પારિજાતના પુષ્પ - 12 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પ - 12

" રીંગ સેરેમની "

ચાર-પાંચ મહિના સુધી નિયમિત અરમાન અદિતિને ફોન કર્યા કરતો હતો પણ અચાનક શું થયું તેની કંઈજ ખબર ન પડી અને અરમાનના ફોન આવવાના બિલકુલ બંધ થઈ ગયા. અદિતિને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું.

એટલામાં તેની ફ્રેન્ડ કુંજનના મેરેજ હતા તેને પોતાના ફેમીલી સાથે તેમાં જવાનું ઈન્વીટેશન મળ્યું.
અદિતિ પોતાના મમ્મી-પપ્પાની સાથે કુંજનના મેરેજ માં ગઈ ત્યાં આરુષે તેને જોઈ, આરુષને અદિતિ ખૂબ ગમી ગઈ. આ વાત આરુષે કુંજનને કરી. આરુષ અદિતિને ઘરે અદિતિને જોવા તેમજ મળવા માટે આવ્યો....

આરુષ કુંજનનો પિતરાઈ ભાઈ થતો હતો એટલે લગ્નના એક વીક પછી જીદ કરીને કુંજનને લઈને અદિતિને મળવા માટે અદિતિના ઘરે આવ્યો હતો.

આરુષનો જન્મ ઈન્ડિયામાં જ થયો હતો પરંતુ પછી તેના પપ્પાને કંપની તરફથી કેનેડા જવાનું થયું એટલે તે કેનેડામાં જ મોટો થયો હતો અને ત્યાં જ ભણ્યો હતો. ત્યાં તેનો પોતાનો મોટો સ્ટોલ હતો પણ તેને ઈન્ડિયામાં રહેવું ખૂબ ગમતું હતું. તેના મમ્મી-પપ્પાનો તે એકનો એક દિકરો હતો. તેના મમ્મી-પપ્પા બંને એક્સપાયર્ડ થઈ ચૂક્યા હતા. તેથી તે કેનેડામાં એકલો જ રહેતો હતો. આરુષ સ્વભાવે સ્વતંત્ર મિજાજનો અને પહેલેથી જ થોડો પઝેસીવ હતો તેથી લગ્ન કરીને ખીલે બંધાવા ન હતો માંગતો માટે તેના મમ્મી-પપ્પાના ખૂબ સમજાવ્યા પછી પણ તે લગ્ન કરવા માટે તૈયાર ન હતો.

પણ માસૂમ બ્યુટીફૂલ અદિતિને જોયા પછી તેનું મન પીગળી ગયું હતું, એટ્રેક્ટિવ અદિતિને જોયા પછી અદિતિની આભા આરુષના માનસપટ ઉપર છવાઇ ગઇ હતી. અને તેણે નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશ તો અદિતિ સાથે જ.


આરુષ અદિતિને મળવા આવ્યો તો પોતાની સાથે લાવેલી બ્રાન્ડેડ ચોકલેટ લઈને આવ્યો. આવતાં ની સાથે જ અદિતિના મમ્મી સંધ્યાબેન અને પપ્પા વિનેશભાઈને પગે લાગ્યો. પોતાના કામ-ધંધાની થોડી વાતચીત કરી અને પછી તેણે જણાવ્યું કે તે અદિતિ સાથે લગ્ન કરવા માંગે છે અને તેનો હાથ માંગવા આવ્યો છે.

સંધ્યાબેન અને વિનેશભાઈ આરુષને પોતાના ઘરે જોઈને જ ખુશ થઇ ગયા હતા અને આરુષની સાથે ના લગ્નની વાત સાંભળીને વધુ ખુશ થઇ ગયા હતા.
તેઓ વિચારતા હતા કે આરુષ ફોરેઇનમાં જ ભણ્યો છે અને ત્યાં જ મોટો થયો છે પણ ખૂબજ વિવેકી,નમ્ર, પ્રેમાળ અને સંસ્કારી પણ છે. વળી પૈસેટકે પણ ખૂબજ સુખી છે એટલે અદિતિ તો ત્યાં જઈને રાજ કરશે રાજ. વળી આરુષ અદિતિની ફ્રેન્ડ કુંજનનો ભાઈ થાય એટલે પરિચિત કહેવાય તેથી વાંધો નહીં.

સંધ્યાબેન અને વિનેશભાઈએ અમે અદિતિને જરા પૂછીને જવાબ આપીશું તેમ જણાવી આરુષને ચા-પાણી કરાવી વિદાય કર્યો.

આરુષને ખબર હતી કે અદિતિના મમ્મી-પપ્પા "ના" નહિ પાડે વળી તેણે સંધ્યાબેન અને વિનેશભાઈને એમ પણ જણાવ્યું હતું કે તે અદિતિને જો અહીં ઇન્ડિયામાં રહેવું હશે તો પણ તે તૈયાર છે. કારણ કે અદિતિ તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી હતી. તેથી તેને પાક્કો વિશ્વાસ બેસી ગયો હતો કે અદિતિના મમ્મી-પપ્પા "ના " નહીં જ પાડે.

આ બાજુ અદિતિની પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. કારણ કે આરુષને "ના " પાડવા માટે અદિતિ પાસે કોઈ જ રિઝન ન હતું અને છેલ્લા કેટલાય મહિનાઓથી અરમાનનો ફોન પણ ન હતો આવ્યો.

અદિતિને મમ્મી-પપ્પાએ ખૂબ સમજાવી કે આવો સરસ, સંસ્કારી અને સુખી ઘરનો છોકરો વારંવાર નહિ મળે, સામેથી માંગું લઈને આવ્યો છે તો વધાવી લેવામાં જ મજા છે.

અને અદિતિ પાસે કોઈ ઓપ્શન ન હતું તેણેનાછૂટકે આરુષને " હા " પાડવી પડી.

બંનેના ધામધૂમથી એંગેજમેન્ટ થયા.





અદિતિ અને આરુષની જોડી ખૂબજ સુંદર લાગી રહી હતી અદિતિ તો જાણે સ્વર્ગમાંથી પરી ઉતરીને આવી હોય એટલી બધી સુંદર લાગી રહી હતી.


આરુષ આજે ખૂબજ ખુશ હતો. પણ અદિતિને મનમાં ને મનમાં કોઈ સવાલ મૂંઝવી રહ્યો હતો.

આરુષ અદિતિને પૂછી રહ્યો હતો કે," તને કેનેડા રહેવું ગમશે કે અહીં ઇન્ડિયામાં..?? "
અદિતિ વિચારી રહી હતી કે અરમાનની ગેરહાજરીમાં ઈન્ડિયા શું કે કેનેડા શું તેને કંઈજ ફરક પડતો નથી. અદિતિ શું જવાબ આપે છે વાંચીશું આગળના પ્રકરણમાં...