સાસુ ની ભેટ એક વેકેશન Dipti N દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાસુ ની ભેટ એક વેકેશન

મંજરી ના ચહેરા પર ખુશીઓ એકદમ સ્પશ્ટ વંચાતી હતી,તેણે ઉઠીને આજ પહેલુ કામ પોતાની ભાભી નિધી ને ફોન કરી ને કહ્યું ,"હેલો, માં ,નિધી ને ફોન આપ, અને સાધનાબેને નિધી ને ફોન આપતા કહ્યું કે લે તારી ચાહિતી ને ચડાવેલી એક ની એક નણંદ તને બોલાવે છે,નિધી - હા બોલ મંજરી ,મંજરી -"અરે નિઘુડી હું આજ બહુ ખુશ છું અમારી હનીમૂન ની ટિકિટ આજે જ કન્ફોર્મ કરાવી લઈશું ,નિધિ -અરે વાહ બહુ ખુશ લાગે છે તો જ તુ મને નિઘુડી કહી ને બોલાવે છે, ચાલ સરસ કયાં જવાનો પ્લાન કર્યો છે? મંજરી એ કહ્યું કે પેલા બોમ્બે, લોનાવાલા, ખંડાલા, અને ત્યાંથી પછી ગોવા નમને ૧૦ દિવસ ની રજા લેવાનું નકકી કર્યું છે, સરસ ખુબ મજા કરજો બંને કહી નિઘી એ ફોન મુક્યો અને સાધનાબેન ને નિધિ ને વાત કરી.સાધનાબેનના ઘર મા નિધિ નૂ ખૂબજ માન હતું તે કહે તે જ થાય તે હતી પણ ખૂબ જ સમજુ. સાધનાબેને કહ્યું કે નિધિ જો આજે તું ના હોત તો મંજરી એ કઈક ભુલ કરી ને સાસરામાં માન ખોયું હોત, અને તેણે પોતાની વહુ નિધિ ને ખૂબ જ માન થી ગળે લગાડી દીધી, તેની આંખ પાસે થી મંજરી ની જિંદગી પસાર થઇ ગઈ,

આ વાર્તા ના પાત્રો થોડો નો પરિચય આપી દઉં

(નમન બક્ષી બેન્ક ઓફ ઇન્ડિયા માં ક્લાર્ક છે.નમન ને આ નોકરી તેની મહેનત ના બદલા માં મળી હતી.તેઓ નાગર પરિવાર ના હતા તેના પપ્પા નુ બેંક મા ખૂબ જ માન હતુ. નમને બસ હજી કૉલેજ પુરી કરી હતી અને નોકરી ની શોધ માં જ હતો આાથી બેંકની પરીક્ષા આપી અને તેમાં પાસ થઈ ગયો બસ પછી તો તેના પપ્પા એ તરત ઓળખાણનો ઊપયોગ કરી બેંક મા રખાવી દીધો, નમન તેના ઘરમાં સૌથી નાનો હતો. તેની પહેલા બે મોટી બહેનો હતી ખ્યાતિ અને લોપા બંને બહેનો ને નમન ખુબ જ વ્હાલો હતો કેમકે તે નમન તે બન્ને થી ઘણો નાનો હતો, બંને બહેનો વચ્ચે બહુ ફેર ન હતો ખ્યાતિ ૧૦ વર્ષ ની ને લોપા ૮ વર્ષ ની હતી ત્યારે નમન નો જન્મ થયો હતો. બંને એ નમનને ખુબ લાડકોડ થી ઉછેર્યો હતો.મમ્મી અવનીબેન અને પપ્પા કમલભાઇ બક્ષી ને પણ જાણે મનન ની કોઈ ચિંતા ન રહેતી, કેમકે એટલા વર્ષ ના તફાવત પછી નમન નો જન્મ થતા બંને બહેનોએ જાણે નમન ની જવાબદારી વહેંચી લીધી હતી એક નવરાવે તો બીજી જમાડે, એક સુવરાવે તો બીજી તેને બહાર લઇ જાય, અવનિબહેન માત્ર જન્મદાયી હતા પણ ઉછેર બધો બે બહેનો નો જ હતો.)
વાર્તા આગળ વાંચીએ
સાધનાબેન ને બધું જ યાદ આવતું હતું,
બધા આરામ થી બેઠા હતા ને અવનીબહેને કહ્યું, "તમે બંને બહેનો એ નમનને ખુબ જ ચડાવ્યો છે, જો તમે બંને હવે કૉલેજ પુરી કરી લીધી, ને હવે સારૂ માંગુ આવશે તો પપ્પા તો તમને પરણવાની વાત કરે છે, તો પછી હું નમનને સાચવી શકું એમ રાખજો હો અવનીબહેને હસતા હસતા કહ્યું, અને કમલભાઈ એ તરત જ વચ્ચે સુર પુરાવ્યો,"અવની તું તો નસીબદાર છો કે તને ખુબ સમજુ દીકરીઓ આપી છે નઈ તો આજકાલ તો ભાઈ બહેનો ના જગડા ઓ કૌર્ટ - કચેરી સુધી લઇ જાય છે,"
અવની એ કહ્યું હાં સાચે જ આપણે નસીબદાર છીએ, કે બંને બહેનો એ નમન ને ક્યાં મોટો કરી દીધો તેની મને કઈ ખબર જ ના રહીને નમન મોટો થઇ ગયો,! આ બધી વાત નમન સાંભળતો જ હતો તેણે કહ્યું ચિંતા ના કરશો મમ્મી બંને બહેનો માટે ગમે ત્યારે હું મારી બધી કમાણી ખર્ચી નાખીશ પણ બંને બહેનો ને કઈ જ તકલીફ નઈ પાડવા દઉં હું પણ આજ ૧૨માં ધોરણ માં આવીશ મને પણ ખબર પડે જ છે કે મારી બંને બહેનો એ મારા માટે શું કર્યું છે, અને લોપા એ કહ્યું કે, "વાહ ! જો તો નાના એવા લાગ઼તા નમન ની જીભ આવડી લાંબી ક્યારે થઈ ગઈ? એ તો ખબર જ ના રહી,ને બધા હસવા લાગ્યા, ખ્યાતિએ કહ્યું જીભ તો લાંબી ભલે થઇ પણ સમજણ આવી ગઈ એ સાચું હવે મમ્મી પપ્પા ની ચિંતા નહિ રહે ત્યારે અવનીબેન અને કમલભાઈ પોતાના સંસાર માટે મનોમન ભગવાન નો આભાર માનતા હતા.

નમને ૧૨મા ની પરીક્ષા પાસ કરી ત્યારે ખ્યાતિ ના માગા આવવા લાગ્યા, તેમાં થી ખ્યાતિ ના લગ્ન બેંગ્લોર રહેતા અમદાવાદ ના નાગર પરિવાર ના પરમ મહેતા સાથે નક્કી થયા, પરંતુ કમલભાઈ ની ઈરછા હતી કે બંને બહેનો વચ્ચે ઊમર નો કંઈ બહુ તફાવત નથી તો લગ્ન પણ સાથે જ થાય તો પ્રસંગ ધૂમધામથી થાય આથી તેમણે પરમ ના માતા પિતા અખિલેશભાઈ અને લતા બહેન સાથે વાત કરી તેને પણ કોઈ વાંધાે ન હતો. લોપા માટે અખિલેશભાઈ એ જ છોકરો શોધી આપ્યો તેના જ એક નાગર મિત્ર શોધનભાઈ નાણાવટી નો પુત્ર સુરીલ બતાવ્યો, તેને બોમ્બેમાં પોતાની એક લેબોરેટરી હતી,આથી લોપા ની વાત તેને કરી, કમલભાઈ સાથે બધી વાત કરી ને બધા ની મંજૂરી થી બધુ નકકી થઈ ગયું ને બીજા વર્ષ સુધી મા લગ્ન નકકી કર્યા બને બહેનો એક સાથે જતા રહેશે તે વિચાર થી નમન વધુ પરિપકવ થઈ ગયો, લગ્ન ની તૈયારી અને દીકરીઓની વિદાય ના વિચાર મા રહેતા કમલભાઈ ને હાર્ટ એટેક આવ્યો ને લગ્ન ની બધી જ જવાબદારી નમન પર આવી પડી. ખ્યાતિ અને લોપા બન્ને એ તથા તેના સાસરાના લોકો એ પણ ખૂબ સમજણ થી કામ લીધૂ અને કોઈ પણ જાતના વધુ ખચઁ કે સોનાના કોઈ પણ વ્યવહાર વીના લગ્ન કર્યા. આ પછી બે વર્ષ પસાર થઇ ગયા ને નમન બસ કોલેજ માં છેલ્લા વર્ષ મા આવી ગયો ખ્યાતિ અને લોપા પોતાના સંસાર માં પડી ગયા..લગ્ન પછી બે વર્ષ ન આવી શકયા ને પછી એવા મા જ પોતે ડિલિવરી ટાઈમ પછી જ આવશે એવા સારા સમાચાર અવનીબહેન ને આપ્યા. અવનીબહેને ખૂબ જ ખૂશ થયા. નમન પણ મામા બની જશે એથી ખૂબ ખુશ થયો, તેને તેની સાથે ભણતી મંજરી ગમતી હતી તે વાણીયા પરિવાર ની હતી તે બન્ને ૧ વર્ષ થી મળતા હતા,નમને વિચાર્યુ કે આ જ સમય છે ઘરમાં વાત કરવાનો તેણે ઘરમાં વાત કરી અને કમલભાઈ અવનીબહેને કાઈ જ વાંધો ન લીધો અને તે લોકો બીજા દિવસે તેના ઘેર મળવા ગયા, મંજરી ના ઘરમાં પપ્પા તુષારભાઈ અને મમ્મી ચેતનાબહેન ભાઈ પિયુષ અને ભાભી નિધિ હતા નિધિ લોહાણા પરિવાર ની પણ ખૂબ જ સમજૂ દિકરી હતી, તે મંજરી ની બેનપણી માથી ભાભી બની હતી,નિધિ ખુબ જ ડાહી અને સમજુ હતી તેથી તેણે આવી ને તરત ઘરમાં બધા લોકોને જીતી લીધા હતા. પહેલા નિધિ એ જ મંજરી ને વાત કરી હતી, આથી બધા ને ખબર હતી અને કોઈ ને વાંધો પણ ન હતો આથી દિવાળી વેકેશન મા લગ્ન નક્કી થયા જેથી બંને બહેનો પણ ડિલિવરી માથી ફ્રી થઈ જાય અને આવી શકે, કેમકે ઊનાળાના વેકેશન મા તો હજી બને ને ડિલેવરી ની ડેઈટ આપી હતી, ખ્યાતિ લોપા ને અવનીબહેને બધી વાત કરી અને બન્ને ખૂબજ ખુશ થઈ, નજર પાસેથી નમન નું બાળપણ પસાર થઇ ગયુ , નમન કેટલો મોટો થઈ ગયો! એમ વિચાર્યુ, બસ ઊનાળેા આવ્યો ને ખ્યાતી ને બાબો બેબી આવ્યા અને લોપા ને બેબી આવી, બંને ખૂબ ખુશ થયા કે નમન ના લગ્ન ખૂબ ધામધૂમથી ઊજવશુ, દિવાળી વેકેશન આવ્યુ ,,ખૂબ જ સરસ રીતે નમન ના લગ્ન થયા મંજરી લગ્ન કરી ને નમન ને ઘેર આવી જાય પછી ૩ણે છોકરાઓના નામ પાડવા એમ નકકી થયું આથી નમન અને મંજરી ના લગ્ન થયા ખૂબ આનંદ અને મજા કરી પછી નામ પાડયા ખ્યાતિ ના બાબાનુ નામ ઈવાન અને બેબી અનેરી લોપા ની બેબી ક્રીમીષા પછી બધા ૨ દિવસ મા જ નિકળી ગયા બેઁક મા રજા પૂરી થઈ જવાથી બંને હનિમૂન માટે જઈ શકયા નહિ, બધું જ સરસ ચાલતુ હતું મંજરી ને નિધિ ની જેમ જ રહેવું હતું તે કાઈ પણ હોય તો નિધિ સાથે વાત કરી લેતી રવિવારે કે રજા મા જો નિધિ પિયર જાય ને નિધિ આાટો મારવા આવે તો પણ બોલાવી લેતી,નિધિ કયારેય કોઈ ફરિયાદ પણ ન કરતી, સામે ઊનાળે વેકેશન પર જ કમલભાઈ ને બીજી વાર એટેક આવ્યો પણ મંજરી એ ખૂબ જ દિલ થી સેવા કરી અવનીબહેન ની આખ જોતી જ હતી, તેને થયું કે આ દિવાળીમા તો લગ્ન ને વર્ષ થઈ જશે પણ નમન અને મંજરી હનિમૂન મા નથી જઈ શકયા. બીજા દિવસે સવારે નમન બેેંક ગયો મંજરી અને અવનિ કામ પર ચડયા. મંજરી કાઈ કામ સર ત્યાં બાજુ મા રહેતી સંજના ને ત્યાં ગઈ તો તે પેકિંગ કરતી હતી મંજરી એ પુછયું કે કયાય બહાર જાવ છો? તો કહે હા ૨ વર્ષ થઈ ગયા વેકેશનમા કયાંય નથી ગયા તો કોઈ પણ આવી જાય તે પહેલાં જ અમે બહાર જવા નીકળી જ઼઼ઈ એ મંજરી કંઈક વિચારો મા ઘેર આવી રાત્રે જમી ને રૂમમાં ગઈ ત્યારે તે સંજના ની વાત પર વિચાર મા જ હતી પણ ત્યાં જ નમને તેને હનિમૂન ની ટિકિટ ની સરપ્રાઈઝ આપી ને મંજરી ખૂબ જ ખુશ થઈ, અને મગજ માથી સંજના ખરી ગઈ.

સાધનાબહેન હજી એ જ વિચારો મા હતા,
કે મંજરી એ હનિમૂન ની વાત નિધિ ને કરી ને ત્યારે નિધિ એ સમજણ વાપરી તે સારું થયુ વિચારો ફરી ચાલ્યા,
સાંજે જ અવનીબહેને કહ્યું નમન દિવાળી વેકેશન મા તારી બંને બહેનો આવે છે પોતાની ભાભી સાથે રહેવા માટે ખ્યાતિ પોતાના ઈવાન અને અનેરી સાથે લોપા પોતાની ક્રીમીષા સાથે લગ્ન પછી પહેલીવાર વેકેશન પર આવતા હતા. નમન ખૂબજ ખુશ થયો પણ મઁજરી નું મોઢું ઊતરી ગયું તે રૂમમાં જતી રહી અવનીબહેન તરત સમજી ગયા પણ નાગરની સમજણ હતી ને તે કઈ જ ના બોલ્યા, તે સમજુ સાસુ હતા તેઓ મંજરી ના પિતા ને ઘેર ગયા નિધિ સાથે તેને સારું ફાવતું હતુ વાત વાત મા ખબર પડી કે નમને હનિમૂન માટે ટિકિટ કરાવી છે, નિધિ પણ સમજુ હતી તે સમજી ગઈ ને અવનીબહેન ને કહ્યું તમે ચિંતા ના કરો હું મંજરી ને ઓળખું છું, અહીં નમને મંજરી ને પોતાની બહેનો પહેલીવાર આવે છે ને તે કેમ રહયો છે તે બધી વાત કરી પણ મંજરી એ કઈક નક્કી કર્યુ હતું તે ચૂપ રહી બીજા દિવસે તેણે નિધિ ને ફરીથી ફોન કર્યો, નિધિ તો તૈયાર જ હતી તેણે કહ્યું તુ આવ મઁજરી પણ હું તો મારા મમ્મી ને ત્યાં રહેવા જવાની છું કેમ કે ગયા વર્ષે પણ તારા લગનની ધમાલ મા જઈ નતી શકી. મંજરી વિચારો મા ખોવાઇ કે મેં નિધિ ને કોઈ વાર પિયર નથી જાવા દિધી તો એને મન ન થાય હું એકજવાર ન જઈ શકી તો પણ ના ગમ્યું તો ખ્યાતિ ને લોપા ૩ વર્ષે તો આવે ને, તે રાત્રે જ તેણે નમનને કહી દીધું કે ટિકિટ કેન્સલ કરાવી દે આપણે પછીના વેકેશન મા જશું, નમન ને થયું મંજરી ગુસ્સે થઈ કહે છે પણ મનાવી લઈશ, બીજી બાજુ અવનીબહેને તપાસ કરી ત્યારે તેને કેન્સલ કરેલ ટિકિટ મળી, પણ નિધિ સાથે વાત મૂજબ પ્લાન થી ખ્યાતિ લોપા સાથે વાત કરી લીધી હતી, ૨ દિવસમા બધા આવવાના હતા મંજરી થેાડી ખુશ થોડી નાખુશ બ઼ધૂ કરતી હતી, ખ્યાતિ અને લોપા આવ્યા નમન મંજરી ને જોઈ ખૂબ ખુશ થયા ઈવાન અનેરી અને
ક્રીમીષા ને પણ મઁજરી મનથી સાચવતી મઁજરી ના મમ્મી પપ્પા તથા પિયૂષ નિધિ ને પણ ૧ દિવસ બોલાવ્યા, અને જમતી વખતે અવનીબહેને અને કમલભાઈએ મઁજરી ને હનિમૂન ની ટિકિટ આપી અને કહ્યું કે જાવ અને તમારા બંને નુ પેકિંગ કરો નમન મંજરી વિચાર મા પડી ગયા, કે ૧૦ દિવસ વાળી ગોવા ની મારી જ ટિકિટ! મેં તો કન્ફર્મ કરી ન હતી તો પછી,!ત્યારે ખ્યાતિ એ કહ્યું કે તમે સમજી ને રહો તો અમે ન રહી એ અમે પણ હનિમૂન મા ગયા હતા હો! તુ જયારે નિધી ને હનિમૂન પર જવા ની વાત કરતી હતી ત્યારે મમ્મી એ સાંભળી હતી જો નિધિ પિયર જવાનું કહી શકે તો અમે ટિકિટ ની તારિખો ન ફેરવી શકિ઼એ? ને નિધિ હસી પડી કે અવનીઆન્ટી ને પોતાની વહુને સમજણથી હનિમૂન ની ટિકિટ અને એક વેકેશન ભેટ માં આપવુ હોય તો હું શું કરું સાસુ વહુ ની સમજણ
વચ્ચે? ને મઁજરી બોલી પડી સાલી નિધૂડી """"" ફરી ને આવી મંજરી એ ખ્યાતિ લોપા માટે સોનાનો સેટ અને ઈવાન માટે ચેન તથા અનેરી અને ક્રીમીષા માટે બુટ્ટી લિધિ અને સાસુ મા ને પોતાની સમજણ ના રૂપે રિટર્ન ગીફટ મા વળતુ વેકેશન આપ્યું.