તા.21 મહિનો માર્ચ,
ચાલ સકિના જલદીથી નઈ તો આ લોક ડાઉંન નો સમય પૂરો થઈ જાશે.સકિના દોડવા લાગી, મનમાં જ પોતાને દોડાવા લાગી, તે વિચારવા લાગી કે હું રોજ રોજ આ ટાઈમે તેને જોવા માટે દોડુ છું,પણ શા માટે આ મઝ્હબની દોડ માં મને શું એ મળશે?ને મને તો એનાં વિશે કોઈ જ માહિતી નથી, કઈ રીતે ને શું વાત કરીશ હું?
તા.19 મહીનો માર્ચ
શહેરમાં દરેક જગ્યાએ વાતો થતી હતી કે કઈ વાયરસ આવ્યો છે કોઈ રોગ છે,બધુ બંધ કરાવે છે દરેક શહેરમાં પોલિસો તહેનાતમાં છે.ઍ પણ એક પોલીસ તો છે બસ મને યાદ છે ઍ બે આંખો,કારણ કે ચહેરો તો મેં જોયો નથી,કેમકે માસ્ક પહેરેલો હતો કઈ જ નાં દેખાયુ ને દેખાય પણ કેમ હું તૉ પેલા ભૂખ્યા વરૂ જેવા બે બદમાશૉ થી ભાગતી હતી.સુરત શહેરમાં તૉ હું પણ નવી જ છું મેં ક્યાં કાઈ જૉયુ હતું? છેક મુંબઈ થી ભાગી તી,
હાં હું સકિના મુંબઈ માં રહેતી હતી, ગરીબની જાત ભટકતી જ હોય ને?મારી અમ્મિ ને પેલો કોરોના નો રોગ થઈ ગયો ડોકટરો કહે હવે ભુલી જાવ તમે તેને હમણા મુકિદો પેશન્ટ ને એકલુ રાખવુ પડશે.!હું ને મારી અમ્મિ બે જ તૉ હતા હું કયાં જાઈશ ? પેલો મારો હવસખોર કાકો હતો એનાથીતૉ અમે બચતા મારી અમ્મિ પર નજર બગાડી હતી એટલે તૉ મારી અમ્મિ મને દૂર જ રાખતી એનાંથી,પણ હવે ઘર માં જો કપડા લેવા જાઊ તો ઍ એ તૉ પૂછે કે કયાં ચાલી? સકિના હિમત કરી ને ગઈ તો ખરી,કેમકે શરીર ઢાંકવા કપડા તૉ જોઇએ ને!પણ બીક હતી તે જ થયું કાકા એ પુછ્યુ અને બીતા બીતા વાત કરી જેમ અમ્મિ ઍ કહ્યુ હતું એમ જ કે મજુરી નું કામ મલ્યુ છે તો ત્યાં જવાનું છે ને રેવાનું પણ ત્યાં જ છે,ને આટલું કહી સકિના ત્યાંથી ભાગી પણ પેલો સકિના ને વેચી દેવાના ઇરાદો કરી પાછળ જ હતો..સકિના અમ્મિની પાસે આવતાં જ ને પેલો કાકો પાછળ જ હતો તો સમજી ગયો, કે બને કાઈક ખોટી ખિચડી પકાવે છે.સકિનાની અમ્મિ કહે તું ખુદા નો ખૌફ રાખ ને મારી સકિના ને જાવા દે,પણ કાકા નાં મગજ પર તો પૈસા નું ભુત હતું તે ત્યાં મારી નાખવાની ધમકી અપવા લાગ્યો.અમ્મિ ઍ કહ્યું સકિના ગમે તેમ ભાગી જજે આ રાક્ષસ પાસેથી તારી માટે ખુદા ની દુઆ કરુ છું.તે
રાક્ષસ મને જ્યાં લઇ ગયો તે જગ્યા જોતાં જ હું સમજી ગઈ અને કાકાઍ પકડેલા હાથ પર બચકું ભરી અલ્લા નું નામ લઈ ને ભાગી,થોડું ભાગતા જ રેલ્વેસ્ટેશન જોયું ને જે ટ્રેન મળી તેમાં ભાગી ને આવી પોચી સુરત પણ ગરીબ જવાન છોકરી કાઈ છાની રહે ટ્રેન માં પણ કોઇ બે ભૂખ્યા વરૂ ભટકાયા, તો જીવ બચાવતા ભાગી પણ મને એ ભૂખ્યા વરૂ ઍ અંતે ફાડી ખાધી ને હું જો ઍ પાપ પાંગરે તો ક્યાં જાઊ ઍ વિચારે બસ આત્મહત્યા કરવા બસ પડતુ મુક્તિ જ હતી ને ત્યાં જ મને ઍ માસ્ક પહેરેલા પોલીસ જવાને બચાવી ને કહ્યુ કેમ મરી ને શું થસે?બચી જઈશ તો ને મને ખબર નઈ કેમ તેની માસ્ક મઢેલી આંખો પર વિશ્વાસ આવ્યો,તે ચહેરા ઍ કહ્યું કે મારી રાહ જોજે કાલ પાછી મળજે ને ઍ આંખો જીપ માં સવાર થઈ ગઈ જીપ દેખાતી બંધ થઈ.ને એએમ જ રોજ હું આ લોક ડાઉંન નાં સમય ની અને જીપ ની રાહ જોઊ છું,રોજ ઍ મને મળે છે.બસ 5 મિનીટ ને મને ઍ માસ્ક મઢેલી આંખો પર ભરોસો કરાવે છે,અલ્લા ની મરજી હશે એમ માની ને હું આ લોકડાઉંન પુરુ થાય એની રાહ માં છું, ત્યાં જ આજે ઍ જલ્દિથી જીપ માંથી જ કહે છે કે આ જગ્યા ઍ પહોચ્જે મારી બહેન તને મળશે.અને હું ખબર નહી કેમ ગમે તેમ ગોતી ને પણ ત્યાં પહોચી જાવ છું.
તા.1, મહિનો મે
આવ,અંદર આવ અને 1નાજુક નમણો ચહેરો મને પોતાના ઘરમાં બોલાવી ને બેસાડે છે. ઍ ચહેરાની આંખો પણ પેલા ચહેરા ને મળતી આવે છે ને હું વિચાર માં પડી જાઊ છું કે અલ્લા મારી સાથે શું થાય છે? અને મને ઍ કહે છે,કે મારુ સાચુ નામ નેન્સી છે,પણ હવે હું નુરી મહંમદ છું અને મહંમદને બોલાવે છે,અંદર થી મહમદ એક મુસ્લિમ મારી પાસે આવી માથા પર હાથ મુકી કહે છે આજથી હું તારો ભાઇજાન છું,તું નસીબદાર છો કે તને નુરી નો ભાઈ નીરવ મળી ગયો અને તે એક ફોટો બતાવે છે.હું જોતી જ રહી ગઈ કે આ તો ઍ જ આંખો એ જ નાક મો પર હાથ વડે માસ્ક ની જેમ ઢાંકી ચહેરો ઓળખું છું,અને હાં ઍ જ છે મને અહિ મોકલનાર પેલી માસ્કિ આંખો હું ઓળખી જાઊ છું.પણ હજી કાઈ નથી સમજાતુ ને ત્યાં જ કોઇ આવે છે નુરી ભાઈ આવી ગયો કહીને ખોલે છે.અને પહેલી વાર ઍ માસ્ક કાઢીને ઍ જ આંખોથી મને જોવે છે.નુરી મને પૂછે છે કે શું નામ છે? અને હું પણ માસ્ક કાઢી ને સકિના નામ ની બધી આપવીતી કહું છું.નુરી કહે હું નેન્સી માંથી નુરી બની તું સકિના માંથી શિતલ બની જા ને મારા ભાઈ નીરવ ને સાચવ.નીરવ વાત કરે છે કે આજથી થોડાં વર્ષ પહેલા બનેલા મુંબઈ હુમલા માં અમારા માં બાપ મરી ગયાં.મારી બહેન નેન્સી પર પણ આવી જ રીતે કોઇ 2 હવસખોરો ઍ હેરાન કરી ને પડતી મુકી હતી હું મારી પોલીસ ટ્રેનિંગ માંથી આવ્યો જ હતો ને આ બધું અચાનક જ બની ગયું હતું ત્યારે મારી સાથે નોકરી માં હતા ઍ આ ખુદા નાં બંદા ઍ મારી બહેન નેન્સી ને આમ જ આત્મહત્યા થી બચાવી તી અને નેન્સી ને નુરી બનાવી નિકાહ કર્યા હતા ,તો આજે ઍ મઝહબ નો ઉધાર ચુકવવાનો વારો જો મને ઇશ્વર આપે તો લઈ જ લેવો પડે,બસ આ જ કારણે મે તમને કહ્યું કે મારી રાહ જોજો.જો તમે તૈયાર હો તો અને સકિના અલ્લાનું ફરમાન અને અમ્મિ ની દુઆ સમજી ને સકિના માંથી શિતલ બનવા તૈયાર હતી.નુરી અને અહંમદ પણ ખુશ હતા.અને નીરવ અને શિતલ પણ ફરી પાછા માસ્ક પહેરી લોક ડાઉંન ખુલે એટલે લગ્ન કરવા તૈયાર હતા.બસ રાહ હતી આ લોક ડાઉંન ખુલે અને આ કોરોના રુપી બાદમાશ નો ખાત્મો થાય.ફરી જ્યારે નીરવે એક વાર માસ્કિ આંખો થી સકિના/શિતલ સામે જોયું ત્યારે મંદિર માં આરતી અને મસ્જિદ માં નમાજ નો સમય હતો.