Sangharsh - 1 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - (ભાગ-1)

" હાય મોમ.... ગુડ મોર્નિંગ " પિહુ ખુશી ખુશી બોલી રહી હતી.
" ગુડ મોર્નિંગ ડાર્લિંગ ... શું વાત છે ? આજે કંઈક વધારે ખુશ લાગે છે મારી લાડલી !" મનીષા તેની દીકરીના માથે હાથ મૂકી વહાલ કરતા બોલી.

બન્ને માં દીકરી વચ્ચે ચાલીસ એક વર્ષનો જનરેશન ગેપ છે, પણ મનીષા તેની દીકરીની મિત્ર જ બનીને રહેતી હતી. કૉલેજ કરતા છોકરાઓના મિત્ર બનીને જ તેમના મનને સમજી શકાય અને આજ એ સમય હોય છે જયારે બાળકોનો જવાનીના જોશમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જવાનો ડર દરેક માંબાપને હોય છે, અને ઉંમર પણ એવી હોય છે કે તેને ડરાવી કે ધમાકાવી પણ ના શકાય. તો મનીષાએ તેની દીકરીની મિત્ર બનવાનું નક્કી કરેલું. એમ પણ મનીષા એક શિક્ષક છે તો મોર્ડન વિચારોમાં માનવાવાળી છે. મનીષા અને અમિતની એકની એક દીકરી એટલે આ પિહુ. પિહુ એક સંસ્કારથી ભરેલી મોર્ડન જમાનાના વિચારોવાળી મેડિકલ સ્ટુડન્ટ. પિહુ એક સારી ડોક્ટર બની જરૂરિયાત મંદ લોકો માટે ભગવાન બની રહે એવી ઈચ્છા અમિત અને મનીષા બન્નેની હતી. પિહુની પરવરીસ પણ બન્નેએ એ રીતે કરેલી કે પિહુ પોતાના પહેલા બીજાનું જ વિચારી નિર્ણય લેતી.

" મોમ ..... આજે તો હું સાહીલ સાથે મુવી જોવા જવાની છું. "
" નાઇસ ... અમને પણ લઇ જવાય હો... "

" શું કબાબમાં હડ્ડી બનવા ? " હસતા હસતા પિહુ બોલી.
" શું બોલી ....?"

" કઈ નહીં ... "
" હું બેરી નથી હો પિહુ .."

" પિહુ તારી મમ્મી સામે તું નહીં ટકી શકે " અમિતભાઈ આવતા જ બોલ્યા.
" તમને બહુ અનુભવ છે નહીં પપ્પા ... "

" હા જ તો .... પુરા 25 વર્ષનો, પણ ક્યારેય દલીલોમાં એ મને ના પહોંચવા દે "
" એ મમ્મી તું વકીલ બની હોત તો ... ખોટી શિક્ષક બની ... નહીં પપ્પા .."

" હા ... બોલો બોલો , દીકરી અને બાપા એક જે થઈ ગયા, આજે કોઈનું કઈ જ કામ નહીં થાય. જાતે જ પોતપોતાનું કામ કરી લેવું. બરાબર " મનીષા ગુસ્સો કરતા બોલી.

અમિતભાઈ પિહુની નજીક જઈ બોલ્યા. " પિહુ મજાક તો ભારે પડી ગઈ. હવે મનીષાને મનાવવા ક્યાંક તેની આદત પ્રમાણે પીકનીક પર લઇ જવી પડશે."
" તમે ભોગવો ... આપણે તો ચાલ્યા મુવી જોવા. "

" પિહુ ચાલ હું પણ તારી મમ્મીને પિકચર બતાવવા લઇ લઉં. "
" પણ ..." પિહુના મોં પરની રેખાઓ બદલાઈ ગઈ.

" અરે ચિંતા ના કર... તમારી તો લાસ્ટ સીટનું ગેલેરીમાં બુકીંગ હશે. અમારું ફર્સ્ટમાં કરાવી દે અમે તને જરાય ડિસ્ટર્બ નહીં કરીયે. "
" ઓકે ... ડેડ નો પ્રોબ્લેમ. હું બુકીંગ કરાવી દઉં છું. તમે મમ્મીને તૈયાર કરો. પછી આપણે સાથે લંચ પણ બહાર જ કરતા આવીશું. હું સાહીલને ઇન્ફોર્મ કરી દઉં " કહી પિહુ સાહીલને ફોન લગાવી વાત કરતા બહાર જતી રહી.

પિહુના બહાર જતા જ મનીષા ખુશ થઈ ગઈ અને અમિત સામે જોઈ રહી.
" એમ શું જુએ છે ? તારી આંખો પરથી મને ખબર પડી ગઈ કે તારે પિહુ સાથે જવુ છે. "
" હા, મને આપણી દીકરી પર વિશ્વાસ નથી એવુ જરા પણ નથી. પણ જ્યાં સુધી હું સાહીલને અને એના કુટુંબને પૂરું જાણી ના લઉં ત્યાં સુધી હું પિહુને કોઈ જ નિર્ણય નહીં લેવા દઉં. "

" મને ખબર જ છે. હું તારા બોલ્યા પહેલા બધું જ સમજી ગયો પણ એક વાત કહું.... આપણી પિહુની પસંદમાં કોઈ જ ખામી ના હોય, એટલી મને ખબર છે."
" હા, પણ જે તમે અને હું જોઈએ એ છોકરાઓ ના જોઈ શકે. છોકરા આજનું જોઈ નિર્ણય લે અને આપણે એની આખી લાઈફનું વિચારીએ, 20 વર્ષ પછી શું ? એનું કુટુંબ કેવું છે ? આ બધું જોઈ, વિચારી નિર્ણય લઈએ. "

" બધું સારું જ હશે. ચાલ હવે તૈયાર થઈ જા નહિતર પિહુ આપણને મૂકીને જ જતી રહે એવુ ના બને ? " હસતા હસતા અમિત બોલ્યો.
" હા .... પાંચ જ મિનિટમાં તૈયાર થઈને આવી " કહી ઉતાવળ કરતા મનીષા તેના રૂમમાં જતી રહી.
" પાંચ મિનિટ અને એક સ્ત્રીને ?... " અમિત મનમાં જ બોલતા હસી પડ્યો.

ક્રમશ :

સાહીલ એ કેવો છોકરો હશે ? અને શું પિહુના મમ્મી પપ્પા તેને પસંદ કરશે ખરા ? અને જો રિજેક્ટ કરશે તો પિહુનું રીએકસન શું હશે ? માં દીકરીના સંબંધમાં ક્યાંક દરાર તો નહીં પડી જાય ને ? જાણવા માટે વાંચો મારી સાથે સંઘર્ષ ભાગ-2.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED