આજ ની ઘડી છે રળિયામણી જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજ ની ઘડી છે રળિયામણી

[ અસ્વીકરણ ]

" આ વાર્તા નાં બધાં નામો, વિષયો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

************


આપણાં રોજીંદા જીવનમાં ડગલે ને પગલે કેવાં અવનવા ફેરફાર થઈ રહ્યા છે જેમાં ઘણાં સારા અને ફાયદાકારક છે જ્યારે ઘણાં નુકશાન અને ગેરમાર્ગે દોરતાં કરે છે. પણ આપણે આ બંને માંથી શું સ્વીકારવું અને શું અવગણવું એ આપણાં વિચાર અને આપણી મનોવૃત્તિ સાથે સંકળાયેલું છે.

રોજીંદા જીવન માં આવતાં બદલાવ સાથે માનવી એ ચાલવું પડશે નહીંતર આ જમાનો તેને કાંકર ની જેમ તારવી નાખશે અને તેને ખબર પણ નહીં રહે.

આપણે વેઢે ગણાય એટલાં જ વર્ષ પાછળ જવું છે અને આપણે સાર્થક કરવું છે કે ખરેખર " આજ ની ઘડી છે રળિયામણી".

પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાહિત્ય ની હાર્ડ કોપી નો અભ્યાસ કરી આપણે અભરાઈએ મૂકી દેતાં કે ભવિષ્ય માં કોઈ કારણસર કામ આવશે અને તે ત્યાં જગ્યા અને જથ્થો બંને રોકી દેતું જ્યારે આજે બધું જ સોફ્ટ કોપી માં સાચવી શકાય છે, ગમે ત્યારે જ્યારે મન થાય ત્યારે જોઈ શકાય છે વાંચી શકાય છે સાથે સાથે એ માહિતી અને સાહિત્ય ની આપ લે પણ અનેક માધ્યમો દ્વારા કરી શકાય છે.

તસ્વીરો ને સંભારણા સ્વરૂપે સાચવી રાખવા બહુ આલ્બમ બનાવ્યાં અને એ પણ એક સરસ થેલી માં સાચવીને મૂકી દીધા સાથે સાથે ઘણી કેસેટ, સીડી ડીવીડી બનાવી અને સાચવી ને મૂકી કે આજ જોઇશું કાલે જોઈશું જ્યારે આજે આ તમામ સંભારણા ને સાચવવા કે જોવા માટે અનેક મધ્યમ આવી ગયાં પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ. ક્યાં પેલા મોટા ફાફડા જેવાં આલ્બમ અને ક્યાં એક નાના રબર જેવી પેન ડ્રાઇવ અને કાગળ ની કટકી જેટલું મેમરી કાર્ડ.

નાણાં ની નાની મોટી વ્યવસાયિક કે સામાજિક કારણોસર થતી આપ લે માં ઘણી વાર બેંકો માં લાંબી લાઈનો માં ઊભા રહ્યા છીએ, એમાં પણ જો સર્વર ડાઉન કે વિગતો ની અપૂર્તિ માહિતી ને કારણે થતાં વારંવાર ધક્કા, ઢગલા બંધ પેપર વર્ક, ફાઈલો ની ગોઠવણી સાથે સાથે યોગ્ય જગ્યાએ સાચવણી જ્યારે આજે આ બધાં પ્રશ્નો અને મુશ્કેલી ને પૂરી પાડવા ડિજિટલ સેવા, નેટ બૅન્કિંગ અને બીજી ઘણી સુવિધા ઉપલબ્ધ કરાય છે જેથી માનવી નો સમય, સંગ્રહ, પરિવહન બધું જ ઓછું થયું છે.

આ વાત માત્ર વિષય કે વસ્તુ માત્ર જ સીમિત નથી, સમય એ વ્યક્તિ માં પણ સારાં નબળાં ફેરફાર સાથે સઘળાં પરિવર્તન જોયાં છે. તેની બોલચાલ, રહેણીકરણી, વાદ સંવાદ, સ્વભાવ, વગેરે.

પહેલાં વ્યક્તિને કોઈ વાત કે વિચાર રજૂ કરવા માટે કોઈ સાધન કે માધ્યમ નહોતું પણ આજે સોશિયલ મિડિયા અને અવનવી એપ્લિકેશન દ્વારા તે તેનાં વિચાર અને વાત ને સૌની સમક્ષ મૂકીને બીજાનાં તે વિષય સાથેના વિચારો ની આપ - લે કરી શકે છે, અને નવાં વિચારો સાથે નવા માણસો ની સુંદર મિત્રતા ને પણ જન્મ આપે છે.

નહિતર, તમે જ વિચારો દુનિયા નાં કોઈ એક ખૂણે રહેતો માનવી આજે અન્ય સાથે હસી બોલી શકે છે વિડિયો, ઓડિયો, ફોટો દ્વારા પોતાનાં અને સાથે સંકળાયેલાં વ્યક્તિ નાં ખબર અંતર પૂછી શકે છે અને સંબંધો ને વેરાન થતાં બચાવી શકે છે.

હું માનું છું કે આજ ની આ ઘડી એ માણસો ને ઘણું આપ્યું છે પહેલાં કરતાં માણસ આજે કોઈ ને કોઈ માધ્યમથી અને નવાં જ્ઞાન અને માહિતી નાં સંચાર થી પોતાને અપડેટ કરી રહ્યો છે ઓછાં સમય માં વધુ કાર્ય કરી એ એક નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે સાથે સાથે અનેક માધ્યમો દ્વારા પરિવાર સાથે દૂર હોવા છતાં સદાય પાસે છે એ વિશ્વાસથી સંબંધો ને સમજણ સાથે નિભાવી રહ્યો છે.

વાચક મિત્રો,
" આજ ની ઘડી છે રળિયામણી " ને તમે તમારાં જીવન માં કેવી રીતે જોવો છો..?, ક્યાં ઉદાહરણ થી જીવંત કરશો..?
તમારાં પ્રતિસાદ ની મને રાહ રહેશે.

આપનો પ્રતિભાવ ( Star Rate & comment) દ્વારા જણાવી મને પ્રોત્સાહન આપશો જી.

આભાર સહ

- જયદીપ એન. સાદીયા ( સ્પર્શ )

*****સમાપ્ત*****