Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાના ની ચોરી - પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ

ખજાના ની ચોરી : પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ

એક મહિનાના જોખમી પરિવહન ને અંતે સંપૂર્ણ ખજાનો સ્પેન પહોંચાડી દેવામાં આવ્યો. એ જંગી ખજાનાને રાજા લુઈસ એ પોતાના મહેલ ના ભોયતળિયા નીચે બનાવેલ ભંડકિયામાં ભરચક ભરી દીધેલ છે સૌ કોઈ જાણે છે આટલો મોટો ખજાનો આ ભંડકિયામાં બિલકુલ સલામત નથી પરિવહન પછી ખજાનાની રખેવાળી કરવી એ બીજો મોટો પ્રશ્ન હતો.

સેનાપતિ જોન ઈજીપ્ત થી સ્પેન પહોંચતાં તુરંત રાજા લુઈસ ને મળવા જાય છે જોન ને આવતો જોતાં લુઈસ દોડતો એને ભેટી પડે છે અને એક જ પ્રશ્ન પૂછે છે સેબ્રિના વિશે કશી ખબર પડી?

જોનના મુખ પરનું હાસ્ય લુપ્ત થઇ જાય છે નિરાશ ચહેરે જવાબ આપતા કહે છે "રાજાજી સેબ્રિના ને શોધવા માટે મેં પૂરો પ્રયત્ન કરેલ છે પણ એના વિશે કોઈ વધુ માહિતી મળી ન શકી એના કબીલાના એક માણસ પાસેથી એટલું જાણવા મળ્યું કે સેબ્રિના ઇજિપ્ત છોડી બીજા દેશ જતી રહી છે"

"પણ શા માટે કોઈને કશું કહ્યા વગર તે બીજા દેશ કઈ રીતે જઈ શકે આ રીતે અચાનક તે કઈ રીતે ગાયબ થઈ શકે શું તે આપણને બિલકુલ ભૂલી ગઈ હશે કે પછી તે કોઈ મુશ્કેલીમાં પડી હશે?" લુઈસ એકસાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખે છે.

"આ બધા વિષે કોઈ કશું જાણતું નથી" જોન જલ્દીથી જવાબ આપે છે જાણે એ સેબ્રિના ના પ્રકરણ નો અંત લાવવા માગતો હોય”

લુઈસ આ વાત સાંભળી ખૂબ દુઃખી થઈ જાય છે નિરાશ થઈ એ મનમાં વિચારવા લાગે છે "હું એને છેલ્લે મળ્યો ત્યારે એવું કશું બન્યું ન હતું બિલકુલ સામાન્ય લાગતી હતી એવું તે શું બન્યું હશે કોઈ ખરાબ ઘટના બની હશે કે શું થયું હશે અહીં પિતાજીની તબિયત પણ વધુ ખરાબ થતી જાય છે પુરા રાજ્યનો ભાર મારા પર આવી પડ્યો છે અને એમાં આ મોટો ખજાનો.....આવી હાલતમાં હું મારા લોકોને છોડીને સેબ્રિના ને શોધવા પણ જઈ શકું એમ નથી હે પ્રભુ સેબ્રિના નું રક્ષણ કરજો" આટલું વિચારીે લુઈસ ધડામથી બેસી પડે છે ઘણા બધા પ્રશ્નો એના મન માં છે પણ તે લાચાર બની બેસી રહે છે.

લુઈસ સેબ્રિના ને શોધવા નથી જઈ શકે એમ એ સાંભળી જોન રાહત નો શ્વાસ લે છે જોન બિલકુલ ઇચ્છતો ન હતો કે લુઇસને હકીકતની જાણ થાય.

જોન ખજાનાની સલામતી માટે લુઈસ સાથે વાત કરવા ઈચ્છતો હતો પણ લુઈસની હાલત જોઈ એ વાતને કાલ પર છોડી ત્યાંથી જતો રહે છે.

બીજા દિવસે વહેલી સવારે જોન લુઇસને મળવા આવે છે લુઈસ થોડો સ્વસ્થ જણાઈ રહ્યો છે પણ હજુ પૂરી રાતની બેચેની એની લાલ થઇ ગયેલ આંખમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

જોન વાતની શરૂઆત કરે છે "રાજા લુઈસ તમે જાણો જ છો કે આટલા મોટા ખજાનાને આ રીતે ભંડકિયામાં સાચવીને રાખવો ખૂબ મુશ્કેલ છે તો.....ખજાનાની રખેવાળી માટે મારી પાસે એક યોજના છે" બોલતા જોન થોડો અટક્યો લુઈસ તરત બોલ્યો "સાંભળી રહ્યો છું શું યોજના છે?"

જોન "યોજના થોડી અટપટી છે કઈ રીતે સમજાવું માનવામાં ન આવે એવી યોજના છે"

લુઈસ "બિલકુલ અચકાવાની જરૂર નથી જોન, શાંતિથી પૂર્ણ યોજના સમજાવો એમ પણ અશક્ય લાગતાં ખજાનાની શોધ કર્યા પછી હવે કશું એવું નથી રહ્યું જે માનવામાં ન આવે."

લુઇસ અને જોન બંને એકબીજાની સામે જોઇ રહ્યા.
જોને આગળ વાત વધારી "ખરેખર કહું તો આ કોઈપણ યોજના નથી માત્ર એક વાત છે એક વિચાર છે જે એક સારી યોજના કદાચ બની શકે"
લુઈસ "બરાબર છે આગળ કહો"
જોન "એ વાત કહું એ પહેલા એક પ્રશ્ન પુછું આપણા ખજાનાને સૌથી મોટો ખતરો કોનો છે?"
લુઈસ "લૂંટારાઓનો"
જોન "એક ઉદાહરણ આપી વાત મુકીશ જંગલમાં કોઈપણ પ્રાણીને સૌથી મોટો ખતરો હોય છે શિકારી જંગલી પ્રાણીઓનો. આ જંગલી પ્રાણીઓ માં રાજા સિંહના શિકાર પર કોઈ હુમલો કરતો નથી તો જો સિંહ સાથે મિત્રતા કરવામાં આવે તો બીજા બધા જંગલી પ્રાણીઓ થી બચી શકાય"
લુઈસ થોડું સમજી ગયો હતો પણ એ જોન પાસે બધું સાંભળવા માગતો હતો.
લુઈસ "સેનાપતિ કહેવા શું માગો છો"
જોનને હવે વધુ કશુ સૂઝતું ન હતું એટલે એણે માનવામાં ન આવે એવી વાત સીધી કહી દીધી "જો આપણે સૌથી મોટા લૂંટારાઓના સરદારને ખજાનાની રખેવાળી સોંપી દઈએ તો....?"
લુઈસ કોઈ પણ વાતને સમજ્યા વગર જલ્દી પ્રતિક્રિયા કરવા ટેવાયેલો નહતો થોડી વાર વિચારી એણે કહ્યું "સિંહ સાથે મિત્રતા, શું સિંહ મિત્રતા કરશે? એ આપણો શિકાર ન કરે આ બધું ચોક્કસ તમે વિચારી રાખ્યું હશે મને બધી વાત બરાબર સમજાવો."


જોન હવે શાંતિથી બધી વાત માંડે છે "આપણે ખજાનાને રખેવાળી કરી શકીએ એમ નથી આપણી પાસે એટલા સૈનિકો હથિયાર અને જગ્યા નથી અને આજે નહીં તો કાલે આટલા મોટા ખજાનાની વાત લુટારાઓ સુધી જરૂર પહોંચશે આ બધા લૂંટારાઓ આપણા રાજ્યને નબળું માની બધા સતત હુમલા કરતા રહેશે આપણો કબીલો બરબાદ થઈ જશે ખજાનાની સુવિધા મળવાને બદલે આપણી પુરી જીંદગી એની રખેવાળી માં નીકળી જશે લૂંટારાઓ આટલા મોટા ધનની લાલચમાં આપણને કોઈને જીવતા નહીં છોડે હવે જો આપણે લૂંટારાઓની સૌથી મોટી સેના સાથે મિત્રતા કરીએ તો એ ખજાનાની રખેવાળી કરશે આપણે સુખચેનથી રહી શકીશું લુટારાઓના સરદારને સમજાવવાનું રહેશે કે જો એ આપણા પર હુમલો કરી ખજાનો લૂંટવાનો પ્રયત્ન કરશે તો આપણે એનો મરતા દમ સુધી પ્રતિશોધ કરશુ અને એના લોકોની મોટી જાનહાનિ પણ થઈ શકે એની જગ્યાએ આપણે સંપૂર્ણ ખજાનો સરદારને આધીન સોંપી દઈશું અને માત્ર આપણા રાજ્યને ચલાવવા માટે અમુક નિશ્ચિત કિંમત ખજાનામાંથી દર વર્ષે લેશું આટલા મોટા ખજાનાને જોયા પછી આપણી નાની કિંમત એને કસી નહી લાગે સંપૂર્ણ ખજાનાની રખેવાળી એ કરશે આપણે અમુક કિંમત લેશુ શાંતિથી રાજ્યને ચલાવશુ ખજાનાને સુખચેનથી ભોગવીશું રહી વાત લૂંટારાઓના દગા કરવાની તો એક વખત વાત ગળે ઉતાર્યા પછી લૂંટારા જબાનના પાકા હોય છે એ આપણી નાની કિંમત આપવામાં બિલકુલ ખચકાશે નહીં."

જોન ની સંપૂર્ણ વાત શાંતિથી સાંભળ્યા પછી લુઈસ એ કહ્યું "સેનાપતિ તમારી વાતમાં ઘણા તર્ક છે વાત ગળે ઉતારી શકાય એવી છે પ્રયત્ન કરી શકીએ પરંતુ આ પ્રયત્ન કદાચ આપણા પર ભારે પડી શકે છે એ બધી વાતને ધ્યાને લઇ આગળ વધશુ અને એમ પણ તમે સમજાવ્યું એ પ્રમાણે આપણી પાસે આનાથી સારો બીજો કોઈ વિકલ્પ પણ નથી મે આ ખજાનો લોકોની ભલાઈ માટે શોધેલો આપણા લોકોની બરબાદી માટે નહીં."
જોન "જી રાજાજી"
લુઈસ "તો હું જાણું છું કે આ જંગલમાં એક માત્ર સિંહ છે તમે કદાચ એની જ વાત કરો છો"
જોન "હા, લૂંટારાઓના સૌથી મોટા સરદાર જેક પેટ્રીસીઓ"