લાલી મહેંદી ની Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

લાલી મહેંદી ની

*લાલી મહેંદી ની*. ટૂંકીવાર્તા ... ૨૮-૬-૨૦૨૦. રવિવાર..

આયુષી નાં લગ્ન લોકડાઉન ખૂલ્યું પછી સાથે ભણતાં અને એકબીજા ને પ્રેમ કરતાં મનન સાથે થયાં બહું સાદાઈથી લગ્ન થયાં પણ આયુષીને મહેંદી નો શોખ ખૂબ જ હતો એટલે બન્ને હાથ અને પગે મહેંદી ડિઝાઈન કરવા વાળી જોડે મુકાવી હતી અને આયુષી ને મહેંદી નો રંગ પણ ખૂબ સરસ આવ્યો હતો..
લાલી નિખરી હતી મહેંદી ની એટલે આયુષી નાં હાથ ખૂબ જ સુંદર લાગતાં હતાં એણે મહેંદી વાળા હાથ નાં ફોટા પડાવ્યા અલગ-અલગ સ્ટાઈલમાં....
ઘરનાં બધાં કેહવા લાગ્યા બસ આયુષી આ શું મહેંદી નાં આટલાં બધાં ફોટા ???
આયુષી એ હસી ને કહ્યું હાં આ મારી યાદગીરી છે મારાં જીવનનો આ પ્રેમ નો રંગ એને હું સંભારણા તરીકે રાખવાં માગું છું....
બધાં આયુષી ની વાત સાંભળી ને હસી પડ્યા...
કે મહેંદી ઘેલી છે ...
આયુષી અને મનન નાં લગ્ન થયા અને મનન સાંજે મિત્રો જોડે પોતાના ઘરનાં ધાબા પર વ્હીસ્કી ની પાર્ટી રાખી અને સિગરેટ અને દારૂની રેલમછેલ થઈ..
અડધી રાત્રે એ પોતાના રૂમમાં પહોંચ્યો....
આયુષી રાહ જોઈ રહી હતી...
મનન અને આયુષી નાં લગ્ન ને પાંચ જ દિવસ‌ થયાં હતાં હજુ તો આયુષી નાં હાથ, પગમાંથી મહેંદી ની લાલી ગઈ‌ નહોતી..
અને પતિ-પત્ની બન્ને કોરોના સંક્રમિત થયાં અને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
આયુષી ની તબિયત વધુ બગડતી ચાલી એને‌ ઓકિસજન આપવામાં આવ્યો હતો છતાંય આયુષી ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ ડોક્ટર ને હાથ જોડીને આંખો દ્વારા યાચના કરતી હતી કે મને બચાવી લો મારે જીવવું છે હજુ તો મેં મારી જિંદગી માણી નથી મારાં સપનાં પૂરાં કરવાં છે અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી...
મનન ની સ્થિતિ પણ ખરાબ હતી એ પોતાની જાતને જ દોષિત માની રહ્યો હતો કે દોસ્તો ની વાત માનીને ધાબા પર પાર્ટી કરવાની માગણી મારે સ્વીકારવી જ નહોતી જોઈતી ...
મારી જ ભૂલ થી હું સંક્રમિત થયો અને મેં આયુષી ને સંક્રમિત કરી...
આમ વિચારીને એ પોતાની જાતને દોષિત ઠેરવી ને અશ્રું વહાવી રહ્યો ..
એણે એક નર્સ ને આયુષી વિશે પુછ્યું અને આયુષી ની તબિયત વધારે ખરાબ છે જાણીને એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આયુષી ને બચાવી લે મારાં ભૂલની સજા એને નાં આપીશ હજુ તો‌ એનાં હાથ ની મહેંદી પણ ગઈ નથી કેટ કેટલા સપનાં સજાવ્યાં છે ભગવાન એને બચાવી લે...
કેટલાં અરમાનો છે આયુષી નાં એને જિંદગી માણવી છે મારી સાથે હે ભગવાન તું એને ‌જલ્દી સાજી કરી દે...
આયુષી ને ડર લાગતો જ હતો કોરોના નો પણ હું જ એની વાત નાં માન્યો ‌અને દોસ્તો પાસે હું મહાન છું એ બતાવવા ગયો અને મારો ભ્રમ અને અંહમ હું પુરુષ છું સ્ત્રી ની વાત કેમ માનું એમ માની ને મારા અંહમ ને સંતોષવા મેં પાર્ટી રાખી અને એ જ આજે અમારી જિંદગી મરણ નો સવાલ બની ગયો....
અને આ અસહ્ય વેદના અને ભયાનક ભય ...
એકલતા વધુ મનને નબળું પાડી દે છે...
હે ભગવાન બચાવી લે અમને...
આમ મનન ભગવાન ને અંતરથી વિનંતી કરી રહ્યો...
આયુષી ને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ડોક્ટરે ઉપચાર નાં પ્રયત્નો ચાલુ રાખ્યાં પણ આયુષી ની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી..
અને હોસ્પિટલમાં ત્રીજા જ દિવસે આયુષી એ‌ અંતિમ શ્વાસ લીધા અને કેટલાંયે અરમાનો અને સપનાં અને મહેંદી ની લાલી સાથે એ કોરોના નો કોળિયો બની ગઈ...
મનન ને જાણ કરવામાં આવી એણે કરુણ આક્રંદ કર્યું જે સાંભળીને આખી હોસ્પિટલ રડી પડી અને ગમગીન બની ગઈ.....
મનન ની ભૂલ જ મનન ને ભારે પડી...
ભાવના ભટ્ટ અમદાવાદ......