સંઘર્ષ - (ભાગ-4) Roshani Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - (ભાગ-4)

પિહુની ચિંતા જોઈ તેના મમ્મી પપ્પા પણ ચિંતિત થઈ ગયા પણ શું કરી શકાય. બધાને ચિંતા હતી સાહીલના પપ્પાની તબિયત તો સારી હશેને ? ત્યાં જ પિહુના ફોનમાં રિંગ વાગી પિહુ જોઈ જ ખુશ થઈ ગઈ. પપ્પા સાહીલનો ફોન છે.

" શું થયું ? તારો ફોન પહેલા સ્વીચ ઓફ આવતો હતો પછી કવરેજની બહાર. તારા પપ્પાની તબિયત કેવી છે ? અરે કંઈક તો બોલ ..."
" પણ તું બંધ થાય તો બોલુંને ? " સાહીલ ધીમા અવાજે બોલ્યો.

" તારો અવાજ કેમ આવો છે ? શું થયું બોલને ? તારા પપ્પા ....."
" ના, ના , મારાં પપ્પાની તબિયત ઓકે જ છે... હાર્ટમાં બ્લોકેજ છે તે એક નાનકડી સર્જરીથી સારુ થઈ જશે. "

" તો હજુ તું કેમ દુઃખી લાગે છે ? હું કઈ હેલ્પ કરી શકું ? "
" કઈ જ નથી .... ગામડે કવરેજ પ્રોબ્લેમ છે એટલે ફોન ના થઈ શક્યો. "

"તું કંઈક છુપાવે છે .... બોલ યાર ..."
" એક વાત કહું પપ્પા હવે મને બરોડા મોકલવાની ના પાડે છે? "

" મતલબ ? "
" હવે હું ત્યાં નહીં આવું ....પપ્પા મને તેમનાથી દૂર જવા દેવા નથી માંગતા .... હવે અહીં ગામડે જ રહીશ. "

" પાગલ થયો છે .... આ અધૂરું ઈન્ટરનશીપ કોણ પૂરું કરશે ? માનું પપ્પાનો પ્રેમ તેમની જગ્યાએ સાચો છે પણ તારું આખુ ફ્યુચર સામે છે ... આ નિર્ણય ખોટો છે. "
" પણ પપ્પાએ નિર્ણય લઇ દીધો તે હવે ના બદલાય ... અને હું તેમના વિરોધનું વિચારી પણ ના શકું ? "

" એમાં ક્યાં વિરોધ આવ્યો... પ્રેકટીકલ બનવાનું છે ..... તું ક્લિનિક ગામડે ખોલે તો વાત સમજાય પણ અધૂરું મૂકે એ તો મુર્ખામી જ કેવાય..."
" હું અહીંની હોસ્પિટલમાં ઈન્ટરનશીપ પુરી કરી દઈશ. એક્ષામ આપવા આવીશ ત્યારે જ હવે આપણે મળી શકીશું."

" અરે યાર આવું થોડું હોય મારે તો ...."
" શું બોલ ?"

" કઈ નહીં ..."
" આપણે મળીશું નહીં પણ ફોન પર તો વાતો કરીશું જ.... પિહુ મારાં પપ્પા બોલવતા લાગે છે હું જાઉં ...બાય , હું તને ફોન કરીશ ..... "
" બાય .." બોલતા પિહુ તો વિચારોમાં ખોવાઈ ગઈ. આવા પણ કોઈ પપ્પા હોતા હશે ..... આ શું કેવાય ?...

મનીષાબેન અમિતભાઈ બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમને પિહુને તેમની પાસે બોલવી. મનીષાબેન બોલ્યા " જો બેટા તું જે વિચાર કરતી હોય એ પણ હું તને અત્યારથી જ જણાવી દઉં... અમને સાહીલ બહુ પસંદ આવ્યો પણ તેના પપ્પા અને તેમના વિચારો અમને જરા પણ ના ગમ્યા. તું સાહીલ સાથે લગ્નનો વિચાર પણ ના કરતી. "
" શું ? અને કેમ ? " પિહુ બોલતા જ ગભરાઈ ગઈ.

" અમે બધું જ સાંભળ્યું "
" પણ એ તો એમનો સાહીલ પ્રત્યેનો પ્રેમ છે ..."

" આ પ્રેમ નહીં એમનો મોહ છે, એક સ્વાર્થ .... કે તેમના મોહ આગળ દીકરાનું ફ્યુચર પણ નથી જોઈ સકતા. "
" પણ એ તો એનું સ્ટડી પૂરું કરવાનો જ છે "

" અમે તને બહુ પ્રેમ કરીએ છીએ તું પણ અમારી એક જ દિકરી છે. અમારે તને દૂર નથી જવા દેવી તો શું અમારે તારા લગ્ન નહીં કરાવવા.? મને આવા લોકો જરાય પસંદ નથી. " અમિતભાઈ તેમના વિચારો ઠાલવી રહ્યા હતા.
" સાહીલ સાથે લગ્ન કરી ગામડે જ રહેવું પડશે અને તને તો ગામડે એક દિવસ પણ નથી ગમતું. " મનીષાબેન દિકરીને સમજાવતા બોલ્યા.

" હું સાહીલને પ્રેમ કરું છું .... હું ગામડે પણ સેટ થઈ જઈશ. "
" પાગલ થઈ ગઈ છે. ગામડમાં અને ત્યાંના લોકોના વિચારો સાથે સેટ થવું નાની વાત નથી. અમે દુનિયા જોઈ છે. હજુ આગળ કોઈ વિચાર આવે તે પહેલા જ અટકી જા. " બોલતા મનીષા ગુસ્સે થઈ ગઈ.

" નહીં ..... હું બધું જ કરી શકીશ. ગામડું તો કેવું મસ્ત હોય છે આપણે ટીવીમાં જોઈએ જ છીએ ...... શુદ્ધ હવા ..... પ્રેમાળ અને માયાળુ લોકો .... "
"બસ .....ચૂપ થઈ જા .... તારું મગજ બંધ થઈ ગયું છે. હવે કઈ બોલતી નહીં આ મારો ફાઇનલ નિર્ણય છે હું તને કોઈ પણ કિંમતે ગામડે તો નહીં જ મોકલું. તને શું ખબર શું તકલિફોથી ભરેલી જિંદગી હોય છે. હવે મારે આ વિષય પર કોઈ જ ચર્ચા ના જોઈએ. " મનીષા આટલુ બોલતા ગુસ્સેથી લાલ થઈ ગઈ અને તે તેની કોઈ તકલીફ છુપાવતી હોય એમ વધારે બોલ્યા વગર જ બહાર જતી રહી.

" પપ્પા મમ્મી ગામડાનું નામ સાંભળી આટલી બધી ગુસ્સે કેમ થઈ ગઈ.... " પિહુએ પહેલીવાર તેની મમ્મીને આટલી ગુસ્સે થતા જોઈ હતી જયારે કોઈ જોગમાયા ના હોય.?
" તારી ચિંતા છે એટલે..... તેની વાત સાચી જ છે ગામડે રહેવું સહેલું નથી બેટા... તું શહેરના વાતાવરણમાં મોટી થઈ હવે ગામડે સેટ ના થઈ શકે અને સાહીલ તેના પપ્પા માટે કઈ પણ છોડી શકશે. "

" પણ હું ગામડે સેટ થઈ જાઉં તો ...? "
" સાહીલના પપ્પાનું નેચર જોયુ છે તેમના દીકરાને તેમનાથી દૂર પણ નહીં જવા દેતા..... એ વ્યક્તિ તેના દીકરાનો પ્રેમ તેમની તેની પત્ની સાથે પણ નહીં વહેંચી શકે અને તમારા બે પતિ પત્ની વચ્ચે ઝગડાનું કારણ બનશે. "

" એવુ બધું ના હોય પપ્પા ....તમે બહુ લાબું વિચારો છો. "
" સારુ.... હવે તને તારી મમ્મી કહે એમ જ કરજે..... હું કઈ જ વિચારવા નથી માગતો...."

" પણ પપ્પા ....તમે તો સમજો ....."
" સમજવાનું અમારે નહીં તારે છે..... તારી મમ્મી સાથે જે વાત કરવી હોય એ કરી લેજે " આટલુ બોલી અમિતભાઈ પણ બહાર જતા રહ્યા.

પિહુ એમ જ વિચાર કરતા બેસી રહી ......ખબર નથી પડતી આટલા ફ્રી માઈન્ડના મમ્મી પપ્પા ગામડાનું નામ લેતા જ ગુસ્સે કેમ થઈ ગયા. મારે તો પ્રેમથી મનગમતા વ્યક્તિ સાથે રહેવું છે એ મહત્વનું છે નહીં કે શહેર કે ગામડું. સારુ વ્યક્તિ સાથે હોય તો ગામડું પણ શહેર જેવું જ લાગે છે પણ હવે મમ્મીને કઈ રીતે સમજાવવી.....કઈ જ ખબર નથી પડતી શું કરું....? કોને સમજાવું ...સાહીલને કે મમ્મીને? બન્ને તેમની જગ્યાએ સાચા જ છે. પણ મારું શું ?


વધુ આવતા અંકે......