"તમને એક સીધી સાદી છોકરીનો બળજબરી નશો કરાવતાં શરમ ન આવી ? મારી છોકરી ને અન્ય છોકરી ઓ જેવી સમજી છે જે રાતો સુધી પાર્ટી ઓમા રહે, દ્વિંક કરે, બીજા બધા નશીલા પદાર્થોનું સેવન કરે એવી સમજી છે ? "
અરુણ ભાઈ એ પૂછ્યું.
"હું નશામાં હતો, તો ભૂલ થી પીવડાવી દીધું તો એમાં ખોટું શું છે ? અને ચરિત્ર ની વાત જ ના કરો તમે, એ તેજસ સાથે કેટલા સમય રહી તો પણ મે કઈ કીધું અને તમે છો કે સીધા મારા ચરિત્ર પર લાંછન લગાવો છો ? " શાંતનું એ કહ્યું.
"તમે કહેવા શું માગો છો કે મારી છોકરી ચારિત્રહીન છે ? કોઈ મિત્ર જોડે હરવા ફરવા જવું એ શું ગુનો છે ? અને એ તમારા કહેવા પ્રમાણે, તમારી મદદ કરવા જ આવ્યો હતો ને અને તમે એવા વ્યક્તિ પર આરોપ લગાવો છો, તમને શરમ પણ નથી આવતી ? " અરુણ ભાઈ એ કહ્યું.
"જોવ અંકલ હું વધારે વાદ વિવાદ નથી કરવા માંગતો. જે થઈ ગયું એ થઈ ગયું અને હવે એ મારી થનારી પત્ની છે મને પણ ખબર પડે છે કે શું એના માટે સારું છે અને શું એના માટે ખરાબ છે માટે અમારા બે વચ્ચે વધારે દખલગીરી ના કરો, હું જાઉં છું," એમ કહીને શાંતનું જતો રહ્યો.
ઘરનું વાતાવરણ હવે ગમગીન થવા લાગ્યું હતું, શાંતનુ ના માતા પિતા જોડે વાત કરી તો એમનો પણ એવો જ જવાબ આવ્યો. જુવાનિયા ઓ માં આવું ચાલ્યાં કરે આપણે મોટાએ વચ્ચે ના પડવું જોઈએ, પણ અરુણ ભાઈ નું મન માનતું ન હતું એમને લાગી રહ્યું હતું કે જે કઈ પણ થઈ રહ્યું છે તે બરાબર નથી.
થોડા મહિના બધું વ્યવસ્થીત ચાલ્યું એટલે તેજસ્વિની ના ઘરવાળા આસ્વસ્થ થયા. ત્યારબાદ બંનેના લગ્ન ની તારીખ નક્કી કરવામાં આવી, પણ તેજસ્વિની ના મુખ પર કોઈ ખુશીનાં ભાવ જણાતા ન હતા. કેટલાક સમય થી શાંતનુ એના સાથે વ્યવસ્થિત વાત નહતો કરતો અને એનો ફોન મોટા ભાગે વ્યસ્ત આવતો હતો એટલે એ વધારે દુઃખી હતી પણ લગ્ન બાદ બધું સારું થઈ જશે એવો એને વિશ્વાસ હતો.
લગ્ન ની તારીખ નજીક આવવા લાગી તેમ તેમ તૈયારી ઝડપથી થવા લાગી.
લગ્ન ના એક દિવસ આગળ સવારે દોર્બેલ વાગી, તેજસ્વિની ના મમ્મી એ દરવાજો ખોલ્યો અને જોયું તો દરવાજે તેજસ ઊભો હતો.
"કેમ છો આંટી મઝામાં છો ને ? ક્યાં છે અંકલ ? તેજસે આવતા જ પૂછ્યું.
"બધાં અંદર જ છે, અંદર આવ," એમ કહીને તેજસ ને અંદર બોલાવ્યો.
અંદર જતા જ સીધો તેજસ્વિની પાસે ગયો. તેજસ્વિની ને બૂમ પાડી "તેજસ્વિની". તેજસ્વિની એ એની તરફ જોયું તો એને વિશ્વાસ નહતો થતો કે સામે તેજસ હતો જેને ફરી અહી આવવાની મનાઈ હતી, એના પર ખુશી ની લહેર દોડી આવી હતી.
"પપ્પા ને ખબર પડશે તો ઝઘડો થશે," તેણીએ કહ્યું.
"અંકલે જ મને અહી બોલાવ્યો છે, લગ્ન ના કામ માં મદદ કરવા માટે," તેજસે કહ્યું.
એટલામાં તેજસ્વિની ના પપ્પા આવ્યા.
"આવી ગયા તમે, બહુ મોડા આવ્યા તમને બહુ પહેલાં આવવા કીધું હતું ને ," અરૂણભાઇ એ કહ્યું.
"મારી બુક નું પબ્લિશિંગ હાલ જ થયું એટલે હું એજ કામ માં વ્યસ્ત હતો, જેવો જ ફ્રી થયો તેવો સીધો જ અહીંયા આવી ગયો," તેજસે કહ્યું.
"ચાલો, શું શું કામ બાકી છે મને જણાવી દો, હું બધું જ જોઈ લઈશ. તમારે વધારે દોડ ધામ કરવાની જરૂર નથી," તેજસે કહ્યું.
આમ કહીને તેજસ પોતાનો સામાન મુકવા જતો રહ્યો.
"કાશ, શાંતનું પણ એટલો જ વિનમ્ર હોત," અરૂણભાઇ એ ધીમે થી કહ્યું તેજસ્વિની અને એની મમ્મી માત્ર સાંભળતાં જ રહ્યાં.
થોડી વાર બાદ તેજસ તેજસ્વિની પાસે આવ્યો અને એણે તેજસ્વિની ના હાથ માં એક પુસ્તક મૂકી દીધું. "આ મારા પુસ્તક ની પહેલી કોપી છે જે તને આપુ છું. સમય મળે તો વાંચજે અને મને યાદ કરતી રહેજે" એમ કહી તેજસ ત્યાં થી જતો રહ્યો.
લગ્ન ની તૈયારી મહદ અંશે પૂરી થઈ જ ગઈ હતી. આખરે લગ્ન નો દિવસ આવ્યો બધા છોકરી વાળા નિશ્ચિત જગ્યા પર પહોંચી ગયા. ધાર્યા મુજબ બધું આયોજન થઈ ગયું હતું. તેજસે બધી જ જવાબદારી સંભાળી લીધી હતી એનું આયોજન વ્યવસ્થિત હતું. થોડીવાર માં જાન આવી, ડાંસ પત્યા બાદ જાનને જમાડવામાં આવી.
જાનૈયા ઓ ને જમાડ્યા બાદ હવે લગ્નની વિધિ આગળ વધારવામાં આવી. થોડી વાર પછી દુલ્હન ને બોલાવવામાં આવી.
તેજસ્વિની ચોરીમાં આવી રહી હતી, જાણે કોઈ અપ્સરા સ્વર્ગ થી સીધી ધરતી પર ઉતરી આવી હોય, રૂપ રૂપ નો અંબાર, હરણી જેવી ચાલ, મૃગનયની, કામદેવ ને પણ ઘાયલ કરી નાખે એવું સોંદર્ય, થોડી વાર તો તેજસ પણ એને જોવામાં ભાન ભૂલી ગયો. એના આંખ માંથી આંસુ નીકળવાનું જ હતું કે એણે રોકી લીધું એને એને આંસુ ઓને કહ્યું " બીજી વાર હમણાં તારા બહાર આવવાનો સમય નથી"
મંત્રોચ્ચાર બાદ ફેરાની રસમ અદા કરવામાં આવી, ત્યારબાદ શાંતનું એ તેજસ્વિની ના ગાળામાં મંગળસૂત્ર બાંધ્યું અને તેજસ્વિની ની માંગ માં સિંદૂર ભર્યું. તેજસ આં બધું જોઈ રહ્યો હતો, એના ધેર્ય એ હવે જવાબ આપી દીધો. એણે એના આંસુઓને કહ્યું જાઓ હવે તમને વહેવાની છૂટ છે અને એની આંખો માંથી આંસુઓનો વરસાદ વહેવા લાગ્યો. તેજસ પોતાનાં આંસુ લૂછતાં લૂછતાં બહાર આવ્યો અને પોતાનો સામાન લઈ ગુજરાત જવા માટે નીકળી ગયો.
આ તરફ લગ્ન ની વિધિ પત્યા બાદ તેજસ્વિની ની વિદાઈ કરવામા આવી. તેજસ્વિની એ તેજસ ને શોધ્યો પણ એ નઝર માં ન આવતા એણે પોતાના પપ્પા ને પૂછ્યું એના પપ્પાએ એમ કહી વાત ટાળી કે એ કોઈ કામ માં વ્યસ્ત હશે.
અરૂણભાઇ એ તેજસ ને ફોન કર્યો પણ એણે ઉપાડ્યો નહિ અને તેજસે એક મેસેજ કર્યો કે બહું જ અંગત કામ આવી ગયું હોવાથી ચાલુ લગ્ને નીકળી ગયો.
તેજસ્વિની બહુ જ ખુશ હતી કેમ કે એણે પોતાનો મનપસંદ જીવનસાથી મળી ગયો હતો. બંને કપલ હસી ખુશી જીવન વિતાવી રહ્યાં હતાં...