. માત્ર હું અને મારા મામા બે જ વ્યક્તિ જાણ્યે કે તું મિહિર છે. નવું નામ, નવું શહેર, નવી પહેચાન બાકી તો આ એસ.પી. તને કોઈ કાળે નહીં જ જીવવા દે. પણ મેં કહ્યું, કે, અસ્લ્લમ મારા પર એક છેલ્લો ઉપકાર કરી દે, એ પછી તું જે કહીશ એમ કરવાં હું તૈયાર છું. મેં પ્રણ લીધું છે કે હંમેશ માટે મારી કર્મભૂમિ અને જન્મભૂમિને અલવિદા કહેતા પહેલાં મારે એ એસ,પી.નું મર્ડર કરવું છે બસ. આ વાત પછી મારી અને અસ્લ્લમ વચ્ચે ખુબ લમણાઝીંક થઇ અંતે અસ્લ્લમ માની ગયો. જે દિવસે મારે શહેર છોડવાનું હતું એ જ દિવસે અસ્લ્લમના ફૂલ પ્રૂફ પ્લાનિંગ મુજબ બધું જ ગોઠવાઈ જતાં વ્હેલી સવારે વોકિંગ પર નીકળતાં એસ.પી. સાથે ના તેના સુરક્ષાકર્મીને ફોડી નાખતાં લાગ જોઇને એક સાથે ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને એસ.પી. ને ત્યાં જ ઠાર કરી દીધો. શહેરની નાકાબંધી કરે એ પહેલાં એક અસ્લ્લમ મને ફરાર કરવામાં સફળ તો રહ્યો પણ....ઉચ્ચ સ્તરીય ખાતાકીય તપાસના અંતે એસ.પી. ના ખૂની તરીકે ચોપડે નામ ચડી ગયું.... મિહિર ઝવેરીનું.’


સંતાતો, રખડતો અંતે આવ્યો લખનૌ, અસ્લ્લમના મામા કરીમ ખાનને ત્યાં. કરીમ ખાન લખનૌનો નામાંકિત અને અઠંગ ગુન્હેગાર. ત્યાં મને મુસ્લિમ વેશભૂષા સાથે નામ આપવામાં આવ્યું અનવર સિદ્દકી. હું કરીમ ખાન સાથે મારી મરજીથી તેની નાની મોટી ગુનાહિત પ્રવૃતિઓમાં જોડાઈ ગયો. કારણ કે, હવે જીવન જીવવાનું કોઈ મકસદ નહતું. હું એ પરિવારનો હિસ્સો હતો જે પરિવારના સભ્યોને ગળથૂથીમાં જ સાહિત્ય સંસ્કાર પીવડાવવામાં આવ્યા હતાં. અને હવે આ અનવર સિદ્દીકીને સ્નેહ, લાગણી, પ્રેમ, ઊર્મિ, માયા, મમતા, સંવેદના જેવા શબ્દો સાંભળીને હસવું આવતું હતું.


સમય જતાં.. હું માનવ માંથી પાષાણ થવા જઈ રહ્યો હતો...અને અંતે એ ગુનાખોરીની દુનિયાના દલદલથી ઉબકી ગયો... પાંચ વર્ષ પછી એક દિવસ કરીમ ખાનને કહ્યું કે મને હવે આ પીંજરામાંથી આઝાદ કરો.. ક્યાંય પણ જઈને ખુલ્લી હવામાં જીવવું છે. જેટલી જિંદગી હશે એટલી. એ પછી પાંચ વર્ષ બાદ લખનૌ છોડી ને હું આ શહેરમાં આવ્યો ફરી મિહિર ઝવેરી બનીને. ખુબ સંઘર્ષ કર્યો..

અને એક દિવસ એક છોકરીએ આવીને મને પૂછ્યું...

‘હેલ્લો, આપની ટેક્ષી છે ?
પ્લીઝ, મને અહીં નજીકમાં સ્ટીફન કોલેજ ડ્રોપ કરશો. ??


સાત વર્ષ પહેલાની મીરાં અને મિહિરની પહેલી બે અજનબીની આકસ્મિક મુલાકાતના શબ્દશ સંવાદની સાથે સાથે.... પાષાણને પણ પીગળાવી દે તેવી પારાવાર પીડાયુક્ત મિહિરની આપવીતી સાંભળીને મીરાં તેનું અસહ્ય રુદન ના રોકી શકી....

કલાક પછી...

એક એક ક્ષણ આમ થી તમે આંટા મારતાં કબીરને કીડીની માફક ચટકા ભરતી હતી.. કોને મળવા આવી હશે ? આટલો સમય અને એ પણ હોટેલમાં ? કબીરને ખબર હતી કે, કોલ કરીશ એટલે એ ખોટું જ બોલશે એટલે આજે મીરાંને અહીં હોટલમાં જ રંગે હાથ પકડીને પુછતાછ કરવી છે. કબીર મનોમન હજ્જારો વિચારો સાથે અથડાઈને એટલો ધુઆંફૂંઆ થઈને ધગી ગયો હતો જાણે કે તે મીરાંનો માલિક હોય.


પાણી પીધા પછી મીરાં શાંત થઇ... એટલે મિહિર બોલ્યો..


‘સાત વર્ષ પહેલાં... સાંજે ૭ વાગ્યે યુનિવર્સીટીની સામે રાધા-કૃષ્ણના વિશાળ મંદિરના પટાંગણમાં વ્હાઈટ પ્લાઝો પર લેટેસ્ટ ફેશનની ફૂલ લેન્થની લાઈટ મોરપિચ્છ કલરની કુર્તીમાં સજ્જ થઈને આવી તે દિવસે તે મને પૂછેલું..કે..

‘મિહિર એક વાત કહીશ, તું આટલો ભરાયેલો કેમ છે ?

‘હવે આજે એ સવાલનો જવાબ સમજાય છે ? ’ મિહિરે પૂછ્યું

મીરાં તેની બંને હાથળીને મોં પર રાખી અને સર.. સર.. સરતાં આંસું સાથે ત્રુટક ત્રુટક અવાજે પૂછ્યું..

‘મિ...મિહીર તને સમય, સ્થળ, શબ્દશ સંવાદ અને મારા વસ્ત્ર પરીધાન સાથેનું બધું જ તારી સ્મૃતિપટલમાં આજે સાત વર્ષ પછી પણ હજુ લીલીછમ્મ તાજગી જેવું અકબંધ અંકિત છે... ઓહ્હ....માય ગોડ મિહિર... આ મેં શું કર્યું ?

આટલું બોલીને તેની બંને હથેળીમાં તેનું મોં મૂકી દીધું...

‘બસ.. એ મુઢમારની માફક પડેલી લાગણીની લીલીછમ્મ સોળએ મને સાત વર્ષ જંપવા નથી દીધો. હવે સમજાય છે કે હું શા માટે તારાથી દુર ભાગતો હતો ?
મને તારાથી નહીં, તારી મારી તરફ ઢળતી લાગણીનો ડર હતો. એ અંતિમ મુલાકાતની રાત્રી એ જેવો હું ઘરે જવા કારમાં બેઠો અને ત્યાંજ...
મને હૈદરાબાદથી અસ્લ્લમને મળેલી ખુફિયા જાણકારી બાદ કોલ આવ્યો કે..મૃતક એસ.પી.ના કોઈ સંબંધીને કયાંકથી તારી કાર નંબર સાથેનું પીક મળી આવ્યું છે. એ પછી ઇન્વેસ્ટીગેશન કરતાં બાતમી મળી છે કે તું ત્યાં છે એટલે શક્ય એટલા ઓછા સમયમાં તારે ભાગી છુટવા સિવાય કોઈ રસ્તો નથી... અને બીજી જ સેકન્ડે મેં મોબાઈલ ઓફ કરી, જે મારા એક અંગત મિત્રની તને વાત કરી હતી તેના ઘરે કાર અને તે આપેલા દાગીના મુકીને જે વાહન મળ્યું તેમાં બેસીને નેક્સ્ટ ડે આવ્યો દિલ્હી અને ત્યાંથી બાય રોડ નેપાળ..... મારું અનવર સિદ્દકીનું નામ તો એ રીતે જાણવા મળ્યું કે..તે રાત્રે મારી શોધખોળમાં મારા ઘર સુધી આવેલી પોલીસને મારા રૂમમાંથી જે લેપટોપ મળ્યું તે લેપટોપમાં સ્કેન કરીને રાખેલું અનવર સિદ્દકીના નામનું આધારકાર્ડ હું ડીલીટ કરતાં ભૂલી ગયેલો એટલે..’

‘અને એ પછી ફરી સંપર્ક કર્યો.. કરીમ ખાનનો. ચાર- છ મહિના નેપાળ રોકાઈને ત્યાંથી આવ્યો બાંગ્લાદેશ.. પછી પાકિસ્તાન...બસ.. કરીમ ખાનનું ઇન્ટરનેશનલ નેટવર્ક જોઈન કર્યું. હત્યા અને ડ્રગ્સ સિવાય બધાં જ ગુનાઓ કરી ચુક્યો. પણ....આટલું બોલતાં મિહિરનું ગળું ભરાઈ આવ્યું અને મીરાંની આંખો.

‘એ અંતિમ મુલાકાતના ડીનર પછી તું મને જયારે વિશ્વાસની પરાકાષ્ઠા પાર કરીને એક પરપુરુષને એકલતાને નજરઅંદાજ કરીને તારા બેડરૂમમાં લઇ ગઈ ત્યારે મેં કહ્યું હતું કે..

‘મુસ્કુરાયે તો મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે.’

તે દિવસથી આજ સુધી એ હિમાલય જેવા તમારાં અંધવિશ્વાસને આંટી મારી દે તેવા વિશ્વાસ અને ઉપકારનો ભાર ખેંચીને હવે હું થાકી ગયો છું. આજે હું એ સ્થાન પર છું કે મારા માટે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ કામ અશક્ય નથી. પણ.. પણ તે દિવસે પ્રેમની પરમ પરાકાષ્ઠાની પળને ઘડીકમાં તારી ગંગાજળ જેવી પવિત્ર પ્રિતીને દુનિયાની નજરમાં પાપવૃતિમાં વહેતી કરીને જે રીતે મારે ભાગવું પડ્યું એ કસકની ફાંસ સતત દિવસ રાત મારી રગે રગમાં હજુયે ખટકીને ખૂંચ્યા કરે છે. હર પળ મારી આંખમાં ખૂંચતાં એ કસૂર કણના શૂળથી હું આત્મગ્લાનિના દલદલમાં ધસતો જાઉં છું..’
સાત વર્ષ ભીતરમાં ધરબી રાખેલાં ભારેલાઅગ્નિના ધૂંધવાટ સાથેની રઝળપાટથી મિહિર હવે તેની નબળી પડી ગયેલી માનસિકતા સામે પરાજિત થઇ ગયો હતો.

આ તરફ... કોપાયમાન કબીર તેની અવાસ્તવિક અકળામણથી વધતાં ગુસ્સાના ગળીયામાં વધુ ને વધુ ફંસાઈને તેની મનોદશા પર અંકુશ ગુમાવતો રહ્યો. ગુસ્સાની ગરમી શાંત કરવા એક કલાકમાં તેની મર્યાદા બહારનો શરાબનો નશો કરી ચુક્યો હતો. કબીરની અવસ્થા જોઇને અંશુમનને થયું કે કબીર તેના મતિની ગતિ પરનો કાબુ ગુમાવીને કોઈ અસંભવિત ઇસ્યુનો સીન ક્રિએટ ન કરે એટલે અંશુમન કબીરને તેની કારમાં તેના ઘરે ડ્રોપ કરી ગયો.

હજ પણ મીરાં અને મિહિરની નજરો નહતી મળી.
સ્હેજ સવ્સ્થ થઈને મીરાંએ પૂછ્યું..

‘મિહિર મતલબ..કે તે જે નાટક લખીને આપ્યું હતું એ નાટક નહતું તારા આત્મદાહની કથા હતી એમ જ ને ?

‘મેં કોઈપણ સમય, સંજોગને માત આપી છે પણ.. મારા જેવા એક અપરિચિત પર તે અસીમિત શ્રધ્ધા સાથે મને મનોમન અપ્રતિમ આત્મપ્રિયતાને કાબિલ સમજ્યા પછી મારા કલંકિત ભૂતકાળની સ્યાહીના છાંટા ઉડવાથી તારા દિવ્યાઆત્મા દુભાવવાનો હું નિમિત બન્યો છું. તો હવે જ્યાં સુધી તારી નજર સમક્ષ તેનું પ્ર્યાસ્ચિત નહી કરું ત્યાં સુધી ઘવાયેલા મારા સ્વાભિમાનને મોક્ષ નહીં મળે.’

‘પણ... મિહિર મારા વિશે તારીખ સાથેની રજે રજની માહિતી ક્યાંથી...’ મીરાંએ પૂછ્યું

મિહિર મનોમન બોલ્યો..
‘મારું નામ પણ તમારાં નામની જેમ જ હંમેશ માટે એક રહસ્ય જ રહેવું જોઈએ એ વાત મરતાં સુધી યાદ રાખજો.’ અવનીના આ શબ્દો મિહિરને યાદ આવી ગયા.


ભડકે બળતી પ્રતિશોધની આગમાં કબીર એક, બે નહીં પણ ત્રણ બોટલ શરાબની ગટગટાવી ગયા બાદ તેના દિમાગ પરનો સંપૂર્ણ કાબુ નિરંકુશ થઇ જતાં...
આશરે સાડા ત્રણ કલાક પછી.. મીરાં પર કબીરનો કોલ આવ્યો.


હોટલમાં મીરાંએ કોલ ઉઠાવ્યો... કબીર મીરાંને અડધો શબ્દ બોલવાની તક ન આપતાં ચિક્કાર નશાની હાલતમાં હસતાં હસતાં બોલ્યો...


‘તું.. તું..તો રાંડ છે.... તું,.. તું .. વેશ્યા છે...અઅ...અરે તારા કરતાં તો પેલી બાબા...બાજારૂ ઔરત સારી... તત...તને ફક્ત શરીરની ભૂખ છે. ...કેકે...કેટલા યયા..યાર રાખ્યા છે હેં..? અરે. મમ..મને કીકી..કીધુ હોત તો હું..હું તા..તારા દિવસ અને રા..રાત બંને રંગીન કરી દેત... તું તો ...’
આટલું બોલીને કબીર તેના બેડરૂમની દીવાલ પર મોબાઈલનો ઘા કરી ને બેડ પરથી ઢળીને પડી ગયો...

અને કોલ કટ થઇ ગયો.....

બીજા દિવસની સવારે જયારે નવ વાગ્યાની આસપાસ નશો ઉતરતાં માંડ માંડ કબીરની આંખ ઉઘડી ત્યારે તેની દશા જોઇને ખુદ ગભરાઈ ગયો. આ શું થઇ ગયું ? દિમાગ ઢંઢોળતા યાદ આવ્યું કે... હોટલ સ્કાયલાઈન.. મીરાં.. અંશુમન... પછી ? ધ્યાન પડ્યું તો.. મોબાઈલ પણ ચુર ચુર થઇ ગયેલો. માથું ખંજવાળતા મેઈન ડોર ઓપન કરીને ન્યુઝ પેપર હાથમાં લઈને બેઠો સોફા પર... ન્યુઝ પેપરની હેડલાઈન વાંચતા તો.....કબીરને લાગ્યું કે તેના માથા પર કોઈએ પ્રચંડ પ્રહારથી હથોડાનો ઘા કરીને દિમાગના ફુરચે ફુરચા ઉડાડી દીધા હોય...

‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત, હત્યાના ગુન્હા સબબ જેલના સળિયા પાછળ ધકેલાઈ.’


-વધુ આવતાં અંકે...


© વિજય રાવલ.

Vijayraval1011@yahoo.com
9825364484