Cultivation of understanding books and stories free download online pdf in Gujarati

સમજણનું વાવેતર

[અસ્વીકરણ]

" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
*******

વેદ અને વિધિનાં લગ્નની આવતાં મંગળવારે લગ્નજીવનની દસમી વર્ષગાંઠ આવી રહી હતી. એટલે તેમણે વિચાર્યું કે આ વખત આપણે સુંદર ઉજવણી કરીએ. આ સુંદર ઉત્સવની ઉજવણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બચ્યાં હતાં. વિધિ ખાનગી કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહી હતી જ્યારે વેદ સરકારી કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યો હતો. સંતાનમાં તેમને શ્રીકૃષ્ણ જેવો મોહક દીકરો માધવ જે પાંચ વર્ષનો હતો અને સીતા જેવી સુંદર દીકરી શ્રેયા જે ત્રણ વર્ષની હતી.

વિધિ તેની નાની દીકરી શ્રેયાને સાથે કોલેજ લઈ જતી હતી. શ્રેયા નાની હતી પણ સ્વભાવે ખૂબ શાંત એટલે વર્ગમાં વિદ્યાર્થી શ્રેયાને તેની પાસે બેસાડી અને સાથે અભ્યાસની મજા માણતાં. રાત્રે બંને જણાં મહેમાનોની યાદી બનાવતાં સાથે સાથે ઉજવણીને લગતા અન્ય આયોજન પણ કરતાં.

એક સવારે વેદ મહેમાનોની યાદી લઈ રસોઈ ઘરમાં બોલતો બોલતો આવે છે કે, " વિધિ યાદી બની છે તેમ છતાં જો કોઈ બાકી રહી જતું હશે તો સાંજે આવીને ફાઈનલ કરી લેશું"
ત્યાં જ વિધિ બોલી મુખ્ય યાદી માં કોણ કોણ છે?

વેદ : બસ, હંમેશ ની જેમ જે જુનું છે એ જ.....
વિધિ : ભાઈ ભાભીને તમે આ વખતે પણ નથી કીધું એમ ને...?
વેદ : મમ્મી પપ્પા તો આવે છે ને ખુશ રહેવાનું...
વિધિ : ખબર છે મને તો પણ કોઈ એક એ તો શરૂઆત કરવી જોશે ને આમ મૌન થી કેમ ચાલશે, ચાલો આજે તમે મોટા ભાઈ જોડે વાત કરો અને તેને બોલાવો મારે બીજું કશું નથી સાંભળવું.
વેદ : વિધિ, તને ખબર છે ને કે...
વિધિ : હા હું જાણું છું બધું તો પણ તમે શરૂઆત કરો

આ ચર્ચા સાથે બંને નોકરી પર જાય છે.

( આ એ વખતની વાત છે જ્યારે વેદનાં મોટા ભાઈ શિક્ષણ અધિકારીનાં પદ પર આવ્યાં ત્યારબાદ તેની પણ ઈચ્છા એમ હતી કે વેદ પણ પરીક્ષા આપીને શિક્ષણ અધિકારી બને અને સૌ સાથે જ અમદાવાદમાં રહે પણ વેદની ઈચ્છા શિક્ષણ વિભાગમાં પ્રાધ્યાપક બનવાની હતી, વેદ એ શિક્ષણ અધિકારી સાથે પ્રાધ્યાપકની પરીક્ષા પણ આપી. બંને પરીક્ષામાં તે પાસ થયો તેણે તેની ઈચ્છા મુજબ પ્રાધ્યાપક ની નોકરી પસંદ કરી ને ફરજ બજાવવાનું નક્કી કર્યું તેની ખુશમાં ઘરમાં સૌ કોઈ ખુશ હતાં પણ તેનાં મોટા ભાઈને આ વાત ગમી નહીં કે તે અમદાવાદ છોડી ને વડોદરા નોકરી કરવા જાય વેદ એ પ્રયત્નો કર્યા કે તે મોટા ભાઈ ને સમજાવે પણ એ વેળા મોટાભાઈ એ નારાજગીમાં વેદની સાથે બોલવાનું બંધ કરી દીધું આ તરફ ખુશીઓ હતી જ્યારે બીજી તરફ મોટાભાઈ એ અબોલા કર્યા નું દુઃખ. એ સમયે વેદનાં લગ્નને માત્ર બે વર્ષ જ થયાં હતાં. ઓર્ડર આવતાં તરત વેદ વડોદરા હાજર થઈ ગયો અને એક મહિના ની અંદર જ વિધિને પણ ત્યાં લઈ ગયો. વેદનાં મમ્મી પપ્પા અને ભાભી એ કહ્યું વિધિ બેન તમે કોઈ ચિંતા ના કરો અને વેદ ભાઈ તમે પણ નારાજ ના થાવ તમારા ભાઈ શાંત થઈ જશે ત્યારે અમે સૌ તેને મનાવી લઇશું અને વડોદરા ક્યાં કંઈ દૂર છે. ભવિષ્યમાં જ્યારે સ્થળ બદલી અંગે માહિતી મળે ત્યારે અમદાવાદ ક્યાં નથી આવતું...!

આપણે સૌ સાથે જ છીએ તમે બન્ને શાંતિ થી વડોદરા જાવ અને અહીંની કોઈ ચિંતા ના કરતાં. વિધિ અને વેદ રજાના દિવસોમાં ઘરે આવતાં સૌ સાથે રહેતાં પણ મોટા ભાઈ નાં વર્તનમાં કંઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો આજે પણ કેટલેક અંશે એમનું એમ જ હતું.

હંમેશા કોઇ ઉત્સવ ની ઉજવણી હોય તો વેદ વિધિ હરખ થી સૌને સાથે આવવાં બોલાવતાં પણ મોટાભાઈ આવવાની ના પાડતાં અને કહેતાં બાકી સૌ આવે જ છે ને..)

આમ વારંવાર નિરાશા મળતાં વેદ પણ હવે વિચારે છે કે હું કહીશ તો પણ મોટાભાઈ તો નહીં જ આવે એટલે મુખ્ય યાદીમાં નામ નહીં લખું.

રાત્રે બંને જમીને સાથે બેઠાં હતાં એટલે વિધિએ કહ્યું ચાલો હવે સવારે મેં જે કહ્યું એ કરવાનું છે લગાવો જી ફોન મોટા ભાઈ ને અને શાંતિ થી વાત કરો આ વેળા મારે સૌ સાથે જોઈએ મને આમ અધૂરું નથી ગમતું કે માત્ર ભાભી આવે...
વેદ કહે છે, અરે મારી સમજણી અને સુશીલ વિધિ એ ના કહેશે તો...

તો....તો.... તો.. શું આ તો તો... આ વખતે એમને જે નારાજગી છે એ પૂરી કરો અને એ ખુશ થશે જ્યારે તે સંભાળશે કે ત્રણ મહિના પછી તમારી બદલી અમદાવાદ માં થઈ રહી છે અને આપણે સૌ સાથે રહેવાનાં છીએ.

વેદને હિમ્મત આપી વિધિ મોટાભાઈ જોડે વાત કરવાનું કહે છે. વિધિ કહે છે તમે વાત કરો ત્યાં હું અધૂરું રસોડા નું કામ પૂરું કરીને આવું.

વેદ તેના મોટા ભાઈને ફોન કરે છે, રીંગ વાગે છે...

વેદ : જયશ્રી ક્રિષ્ના, મોટા ભાઇ
મિલન : જયશ્રી ક્રિષ્ના....

વેદ : મિલન ભાઈ આવતાં મંગળવારે દસમી લગ્નજીવન ની વર્ષગાંઠ છે તમે આવજો હોં હું હવે ના નહીં સાંભળું.

મિલન : તારાં ભાભી અને બાળકો અને મમ્મી પપ્પા આવશે મારે મંગળવારે ઓફીસમાં થોડું કામ છે એટલે હું નહીં આવું.

વેદ : મિલન ભાઈ, ક્યાં સુધી આમ મારાં જોડે આવું વર્તન કરશો મારી એવી શું ભૂલ છે.... મેં શિક્ષણ અધિકારી ને બદલે મારાં મનગમતા વિષય માં નોકરી કરી એ...?? ભાઈ હું, વિધિ મમ્મી પપ્પા, ભાભી સૌ ખુશ છે આ વાત થી તમે આમ આઠ વર્ષ થી નારાજ છો... હું પ્રાધ્યાપક છું એની ખુશી નથી તમને...??? જવાબ આપો મને આજે...

મિલન : વેદ, મને ખુશી છે કે તું આજે સુંદર પદ પર છે પણ મને નિરાશા એ છે કે આપને સાથે નથી... તું અધિકારીમાં હોત તો અહીં અમદાવાદ માં જ હોત.

વેદ : વડોદરા શું દૂર છે... તમે ખુશ છો મને એ સાંભળીને ખૂબ આનંદ થયો છે આજે, હું આજે આ પદ પર છું એ તમારાં કારણે છે... હું ત્યાં નથી એનો મતલબ એવો થોડા કે હું ત્યાં ક્યારેય નહીં આવું... તેમ છતાં હું માફી માગું છું કે તમે નારાજ છો કોઈ વાત થી તો મને માફ કરી દો પણ તમે અહીં વડોદરા ઘરે આવો... મને નથી ગમતું જ્યારે તમારી ગેરહાજરી અહીં વર્તાય... ( આટલું બોલતાં વેદ નો અવાજ ભારે થઈ જાય છે અને તે ભાવુક થઈ જાય છે.)

મિલન : એય... એય... વેદ તું રડતો નહીં હો.... મને નથી ગમતું તું રડે એ... મોટો હું છું પણ મારાં થી વધુ સમજણ તારાં માં છે... મને માફ કરી દે મારાં આ વર્તન થી... પણ જો મારું આ વર્તન તું જાણે છે ને.... શું કામ.... તારાં વિના મને અહીં નથી ગમતું...... તું વડોદરા છે પણ મને બહુ દૂર લાગે છે...મને માફ કરી દે વેદ આપણે નજીક જ છીએ મારી સમજણ શક્તિ તારાં થી ઓછી છે.... માફ કરી દઈશ ને મને... હે વેદ બોલ તો ખરાં ( આટલું બોલતાં મિલન વેદ ની સામે ફોન પર માફી માગતાં ભાવુક થઈ રડવાં લાગે છે.)

વેદ : અરે અરે મોટા ભાઈ... ખબરદાર જો માફી માગી છે તો... તમારું મુખ માત્ર આશીર્વાદ અને મારી ભૂલો ને સાચાં માર્ગે દોરવા માટે છે માફી માંગવા માટે નથી. તમે સાવ છાના રહી જાવ તો.... મારે તમને એક વાત કહેવી છે એ પહેલાં મને કહો કે તમે અહીં આવશો કહો તો....

મિલન : હા, વેદ હું પણ આવીશ માફ કરી દે હું જેટલો કઠોર લાગુ છું એટલો છું નહીં બહુ નાજુક છું.... હા, બોલ શું કહેવા માગે છે..?

વેદ : મોટા ભાઈ, મારી બદલી ત્રણ મહિના પછી અમદાવાદ થવાની છે હું હવે ત્યાં આવી જવાનો છું આપણે સૌ સાથે રહીશું... મને પણ શું તમારાં સૌ વિના થોડું ગમતું હશે.

પાંચ વર્ષ પૂરાં થતાં બદલી વિશે સતત કાર્યરત હતો આ વખતે વારો આવ્યો છે. વિધિ પણ ત્યાં જ અમદાવાદ માં ખાનગી કોલેજ માટે અરજી કરવાની છે. સાચું કહું ભાઈ હું તો સાવ હારી જ ગયો હતો એ વાત માં કે તમે આવશો પણ આ વિધિ મારી હિંમત બની છે મને રોજ સમજાવે અને આજે તો ખૂબજ કે તમે મોટા ભાઈ જોડે વાત કરો

મિલન : અરે, વાહ ખૂબ આનંદ નાં સમાચાર છે મને ખૂબ ખુશી થઈ..... અરે આપની વિધિ છે જ બહુ ડાહી એણે ક્યાં કોઈ દિવસ સાસરું જ માન્યું છે પોતાનું ઘર માની ને આવી ત્યારથી લઈ આજ સુધી રહે છે તારાં ભાભી ની જેમ એ બંને પણ સગી બહેનો જેમ જ અવારનવાર વાતો કરતી હોય અને મારાં ખબર અંતર પૂછતી હોય કે ભાઈ કેમ છે. વિધિ ને મારું જયશ્રી ક્રિષ્ના અને કહેજે તારાં મિલન ભાઈ આવે છે વડોદરા હવે ત્યાં જ ખબર અંતર પૂછી લે જે... ( હસે છે.)
એવાં માં વિધિ આવે છે, મિલન ભાઈ અને વિધિ બંને ખુશી ખબરની વાતો કરે છે. અને સૌ સાથે આવતાં મંગળવારે આવી રહ્યાં છીએ એમ જણાવી ને ફોન મૂકે છે.

વિધિ અને વેદ ખૂબ ખૂબ ખૂબ ખુશ થાય છે. ઉત્સવ મંગળવારે છે પણ આજે તો જાણે ભવ્ય ઉત્સવ હોય એવી ખુશી થતી હતી. વેદ, વિધિ નાં બંને હાથ પકડીને કહે છે તું છો તો બધું જ સરળ છે.... તારો ખુબ ખુબ આભાર મારાં જીવન માં આવવા માટે. વિધિ કહે છે વેદ આવું ના બોલો હું તમારી છું આભાર શાનો...? આપણે સૌ એક છીએ ચાલો હવે ભાવુક ના થાવ મારાં વ્હાલાં આપણે પ્રેમભરી વાતો સાથે સૂઈ જઈએ.

મંગળવારે સૌ પરિવાર ભેગા થાય છે બંને ભાઈઓ બાથ ભરીને ખૂબ વ્હાલ થી મળે છે સૌ ની આંખોમાં હરખનાં આંસુ આવે છે. આજે તો એક કરતાં વધુ ઉજવણી છે... વર્ષગાંઠ, ભાઈનું મિલન અને અમદાવાદ બદલીની તૈયારી.
ત્રણ મહિના પૂરા થતાં આજે સૌ એક સાથ અમદાવાદ રહેવાં લાગ્યાં અને વેદ કોલેજ માં હાજર થી પોતાની ફરજ બજાવવા લાગ્યો આ તરફ થોડાં દિવાસોનાં ગાળા માં જ વિધિ ને પણ ખાનગી કોલેજમાં નોકરી મળી ગઈ. આ સાથે સૌ ખુશખુશાલ જીવન એકબીજાંની સંગાથે જીવવા લાગ્યાં.

સમાપ્ત.

જયશ્રી ક્રિષ્ના,

આપનો કિંમતી સમય કાઢી મારી વાર્તા વાંચવા બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપને આ વાર્તા કેવી લાગી ? એ વિશે આપનો પ્રતિભાવ આપ મને Rate & Comment દ્વારા આપી શકો છો. આપનો પ્રતિભાવ મને લેખન માટે પ્રેરણા આપશે.

આભારસહ,

સહસ્નેહ આપનો,
જયદીપ એન. સાદિયા "સ્પર્શ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED