મંજૂરી Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજૂરી

*મંજૂરી* ટૂંકીવાર્તા.... ૨૨-૬-૨૦૨૦ સોમવાર..


અશોકભાઈ સરકારી ઓફિસર હતા એટલે એમણે બેંકમાં માલતી બહેન અને એમનું જોઈન્ટ એકાઉન્ટ બેંકમાં ખોલાવ્યું હતું અને એ ખાતામાં જ રૂપિયા જમા કરતાં હતાં...
અશોકભાઈ હોશિયાર અને માણસ પારખું હતાં એ જ્યારે ત્યારે માલતી ને કહેતા તું ભોળપણ અને આળસ છોડીને આ મારી સાથે બેંકમાં ચલ જેથી કરીને કાલે હું નાં હોવ તો તને કોઈ તકલીફ નાં પડે અને છોકરાં અને વહું નાં ભરોસે નાં રેહવુ પડે...
પણ માલતી બહેન બસ એકજ વાત કરતાં તમારાં પેહલા તો હું જઈશ...
અશોકભાઈ કહે‌ ત્યાં કોઈ નું ચાલતું નથી માટે તું બહુ ભોળપણ માં રહે છે ના કરે નારાયણ હું નાં હોઉ અને તને તકલીફ પડશે તો શું કરીશ...
માલતી બહેન એક નો એક છોકરો વિશાલ એ મારી સાથે એવું કોઈ કાર્ય નહીં કરે મને ભરોસો છે...
અશોકભાઈ ભરોસો તો મને છે પણ સમય રહેતાં કોણ ક્યારે બદલાઈ જાય એ કેહવુ મુશ્કેલ છે...
અને પાછું તારે બીજે ક્યાંય જવાનો આશરો નથી...
એ તો તું નહીં ભૂલી હો ને હવે તો તારાં એ કન્યાદાન કરનારા કાકા,કાકી પણ હવે નથી અને એમનાં સંતાનો આપણી સાથે સંબંધ રાખતાં નથી...
માલતી બહેન કશું નથી ભૂલી પણ તમે ખોટી ચિંતા કરો છો એવું કશું નહીં થાય...
રવિવાર નાં દિવસે અશોકભાઈ ને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને ગભરામણ થવા લાગી અને પરસેવે રેબઝેબ થઈ ગયા..
માલતી બહેને વિશાલ અને હિરલ ને બૂમાબૂમ કરીને રૂમમાં બોલાવ્યા...
વિશાલ અને હિરલ દોડતાં આવ્યાં અને જોયું કે પિતાની તબિયત બગડી છે એ તરતજ રીક્ષા બોલાવી લાવ્યો અને હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં ડોક્ટર તપાસીને કંઈ કહે ત્યાં તો અશોકભાઈ નો જીવ જતો રહ્યો...
માલતી બહેન તો સૂનમૂન થઈ ગયા...
વિશાલ અને હિરલ ઘર સંભાળતા...
વિશાલ અને હિરલ બન્ને નોકરિયાત હતાં...
માલતી બહેન ઘરમાં એકલાં રહીને વાસણ ગોઠવવાના, શાક સમારવા નું અને કપડાં સૂકવવા અને સૂકાયેલા કપડાં ને ગડી કરીને મૂકવાં ઈસ્ત્રી કરવી બધાં જ કામ કરતાં પણ વિશાલ ની નજરમાં તો મા નવરી જ બેસી રહે છે એવું લાગે અને બિચારી હિરલને નોકરી અને ઘરમાં કામગીરી કરવી પડે છે..
માલતી બહેન રોજ સવારે મહાદેવ નાં મંદિરે દર્શન કરવા જાય..
હમણાં થોડા દિવસોથી માલતી બહેન ને પગમાં ( ઢીંચણ ) માં ખુબ દુખાવો થતો હોવાથી એ ચાલી શકતાં નહોતાં...
એટલે ઘરમાં જ બેસીને ભોળા ભાવે પૂજા પાઠ કરી આરામ કરતાં..
એક દિવસ સવારમાં વિશાલ અને હિરલ ઝઘડતાં હતાં અને અચાનક જ વિશાલ ચેકબૂક લઈને આવ્યો અને કહે મમ્મી આ ચેકમાં સહીં કરી દે મારે પગાર આવ્યો નથી શેઠ વિદેશ છે એ આવશે એટલે બે મહિના નો પગાર ભેગો આપશે મારે મારાં બાઈક નો હપ્તો ભરવાનો છે...
માલતી બહેને ભોળપણ અને વિશ્વાસ થી ભોળા ભાવે ચેક માં સહીં કરી દીધી....
એક મહિના પછી માલતી બહેન નાં પગે સારું થયું તો એ મહાદેવ મંદિરે દર્શનાર્થે ગયા તો અશોકભાઈ નાં પરમ મિત્ર અને એમનું જે બેંકમાં ખાતું હતું એ બેંક નાં મેનેજર આશિષ ભાઈ મળ્યા કહે ભાભી કેમ છો???
માલતી બહેન કહે સારું છે ભાઈ તમે કેમ છો???
એકબીજા ની ખબર અંતર પૂછ્યા પછી..
આશિષ ભાઈ કહે ભાભી એવી તો શું મુસીબત આવી હતી કે તમે એકસામટા દસ લાખ રૂપિયા ઉપાડી લીધાં...
માલતી બહેન કહે ક્યારે ભાઈ મેં તો નથી ઉપાડ્યા...
મારે એવી કોઈ જરૂર જ નથી પડી..
આશિષ ભાઈ કહે ગયાં મહિને વિશાલ બેંકમાં આવ્યો હતો અને તમારી સહીં કરેલી ચેકબૂક લઈને આવ્યો હતો અને કહ્યું કે મમ્મી ને ઓપરેશન કરાવવું પડે એમ છે એટલે મમ્મી એ જ રૂપિયા લેવા મને મોકલ્યો છે...
માલતી બહેન તો આઘાત પામી ગયા અને ઉતાવળી ચાલે ઘરમાં આવ્યા અને વિશાલ અને હિરલ ને ઓફિસ જતાં રોકીને ...
વિશાલ ને પુછ્યું કે તમે બન્ને કમાવ છો તો તમારે એવી તો શું રૂપિયા ની જરૂર પડી કે તેં મારી મંજૂરી કે પુછ્યું પણ નહીં અને દસ લાખ રૂપિયા ઉપાડી લીધાં...
વિશાલ કહે એમાં શું મંજૂરી લેવાની ભવિષ્યમાં એ રૂપિયા અમારાં જ છે ને???
માલતી બહેન કહે તું ભવિષ્ય ની વાત જવા દે પેહલા એ કહે તે આટલાં બધાં રૂપિયા ઉપાડ્યા જ કેમ ???
જવાબ દે...
વિશાલ હિરલ સામે જોયું અને પછી ધીમે રહીને કહ્યું કે મારા સાળાને લંડનમાં ભણવા જવું હતું તો દસ લાખ રૂપિયા એને આપ્યાં છે...
આ સાંભળીને માલતી બહેન કહે પણ મને અંધારામાં રાખીને અને મારી મંજૂરી વગર તું આ રીતે રૂપિયા ઉપાડી અને વાપરી નાં શકે કે નાં કોઈ ને આપી શકે...
માલતી બહેન હજુ પણ આગળ કંઈ કહે એ પહેલાં વિશાલ હિરલ નો હાથ પકડીને દરવાજો જોરથી પછાડીને ઓફિસ જવા નીકળી ગયો...
હતપ્રત બની ગયેલા માલતી બહેન એ બંધ દરવાજા ને જોઈ રહ્યા અને પછી અશોકભાઈ નાં ફોટા પાસે ઉભા રહીને પોક મૂકીને રડી પડ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ.........