kavy sangrah books and stories free download online pdf in Gujarati

કાવ્ય સંગ્રહ


શહીદ

મરતો ગયો જવાન અને પોતાની ઈચ્છાઓ ને મારતો ગયો,

જુમતા હતા જ્યારે સૌ વેલેન્ટાઈનના માહોલમાં ત્યારે એ જવાન દેશ માટે લડતો ગયો,

જોતી હતી રાહ કોઈ વેણી એના સ્પશૅથી ખીલવાની, નાની શી કોઈ આંખો પહેલીવાર પપ્પા બોલવાની,

લાંબુ જીવ એવા આશીર્વાદથી માની હથેળી માથા પર મુકવાની,

સઘળું કુરબાન કરતો ગયો તું ના કોઈ ઈચ્છા જીવતો ગયો તું ,

અધૂરી રહી તારી ઘણી ઇચ્છાઓ તારા મા-બાપની કૂખ ઉજાળતો ગયો તું મેઘધનુષી માયા આપી દેશવાસીઓને તિરંગાના માત્ર ત્રણ રંગોમાં લપેટાઈ ગયો તું


પ્રેમ

મોગરો આ મહેંકી ઉઠયો ને નામ અપ્યું મેં પ્રેમ.
ખીલી ઊઠી બધી કળીઓ ને સુરજે પણ કિરણ મોકલી ને
કર્યા હસ્તાક્ષર, કાન પકડી ચાંદ ને પણ કરાવી ઉઠબેસ
સવાર બની ને આવી સવારી અવની થી રથ ધરા ભણી
ખીલી ઉઠી ક્યારી બધી ને વરસી રહ્યો મેઘ
જોયું જ્યારે વન ઉપવન ને લાગણીનો મોર
કોયલે કર્યો કલશોર ને, હરાવી સુગંધ ને જ્યારે મહેંકી મહેંદી ની મહેક.
ખર્યાં તારાઓ આકાશના ને બની ગઈ ઓઢણી
જીવાય ગયા સપનાઓ પણ થોડા જ્યારે કોઇ
ફૂલ થી ઝાકળ ને પણ પૂછાઈ ગયું કે તારું ટીપું છે કે પછી છે આ મોસમ ની મહેર. આપ્યું અલિંગન સ્વપ્ન એ આંખ ને વિટાઈ વળી કોઈ લતા પણ ઝાડ ને બની જાણે નમણી નાગર વ્હેલ. આ મિજાજ ને શું નામ અપવું પ્રેમ કે પછી કોઈ વ્હેમ


બાળપણ

ચાલ સમય ને હરાવી દઇએ

પેલા બાળપણને પાછું બોલાવી લઈએ

સાતતાળી રમીએ અને દાવ આવે તો લડીએ

થપો રમીએ ત્યારે ટાઈમપલીઝ કહી દઈએ

ઊભી ખો રમીએ અને માટલી ચીરી ને જઈએ

એકબીજાની ફરિયાદ કરીને કિટટા સૈયા કરીએ

સપોલીયા ની રમત ના સાત પથ્થરો શોધીએ

ચોર પોલીસ ની રમત માં પોલીસ બની જઈએ

મમ્મીજો બોલાવે તો હમણા આવું કહીને પાછા સંતાઈ
જઈએ.

પપ્પા ઓફિસે થી અવે ત્યારે ડાહી દિકરી થઇ જઈએ.

ચાલ સમય ને હરાવી દઇએ.


માણસ મોબાઈલ થઈ ગયો

માણસ ક્યાં ગયો એ તો ક્યારનો ખોવાઈ ગયો
મોબાઇલ ની દુનિયા માં મસ્ત થઇ ગયો
લાગણીઓ બધી અપડેટ થઈ ગઈ ને
પોતે પણ અપ્સેટ થઇ ગયો
વોટસઅપનો ઉપયોગ કરી શું જબરદસત થઈ ગયો
ફેસ અને બૂક માં એવો તો ખોવાઈ ગયો
કે કોઈ નો ચાડી ખાતો ચહેરો ભુલી ગયો
મોબાઇલ ની દુનિયામાં માણસ મસત થઈ ગયો
ગૂગલ પર ઘણું બધું શોધવા મા પોતે પણ ક્યાં ખોવાઈ ગયો
ન ખબર રહી પોતાની કે સબંધ ના જાળા માં પોતે हेंग થઈ ગયો. નવું નવું ડાઉનલોડ કરવામાં જૂનું બધું લોડ કરતો ગયો
લાગણી ઓની આ રમતમાં આંગળી ઓથી અળગો થતો ગયો.
ઘરની વ્યક્તિઓ ને ઓફ કરીને પોતે ઓન લાઇન રહેતો થઈ ગયો પોતાના ને સર્ચ કરવા ની પરવા ના કરે પણ બીજા બધા ने રીકવેસત કરતો થઈ ગયો. શિવજી શિવજી કરતો માણસ ૩જી ૪જી માં મોહી ગયો. આજનો માણસ ક્યાં ગયો ?મોબાઇલ માં મસ્ત થઈ ગયો.!!

બાર્બી ડોલ

હું બનુ આજ બાર્બીડોલ, તું ડાહી દિકરી બની જા ચાલ.
હોમવકૅ બધુ પૂરૂ કરી લે ટયુશન પણ જા ચાલ,
તારી બદલે હું શો-કેશની ઢિંગલી બની જાવ.
તારી સાથે ભણવા પેલૂ પતંગિયુ પણ આવશે, યુનિફોર્મ પહેરશે ને સાથે દફતર પણ લગાવશે!
1 2 3 4 5 અને A B C D વાંચશે,
સ્કૂલ જતા રસ્તામાં મગનકાકા મળશે ૨ રૂપિયા નો ફુગ્ગો આપશે વ્હાલ પણ બતાવશે,
ટીચર પેલા કલાસમા બસ એક પતંગ દોરાવશે,
સાંજે ઘરે આવીને તમે સંતાકૂકડી રમજો,
સંતાજો આ શો-કેશ પાસે ને મને પણ બોલાવજો,
મસ્તી ને તોફાન થી આ દિવસ પૂરો કરશું.
કેવુ લાગશે મને બંધાવુ, ને તને હોમવર્ક અઘરૂ!!!
એકબીજા ની વાતો રાતે પપ્પા ને પણ કરશુ.
રાત પડે તું પાછી તારા શો-કેશ મા ગોઠવાઈશ,
હું બની ને ડાહી દિકરી મમ્મી પાસે જઈશ.બીજા રસપ્રદ વિકલ્પો