સાધનાબહેન હજી એ જ વિચારો મા હતા,
કે મંજરી એ હનિમૂન ની વાત નિધિ ને કરી ને ત્યારે નિધિ એ સમજણ વાપરી તે સારું થયુ વિચારો ફરી ચાલ્યા,
સાંજે જ અવનીબહેને કહ્યું નમન દિવાળી વેકેશન મા તારી બંને બહેનો આવે છે પોતાની ભાભી સાથે રહેવા માટે ખ્યાતિ પોતાના ઈવાન અને અનેરી સાથે લોપા પોતાની ક્રીમીષા સાથે લગ્ન પછી પહેલીવાર વેકેશન પર આવતા હતા. નમન ખૂબજ ખુશ થયો પણ મઁજરી નું મોઢું ઊતરી ગયું તે રૂમમાં જતી રહી અવનીબહેન તરત સમજી ગયા પણ નાગરની સમજણ હતી ને તે કઈ જ ના બોલ્યા, તે સમજુ સાસુ હતા તેઓ મંજરી ના પિતા ને ઘેર ગયા નિધિ સાથે તેને સારું ફાવતું હતુ વાત વાત મા ખબર પડી કે નમને હનિમૂન માટે ટિકિટ કરાવી છે, નિધિ પણ સમજુ હતી તે સમજી ગઈ ને અવનીબહેન ને કહ્યું તમે ચિંતા ના કરો હું મંજરી ને ઓળખું છું, અહીં નમને મંજરી ને પોતાની બહેનો પહેલીવાર આવે છે ને તે કેમ રહયો છે તે બધી વાત કરી પણ મંજરી એ કઈક નક્કી કર્યુ હતું તે ચૂપ રહી બીજા દિવસે તેણે નિધિ ને ફરીથી ફોન કર્યો, નિધિ તો તૈયાર જ હતી તેણે કહ્યું તુ આવ મઁજરી પણ હું તો મારા મમ્મી ને ત્યાં રહેવા જવાની છું કેમ કે ગયા વર્ષે પણ તારા લગનની ધમાલ મા જઈ નતી શકી. મંજરી વિચારો મા ખોવાઇ કે મેં નિધિ ને કોઈ વાર પિયર નથી જાવા દિધી તો એને મન ન થાય હું એકજવાર ન જઈ શકી તો પણ ના ગમ્યું તો ખ્યાતિ ને લોપા ૩ વર્ષે તો આવે ને, તે રાત્રે જ તેણે નમનને કહી દીધું કે ટિકિટ કેન્સલ કરાવી દે આપણે પછીના વેકેશન મા જશું, નમન ને થયું મંજરી ગુસ્સે થઈ કહે છે પણ મનાવી લઈશ, બીજી બાજુ અવનીબહેને તપાસ કરી ત્યારે તેને કેન્સલ કરેલ ટિકિટ મળી, પણ નિધિ સાથે વાત મૂજબ પ્લાન થી ખ્યાતિ લોપા સાથે વાત કરી લીધી હતી, ૨ દિવસમા બધા આવવાના હતા મંજરી થેાડી ખુશ થોડી નાખુશ બ઼ધૂ કરતી હતી, ખ્યાતિ અને લોપા આવ્યા નમન મંજરી ને જોઈ ખૂબ ખુશ થયા ઈવાન અનેરી અને
ક્રીમીષા ને પણ મઁજરી મનથી સાચવતી મઁજરી ના મમ્મી પપ્પા તથા પિયૂષ નિધિ ને પણ ૧ દિવસ બોલાવ્યા, અને જમતી વખતે અવનીબહેને અને કમલભાઈએ મઁજરી ને હનિમૂન ની ટિકિટ આપી અને કહ્યું કે જાવ અને તમારા બંને નુ પેકિંગ કરો નમન મંજરી વિચાર મા પડી ગયા, કે ૧૦ દિવસ વાળી ગોવા ની મારી જ ટિકિટ! મેં તો કન્ફર્મ કરી ન હતી તો પછી,!ત્યારે ખ્યાતિ એ કહ્યું કે તમે સમજી ને રહો તો અમે ન રહી એ અમે પણ હનિમૂન મા ગયા હતા હો! તુ જયારે નિધી ને હનિમૂન પર જવા ની વાત કરતી હતી ત્યારે મમ્મી એ સાંભળી હતી જો નિધિ પિયર જવાનું કહી શકે તો અમે ટિકિટ ની તારિખો ન ફેરવી શકિ઼એ? ને નિધિ હસી પડી કે અવનીઆન્ટી ને પોતાની વહુને સમજણથી હનિમૂન ની ટિકિટ અને એક વેકેશન ભેટ માં આપવુ હોય તો હું શું કરું સાસુ વહુ ની સમજણ
વચ્ચે? ને મઁજરી બોલી પડી સાલી નિધૂડી """"" ફરી ને આવી મંજરી એ ખ્યાતિ લોપા માટે સોનાનો સેટ અને ઈવાન માટે ચેન તથા અનેરી અને ક્રીમીષા માટે બુટ્ટી લિધિ અને સાસુ મા ને પોતાની સમજણ ના રૂપે રિટર્ન ગીફટ મા વળતુ વેકેશન આપ્યું.