Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૪


" એટલે જ મે કીધું હતું કે મારી વાત પહેલાં સાંભળજો પછી જ નકકી કરજો કે હું એ જે કર્યું તે સાચું છે કે ખોટું," તેજસ્વિની એ કહ્યું.

તેજસ્વિની ની વાત સાંભળી ને તેજસ ને અત્યંત આઘાત લાગ્યો. તેનાં બધાં જ સપનાં જે એને બંને ને લઈને જોયા હતા એ તેજસ ને તૂટતાં જણાયા. એનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હોય એમ એને લાગી રહ્યું હતું, પણ જે કઈ હતું એ સત્ય હતું અને એ સ્વીકારવું જ રહ્યું એમ તેજસે વિચાર્યું અને સ્વસ્થ થતાં કહ્યું.

" તો સમસ્યા શું છે એમાં ?" તેજસે પૂછ્યું.

" શાંતનું ! મારો બોયફ્રેન્ડ જે એમ. બી. એ કરવા માટે વિદેશ ગયો છે, જેને ભણતર પૂરું કરી પરત આવતા એક વર્ષ જેવું લાગી જશે, પણ સમસ્યા એમ છે કે પપ્પા મારા માટે છોકરો શોધે છે. પપ્પા મારું લગ્ન જલ્દી કરી દેવા માંગે છે અને હું શાંતનું સિવાય બીજા જોડે લગ્ન કરવા નથી,અને શાંતનું પણ અત્યારે એવું શકે એમ નથી. મને કઈ સમજાયું નહિ કે કરવું શું એટલે મે પપ્પા ને કહી દીધું કે મારે એક બોયફ્રેન્ડ છે અને હું એની સાથે લગ્ન માંગુ છું," તેજસ્વિની એ કહ્યું.

" તો શું તારા પપ્પા એ ના પાડી ? તેજસે પૂછ્યું.

" ના, પણ મે શાંતનું ની જગ્યા એ તમારું નામ લઈ લીધું કેમ કે શાંતનું તો અત્યારે આવી શકે નહિ. પપ્પાને રોકવા કઈ રીતે એટલે મે ઉતાવળ માં આવું કહી દીધું. શાંતનું ને પણ ખબર છે કે મે પપ્પા ને આમ કહ્યું છે. શાંતનું એ કહ્યું છે કે હું ના એવું ત્યાં સુધી તમે બંને સાચવી લો, પછી હું આવીશ ત્યારે પરિવારજનો ને સાચે સાચું જણાવી દઈશું કે સમસ્યા શું હતી જે થી તેજસ્વિની અને મે આમ પગલું ભર્યું, અને તેજસ ને કેહજે કે કૃપા કરી આપણી મદદ કરે ," તેજસ્વિની એ આશા સાથે કહ્યું.

" પણ તારે સીધું જ કહેવું જોઈએ ને કે શાંતનું બહાર છે એક વર્ષ પછી આવશે ત્યારે મળીને વાત કરીશું. એક વર્ષ નો મને સમય આપો ને જો પછી પણ તમને શાંતનું નહિ ગમે તો તમે કહેશો ત્યાં હું લગ્ન કરી લઈશ. તે ખોટા ત્રણ વ્યકિતઓને ફસાવ્યા છે, મે, શાંતનું, અને તું હવે ત્રણે ત્રણ ફસાવાના છે. બોલો ત્યારે હવે આગળ શું કરવાનું છે એ પણ કહી દો કેમ કે પ્લાનિંગ કરતાં તો તમને ઘણું સારું આવડે છે," તેજસે ગુસ્સે થતાં કહ્યું.

" ઉતાવળ માં મને જે યોગ્ય લાગ્યું તે કહ્યું, તેમાં એટલાં બધા અકડાવો છો શું કામ ?" તેજસ્વિની એ કહ્યું.

" હવે આગળ શું કરવાનું છે એ કહી ? તેજસે પૂછ્યું.

" તમારે પપ્પા લોકોને મળી એમને કોઈપણ રીતે એક વર્ષ સુધી મારા લગ્ન ન કરવા મનાવવાના છે. શાંતનું આવશે ત્યારે બધી હકીકત જણાવી દઈશું કે આ બધું નાટક છે અને એના પાછળ નું કારણ પણ જણાવી દઈશું." તેજસ્વિની એ કહ્યું.

તેજસ મન માં વિચારે છે નાટક તો મારા જીવન માં ભજાઈ રહ્યું છે, શું વિચાર્યું હતું અને શું થઈ રહ્યું છે. શું શું વિચારીને આવ્યો હતો અને અહીંયા આવીને બધું વિપરીત થઈ રહ્યું છે. તેજસે પોતાને સ્થિર કરી વાત આગળ વધારી.

" તો ક્યારે મળવા જવાનું છે તારા પપ્પા મમ્મી ને ? તેજસે પૂછ્યું.

" હમણાં જ.." તેજસ્વિની એ કહ્યું.

" પપ્પાનો સ્વભાવ અકડું છે પણ દિલ બહુજ સારા છે. એમને સંસ્કારી વ્યક્તિ બહું ગમે, થોડા જુનવાણી પ્રકારના છે. મમ્મીને ભાઈ તો મારા જેવા જ છે, એમને બંને ને ખબર છે કે હું અને શાંતનું એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ હમણાં આપણે જે કરવા જઈ રહ્યાં છે એનો એમણે પણ અંદાજો નથી, એ બંને પણ અજાણ છે. તમે પપ્પા જોડે વાત કરશો ત્યાં સુધી હું મમ્મી ને બધું જણાવી દઈશ એ મારી વાત તરત જ સમજી જશે." તેજસ્વિની એ કહ્યું.

તેજસ આંખો ફાડીને તેજસ્વિની તરફ જોઈ જ રહે છે. એનું પ્લાનિંગ, એના વિચારો, એના પ્રેમને સાચવવા માટેનું સ્વાર્થી પણું તેજસ ના માન્યા માં ન આવે એવું હતું.

" ઓકે, ચાલો તો કરીએ કંકુના, જઈએ તારા પપ્પા પાસે વાત કરીએ જોઈએ શું કહે છે તમારા પિતાજી," તેજસે કહ્યું.

" ઓકે, ચાલો..." તેજસ્વિની એ કહ્યું.

પ્રીતિ તેજસ્વિની ને "બાય" કહી એના ઘરે જવા નીકળે છે. તેજસ અને તેજસ્વિની બંને પપ્પા ને મળવા માટે ઘરે જાઈ છે.

તેજસ્વિની અને તેજસ બંને ઘરે પહોંચે છે, પણ તેજસ્વિની ના પપ્પા ઘરે નથી હોતા,ખાલી તેજસ્વિની ના મમ્મી અને ભાઈ જ હોય છે. તેજસ તેણી ના મમ્મી ના ચરણ સ્પર્શ કરી જય શ્રી કૃષ્ણ કરે છે અને તેણી ના ભાઈ જોડે હાથ મડાવી પોતાનો પરિચય આપે છે.

" મારું નામ તેજસ છે, હું તેજસ્વિની નો ખાસ મિત્ર છે, હું ગુજરાત માં રહું છું, હું એક એન્જીનીયર છું, એક પ્રાઇવેટ કંપની માં નોકરી કરું છું," તેજસે પોતાના વિશે જણાવતાં કહ્યું.

તેજસ્વિની ના મમ્મી તેજસ્વિની તરફ હાથ થી ઈશારો કરી પૂછે છે ક કે આ વ્યક્તિ કોણ છે ?

તેજસ્વિની એના મમ્મી નો હાથ ઝાલી રસોડામાં લઈ જાઈ છે, અને વધી વાત સમજાવે છે.

" તારા પપ્પાને ખબર પડશે ને તો તને જીવતી નહિ મૂકે. જો એમને ખબર પડશે કે તે એમને ખોટું કહ્યું છે તો સારું નહિ થાય." તેણી ની મમ્મીએ કહ્યું.

" તમે ટેન્શન ના લો હું અને તેજસ બધું જ મેનેજ કરી લઈશું. તેજસ છે ને એ પપ્પા ને બરાબર સમજાવી દેસે." તેજસ્વિની એ સ્પષ્ટતા કરતાં કહ્યું.

" ચાલ હવે એના માટે ચા - નાસ્તો બનાવવાં દે બિચારો કેટલે દૂર થી અહીંયા આવ્યો છે," તેણી ના મમ્મીએ કહ્યું.

"ઓકે, તું બનાવ હું તેજસ જોડે વાત કરું છું," તેજસ્વિની એ કહ્યું.

તેજસ્વિની ના મમ્મી તેજસ માટે ચા - નાસ્તો બનાવે છે, તેજસ્વિની તેજસ પાસે જાઈ છે.

" મમ્મી ને પણ સમજાવી દીધી છે, હવે માત્ર પપ્પા ને સંભાળવાના છે, ગભરામણ થાય છે મને, શું થશે ?" તેજસ્વિની એ કહ્યું.

" જો ભી હોગા મંજુરે ખુદા હોગા. બધું સારું જ થશે તું ટેન્શન ના લે," તેજસે ફિલ્મી અંદાઝ માં કહ્યું.

તેજસ્વિની એ જીભ બહાર કાઢી દુઃખી મો બનાવ્યું, તેજસે પણ જવાબ માં હસી ને આંખ મારી...

તેણીના મમ્મી એટલે કે નીલિમા બેન તેજસ માટે ચા - નાસ્તો લાવે છે. તેજસ ચા - નાસ્તો કરે છે અને નીલિમા બેન અને રોહિત એટલે કે તેજસ્વિની નો ભાઈ તેજસ સામે ગોઠવાઈ જાય છે અને ચા - નાસ્તો પટવાની રાહ જુએ છે. ચા - નાસ્તો પતી ગયા બાદ નીલમબેન તેજસ ને સવાલો પૂછવાના ચાલુ કરે છે.

" બેટા તારા ઘરમાં કોણ કોણ છે ? અને તારા પપ્પા શું કરે છે ? " એમણે પૂછ્યું.

" મારા કુટુંબ માં હું છું, મારા પપ્પા છે, મમ્મી છે અને એક નાની બહેન છે, બહેન નું હમણાં જ સ્ટડી પત્યું છે, પપ્પા એક ખાનગી કંપની માં નોકરી કરે છે અને મમ્મી હાઉસ વાઈફ છે," તેજસે કહ્યું.

" તમે કઈ ફિલ્ડ માં ઇજનેરી કોલેજ કરી છે ? હાલ કઈ કંપની માં જોબ કરો છો અને વાર્ષિક વેતન કેટલું છે ? એમણે પૂછ્યું.

" મે ડિપ્લોમા અને બી. ઈ ટેકસટાઇલ માં કર્યું છે, હાલ હું બિરલા ગ્રૂપ ની ટેકસટાઇલ કંપની માં નોકરી કરું છું, પેકેજ કઈ વધારે નથી માત્ર વાર્ષિક ૫.૨ લાખ છે," તેજસે કહ્યું.

" તમે આ પાગલ ને કઈ રીતે ઓળખો છો ? એમણે પૂછ્યું.

તેજસ મન માં વિચારી રહ્યો હતો કે તેણીનાં મમ્મી તો જાણે હું જ ના મુરતિયો હોવ એજ રીતે સવાલો નો વરસાદ કરી રહ્યા છે. કઈ સમજમાં નથી આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે.

" એક વર્ષ પેહલા અમે ઈન્સ્ટાગ્રામ એપ પર મળ્યા હતા અને ત્યાર થી એકબીજાને ઓળખીએ છીએ," તેજસે જવાબ આપ્યો.

" બરાબર, પણ તમે લોકો આના પપ્પાને જુઠાણું બોલીને તૈયાર કરવા આવ્યા છો એ સારી વાત નથી. એમની સ્વભાવ ઘણો કઠોર છે, એમને સચ્ચાઈ ખબર પડશે ને તો સારું નહિ થાય, હું તમને બંને ને પેહલા જ સાવધાન કરું છું," નીલિમા બેન એ કહ્યું.

" તમારી છોકરીએ જે પગલું ભર્યું છે, હવે અમારા થી પાછળ હટાઈ એમ નથી. જે થશે તે આગળ જોયા જશે અને કે કઈ પણ થશે તે સારું જ થશે, સાઈ બાબા પર વિશ્વાસ રાખો," તેજસે કહ્યું.

" પણ ચોરી વધુ સમય સુધી છૂપી નથી રહી શકતી એ તો ખબર છે ને ? તેણીનાં મમ્મીએ કહ્યું.

" હા, મને ખબર છે. અમારાં ગુજરાતી માં પણ એક કેહવત છે કે ચોરી અને છીનારું કોઈ દિવસ છુપુ ન રહી શકે," તેજસે કહ્યું.

" તમારી દીકરી થી હવે આવું પગલું ભરાઈ જ ગયું છે તો હવે આગળ શું કરવાના બોલો ? એણે છુપાવ્યા વગર અને મુશ્કેલી નો માર્ગ કાઢ્યા વગર છૂટકો છે ખરો," તેજસે કહ્યું.

" હવે તમે જાણો અને એના પપ્પા જાણે મને તો આનાથી દૂર જ રાખો ," તેણી ના મમ્મી એ કહ્યું.

" એના પપ્પા નોકરી પર ગયા છે, સાંજે આવશે ત્યાં સુધી તમે આરામ કરો અને હજી કહું છું આ ગાંડી જોડે બેસીને શાંતિથી વિચારો અને એના પપ્પા ને સાચે સાચું કહી દો," નીલિમા બેન એ કહ્યું.

એટલામાં તેજસ્વિની એ વચ્ચે તાપસી પૂરતા કહ્યું. " એ અમે બંને જોઈ લઈશું તું રસોડા માં જા કામ કર,".

" જેવી તમારા લોકોની ઈચ્છા," એમ કહી તેણીનાં મમ્મી ત્યાં થી ચાલ્યાં ગયા.

" મને ડર લાગે છે યાર," તેજસ્વિની એ કહ્યું.

" એમાં ડર શાનો ? કેહતાં ને કરતાં પહેલા તો કઈ વિચાર્યું નહિ ને હવે ડર ની વાત કરે છે, જે થશે તે હવે દેખા જશે, બરાબર," તેજસે કહ્યું.

" ઠીક છે." તેજસ્વિની એ જવાબ આપ્યો.

તેજસ, તેજસ્વિની અને એના મમ્મી નવરાશ માં વાતચીત કરી રહ્યા હતા એવા માં તેણીનાં પપ્પાનો આવવાનો સમય થઈ જાય છે.

" એના પપ્પાનો આવવાનો સમય થઈ ચૂક્યો છે, ગુડલક તમને બંને ને," તેણીનાં મમ્મીને કહ્યું.

તેજસ અને તેજસ્વિની ડરના માર્યા એકબીજાને જોઈ રહ્યા.

તેજસ્વિની અને તેજસ વાતચીત કરી રહ્યા હતા એટલામાં દોરબેલ વાગી. તેજસ્વિની ના મમ્મી એ દરવાજો ખોલ્યો તેણી ના પિતા નોકરી પર થી ઘરે આવી ચૂક્યા હતા.

ઘર ની અંદર આવતા જ એમની નજર તેજસ તરફ પડે છે, તેજસ એમની પાસે જઈ ચરણ સ્પર્શ કરી જય શ્રી કૃષ્ણ કરે છે.

" આવું બધું કરવાની કોઈ જરૂર નથી," તેણીનાં પપ્પાએ કહ્યું.

" મને પહેલા થી જ આદત છે વડીલોના આશીર્વાદ લેવાની," તેજસે કહ્યું.

તેજસ્વિની ના પપ્પા થોડીવાર તેજસ ને એકનજરે જોયા કરે છે, જાણે કોઈ આંકલન કરતાં હોય.

" ચા બનાવ, ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં છું, ત્યારબાદ બેસીને વાત કરીએ," અરૂણભાઇ એ બધાને સંબોધતા કહ્યું,
( અરૂણભાઇ એટલે કે તેજસ્વિની ના પપ્પા)

થોડીવાર બાદ તેજસ્વિની ના પપ્પા ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે, અને તેજસ ને પણ ત્યાં બોલાવે છે. નીલિમા બેન અરૂણભાઇ અને તેજસ ને ચા આપે છે. તેજસ્વિની અને નીલમબેન એકબાજુ ઊભા રહી થનારી વાતચીત ની રાહ જુએ છે. તેજસ્વિની અને તેજસ બંને આગળ શું થશે એ વિચારી નર્વસ જણાય છે, એટલાં માં અરુણભાઈ તેજસ ને કઈ સવાલ કરે છે.

( વધુ આવતા અંકે.)