દૈત્યાધિપતિ - ૩ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - ૩

વિનિમિત્ર ઊંડો શ્વાસ ભરે છે. ‘શું થયું?’ તે આકાશને જોવે છે.

‘માહાત્મ્ય! હિંસાયોનો ગુપ્તચર પકડાયો છે. તેની પાસે હિંસાયોની રાણી માટે સંદેશ હતો.’

‘ક્યા છે?’

‘બચાવ માટે.. એ ગુપ્તચરને માર્યો.’

‘બચાવ માટે?’ વિનિમિત્ર ફરીને જોવે છે.

સુધાને વિનિમિત્રનો દેખાવ યાદ નથી. તેને એ યાદ છે કે વિનિમિત્ર ભરાવદાર શરીરનો છે અને તેણે ઘણા સોનાના હાર પહેર્યા છે. એનું મુખ એના શરીર જેવો સફેદ છે. તેના વાળ લાંબા છે, તે એના ખભા સુધી પહોંચે છે. પણ એનો ચેહરો..

વિનિમિત્ર હસે છે. ‘શું સંદેશ છે?’

‘મને હિનસોની ભાષા નથી આવડતી. એ ભાષા શું શીખવી?’

હિનસો તે હિંસાયો માટે વપરાતો બીજો શબ્દ છે.

‘લાવ,’ પછી વિનિમિત્રતે સંદેશ વાંચે છે.

વિનિમિત્ર ખસે છે. તે દીવાલને પછડાય છે. સરદારને ઊભો મૂકી તે દોડ પકડે છે. વિનિમિત્ર રાજાનો માહાત્મ્ય છે.

સુધા ના પિતા નું નામ “મહીભુજ” છે. ધીવરોના રાજાનું નામ પણ મહીભુજ છે.

તેના પિતા પંડિત છે. પણ મહીભુજ ક્ષત્રિય છે. મહીભુજ તે એક વિશાળ રાજા છે. તેનું કદ સુધા કરતાં ત્રણગણું છે. તેમની ચામડી ઘઉવર્ણી છે.

રાજા એમના કક્ષમાં બેઠા છે. તે વિચારોમાં ઘેરાયલા છે.

‘રાજ,’ વિનિમિત્ર દરવાજા આગણ બોલે છે.

‘પધારો માહાત્મ્ય.’ રાજા જમીન પરથી ઊભા થાય છે.

‘રાજ, હું બોલેત નહી પણ વાત જરા ગંભીર હતી. હિંસાયૉ હુમલો કરવાના છે. ધીવારોનું સૌંખ્ય ઓછું પડશે. વાત એમ છેકે તેમના ગુપ્ત સૈનિકો, વિરજિયાના સૈનિકોની સાથે આધિપત્ય પર હુમલો કરશે.’

‘તેમા શું ગંભીર છે માહાત્મ્ય, આપણા ગુપ્ત સૈનિકો વધુ નહીં પણ શક્તિમાન છે. તેઓ તેમની સંખ્યા પર ગરજશે.’

વિનિમિત્ર તે આધિપત્યનો માહાત્મ્ય છે. તેણે ખબર છેકે જો આ યુદ્ધ આધિપત્યમાં લડાયોતો આધિપત્યનું સત્યાનાશ થશે. મહામારીથી પીડાતા જો એના

લોકો પર યુદ્ધનો અત્યાચાર થયો, તો તેની પ્રજા મરાઈ જશે. હિંસાયો – તે વિચારે છે – તો છેજ આફત, એમના લીધે તેની પર સંકટ આવશે.

‘પણ જો યુદ્ધજ ના થાયતો?’

‘હંમ?’

‘આધિપત્યના મધ્યમાં ગિરક્ષા નદી વહે છે. આ નદી સુકાવા લાગી છે. મહામારી તો ફેલાઈજ છે. જો ગિરક્ષાતે સરોવરથી જોડી પાડ બંધીએ, તો હિંસાયો રોકાશે. હિંસાયો અને વિરજિયાના સૈનિકો એકજ જગ્યાએ મળી શકે તેમ છે. પહોંચતાતો સૈનિકોને દિવસો લગશેજ. જો આ જાણશે, તો કદાચ આવે પણ નહીં. ગુપ્ત સૈનિકોને હાલના યુદ્ધમાં પહોંચાડી આપણે જીતી શકીએ તેમ છે.’

‘પણ પાડ બનતા તો વર્ષો લાગી શકે છે.’

‘ના. લાકડાનો પાડ બનતા વાર નહીં લાગે.’

‘તે યોગ્ય છે. શરૂઆત કરો.’

સુધા તે રાજાને ગોળી મારવા ઈચ્છે છે. સુધાને તે રાજા પર દયા પણ આવે છે. અને આ પંખાના લીધે શિરોવેદના થાય છે. સુધાને ઊંઘ પણ આવી રહી છે. અહી જે લાઇટો ચાલુ હતી, તે પણ બંધ થઈ ગઈ છે. સુધા કહવાય તો ઊંઘતી, પણ હવે આ કથા તેણે બોર કરી રહી છે. સુધાને લાગે છે, કે જો હવે તે આમ ધીરે ધીરે બધુ યાદ કરશે, તો વર્ષો વીતી જશે.

યુદ્ધ વિષે તો કોને ન ખબર હોય? યુદ્ધથી આગડ વધતાં હવે તે એક પ્રેમકથાને યાદ કરશે. આ પ્રેમકથા પણ આજ યુદ્ધથી જોડાયલી છે. આ પ્રેમકથા તેણે કોણા મોઢે સાંભડી’તી?

હા, યાદ આવ્યું, રેવાના મોઢે. પણ રેવાતો આ કથા કોઈ બીજાને કહેતી હતી.

યુદ્ધ સમયે, મહીકાંક્ષા હિંસય રાણીની દાસી હતી. જ્યારે આ રાણી તેમના છેલ્લા શ્વાસ ભરતા, ત્યારેતે એમની સાથેજ હતી. રૂપને રીતે જોવા જાઓતો મહીકાંક્ષા વિપરીત પડતી. જ્યારે બધી પ્રેમકથાઓ માં પ્રેમી પંખીઓ..