Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૫


ચા ની ચુસ્કી લેતાં લેતાં તેજસ્વિની ના પિતાએ પૂછ્યું.
" પોતાના વિશે, પરિવાર વિશે, વર્કિંગ બેક્રાઉન્ડ વિશે જણાવો મને..
" મારું નામ તેજસ ચૌહાણ છે, મારા પરિવાર માં ૪ સભ્યો છે, હું, મારા માતા, પિતા અને નાની બહેન જેણે હાલ માં જ અભ્યાસ પૂરો કર્યો છે, મે ટેકસટાઇલ ફિલ્ડ માં ઇજનેરી પૂરું કર્યું છે, અને બિરલા ના ટેકસટાઈલ ગ્રૂપ માં એક ટેકસટાઇલ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારું વાર્ષિક વેતન ૫.૨ લાખનું છે, અને મને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી પણ હા મને અલગ અલગ પ્રકારની વાનગીઓ જમવાનો શોખ છે અને એજ મારું વ્યસન છે. મારી નોકરી લાગ્યા બાદ મે પિતાજીની નોકરી છોડવી દીધી અને મારા મમ્મી હાઉસ વાઈફ છે, બસ એનાથી વધારે કઈ નથી મારા જીવનમાં," તેજસે જવાબ આપ્યો.
" મારી દીકરીને કઈ રીતે મળ્યા મતલબ કે કઈ રીતે ઓળખો છો ? તેણીના પિતા એ પૂછ્યું.
" હું અને તેજસ્વિની આજ થી આશરે એક- દોઢ વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામ પણ ઉપર મળ્યા હતા, ત્યારથી અમે મિત્ર બન્યા અને ત્યારબાદ મિત્રતા થી આગળ પહોંચ્યા," તેજસે જવાબ આપ્યો.
" તમે લોકો એટલે કે અત્યારના જુવાનિયાઓ આમજ ઓનલાઇન એકબીજાને જોયા, મળ્યા અને જાણ્યા સમજ્યા વગર આમ જ એકબીજાને પસંદ કરી લો છો ? જબરું કેહવાય," તેણી ના પિતાએ કટાક્ષ ભરી દલીલ કરતાં કહ્યું.
" અમે એકબીજાને જાણીએ છીએ, સમજીએ છીએ એટલે જ તો સબંધ માં આગળ વધ્યા છે. જરૂરી નથી કે કોઈને જાણવા માટે મળવું જરૂરી છે. ઘણીવાર વ્યક્તિ ના વર્તન અને વાતો પર થી માણસ પ્રત્યે ના પ્રેમ અને લાગણી ની ઝાંખી ના દર્શન થઈ જાય છે. તમને ભરોસો ના હોય તો તમારી દીકરી ને પૂછી જુઓ," તેજસે એમનું તેના પર નું ધ્યાન ભડકાવવા માટે કહ્યું.
" તો તમે એક વર્ષ માં મારી દીકરીની પસંદ, ના પસંદ, એના સપનાઓ વિશે બધુ જ જાણી લીધું ?" તેણીનાં પિતાએ પૂછ્યું.
" હા, મને બધું જ ખબર છે," તેજસે જવાબ આપ્યો.
" તમને ખબર છે ઘણીવાર એનાં મનમાં નવાં નવાં શોખ જાગે છે, આજે એને જે વસ્તું પસંદ નથી એ વસ્તું કાલે એને પસંદ પણ આવી જાય અને જે નાપસંદ હોય એ કાલે પસંદ પણ પડી જાય, તમને ખબર છે એને વરસાદ માં આઈસ્ક્રીમ ખાવાનો ઈચ્છા થઈ જાય છે," તેણીનાં પિતાએ કહ્યું.
" તો એમાં શું છે હું છત્રી લઈને ઊભો રહીશ," તેજસે ધીમેથી મુસ્કાતા કહ્યું.
તેજસ્વિની અને એના મમ્મી પણ મંદ મંદ હસી રહ્યાં હતા.
તેજસ્વિની ના પિતા એ ત્રણે તરફ ઘુરી ને જોઈ રહ્યા હતા માટે એમણે પણ એમનો ચેહરો ગંભીર બનાવી દીધો.
" હવે, મારી દીકરીને તમે પસંદ જ છો તો પછી આગળ કોઈ સવાલ જ નથી ઊભો થતો. એની ખુશી માં જ મારી ખુશી છે," તેણીનાં પિતાએ લીલી ઝંડી આપતા કહ્યું.
આમાં તેજસે હસવું કે રોવું એ એના સમજમાં આવી રહ્યું નહોતું, કારણ કે એને હકીકત ખબર હતી. તેજસ્વિની ની પણ હાલત એવી જ હતી તો પણ જૂઠી ખુશી ચેહરા પર લાવવી પણ જરૂરી હતી એટલે બંને એ જૂઠી ખુશી વ્યક્ત કરી.
" ચાલો અંકલ મારે મારો બધો સામાન હોટલ માં પહોંચાડવાનો છે, આજ રાત્રી રોકાઈસ પછી કાલે સવારની ટ્રેન છે મારે એટલે પછી સવારે સીધો જ ગુજરાત માટે નીકળી જઈશ." તેજસે કહ્યું.
" હોટલમાં રોકાવાની કોઈ જરૂર નથી, અહીંયા ઘરે જ રોકાઈ જાવ અને કાલે જવાની જરુર નથી કાલે મે નોકરી પર થી રજા લીધી છે એટલે આપણે બધા સાથે સમય પસાર કરીશું માટે બે દિવસ બાદ નિકળજો," તેજસ્વિની ના પિતાએ આજ્ઞા આપતા કહ્યું.
તેજસ ને તો જાણે જોઈતું મળી ગયું હોય એમ એણે તરત જ હમી ભરી...
તેજસે એનો બધો જ સામાન એક રૂમ માં મૂકી દીધો અને ફ્રેશ થઇ ગયો.
આશરે સાંજ ના ૬ વાગ્યાં હશે,તેજસે તેજસ્વિની ને પૂછ્યું " ચાલને થોડું બહાર ફરી આવીએ, એ બહાને થોડી વાતચીત પણ થઈ જશે."
" જવું તો મારે પણ છે, પણ પપ્પા ની પરવાનગી લેવી પડશે, મને બહાર જવાની છૂટ નથી મળતી." તેણીએ કહ્યું.
" હું પૂછી જોઉં કદાચ મને પરવાનગી મળી જાઈ તને બહાર ફરવા લઈ જવાની." તેજસે કહ્યું.
" પ્રયત્ન કરી જુઓ." તેણીએ કહ્યું.
તેજસ થોડો અચકાતાં ઘબરતા તેજસ્વિની ના પપ્પા જઈ ખોખારો ખાતા પૂછ્યું.
"અંકલ, મે તેજસ્વિની ને બહાર ફરવા લઈ જઈ શકું છું, અને જલ્દી ઘરે પાછા આવી જઈશું વધારે મોડું નહિ કરીએ."
" હા, લઈ જાઓ, પણ ૯ વાગ્યાં પહેલાં આવી જજો, જમવાના સમયે મને બધા ઘરે હાજર જોઈએ." તેણીનાં પપ્પાએ કહ્યું.
" અમે ૯ વાગ્યાં પહેલાં જ આવી જઈશું અંકલ." તેજસે કહ્યું.
" ચાલ ફ્રેશ થઈ જા આપને બહાર ફરવા જઈ રહ્યા છીએ, તારા પપ્પાએ ૯ વાગ્યાં સુધીનો સમય આપ્યો છે." તેજસે કહ્યું.
" ઠીક છે, હું ફ્રેશ થઈ જાઉં છું." તેણીએ કહ્યું.
" તેજસ્વિની ફ્રેશ થઈને બહાર આવી, તેજસ ની નજર એના ઉપર પડી એ એને જોતો જ રહી ગયો. લાલ રંગનો ફૂલો થી શોભતાં ડ્રેસ માં તેણી અપ્સરા જેવી લાગતી હતી, તેજસ એના રૂપ માં જ ખોવાઈ ગયો. તેજસ્વિની એ આવીને એને હડસેલો મારતા એનું ધ્યાન તૂટ્યું.
" ચાલો જવું નથી." તેણીએ કહ્યું.
" હા, ચાલો." તેજસે કહ્યું.
તેજસ ત્રાસી નજરે હજી પણ એને જ નિહાળી રહ્યો હતો.
" અહીંયા કોઈ સારું કૉફી કેફે હોય તો આપણે ત્યાં જઈએ અને નિરાંતે બેસી ને વાતો કરીએ." તેજસે કહ્યું.
" હા, અહીંયા નજીક એક કોફી કેફે ડે ની એક પ્રખ્યાત કેફે છે, આપણે ત્યાં જઈએ." તેણીએ કહ્યું.
તેજસ અને તેજસ્વિની બંને કેફે માં ગયાં. તેજસે બંને માટે કેપેચીનો નો ઓર્ડર આપ્યો.
ઓર્ડર આપ્યા બાદ તેજસ તરત જ કાઉન્ટર તરફ ગયો અને ત્યાં કોફી મેકર જોડે કંઇક વાત કરીને આવ્યો.
"શું વાત કરવા ગયા હતા ? તેજસ્વિની એ પૂછ્યું.
" કઈ નહિ, બસ કેફે વિશે માહિતી લેતો હતો." તેજસે કહ્યું.
થોડીવાર બાદ કોફી આવી, તેજસ્વિની એ જોયું તો એના કપ માં દિલ દોર્યું હતું. એણે જોતા જ કહ્યું
" વાવ, કેટલું સુંદર છે મને ખૂબ જ ગમ્યું." તેણીએ કહ્યું.
તેજસ્વિની એ તેજસ ના કપ માં નઝર નાખી તો એમાં સ્માઇલી દોર્યું હતું.
" મારા કપ માં દિલ અને તમારા કપ માં સ્માઇલી આવું કેમ ? તેણીએ પૂછ્યું.
" મારા પાસે ખાલી સ્માઈલ કરવાં સિવાય બીજો કોઈ માર્ગ નથી એટલે, અમુક વસ્તું બોલીના શકાય જતાવિના શકાય ત્યારે માત્ર સ્મિત આપવું જ સારું. જો હું તને આ વાત સમજાવી નહિ શકું અને તું સમજી પણ નહિ શકે." તેજસે કહ્યું.
" ઠીક છે, મારે જાણવું પણ નથી." તેણીએ મોઢું ચઢાવતાં કહ્યું.
" ચાલો હવે કામ ની વાત કરીએ." તેજસે કહ્યું.
" હા." તેણીએ કહ્યું.
" હવે આગળનું શું પ્લાનિંગ છે ? તેજસે પૂછ્યું.
" આપણી આગળ વાત થઈ છે એ પ્રમાણે જ્યાં સુધી શાંતનુ ના આવે ત્યાં સુધી આપણે વાત આગળ લંબાવવાની છે, અને આપણી ફૅમિલી ભેગી ના થાય, બધાં દૂર જ રહે એનું ધ્યાન રાખવાનું છે. નહિતર બધું પ્લાનિંગ વેડફાઈ જશે." તેણીએ કહ્યું.
" તારા પપ્પા હવે કદાચ મારી ફૅમિલી સાથે મળવાની વાત કરશે, પણ હું કઈ પણ બહાનું કરી વાત આગળ લંબાવી દઈશ." તેજસે કહ્યું.
" હા એમ જ, બસ એક વર્ષ જેમ તેમ નીકળી જાઈ પછી વાંધો નહિ." તેજસ્વિની એ ઉત્સાહ માં ખુશ થતાં કહ્યું.
" તો હવે મને તારા શાંતનુ વિશે જણાવ, કેવો છે ? શા માટે એ ગમે છે ? અને તને કેવી રીતે પ્રેમ થયો ? તેજસે પૂછ્યું.
" એ મારા બેસ્ટફ્રેન્ડ નો ફ્રેન્ડ છે. અમે જ્યારે કોલેજ જતાં ત્યારે એ પણ અમારી સાથે મુસાફરી કરતો. પહેલા વાતચીત થઈ, પછી ધીમે ધીમે પાસે આવ્યા એને પ્રેમ થયો. એ મારી કેર કરે છે, તે મારી નાની મોટી ખુશી નું ધ્યાન રાખે છે, અને એણે મને અત્યાર સુધી કોઈ દિવસ રડાવી પણ નથી." તેણીએ ખુશ થતાં કહ્યું.
" સરસ, ખરેખર તારી વાતો પર થી લાગે છે ' યું આર મેડ ફોર ઇચ અધર'." તેજસે કહ્યું.
" તમને કોઈના જોડે પ્રેમ નથી થયો ? તેણીએ પૂછ્યું.
" પ્રેમ......પ્રેમ તો થયો છે, પણ એ એકતરફી છે. સામેવાળા ને મારા પ્રત્યે એવી કોઈ લાગણી નથી, એને માત્ર મારા સાથે વાત કરવી ગમે છે, એને મારો સાથ ગમે છે જેમ કે એક સારો મિત્ર એના થી વિશેષ કંઈપણ નહિ." તેજસે કહ્યું.
"નામ શું એ ખુશનસીબ નું ? તેણીએ પૂછ્યું.
" નામ માં શું રાખ્યું છે ? એમ પણ એ બીજાની અમાનત છે, માટે એનું નામ લેવાઈ નહિ. બસ હવે થોડો જ સમય છે પછી એ પણ મારા થી દુર જતી રેહશેે." તેજસે કહ્યું.
" તો શું તમે એને હજી કઈ કહ્યું જ નથી ? એકવાર મનની લાગણી કેહવામાં શું જાઈ છે ? તેણીએ કહ્યું.
" એ પહેલાં થી કોઈને ચાહે છે, પછી હું મારા પ્રતિભાવ મૂકી એને અસમંજસ માં નાંખવા નથી માંગતો. એમ પણ એ હમણાં મુશ્કેલીમાં છે અને હું એને વધારે મુશ્કેલી માં મુકવા નથી માંગતો. પ્રેમ ના બદલે પ્રેમ મળે એ જરૂરી તો નથી બસ જેને પ્રેમ કરતાં હોય એ વ્યક્તિ ખુશ રહેવું જોઈએ પછી એ ભલેને બીજા જોડે જ કેમ ખુશ નાં હોય." તેજસે માદક સ્મિત આપતા કહ્યું.
"તમારી વાર પણ સાચી છે, અને તમારો અને એનો સાથ કેમ થોડા સમય પૂરતો જ છે ? તેણીએ પૂછ્યું.
" મારી પાસે માત્ર ૧૦-૧૨ મહિના છે ત્યારબાદ એના લગ્ન થઈ જશે, પછી અમારો સબંધ પેહલા જેવો નહિ રહે." તેજસે કહ્યું.
તેજસ ની વાત સાંભળી તેજસ્વિની ને લાગી રહ્યું હતું કે એનો ઈશારો મારા તરફ છે, પણ એણે વધારે આ વાત પર ધ્યાન આપ્યું નહિ.
" ૯ વાગવા આવ્યા, આપણે હવે ઘરે જવું જોઈએ નહિ તો તારા પપ્પા આપણા પર નારાજ થશે." તેજસે કહ્યું.
"હા, હવે આપણે નિકળવું જોઈએ." તેણીએ કહ્યું.
તેજસે કાર્ડ થી કૉફી નું પેમેન્ટ કર્યું અને કોફી માટે કેફે નો આભાર માન્યો.
બંને કારમાં બેસી જઈ રહ્યાં હતાં અને રેડિયો ચાલુ હતો. એટલાંમાં ગીત આવ્યું " મુસ્કુરા ને કી વજહ તુમ હો, ગુન ગુનાને કી વજહ તુમ હો" ગીત ની સાથે સાથે બંને પણ ગાવા લાગ્યા.
" તમને પણ આ ગીત ગમે છે ? તેજસ્વિની એ પૂછ્યું.
" હા, મને આ ગીત બહું જ ગમે છે. મને આ ગીત કોઈની યાદ અપાવે છે." તેજસે કહ્યું.
" મને પણ." એમ કહેતાં તેજસ્વિની તેજસ તરફ જોયું, તેજસ ના ચેહરા પર જે સ્મિત હતું એ આકર્ષિત કરનારું હતું. કોઈ પણ એના પર કાયલ થઈ જાય એવું હતું. તેજસ્વિની પણ થોડી વાર એનામાં ખોવાઈ, થોડી વાર પછી એ સ્વસ્થ થઈ.
આમતેમ દુનિયા ભર ની વાતો કરતા કરતા બંને ઘરે પહોંચ્યા. ઘરે એ બંને ની રાહ જોવાઈ રહી હતી. તેજસ્વિની નો ભાઈ પણ ક્લાસ પતાવી ઘરે આવી ગયો હતો.
થોડીવાર બાદ બધા ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. જમવામાં દાળ, ભાત, ભીંડાનું શાક,રોટલી,પૂરી અને શ્રીખંડ હતું. જમતી વેળાએ કોઈ કંઈ બોલી નહોતું રહ્યું, એટલે લાગતું હતું કે જમતી વેળાએ અહીંયા વાત કરવું વર્જિત છે અને તેજસ ને પણ જમતી વેળાએ વાત કરવી ઓછી ફાવતી એટલે એણે પણ કઈ પણ બોલ્યા વગર જમી લીધું.
જમ્યાબાદ બધા ડાઇનિંગ હોલ માં બેઠા...
( વધું આવતા અંકે ).