ફેસબુક લવ સ્ટોરી જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક લવ સ્ટોરી

*Disclaimer*
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

************

દર્શિત એકવાર ફેસબુક ખોલી ને બેઠો હતો ત્યાં તેને ન્યુ ફ્રેન્ડ ની નોટિફિકેશન આવી, દર્શિત એ તરત જ જોયું તો કોઈ વિશ્વા સિંઘ નામની અજાણી છોકરી દ્વારા મોકલેલી ફ્રેન્ડ રીકવેસ્ટ હતી. માત્ર પ્રોફાઇલ ફોટો જોઈ ને દર્શિત એ ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી લીધી.

થોડીવાર માં વિશ્વા એ મેસેજ કર્યો અને પ્રાથમિક એકબીજાં સાથે વાતચીત થઈ. વિશ્વા સિક્કિમ ની હતી. અને બૅન્કિંગ વિષય માં તેણે કોલેજ કરી પરિણામ ની રાહ જોતી હતી. દર્શિત માટે આ પહેલો અનુભવ હતો. આજ સુધી પુસ્તકો અને અન્ય એપ્લિકેશન ની માહિતી માં રચ્યો પચ્યો રહેતો અને અચાનક કોઈ છોકરી સાથે રાત દિવસ વાતચીત કરતો થઈ ગયો.

હવે તો દિવસ ની શરૂઆત થી લઈ રાતે સૂતી વેળા સુધી વિશ્વા સાથે વાતચીત માં જ આખો દિવસ દર્શિત નો જતો. બંને વચ્ચે ક્યારે મિત્રતા માંથી પ્રેમ ની કૂંપળ ફૂટી ખબર જ ના રહી.તેનાં મમ્મી કોઈ ઘરકામ સોંપે તો પહેલાં ની જેમ નિયમિત થાતું કામ હવે ચાર - પાંચ વાર કીધાં પછી થતું હતું.

એક દિવસ રાત્રે દર્શિત તેનાં મમ્મી પપ્પા સાથે જમવા બેઠો હતો અને વાતો વાતો માં તેણે વિશ્વા સાથે ની મિત્રતા બાબતે ચર્ચા કરી. દર્શિત એ વાતો વાતો માં પોતાની ભાવિ આશાઓ અને અતિ ઉત્સાહ પણ વ્યક્ત કર્યો. તેની વાત ને વચ્ચે રોકતા તેનાં પપ્પા એ કહ્યું, " બેટા, જરા ધ્યાન થી તું હોશિયાર છે તારી જુવાની નાં વર્ષો માં આ રીત ની લાગણી અને આકર્ષણ સામાન્ય છે આ માત્ર આકર્ષણ છે જેને આપને મળ્યાં નથી તેનાં વિશે સવિશેષ માહિતી નથી એની સાથે આખું જીવન પસાર કરવું અમને તારાં માટે યોગ્ય નથી લાગી રહ્યું.આ સંબધ જો મિત્રતા સુધી જ રહે તો વધુ સારું રહેશે." આ સાંભળી દર્શિત એ માથું હલાવી ને હા માં જવાબ આપ્યો.

કોઈને ખબર ના પડે એ રીતે પરિવાર ની ઇચ્છા વિરુદ્ધ જઈને દર્શિત એ વિશ્વા સાથે કોર્ટ લગ્ન કરી ઘરે આવ્યા .
દર્શિત ની ખુશી આગળ પરિવારે તેમને હસતાં મુખે સ્વીકારી લીધા. શાબ્દિક મોહક ચર્ચા અને એકબીજા પ્રત્યે નું આકર્ષણ શરૂઆતી સમય માં ખૂબ ખુશી આપી પણ જ્યારે જીવન સાથે વિતાવી રહ્યાં હતાં ત્યારે સ્વભાવ, રહેણી-કહેણી, પરિવાર માટે ની જવાબદારી, માન સન્માન ની બાબતો માં એકબીજાં નાં સ્વભાવ સાથે કશું જ મળતું આવતું નથી. નાની-નાની વાતો માં પણ સમાધાન, પ્રેમ અને સમજણવૃત્તિ ને બદલે તિક્ષ્ણ પથ્થર સમાન શબ્દો નાં પ્રહાર થવાં લાગ્યાં.

વાત એ હદે આગળ વધી કે રોજ ઝઘડા થવા લાગ્યાં અંગત જીવન માં સાથે સાથે પરિવાર જોડે છેવટે એકબીજાં નાં સ્વભાવ અને વર્તન થી ત્રાસી દર્શિત અને વિશ્વા એ છૂટા છેડા લઈ લીધાં.

************

આજ કાલ યુવા પેઢી સોશિયલ મિડિયમ દ્વારા અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરી ટૂંકા સમય નાં પરિચય માં સપ્તપદી નાં વચનો સુધી ની આપ લે કરતાં થઈ ચૂક્યા છે. પોતાનાં માતા - પિતા નું અને પરિવાર નું વિચાર્યા વગર જે વ્યક્તિ સાથે માત્ર વાતચીત અને વીડિયો મારફતે એકબીજાં ને જોઈ ને પોતાનું આખું જીવન સાથે વિતાવવા ના સપનાં જોતો થઈ ગયો છે.

શાબ્દિક મોહક ચર્ચા અને એકબીજા ને જોઈ ને થયેલું આ આકર્ષણ શરૂઆતી સમય માં ખૂબ ખુશી આપી પણ સમય નાં વહેતા પ્રવાહ સાથે એકબીજાં ના ની સાચી ઓળખ બતાવી અત્યંત દુઃખ અને અફસોસ થી વ્યક્તિ નાં જીવન નો કિંમતી સમય બરબાદ કરી નાખે છે.

એકબીજાં ને જોઈને થતાં આ આકર્ષણ માં માત્ર એકબીજાં ને શું ગમે છે તેની સાથે રહ્યાં પહેલાં અવિરત ચર્ચા થાય છે પણ જ્યારે સાથે રહેતા થાય ત્યારે નાની-નાની વાતો માં પણ પ્રેમ ને બદલે તિક્ષ્ણ પથ્થર સમાન શબ્દો નો પ્રહાર કરતાં જોવા મળે છે.

યુવાની નાં આ તબક્કામાં પોતાનાં સંતાન થી કોઈ ભૂલ ના થઈ જાય એ ચિંતા ને લઈને માતા - પિતા તેમને ઘણું જ્ઞાન અને સમજણ આપે છે પણ તે સમયે યુવાની નો જુસ્સો, વિજાતીય આકર્ષણ અને પોતે જે કરે છે એ સર્વશ્રેષ્ઠ જ છે એમ માની સાચી સલાહ ને અવગણતો રહે છે. જ્યારે તેને સાચી સમજ આવે છે ત્યારે તેના દ્વારા થયેલી આ ભૂલ થી તે પોતે તો પીડાય છે સાથે સાથે તેનાં પરિવાર ને લોકો દ્વારા મળતાં મહેણાં ટોણાં ની સજા આજીવન ભોગવી પડે છે.

સમાપ્ત.

વ્હાલા,
વાચક મિત્રો

આપ સૌને " ફેસબુક લવ સ્ટોરી " કેવી લાગી...?
આપનો અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં.