સરપ્રાઇઝ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઇઝ



31 ડીસેમ્બર ની પૂર જોશમાં પાર્ટી ચાલી રહી હતી,
મૌલેશ પૂર જોશ માં ઝૂમી રહ્યો હતો, એની ચારે બાજુ કપલ હતા, પણ મૌલેશ એકલો જ હતો, એની પત્ની પૂનમ એના ગામ ગઇ હતી.. બરાબર માદક વાતાવરણ જામેલું હતું,
મૌલેશ ના લગ્ન નાનપણથી ગોઠવાયેલા હતા, એના મા બાપે નાનપણથી જ એનું પૂનમ સાથે નક્કી કરી રાખેલું હતું,
મૌલેશ એક હોનહાર યુવાન હતો,નાનપણ થી બહાર હોસ્ટેલ માં રહીને જ ભણેલો, અને ભણતર પણ પુષ્કળ,
જ્યારે પૂનમ એક ટિપિકલ ગામડિયણ,
આઠમું ફેઇલ, ચહેરો પણ થોડો શામળો ,
મોટા થયા એટલે મૌલેશે માબાપ ના ઈમોશનલ બ્લેકમેલ ને તાબે થઈ પૂનમ સાથે લગ્ન તો કરી લીધા પણ મૌલેશ ને મનમેળ ના બેઠો તે ના જ બેઠો,
પૂનમ એને ખૂબ જ ચાહતી હતી, પણ એનાથી મૌલેશ ના હ્રદય માં પ્રેમ જતાવાયો જ નહીં...
મૌલેશે ચોખ્ખું કહી દીધું : 'જો પૂનમ તારે મારી સાથે રહેવું હોય તો રહે, પણ મારો અને તારો કોઈ પણ જાત નો મેળ નહીં પડે, આઇ એમ સોરી'
જવાબ માં પૂનમે કહ્યું હતું કે 'તમને અનુકૂળ થવાનો હું દિલ થી પ્રયત્ન કરીશ'
અને આટલું કહી ને એ પાછી પિયર જતી રહી...

દિવસો નીકળતા ગયા, પૂનમ ગમે તેટલો પ્રેમ કરે, દિલ ફાડીને પ્રેમ કરે પણ મૌલેશ ના હ્રદય માં સહેજ પણ પ્રેમ નો છાંટો પણ ના નીકળે,
પુનમ ગરમ ગરમ ની:સાસા નાખ્યા કરે અને આમ ને આમ દિવસો નિકળ્યા કરે,

મૌલેશ ની નોકરી સરસ, એક્ઝિક્યુટિવ ની પોસ્ટ પર, કંપની ના ચાર હાથ એના પર, એક પર્સનલ સેક્રેટરી પણ આપી હતી,
રૂમી નામ એનું,એકદમ મસ્ત શરીર, અને એકદમ સ્માર્ટ, પહેલી નજરે જ મૌલેશ રૂમી ના પ્રેમ માં પડી ગયો,
અને એટલે જ પૂનમ ને અન્યાય કરી બેઠો,
મૌલેશ રૂમી માં પ્રેમ માં પડી ગયો , તો રૂમી પણ એને ભાવ આપવા માંડી,
31 ડીસેમ્બર ની પાર્ટી માં મૌલેશ એકલો ગયો,રૂમી કોઈ કારણસર ન આવી શકી,
પાર્ટી ફૂલ જોશ માં ચાલી,
બરાબર રાત્રિ ના 11:50 થયાં, લાઇટ બંધ થઈ ગઈ, ડીજે બંધ થયું, ચારે બાજુ એકબીજાના ઉચ્છવાસ સંભળાવવા માંડ્યા , પીન ડ્રોપ સાયલન્સ, અને અચાનક એક ઓળો મૌલેશ પાસે આવ્યો,
એકદમ રોમેન્ટિક અવાજમાં, ગરમ ઉચ્છવાસ બહાર કાઢતા , માદક અવાજ માં,
'હાઈ ડિયર મૌલેશ' અને મૌલેશ ના ગાલ પર ગરમાગરમ ઉચ્છવાસ છોડી ઓળો નીકળી ગયો, મૌલેશ હાકો બાકો થઈ ગયો,
કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું,
10,9,8,7,6,5,4,3,2,1,
'હેપી ન્યુ યર '
જોર જોર થી કિકિયારી ઓ ચાલુ થઈ ગઈ,
મૌલેશ વધારે જોશ માં આવી ગયો, એને ખ્યાલ આવી ગયો કે રૂમી જ છે આટલા માં, એ ચારે બાજુ ડાફોળિયા મારવા માંડ્યો,
રૂમી ક્યાંય દેખાય નહીં,
એને ખ્યાલ આવી ગયો કે રૂમી સરપ્રાઇઝ આપવા માંગે છે અને એટલે એ મારા જ ઘરે ગઈ લાગે છે,
મૌલેશ રૂમી ને યાદ કરતો કરતો ઘરે આવી ગયો, તાળું ખોલ્યું, જોયું તો ઘરમાં કોઈ હતું, એને ખ્યાલ આવી ગયો કે ઘરમાં રૂમી જ છે,
અંદર બેડરૂમ માં ગયો, એક યુવતી ઉંધી ઉભી હતી, જાણે મૌલેશ ને કહેતી હોય કે મને ઓળખી બતાવ, હું કોણ છું,
મૌલેશ ધીમે ધીમે યુવતી ભણી ગયો, યુવતી ને પોતાના તરફ ફેરવી,
ઓહ ઓહ ઓહ
રૂમી , રૂમી માય ડાર્લિંગ ..... અને રૂમી ને જોઈને એકદમ ખુશ થઈ ગયો,
આજે એની 1 જાન્યુઆરી એકદમ પરફેક્ટ થઈ ગઈ હતી,










તમને બધાને એમ કે પૂનમ હશે!!!!!

આપણા સમાજ ની આ પણ એક વાસ્તવિકતા છે...
જરૂરી નથી કે વાર્તા માં છેલ્લે સુખાંત આવવો જોઈએ,............
.
.
.
.
.
. જતીન ભટ્ટ (નિજ)