નેગ્યું નો માણસ - 6 પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેગ્યું નો માણસ - 6

( Recap : હું મારા મમ્મી ના કહેવાથી મારા દાદાના જુના ઘરે ગયો. તે ઘરની નજીક હોટલ વિશાલ માં હું રોકાણો. બપોરના 4 વાગ્યે હું હોટલથી દાદાનું ઘર ગોતવા નિકયો. હું કલપ એરિયા માં પહુચ્યો કે મને રસ્તો ભુલાઈ ગયો. તેથી મેં એક દાદીને તે ઘરનો રસ્તો પૂછ્યો. તે દાદી મારા દાદાના પ્રિય મિત્ર અશોક પરમારના દીદી હતા. તેઓએ મને અશોક દાદા વિશે , મારા દાદા વિશે અને બીજી ઘણી વાતું કીધી. વાતું કરતા કરતા અમે તે જુના ઘરે પહોંચ્યા. ત્યાર બાદ દાદી તેમના ઘરે અને હું તે જુના ઘરે નિકયો. ત્યાં મને બેસમેન્ટ ની સીડી દેખાની અને હું ત્યાંથી નીચે ગયો. તે બેસમેન્ટ ના રૂમમાં ઘણી વસ્તુઓ હતી તેમાંથી હું એક ફાઇલ , એક કાળા રંગનું બોક્સ અને મારા દાદાની જીવની બુક લઈને હું હોટલે પહોચ્યો અને તે પેલી જીવની બુક વાંચવા લાગ્યો. )
Chapter : 6
કનું દાદા બેસનેન્ટ ની અંદર ...
મેં મારા દાદાની જીવની ( Biography ) બુક પુરી વાંચી. તે વાંચ્યા બાદ મને ઘણી બધી વસ્તુ ઓ સમજાણી જે બીજા લોકો અલગ સમજતા હતા. તો , મારા દાદાની જીવનીને ટૂંકમાં કહું તો : મારા દાદા Genius તો ન હોતા પણ તેનાથી ઓછા પણ ન હોતા. જીવની વાંચ્યા બાદ મને સમજાણુ કે મારા દાદા પોતાના જીવનના બધા ક્ષેત્રોમાં આગળ વધવા માંગતા હતા અને તે પણ સચ્ચાઈનો સાથ દઈને. મારા દાદા પાસે ભોતિક વિજ્ઞાનની અને રસાયણ વિજ્ઞાન ની ડીગ્રીઓ હતી. તેઓ જે યુનિવર્સિટી માંથી પાસઆઉટ થયા હતા તે યુનિવર્સિટી તે સમયની નેગ્યું ની Top 5 યુનિવર્સિટી માંથી એક હતી. તે સમય માં કહેવામાં આવતું કે કોઈ મુશ્કિલથી જ તે યુનિવર્સિટી માંથી પાસઆઉટ થઈ શકે. પણ તે યુનિવર્સિટી કોપાયામાં ન હતી. પાસઆઉટ થયા બાદ દાદા પોતાના વતન કોપાયા એ આવ્યા. ત્યારે મારા દાદાના ઘરે મારા મોટા દાદા જ કમાવા વાળા હતા. તે સમયે દાદા નો પરિવાર રાહડા એ રહેતું હતું. મારા દાદાને મશીનોથી પણ એક અલગ લગાવ છે. ઘરમાં કોઈ પણ પ્રકારની મશીન ખરાબ થાય તો મારા દાદા તે મશીન ને ઘર બેઠા સાજી કરી લે. 2 વર્ષ સુધી તેમની પાસે કોઈ નોકરી કે કામ ન હતું જેનાથી દાદા પાસે પૈસા આવે. હા , ત્યારની વ્યવસ્થા આજ કરતા ઘણી નબળી હતી. ત્યારની શિક્ષણ પદ્ધતિ આજ કરતા પાછળ હતી. પણ તોય તે મહેનત કરતા ગયા અને અંતમાં તેમણી મુલાકાત ' અશોક પરમાર ' થી થઈ. ત્યારે અશોક દાદા ' કોપાયા રાષ્ટ્રીય કોલેજ ( Kopaya National College ) ' માં ગણિતના પ્રોફેસર હતા. અશોક દાદાના કહેવાથી મારા દાદાએ પણ તે કોલેજના પ્રોફેસર બનવાનું નક્કી કર્યું અને તેઓ ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર બન્યા. ત્યાંથી છ મહિના બાદ મારા દાદાના ઘરની હાલત કઈ વધારે સુધરી ન હોતી. પણ તે છ મહિના બાદ તેમણે ' મોયું ' નામના એક શક્તિશાળી પદાર્થની શોધ કરી.
મોયું કેટલું શક્તિશાળી છે તેનું એક ઉદાહરણ આપૂ તો માનવામાં આવે છે કે માત્ર 6 kg મોયું 1 દિવસ માટે સમગ્ર નેગ્યું ને વિજળી આપી શકે. આગળ જતાં આ પદાર્થ થી ઘણી પાવરફુલ ઉપયોગી વસ્તુઓ બની. નેગ્યુની આ વાત ખાસ છે , કે નેગ્યું માં યુદ્ધ બહુ ઓછા થાય છે અને માનવ જાતિને બરબાદ કરે એવી વસ્તુ ઓ બહુ ઓછી બને છે. ભલે તે વ્યક્તિ વ્યક્તિ ઓ વચ્ચે યુદ્ધ હોય કે દેશ દેશ વચ્ચે નો , યુદ્ધ બહુ ઓછા થાય. તેથી નેગ્યું માં બધા લોકો હસી ખુશીથી રહે છે.
1975 માં દાદાને મોયું માટે ' નોબેલ પુરસ્કાર ( Nobel Prize ) ' મળ્યું. ત્યાર બાદ તેમની પ્રગતિ વધતી ગઈ. તેમણે અલગ અલગ યુનિવર્સિટીઓ અને કોલેજો માં આમંત્રિત કરવામાં આવ્યા. ઘણી યુનિવર્સિટીઓ એ ત્યાં ભણાવે અને ત્યાં જ રહે તેવો પ્રસ્તાવ પણ દાદાની સામે રાખ્યો. પણ મારા દાદાએ તેવા બધા પ્રસ્તાવો ને "ના" પાડી દીધી. કારણ કે મારા દાદા અશોક દાદા થી દુર જવા માંગતા ન હતા. મારા દાદા અને અશોક દાદાની મિત્રતા વધતી ગઈ. સમય જતાં મારા દાદાએ અશોક દાદા ના ઘરની સામે જ એક ઘર લીધું. તે બન્ને સાથે જ કોલેજ જતા અને સાથે જ ઘરે આવતા. તેઓની મિત્રતા વધતી ગઈ અને તેઓ એક બીજાના નાના મોટા પ્રસંગોમાં જવા લાગ્યા. મારા દાદાનું માનવાનું હતું કે આજે તેઓ જે પણ સ્થાને છે તે માત્ર અશોક દાદાના કારણે જ છે. સમય જતાં 1980માં મારા દાદાના લગ્ન ' મીરા બેન ' એટલે કે મારી દાદી થી થયા. તેના એક વર્ષ પછી મારા પપ્પા નો જન્મ થયો. મારા દાદાનું અને અશોક દાદાનું જીવન એકદમ બરાબર ચાલતું હતું.
પણ તારીખ 03-06-1982 માં એક એવી ઘટના થઈ જેનાથી મારા દાદાનું જીવન એકદમ બદલાઈ ગયું. પણ એ ઘટનાની શરૂઆત થાય છે તારીખ 02-06-1982 થી.
02-06-1982
સમય : 8:30 P.M.
મારા દાદા અને મારી દાદી મૂવી જોવા સિનેમા હોલે જતા હતા. તેમણી સાથે મારા પપ્પા પણ હતા. જયારે તેઓ ઘરે થી બારે નીકળ્યા તો તેમને એક વ્યક્તિ મળ્યો. તે વ્યક્તિ એ મારા પપ્પાની સાથે ફોટો પડાવીઓ અને પોતાની પાસે રાખ્યો. વાત એવી હતી કે , જયારે તેઓ ઘરની બારે નીકળ્યા તો તે વ્યક્તિ મારા દાદાની પાસે. આવ્યો અને કહ્યું કે " ( મારા પપ્પાની સામે ઈશારો કરીને ) શું આ તમારો છોકરો છે ? "
" હા . " મારા દાદાએ જવાબ આપ્યો.
" શું તમારી પાસે કેમેરો છે ? "
" હા , છે તો ખરા પણ તમને શા માટે એ કેમેરો જોઈએ છીએ ? "
" કારણ કે મારે પણ એક બાળક છે અને તેનો ચહેરો એકદમ તમારા બાળક જેવું જ છે. તો જો તમે તમારા બાળક સાથે મારો ફોટો લો તો હું તેની મમ્મી ને કહી શકું કે તેનો જુડવા પણ છે. " તે વ્યક્તિએ આગ્રહ કર્યો.
" હા પણ તમારું નામ ?... "
" મારુ નામ ' સંજય મકવાણા ' છે. "
અગ્રહને મારા દાદા ના ન પાડી શક્યો.અને ફોટો પાડીને તે પેલા વ્યક્તિને આપ્યો. તે એવો કેમેરો હતો જેમાંથી ફોટો તે જ સમયમાં નીકળી જાય , એકદમ ghajini મૂવીની જેમ ! તે જ ફોટો મને મારા તે પેલા સ્વપ્નમાં આવ્યો હતો.
પછી મારા પપ્પાને ઊંધ આવતી હતી તેથી તેમને દાદીએ ઘરે સુવડાવી દીધું અને દાદા અને દાદી મૂવી જોવા ગયા ( યાદ રાખજો કે ત્યારે મારા પપ્પા માત્ર 1 જ વર્ષના હતા ). 2 કલાકની મૂવી જોયા બાદ જ્યારે મારા દાદા અને દાદી બારે આવ્યા તો તેમને એ જ ફોટો મળ્યો જે તેમને થોડી વાર પહેલા જ પડ્યો હતો. તે ફોટો રસ્તા ઉપર પડેલો હતો , દાદા એ તે ફોટો ઉપાડ્યો અને પોતાના ખિસ્સામાં રાખી લીધો. જ્યારે આનું કારણ મારી દાદી પૂછ્યું ત્યારે દાદાએ કહ્યું કે " મારા અંદાજન તે પેલો વ્યક્તિ આંયા આવ્યો હશે અને તે પોતાના ખિસ્સામાંથી તે ફોટો નીકળી ને જોતો જ હશે અને પછી જ્યારે તેને તે ફોટો પાછો ખિસ્સામાં રાખ્યો તો તે ફોટો ખિસ્સાની જગ્યાએ બારે ચાલ્યો ગયો. અને આ વાતની જાણ તે પેલા વ્યક્તિને ન હોતી. તો જો તે વ્યક્તિ આપણને પાછો મળ્યો તો તેને આ ફોટો આપી દેશુ અને ન મળ્યો તો આપણી પાસે રાખશું ! "
આ જવાબથી મારી દાદી ખુશ હતા. આગળ જતાં મારા દાદાને ઘણી દુકાનો દેખાની , એમાંથી એક હતી ' પાણીપુરી ' ની. એટલે એમ ન સમજતા કે પાણીપુરી માત્ર પૃથ્વી માં પ્રખ્યાત છે , નહીં આંયા નેગ્યુમાં પણ બહુ પ્રખ્યાત છે. મારા દાદાને બે વસ્તુથી એક અલગ જ લગાવ , પહેલી : ભવિષ્યની ટેક્નોલોજી જોણવાનું અને બીજી : પાણીપુરી થી. તેથી તેઓ પાણીપૂરી ખાવા બેસી ગયા. દાદીએ પાણીપુરી ન ખાધી. પાણીપુરી ખાયા બાદ દાદા અને દાદી ઘરે ગયા.
03-06-1982
સમય : 8:00 A.M.
કોલેજ નો સમય 9:15 A.M. નો છે પણ પ્રોફેસરો ને 8 વાગ્યે જ કોલેજે પહોંચી જવાનું. તેથી અશોક દાદા કનું દાદા ને બોલાવવા તેમણી પાસે ગયા. ત્યારે અશોક દાદાને જાણ થઈ કે દાદાને Food poisoning થયું છે. તેથી દાદા કોલેજે જઈ નહીં શકે. કાલે ખાયેલી પાણીપુરીને કારણે જ દાદાને Food poisoning થઈ છે. તેથી અશોક દાદા એકલા જ કોલેજ ના રસ્તે ચાલ્યા ગયા. આખી જીવનીમાં બહુ ઓછા પ્રસંગો છે જ્યારે કનું દાદા અને અશોક દાદા સાથે કોલેજે જતા ન હોય.
હજુ 8:30 A.M. જ થયા કે અશોક દાદાના મમ્મી દાદાની પાસે આવ્યાને જણાવ્યું કે અશોક દાદા નું મૃત્યુ એક રિક્ષા એક્સિડન્ટ માં થયું છે. ત્યારે દાદાને મોટો જટકો લાગ્યો અને તેઓ રોવા મંડ્યા. સાથો સાથ અશોક દાદા ના મમ્મી , દીદી અને મારા દાદી પણ રોવા મંડ્યા. ત્યારે દાદા અને અશોક દાદાના મમ્મી વચ્ચે એક નાની વાત ચિત થઈ હતી. જેમાં દાદા બોલ્યા " આ મારી ભૂલ છે ! ( રોતા રોતા ) કાલે ખાધેલી પાણીપુરી ને કારણે હું આજે અશોક ની સાથે કોલેજે જઈ ન શક્યો. અને આજ નવા રસ્તાનું ઉદ્ઘાટન થવાનું હતું જેના વિશે અશોકને ખબર તો હતી પણ તે એ સમયે ભૂલી ગયો હશે. "
ત્યારે અશોક દાદાના મમ્મી બોલ્યા : " ના , કનું ના. વિધિના વિધાન ને કોઈ બદલી શકતું નથી . "
" અગર , કોઈ વિધિને બદલાવી શકે તો ? ! " દાદા એ પૂછ્યું.
" તો એ થઈ શકે છે જે કોઈ ન વિચારી શકે. સમય નું કામ એ જ સમય કરશે ! "
આ સમાચાર ' સંજય મકવાણા ' લઈને આવ્યા હતો. પણ દાદા તેને ઓળખી ન શક્યા. આ વાત તેમણે દાદી થી ખબર પડી. પણ ત્યાં સુધી સંજય મકવાણા ચાલ્યો ગયો હતો.
આ ઘટના પછી 3 મહિના દાદા કઈ પણ નવી લખતા નથી. આનાથી એ વાત સાબિત થાય છે કે દાદા અંદર થી તૂટી ગયા હતા. 3 મહિના બાદ તેઓ લખે છે કે તેઓ એક નવા મિશન ઉપર છે. મિશનનું નામ છે ' Project new time ' ! પછી મને યાદ આવ્યાયું કે આ નામ પેલી ફાઇલના પહેલા પેજ ઉપર મોટા અક્ષરે લખેલું હતું.
Project new time માં દાદા ટાઈમ મશીન બનાવવા માંગતા હતા. અશોક દાદાના મૃત્યુનું કારણ દાદા પોતાને સમજતા હતા. દાદાનું માનવાનું હતું કે જો તે દિવસે દાદા એ અશોક દાદાને એ નવા રસ્તા વિશે યાદ કરાવ્યું હોત તો અથવા તે પેલી રાત્રે તેમને પાણીપુરી ખાધી ન હોત તો અશોક દાદાનું મૃત્યુ ન થાત. આ જ સૌથી મોટું કારણ છે Project new time time શરૂ કરવાનું. દાદા એક ટાઈમ મશીન બનાવવા માંગતા હતા અને આ વાત તેમણે ત્યારે જ વિચારી લીધી હતી જ્યારે અશોક દાદાનું મૃત્યુ થયું.જેથી તેઓ 03-06-1982 માં જઈને અશોક દાદાને બચાવી શકે. દાદાએ આ Project ઉપર દસ વર્ષ કામ કર્યું. અલગ અલગ રચનાઓ કરી , અલગ અલગ મશીનો બનાવી , પણ કઈ ફાયદો નહીં . કારણ કે કોઈ મશીન સમય યાત્રા કરે એવી સક્ષમ ન હતી. અંત માં 1992 માં તેમને F-7 ની રચના કરી. F નું મતલબ છે Future અને આ ( F-7 ) દાદાની 7મી મશીન હતી , સમય યાત્રા કરવા માટેની. F-7 એક ઘડિયાળ ના સ્વરૂપ માં હતી.
દાદા F-7 વિશે વધુ તેમણી ફાઈલ ' Project new time ' માં લખે છે. તેમાં F-7 ના ફોર્મિલાઓ , સમય યાત્રાના નિયમો , F-7 કઈ કઈ વસ્તુ થી બન્યું છે , F-7 થી કેવી રીતે સમય યાત્રા કરી શકાય ... વગેરે તે ફાઈલ માં લખેલું છે. દાદાએ F-7 વિશે કોઈને કહ્યું ન હતું. આંયા સુધી કે આ Project વિશે દાદી ને પણ જાણ ન હતી. તેઓ આ Project ને ગુપ્ત રાખ્યો હતો. તેમને આખો Project બેસમેન્ટ માં જ કર્યો હતો.
04-04-1992
સમય : 8:30 P.M.
દાદાને સમય યાત્રા ના બધા નિયમો યાદ હતા અને હવે તેઓ સમય યાત્રા કરવા માટે તૈયાર હતા. F-7 દાદાના હાથમાં હતી. તેઓ બેસમેન્ટ માં હતા. તેમને એક ઊંડો શ્વાસ લીધો અને શાંત મને F-7 માં તારીખ નાખી. તારીખ હતી : 03-06-1982 , અને સમય રાખ્યો : સવારના 8 વાગ્યા નો. પણ ત્યારે દાદાના મનમાં આવ્યું કે તે પહેલાં ભવિષ્યમાં જાય ત્યાં થોડી વાળ રોકાય અને પછી અશોક દાદાના મૃત્યુને રોકે. તેથી તેમને F-7 માં તારીખ નાખી 05-01-5055 , અને સમય : સવાર ના 9 વાગ્યાનો. આ સમય અને તારીખ નાખીને દાદા એ મનમાં વિચાર્યું કે ' જ્યાં વધુ લોકો હોય ત્યાં હું છું ! ' અને પછી તેમને Start બટન દબાવ્યું અને...
( આગળની સ્ટોરી વધુ મજેદાર અને Confusion વારી છે. )
My blog website :
Did you know136.bolgspot.com
- સમયનું કામ એ જ સમય કરશે ! -