Thief of Treasure . Chapter 5 books and stories free download online pdf in Gujarati

ખજાના ની ચોરી : પ્રકરણ ૫ : ખજાના નો ચોર

ખજાના ની ચોરી : પ્રકરણ ૫ : ખજાના નો ચોર

મોરક્કોના ગાઢ જંગલોમાં વચ્ચે એક વિશાળ જાહો જલાલીથી ભરપૂર મહેલ આવેલ છે. ઘોર અંધકારમય જંગલમાં રોશનીથી ઝગમગાટ કરતો એ મહેલ માત્ર આકાશમાંથી જોઈ શકાય છે કોઈ માણસ એ જગ્યા વિષે જાણતો નથી અને જાણતો અજાણ્યો માણસ જીવતો નથી આ આલિશાન મહેલ કોઈ રાજાનો નથી આ છે મોરક્કોના કુખ્યાત લૂંટારા બર્નેટ નો....

નાનપણથી બર્નેટ ને રાજા બનવાનો શોખ હતો પણ શાહી પરિવારની જગ્યાએ એનો જન્મ થયો હતો લુટારા ના પરિવારમાં. દસ વરસના બર્નેટ ના લુંટારા પિતા લડાઈમાં માર્યા ગયા હતા ત્યાર પછી બર્નેટેને જીવનમાં પેટ ભરવા માટે પણ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો એણે જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવ્યું અમીર થવાનો વૈભવી જીવન જીવવાનું બર્નેટ નું ચાલે તો દુનિયાના છેલ્લા સોનાના સિક્કા ને પણ લૂંટી લે અને એના માટે પોતાની જાન પણ જોખમમાં મૂકી દે.

એક મોટા ટેબલ પર સોનાના સિક્કા ઝવેરાત થી ભરેલા બક્સા પડ્યા છે મખમલના ચપ્પલ રેશમી વસ્ત્રો સોનાનો મુગટ અનેક આભૂષણો પહેરેલો બર્નેટ એ બક્સા ઓને જોતો બેસી રહ્યો છે આસપાસ બીજા લૂંટારાઓ ઉભા છે.

રાજા બનવાના શોખીન બર્નેટ એ પોતાના મહેલમાં એક સભાગૃહ બનાવ્યો છે એના મોટા ટેબલ પર બક્સા ઓ પડ્યા છે આ એ જ ઇજિપ્તના ખજાનાના ચોરાઈ ગયેલ ઘોડાગાડીના બક્સા ઓ છે.

"સોનાની નક્કાશી પરથી ચોક્કસ કહી શકાય કે આ કોઈ અતિપ્રાચીન અલંકારો છે ખુબ સરસ કામ કર્યું તમે લોકોએ" બર્નેટ લૂંટીને આવેલા પોતાના માણસોને કહી રહ્યો છે.”

"એ આવારા ગામમાંથી ઘોડાગાડીમાં આટલો કીમતી સામાન ક્યા મોકલાઈ રહ્યો હતો? અને આ એક જ ગાડી હતી કે બીજી પણ હતી? પ્રાચીન અલંકારો પરથી લાગે છે જરૂર આ કોઈ પ્રાચીન ખજાનાનો ભાગ હોવો જોઈએ અને આ સોનાના સિક્કા પરથી નક્કાશી ચિત્ર જોતા લાગે છે ઇજિપ્ત નો ખજાનો હોવો જોઈએ" બર્નેટ નો લૂંટારો દિમાગ દોડવા લાગ્યો હતો.

"જી હા રાજાજી તમે કહો છો એ પ્રમાણે જરૂર હોઈ શકે હું હમણાં જ માણસો મોકલી બધી તપાસ કરાવું છું" બર્નેટ ના વજીરે બ્રાન્ડે કહ્યું.

જેમ ભૂતને પીપળા મળી જાય એમ પોતાને રાજા કહેવડાવતા બર્નેટ ને તેનો વજીર મળી ગયો હતો બ્રાન્ડ ના રૂપમાં
બ્રાન્ડ દસ વરસથી બર્નેટ સાથે કામ કરે છે રાજાજી રાજાજી કહી એ જાતે જ વઝીર બની બેસ્યો છે જોકે બ્રાન્ડ ક્યારેય બર્નેટનો ખાસ બની શક્યો નથી બર્નેટ ને પોતાના સિવાય કોઇ પર વિશ્વાસ નથી પણ ફરેલ મગજના બર્નેટ ને કોઈ રાજાજી કહી જી હજુરી કરે ખૂબ પસંદ છે એટલે જ એ બ્રાન્ડ ને હંમેશા પોતાની સાથે રાખે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED