"જો તારું કામ મે કરી આપ્યું હવે આગળ તમે બંને જાણો, મે મારી ભૂમિકા નિભાવી દીધી," રામે કહ્યું.
"તમારો ખુબ ખુબ આભાર મોટા ભાઈ, આગળનું પણ હવે જોઈ લઈશું. આખરી લડાઈ હવે એક વર્ષ બાદ લડવાની છે, ત્યારનું ત્યારે દેખા જશે," તેજસે કહ્યું.
ત્યારબાદ તેજસે તેજસ્વિની ને ફોન લગાવ્યો.
"હેલો, મિશન સક્સેસફૂલ. આપના ધાર્યા પ્રમાણે જ થયું.હવે જ્યાં સુધી તારું ભણવાનું નહિ પતે ત્યાં સુધી તારા પપ્પા લગ્ન નું નામ નહિ લે, ત્યાર સુધી માં તો તારો શાંતનું પણ આવી જશે. ત્યારે જોઈશું આગળ શું થાય છે ? તેજસે કહ્યું.
"ભગવાન નો ખુબ ખુબ આભાર, મને તો ચિંતા હતી કે પપ્પા માનશે કે નહિ પણ તમારા પર ભરોસો હતો કે તમે બધું મેનેજ કરી લેશો, તમારો પણ ખૂબ ખૂબ આભાર," તેજસ્વિની એ કહ્યું.
"એમાં આભાર શાનો પાગલ, જે કામ મારે કરવાનું હતું એ મે કરી આપ્યું, મારું વચન મે પાડ્યું સિમ્પલ, અને તારા પપ્પાને પણ વચન આપ્યું છે કે જ્યાં સુધી આપણા લગ્ન ના થાય ત્યાં સુધી આપણે નહિ મળીયે. જેથી સમાજ માં તારી બદનામી ના થાય. તારા શાંતનું ને કહી દેજે નિશ્ચિત રહે બધું બરાબર થઈ ગયું છે," તેજસે કહ્યું.
"જરૂર, ચાલો બાય," તેણીએ કહ્યું.
ત્યારબાદ ફોન મૂકી દીધો.
એના ફોન મૂક્યા બાદ તેજસ વિચારવા લાગ્યો, બધા પોતાનાં જ સ્વાર્થ વિશે વિચારે છે મારી લાગણી વિશે તો કોઈને કંઈ જ પડી નથી. ચાલતા હે ચાલતા હે, કળિયુગ મે સબ ચાલતા હે, એમ કહી મનમાં ને મનમાં હસવા લાગ્યો.
મોડી રાત્રે તેજસ્વિની નો મેસેજ તેજસ ઉપર આવ્યો. "શાંતનું તમારા જોડે વાત કરવા માંગે છે, તમે કરેલી મદદ બદલ આભાર વ્યક્ત કરવા માંગે છે,"
તેજસે "ઓકે" એટલો જવાબ મોકલ્યો.
થોડી વાર પછી તેજસ ના ફોન ઉપર અજાણ્યા નંબર ઉપર થી ફોન આવ્યો. ફોન ના નંબર ઉપરથી જણાતું હતું કે ફોન વિદેશ થી હતો એટલે તેજસ સમજી ગયો કે આ શાંતનું તો ફોન છે. તેજસે ફોન ઉપાડ્યો.
"હેલો, હું શાંતનું...તેજસ જોડે વાત થઈ શકે છે," સામેથી અવાજ આવ્યો.
"હાં બોલો રહ્યો છું," તેજસે કહ્યું.
"હું શાંતનું, તેજસ્વિની નો બોયફ્રેન્ડ. તેજસ્વિની એ મને બધી જ વાતો જણાવી મને તમે કઈ રીતે અમારી મદદ કરી, હું તમારો દિલ થી આભાર વ્યક્ત કરું છું," શાંતનું એ કહ્યું.
"એમાં આભાર શાનો ? મે તો મારી એક મત્રા તરીકેની ફરજ અદા કરી છે. યારી દોસ્તી માં આભાર વ્યક્ત ન કરવાનો હોય," તેજસે કહ્યું.
"ઓકે, તમારા વિશે થોડું વિસ્તૃત માં જણાવો," શાંતનું એ કહ્યું.
તેજસે આખો એનો બાયો ડેટા જણાવી દીધો.
"જેવું ચાલી રહ્યું છે, તમારું સ્ટડી ? તેજસે કહ્યું.
"ઓવેરઓલ બધું સરસ જ છે, બસ હવે છેલ્લું વર્ષ છે એટલે મેહનત કરી લઉં જેથી ભારત માં કોઈ સારી કંપની માં નોકરી મળી જાય," શાંતનું એ કહ્યું.
"ગ્રેટ," તેજસે કહ્યું.
"મારે એક વાત કહેવી હતી," શાંતનું એ કહ્યું,
"હાં, કહો ને," તેજસે કહ્યું.
"ખોટું ના લગાડતાં પણ તમે મદદ કરી એ વાત બરાબર છે અને એના માટે હું તમારો આભારી છું. પણ તેજસ્વિની થી વધારે પડતાં નજીક માં જતા મતલબ કે કલોસ ના થતાં. એને લઈને હું જરા પસેસિવ છું, એની સાથે કોઈ બીજી વ્યક્તિ ને હું જોઈ નથી શકતો. તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું," શાંતનું એ કહ્યું.
"હું તમારી વાત ને સમજી રહ્યો છું. પ્રેમ માં આમ થાય એ સામાન્ય છે, પણ પ્રેમ માં પોતાના સાથીદાર ઉપર વિશ્વાસ રાખવો પણ જરૂરી છે અને જો આપણો સાથીદાર કોઈ મિત્ર સાથે બે ઘડી હસતો હોય, ખુશ રહેતો હોય તો એમાં આપણે પણ ખુશ રહેવું જોઈએ પણ ખેર તમે ચાહો છો એમ જ થશે. એમ પણ હવે હું તેજસ્વિની ને નથી મળવાનો મારું કામ એમ પણ હવે પૂરું થયું છે. જ્યારે તમે ભારત એવો ત્યારે મને યાદ કરજો, હું તમારી સેવામાં હાજર થઈ જઈશ," તેજસે કહ્યું.
"હું એ કઈ નથી જાણતો, પણ એનાથી દૂર જ રહેજો, મદદ કરવા માટે આભાર," એમ કહી શાંતનું એ ફોન મૂકી દીધો.
" ભાઈ વધારે ગરમ મિજાજ ના લાગે છે," તેજસે મનમાં હસતાં હસતા કહ્યું.
થોડા દિવસો સુધી તેજસ્વિની નો ફોન તેજસ ઉપર આવવાનો બંધ થઈ ગયો, જેથી તેજસ્વિની ની ખબર અંતર પૂછવા માટે તેજસે ફોન કર્યો.
"હેલો, કેમ છે ? તેજસે પૂછ્યું.
"હું મઝામાં છું, તમે ? તેજસ્વિની એ પૂછ્યું.
"હું પણ મઝામાં છું, ઘરમાં બધા મઝામાં છે ને ? તેજસે પૂછ્યું.
"હાં ઘરમાં બધા મઝામાં છે," તેણીએ કહ્યું.
" કેમ બહુ ઢીલી ઢીલી વાતો કરે છે, તબિયત તો બરાબર છે ને તારી ? તેજસે કહ્યું.
" મારી તબિયત બરાબર છે, બસ થોડો મૂડ ખરાબ છે," તેણીએ ધીમા સ્વરે કહ્યું.
"કેમ મૂડ ખરાબ છે કોઈ ખાસ કારણ ? તેજસે કહ્યું.
"શાંતનું એ તમારા જોડે વાત કરવાની નાં પાડી છે અને એ બાબતે અમારો ઝઘડો પણ થયો હતો, બસ આં જ કારણ છે," તેણીએ કહ્યું.
"હાં, મને પણ એણે તે દિવસે કહ્યું હતું કે હું તને નહિ મળું અને વાત પણ બને એટલી ઓછી કરું," તેજસે કહ્યું.
"પણ યાર રોજ રોજ એક ને એક જ વાતને લઈ ને બેસી જાય છે વાતના કરતી વાતના કરતી, શું યાર," તેણીએ કહ્યું.
"અરે પણ એને કેહને કે અમારા વચ્ચે કઈ વાત ચીત નથી થતી અને અમારા વચ્ચે તું વિચારે છે એવું કઈ નથી, તું કહેતી હોય તો હું એણે સમજવું ? તેજસે કહ્યું.
"ના, હું હેન્ડલ કરી લઈશ, તમે વાત કરશો તો સમસ્યા સુલજાવા ના બદલે બગડશે," તેણીએ કહ્યું.
"ઠીક છે, પણ કઈ વધારે સમસ્યા ઉપજે મારા લીધે તો મને કહેજે હું વાત કરીશ, ચાલ હવે આપણે વધારે વાત ના કરવી જોઈએ," તેજસે કહ્યું.
"હાં ચાલો, બાય," કહીને તેજસ્વિની એ ફોન મૂકી દીધો.
ત્રણેક મહિના વીતી ગયા પણ તેજસ્વિની નો કોઈ ફોન આવ્યો નહિ. તેણી ના પપ્પા જોડે કોઈવાર વાતો થતી રહેતી પણ તેજસ્વિની નો ફોન આવતો નહિ.
એના એકાદ મહિના બાદ અચાનક એક દિવસ અર્ધી રાત્રે તેજસ્વિની નો ફોન આવ્યો.
'હે....લો.....," તેજસ્વિની એ રડમસ અવાજે કહ્યું.
"હેલો, તારા અવાજ ને શું થયું અને આમ અડધી રાત્રે કેમ ફોન કર્યો ? તેજસે ઘબરાતા કહ્યું.
"શાંતનું યાર," તેજસ્વિની એ કહ્યું.
"શું થયું શાંતનુ ને ? તેજસે પૂછ્યું.
"થયું કઈ નથી એને,થયું એના દિમાગ ને છે. અત્યાર સુધી તો બરાબર હતું પણ હવે તો એને હદ બાર જ સવાલો કર્યા," તેણીએ કહ્યું.
"લીધું શું વળી એને પાછું ? તેજસે પૂછ્યું.
" અરે રોજ કહે છે કે તેજસ જોડે વધારે વાતો ના કરતી, એને તું મળવા તો માંથી જતી ને એવા સવાલો તો રોજ ચાલતા જ હતા પણ આજે તો એને હદ જ પાર કરી નાખી," તેણીએ કહ્યું.
"એવું તો શું કીધું એણે ? રડીશ નહિ, પહેલાં તું શાંત થઈ જા પાણી પી લે પછી મને નિરાંતે કહે કે શું કીધું એણે ," તેજસે કહ્યું.
"એણે એવું કહ્યું કે તેજસ એટલાં દિવસ તારા ઘરે રોકાયો હતો તો તમારા બંને વચ્ચે કઈ થયું તો નથી ને ?," તેજસ્વિની પોક મૂકી ને રડવા લાગી.
"શું ? સાઈકો છે કે શું ? એને કઈ વિચાર પણ ન આવ્યો આવું બોલતા પહેલા, તદ્દન વાહિયાત માણસ," તેજસે ગુસ્સે થતા કહ્યું.
"તું રડીશ નહિ, હું વાત કરીશ એના જોડે અને હું સમજાવીશ એને અને એ સમજશે મારી વાત. પાણી પી લે અને ફ્રેશ થઈને શાંતિથી સુઈ જા, આરામ કર," તેજસે કહ્યું.
"તમે એને ફોન કરશો તો વાત વધારે બગડશે એના કરતાં રહેવા દો," તેણીએ કહ્યું.
"કઈ નહિ થાય, હું મારી રીતે સમજાવીશ એને અને એ મારી ભાષા સમજી જશે. તું સૂઈ જા, આરામ કર, શુભ રાત્રી," એમ કહીને તેજસે ફોન મૂકી દીધો.
તેજસ ને ઘણો ગુસ્સો આવી રહ્યો હતો પણ આં સમય ગુસ્સે થવાનો ન હતો પણ સમજ થી કામ લેવાનો હતો, નહિ તો બન્ને ના સબંધ પર અડચણ આવે એમ હતું.
બીજે દિવસે તેજસે શાંતનું ને ફોન કર્યો.
"હેલો, શાંતનું તેજસ બોલી રહ્યો છું," તેજસે કહ્યું.
"હેલો, તેજસ કેમ છો ? મઝામાં છો ને ? શાંતનું એ પૂછ્યું.
" શાંતનું આં બધું શું ચાલી રહ્યું છે ? તું કેવા કેવા સવાલો કરે છે તેજસ્વિની ને તને શરમ નથી આવતી ? તને તારા પાર્ટનર પર એટલો પણ ભરોસો નથી ? ભરોસો નથી તો પ્રેમ પણ શું કામ કરે છે છોડી દે એને," તેજસે કહ્યું.
"કેમ છોડી દઉં ? એટલે એ તને મળી જાય એમને ? શાંતનું એ કહ્યું.
"મારો કહેવાનો મતલબ એ નથી તું ઊંધુ સમજી રહ્યો છે," તેજસે કહ્યું.
"તો તું કહેવા શું માંગે છે ? એણે પૂછ્યું.
"પ્રેમ એ એક એવો સબંધ છે જે માત્ર ને માત્ર વિશ્વાસ પર ટકેલો છે, એના પાયાજ વિશ્વાસ પર ટકેલો હોય છે. તને એના ઉપર વિશ્વાસ જ નથી તો પ્રેમ રૂપી ઈમારત કેવી રીતે ઊભી કરશો ? આખું જીવન કેવી રીતે સાથે રેહશો ? હવે સમજાઈ છે તમને હું શું કહેવા માંગુ છું ? તેજસે કહ્યું.
"હાં, મને બધી ખબર છે. કાલે મિત્રો જોડે પાર્ટી માં ગયો હતો ત્યાં મારાથી વધારે ડ્રિંક થઈ ગયું હતું એટલે હું હોશમાં નહોતો, એટલે મને નહોતી ખબર કે હું શું બોલી રહ્યો હતો. હું એના માટે દિલગીર છું. હું તેજસ્વિની પાસે માફી પણ માંગ વાનો છું. એને એક સાચી વાત કહું તો તું એના સાથે રહે એ મને નથી ગમતું એટલે મને કોઈ વાર ગુસ્સો આવી જાય છે," એણે કહ્યું.
"અરે યાર, પણ મે એના સાથે ક્યાં વાત કરું છું, મળવાની તો દૂરની વાત ત્રણ મહિનાથી વાત પણ નથી કરી, આં તો તે આવી ખોટી વાત કરી એટલે એણે મને કીધું, એટલે તું બધું વિચારવાનું છોડી દે અને એને મળવાનું તો દૂર એના જોડે વાત પણ નહિ કરું બસ, તમે એના જોડે ઝઘડો ના કરતાં મહેરબાની કરીને," તેજસે કહ્યું.
"ઓકે," એમ કહીને એણે ફોન મૂકી દીધો.
તેજસે તેજસ્વિની ઉપર એક ટેક્સ્ટ કર્યો.
"મે શાંતનું જોડે વાત કરી છે એ હવે પછી આવી વાતો નહિ કરે અને આજ પછી આપણે ના તો મળીશું ના તો ફોન પર વાત કરીશું, ગુડબાય.
સામેથી કોઈ જવાબ આવ્યો નહિ.
એવામાં ને એવામાં ઘણાં મહિના ગુજરી ગયા. ન તેજસ્વિની નો ફોન કે મેસેજ આવતો ના તેજસ એને કરતો. બસ એની યાદમાં કવિતાઓ લખતો અને એકલતામાં એના સાથે માણેલી સુખદ પળોને યાદ કરીને મુસ્કાતો.
એક વર્ષ પૂરું થઈ ગયું હતું. શાંતનું નું સ્ટડી પણ પતી ગયું હતું, એ હવે ઇન્ડિયા આવવાનો હતો.
થોડા સમયબાદ શાંતનું ઇન્ડિયા આવ્યો.
થોડા દિવસો વીત્યા બાદ તેજસ્વિની અને શાંતનું એ સાથે મળીને તેજસ ને ફોન કર્યો.
"હેલો, તેજસ.. શાંતનું બોલું છું," શાતાનું એ કહ્યું.
"હવે મે શું કર્યું પાછું ? તેજસે કહ્યું.
"તમે કશું કર્યું નથી, હું ઇન્ડિયા આવી ગયો છું. હું અને તેજસ્વિની હમણાં સાથે જ બેઠા છે. હવે એના પપ્પાને વાત કરવાની છે. અમારી તો હિંમત થતી નથી માટે તમે જ એવી વ્યકિત છો જે એમને મદદ કરી શકે છે," શાંતનું એ કહ્યું.
"ફોન તેજસ્વિની ને આપો," તેજસે કહ્યું.
શાંતનું એ ફોન તેજસ્વિની ને આપી દીધો.
"બોલ, શું કરવું છે આગળ ? તેજસે પૂછ્યું.
"હવે પપ્પા ને જાણવાં નો સમય આવી ગયો છે, માટે તમારે મારી અંતિમ વાર મદદ કરવી પડશે," તેણીએ કહ્યું.
"ઠીક છે, પણ મને પહેલાં વિચારી લેવા દે પછી તને જણાવીશ કે આગળ શું કરવાનું છે ઉતાવળ માં કઈ પણ કરવું સારું નહિ રહે," તેજસે કહ્યું.
"ઠીક છે, મને જણાવજો, આપણે એ પ્રમાણે જ કરીશું," તેણીએ કહ્યું. પછી એણે ફોન મૂકી દીધો.