The equation of relationships books and stories free download online pdf in Gujarati

સંબંધો નું સમીકરણ

આપણે આજ કાલ સંબંધોની પરખ કરવાનું કોઈને કોઈ રીતે ભુલતાં જઈએ છીએ. આ વાત માત્ર વ્યક્તિ સાથે જ જોડાયેલી નથી આ વાત વ્યક્તિ, વિષય સાથે સાથે વસ્તુ સાથે પણ ખુબ ઊંડાણ પૂર્વક સંકળાયેલી છે.

એક સરસ કથા વાર્તા છે " ઉંદર નાં લગ્ન " સૌએ સાંભળી જ હશે ઋષિ એ ઉંદર ને કન્યા નું રૂપ આપ્યું એને પોતાની કન્યા સમજી ને માવજાત કરી અને વિવાહ કરવાં લાયક થતાં યોગ્ય વર ની શોધખોળ શરૂ કરી કન્યા એ કહ્યું કે હું કોઈ જેવાં તેવાં સાથે લગ્ન નહીં કરું જે શક્તિશાળી હશે તેની સાથે લગ્ન કરીશ એટલે ઋષિ એ સૂર્યદેવ, પવન દેવ, વાદળ, પહાડ ને કહ્યું સૌની સાથે કન્યા એ કોઈને કોઈ કારણ થી વિવાહ ની ના પાડી ઋષિ ખૂબ ચિંતિત થયાં ત્યારે પર્વત એ કહ્યું તમે ઉંદર નાં રાજા ને કહો તે એટલાં શક્તિશાળી છે કે તે મને પણ છેદી નાખે છે, ઋષિ એ ઉંદર રાજા ને વાત કરી કે તમે મારી દીકરી સાથે લગ્ન કરશો, રાજા એ કહ્યું હા હું લગ્ન કરીશ પણ તમે એકવાર તમારી દીકરીને પૂછી લો કે તે મારા જોડે લગ્ન કરવાં તૈયાર છે..!, રાજા અને કન્યા ની મુલાકાત કરવાં માં આવી કન્યા ને રાજા ગમી ગયાં, શુભ દિવસ જોઈને ઋષિ એ કન્યા ને ઉંદર રૂપ માં લાવી બંને નાં વિવાહ કરાવી દીધાં. "
આ કથા વાર્તા પાછળ સઘળાં બોધપાઠ છે પણ જો સંબંધો નાં દ્રષ્ટિકોણ સાથે જોવામાં આવે તો આપણે એ વ્યક્તિ માટે જ સંવેદના જન્મે છે જે આપણાં લાયક છે, નહીં કે તે આપણાં લાયક હોય. વ્યક્તિ હમેશાં લાગણી માં આવી જાય છે પણ પરખ કરવાં માં આજે પણ થાપ ખાય જાય છે.

સ્વભાવ નાં દ્રષ્ટિકોણ થી જોઈએ તો, જે વ્યક્તિ જીવ લાગણીશીલ, સંવેદનશીલ, હરખ, હેત અને નિખાલસ વૃત્તિ નાં છે તેમને આ પરખ વિષય માં હંમેશાં થાપ ખાય જાય છે.
આમાં તેમનો વાંક નથી, તેમનો આ સરળ અને આત્મીય સ્વભાવ તેમનાં સુંદર સંસ્કાર નું સિંચન છે. જેની કિંમત અને કદર તેને લાયક વ્યક્તિ જીવ ને જ થાય છે.

" ખાખરા ની ખિસકોલી આંબા નાં રસ ને શું જાણે..! " આ કહેવત ખોટી નથી.

આવાં સુંદર સંસ્કાર નાં સિંચન ધરાવતી વ્યક્તિ ની સમજણ અને સંવેદના ખૂબ શુધ્ધ અને પવિત્ર હોય છે તે હંમેશાં નિઃસ્વાર્થ ભાવ થી લોકો જોડે સંકળાયેલાં રહે છે. આમ જોતાં સૌથી વધુ તકલીફ અને મુશ્કેલી સંબંધો ની પરખ માં તેમને જ પડે છે.

કોઈ વ્યક્તિ જ્યારે નીતિમત્તા અને પ્રમાણિક ભાવ થી કોઈ અન્ય સાથે આત્મીયતા ની સંવેદના નાં બીજ નું વાવેતર કરે છે ત્યારે તે આડકતરી રીતે જો એ સંવેદના થી જોડાયેલ વ્યક્તિ ની પ્રમાણિક રીત થી પરીક્ષા લે તો ભવિષ્ય માં આવનાર સંબંધો નાં અધઃપતન થી તે બચી શકે છે. પણ પોતાનાં નિખાલસ અને હરખ ઘેલાં સ્વભાવ માં તે નિર્દોષ બની ને સ્વાર્થી લાગણી નો શિકાર બની જાય છે જેની તેને કદાચ ખૂણે ખાંચરે જાણ હોય તો પણ તે સંબંધ ને ટકાવી રાખવા નાની મોટી વાતો ને અવગણી ને જતું કરે છે અને એક નિખાલસ આશા સાથે પ્રયાસ કરે છે કે " તે સમજી જશે..! " પણ આ નિખાલસ આશા નું સામે વાળી વ્યક્તિ ખૂબ ધીમી ગતિ એ પણ પ્રબળ સ્વાર્થ સાથે ગેરફાયદો ઉઠાવતો જ રહે છે.
તેની વિચાર શૈલી કંઈક આવી હોય છે :

"જે દિવસે સ્વાર્થ પૂરો તે જ ઘડી થી સાથ પણ પૂરો"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED