Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો

ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો

સ્પેનથી સોએક કિલોમીટર ઉત્તર તરફ એક મેદાન પ્રદેશ માં રાત્રિના સમયે અંધકાર છવાયેલો છે માત્ર એક જગ્યા પર થોડી રોશની ઝગમગી રહી છે એ રોશની આવી રહી છે એક તંબુમાંથી......જેમાં રાજા લુઈસ સેનાપતિ જોન લૂંટારાઓનો સરદાર જેક અને જેક નો ખાસ માણસ બુનો વેલીની ભેગા થયા છે.

આત્મવિશ્વાસથી ભરપૂર જેક એક આસન પર પગ ચડાવી બેસ્યો છે ચાળીસેક વર્ષ થયા હોવા છતાં જેક હજુ યુવાન લાગે છે એના નાના ચહેરા પરથી એની ઉંમર અને અનુભવનો અંદાજ લગાવી શકાય એમ નથી માત્ર પોશાક પરથી જાણી શકાય કે જેક એક લુંટારો છે અખૂટ લુંટેલી સંપત્તિનો માલિક હોવા છતાં જેક ના શરીર પર એક પણ આભૂષણ નથી એથી વિપરીત જેક અંધવિશ્વાસુ હોવાથી ઘણા તાબીજ દોરા રુદ્રાક્ષ માળાઓ પહેરી રાખે છે હજારો લડાઈઓ લડી હોવા છતાં જેક ના શરીર પર ધાવનું એક નિશાન નથી જે બતાવે છે કે જેક તલવારબાજીમાં અને યુદ્ધ કૌશલ માં સૌથી હોશિયાર હશે અને એમ પણ આટલી મોટી લૂંટારાઓની સેનાનો સરદાર એને એમ જ નહોતો બનાવ્યો સ્પષ્ટ ધીમી અને શુદ્ધ બોલી બોલતો જેક લૂંટારાઓની દલદલ માં ન ફસાયો હોત તો જરૂર એક સજ્જન માણસ રહ્યો હોત

તો એથી વિપરીત જેક ની પાછળ ટટ્ટાર ઉભેલો કાળો માણસ બ્રુનો તો જાણે દુષ્ટ લુટારો બનવા માટે જન્મ્યો હતો હુષ્ઠ પુષ્ઠ બાંધો ધરાવતો બ્રુનો નાની વાતમાં પણ ગુસ્સે થઇ જતો ગંદી અને તોછડી બોલી બુનો ની પહેચાન હતી બ્રુનો ને એકમાત્ર માણસ સાચવી શકતો હતો અને એ હતો જેક...

એક વખત જેકે બ્રુનો ની જાન બચાવી હતી ત્યારથી બ્રુનો જેક ને પોતાનો માલિક માને છે અને ખૂબ વફાદારીથી જેકને સહકાર આપે છે.

તંબુમાં શાંતિ છવાયેલી છે દુર-દુરથી જંગલી પ્રાણીઓની ત્રાડ સંભળાઈ રહી છે સેનાપતિ જોને રાજા લુઇસને સમજાવેલી બધી વાત સરદાર જેકને મક્કમતાથી કહી સંભળાવી છે જોન અને લુઇસ ના ગંભીર ચહેરા જોઈ શરૂઆતમાં વાતને મજાક સમજી રહેલો જેક હવે શાંતિથી વિચારી રહ્યો છે થોડીવાર પછી જેક બ્રુનો સામે જુએ છે અને કહે છે "તો રાજાજી, તમારા સેનાપતિનું કહ્યું છે કે સંપૂર્ણ ખજાનો અમારો અમે ખજાનાની રખેવાળી કરશું એનો ઉપયોગ કરશુ અને તમારે માત્ર આટલા મોટા ખજાનામાંથી વર્ષનાં સાડા ત્રણ કિલો સોનું અને પાંચ હજાર સોનામહોર જ જોઈએ છે આ વાત...."

સેનાપતિ જોન પાસેથી સાંભળેલી વાતમાં રાજ લુઈસની સંપૂર્ણ સહમતિ છે કે નહીં એ જેક જાણવા માગતો હતો એટલે રાજા લુઈસે એની વાત વચ્ચેથી જ કાપતાં કહ્યું કે "હા તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો એક એક શબ્દ સાચો છે"

અનુભવી જેક, જોન અને લુઇસને બરોબર પારખી લેવા માગતો હતો એટલે કહ્યું "રાજાજી માફ કરજો.....પણ અમને તમારો આ પ્રસ્તાવ માન્ય નથી"

"મને....અને હા બ્રુનો...ને પણ એવું લાગી રહ્યું છે કે આ પૂરો ખજાનો અમારો બની શકે એમ છે.....અમારે તમારી સાથે કોઈ સંધિ ની જરૂર નથી"

સેનાપતિ વાતનો ઉત્તર આપતાં તરત કહે છે "હા, જરૂર બની શકે છે પણ એના માટે તમારે પણ ઘણી કુરબાની આપવી પડશે....યાદ રાખજો"

" કુરબાની....હાહાહા ...હા હાહાહા.... માનનીય સેનાપતિ જી... કુરબાની....એ વળી શું છે અમારી પાસે લૂંટારાઓની કોઈ કમી નથી" હસતા હસતા ધીમે-ધીમે બોલી જેક સેનાપતિને વધુ ચીડાવે છે.

પોતાને નબળા અને ગૌણ સમજી રહેલા જેક પર જોનને ગુસ્સો આવે છે હવે તે પોતાનો આખરી દાવ લગાવે છે પોતાના કેડ પર બાંધેલી તલવારના નકશીદાર હાથા પર મક્કમતાથી હાથ રાખી આગળ વધી મોટા અવાજે જવાબ આપે છે "કુરબાની.....એ છે સરદાર.....જેમાં કોઇ તલવારને તમારા લોહીનો સ્વાદ ચાખવા પણ મળી જાય"

"હરામ ખોર, તું સરદારને ધમકી આપે છે" તરત બ્રુનો પોતાની કુહાડી કાઢી જોન સામે આવી જાય છે જોન પણ પોતાની તલવાર કાઢવાનો લાગ જોઈ રહ્યો હોય છે લુઇસ પણ તરત ઉભો થઈ જાય છે વાતાવરણ તંગ બની જાય છે.

ભયાનક યોધ્ધા જેવા લાગતા જોને જોઈને અને મોટા અવાજે સાંભળેલી ધમકીને કારણે જેક સહેજ શમી જાય છે એ તરત બ્રુનો ને રોકે છે અને પાછળ ધકેલે છે અને બે ઘડી વિચાર કરી તરત જોન પાસે આવે છે અને ધીમા અવાજે કહે છે "સેનાપતિ...જી.....તમે તો ગુસ્સે થઈ ગયા હું તો તમને અને માનનીય રાજાજીને પારખી રહ્યો હતો આ તલવાર અંદર કરી લો એને મારા લોહીનો સ્વાદ ચાખવા નહીં મળે.....હાહાહા........ અમને તમારો પ્રસ્તાવ મંજૂર છે શબ્દેશબ્દ મંજુર છે."

આટલું બોલતા છે જેક લુઈસ પાસે જાય છે એની સાથે હાથ મિલાવતા કહે છે "રાજાજી મારા વીસ વરસ લૂંટારાના જીવનમાં મેં ક્યારેય કોઈ રાજા સાથે મિત્રતા નથી કરી આ મિત્રતા જરૂર કોઈ રંગ બતાવશે નહીં....બ્રુનો....યાદ રાખજે આ ક્ષણને"

"જી હા જરૂર રંગ બતાવશે ભવિષ્યમાં....."લૂઈસ જેક નો હાથ છોડાવતા હસીને કહે છે.

સેનાપતિ નો આખરી દાવ કારગર નીવડે છે જોને તપાસ કરી જેક વિશે બધું જાણી લીધું હતું જેક ને ન તો ધન, સોનાની લાલચ હતી ન તો પોતાના લૂંટારાઓના મરવાની કોઇ પરવા હતી એને જો કોઈ વસ્તુ ની ચિંતા હતી તો એ હતી એના મૃત્યુની....

જોનને જાણવા મળ્યું હતું કે લુટારાઓના સૌથી મોટા તાંત્રિકે નજીકના ભવિષ્યમાં જેકના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી.

અને આ બધી અંધશ્રદ્ધા માં માનતો જેક ઘણા બધા તાબીજ મંત્રેલી માળાઓ પહેરતો થયો હતો એટલે જો જેકને કોઈ પ્રસ્તાવ મંજૂર કરવા મજબૂર કરી શકે તેમ હતું તો એ હતી જેક ના મૃત્યુની ધમકી......

તો બધું પાર પડ્યું સંપૂર્ણ ખજાનો લૂંટારાઓને સોંપવામાં આવ્યો બદલામાં દસ વર્ષ નિશ્ચિત કિંમત રાજાને આપવાનું નક્કી થયું બધા લેખિત દસ્તાવેજો બનાવી એના પર શાહી અને લૂંટારાઓની મોહર મારવામાં આવી. અમાવસ્યાની રાતે રાજા અને લુટારા વચ્ચે થયેલી આ મિત્રતા શુ રંગ બતાવશે એ કોઈ જાણતું ન હતું.