Featured Books
શ્રેણી
શેયર કરો

ઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩



તેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે .

"હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ," તેજસ કહે છે.

" ઓકે, મે આપકો સ્ટેશન પર લેને કે લિયે આ જાઉગી," તૈજસ્વીની કહે છે...

"ઓકે, કલ મિલતેં હે, બાય" તેજસે કહ્યું.

"ઓકે, બાય," તૈજસ્વીની એ કહ્યું.

તૈજસ્વીની નાં અવાઝ માં ડર ની ઝલક જણાય આવતી હતી જે તેજસે મહેસુસ કરી પણ એને કઈ પુછ્યું નહીં...

તેજસ નાં મન મા ખયાલી પુલાવ બની રહ્યાં હતાં. તૈજસ્વીની ને લઇ ભવિષ્ય નું પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું પણ અપણે વિચારીએ શું છે અને થાય છે શું કદાચ તેજસ સાથે પણ એવું બની શકે એવું હતું. તેજસ તો ખુશ મા હતો એની ખુશી નો કોઈ પાર ન હતો એને ગમતું વ્યક્તિ એનું જીવનસાથી બનવાનું હતુ, હજારો સપના લઇ તેજસ પુણે પહોંચ્યો...

તેજસ હવે પુણે પહોંચવાનો જ હતો એટલે એણે તૈજસ્વીની ને મેસેજ કર્યો કે ટૂંક સમયમાં એ પુણે પહોંચશે..
સામે થિ મેસેજ આવ્યો " હું અને મારી મિત્ર સ્ટેશન પર છે".

( હવે પછીની બધી વાતચીત મરાઠી અને હિન્દી મા છે, જેનું હું સીધું જ ભાષાંતર ગુજરાતી મા કરીશ જે થિ તમને વાંચવામાં સરળતા રહે...)

તેજસ સ્ટેશન ઉતરીને તૈજસ્વીની શોધતો શોધતો બહાર નીકળે છે ત્યાં પાછળ થી અવાજ સંભળાય છે "તેજસ તેજસ". તૈજસ્વીની અને એની મિત્ર તેજસ ને બૂમ પાડી રહ્યાં હોય છે. બૂમો પડતાં એ લોકો તેજસ તરફ આવી રહ્યાં હોય છે. તેજસ ને અવાજ સંભળાય છે એ પાછળ જોયા વગર સમજી જાય છે કે તૈજસ્વીની એને બોલાવી રહી છે. તેજસ નાં દિલ ની ધડકનો પૂર ઝડપે દોડવા લાગી રહી હતી. તૈજસ્વીની એને જોઈને શું અનુભવશે એવું એ વિચારે છે. જે વ્યક્તિ ને જોવા માટે એને વર્ષ રાહ જોઇ એ સપનું આજે સાકાર થવાના આરે હતું. તૈજસ્વીની ને જોતાં જ પોતાની લાગણીઓ ને કઈ રીતે કાબુ કરશે એજ વિચારી રહ્યો હોય છે ત્યાં જ પાછળથિ કોઈ એની પીઠ પર હાથ મારે છે..

અરે યાર કયાર ની બૂમ મારુ છું સંભળાતું નથી શું તમને ?" તેજસ્વિની પૂછ્યું.

તેજસ પાછો વળીને ને જુએ છે, એની આંખો તૈજસ્વીની નાં ચેહરા પર ટકી રહે છે, બધુ ભૂલી ને એ તૈજસ્વીની ને મન ભરીને નિહાળી લેવા માંગે છે. ગોરો ચેહરો, ઘાટી કાળી આંખ, કાળા લાંબા વાળ, લંબાઈ જોકે તેજસ જેટલી ન હતી તેજસ ને ખભે આવતી હતી પણ એનું આકર્ષક ચેહરો અને મીઠી બોલી કોઈને પણ ઘાયલ કરી શકે એવી હતી, પછી તેજસ ભાઈ કેમ કાબુ ના ઘુમાવે. તૈજસ્વીની પણ બોલતાં બોલતાં અટકી ગઈ અને એ પણ તેજસ ને નિહાળી રહીં હતી. થોડી વાર આવુ ચાલ્યા બાદ તૈજસ્વીની ની મિત્ર થિ નાં રેહવાતા બન્ને નાં ફ્રીઝ ને તોડ્યું, બન્ને નું મોઢું જોવા જેવું થયું. તૈજસ્વીની એક આંખ બંધ કરી જીભ કાઢી ને એની મિત્ર સામે જોવા લાગી.

" હાઈ, તેજસ... હું તૈજસ્વીની અને આ મારી મિત્ર પ્રીતિ ..." તૈજસ્વીનીએ કહ્યું.

તેજસ બન્ને જોડે હાથ મિલાવે છે અને કહે છે " મળીને આનંદ થયો".

"આટલી લાંબી મુસાફરી બાદ તમને ભુખ લગી હશે ચાલો ને કોઈ સારી જગાએ નાસ્તો કરીએ". તૈજસ્વીની એ કહ્યું.

"પણ મને ભુખ નથી લાગી ચાલશે", તેજસે કહ્યું.

"અરે ચાલે ને અહિયાં ની નામચીન આઈટમ જમાદું તમને, અને મારે એક વાત પણ કરવી છે તમારા જોડે", તૈજસ્વીની એ થોડુ અચકાતા કહ્યું.

"ઓકે, ચાલો ત્યારે ," તેજસે કહ્યું.

" હજી એ આવ્યો છે અને તું એને આવતાં જ શોક આપીશ ? આ વાત હમણાં રેહવા દે સારો સમય જોઈને કરીશુ ? પ્રીતિ એ ધીમે રહીને તૈજસ્વીની નાં કાન મા કહ્યું.

" નાં અત્યારે નહીં કહું તો બહું મોડું થઈ જશે , આજ સમય છે,જે થશે એ જોયા જશે," તૈજસ્વીનીએ કહ્યું.

' હા પણ એ હજી હમણાં જ આવ્યો છો તો હજી એને કઈ ખાવા તો દે, ચાલ કોઈ સારી રેસ્ટોરન્ટ માં જઈએ ત્યાં જમીને શાંતિ થી સમય હોય ને એને વાત કરશું બરાબર ? " પ્રીતિ એ કહ્યું.

' ઠીક છે દન.." તેજસ્વિની એ કહ્યું.

' તમે બંને ક્યારનાં શું ગુપચુપ વાત કરી રહ્યા છો જરા મને પણ કહો ને એ વાત ." તેજસ એ પૂછ્યું.

" પ્રીતિ કહે છે એ આપડે કોઈ સારી રેસ્ટોરન્ટ માં જઈએ અને જામી ને શાંતિ થી આગળનું પ્લાનિંગ કરીએ," તેજસ્વિની એ કહ્યું.

" તો પછી મારું મોઢું શું જુવો છો ચાલો મને લઈ જાઓ કોઈ સારી પ્રખ્યાત રેસ્ટોરન્ટ માં," તેજસ એ કહ્યું.

" ચાલો ત્યારે ," એમ કહી તેજસ્વિની તેજસ ને એક સારી રેસ્ટોરન્ટ માં લઇ ગઈ...

ત્રણેવ રેસ્ટોરન્ટ માં જઈને બેસે છે, ત્યારબાદ તેજસ્વિની તેજસ ને પૂછે છે.

" તમે શું જમશો ? " તેજસ્વિની એ પૂછ્યું.

" હું તો તમારો મહેમાન છું અને અહીંયા શું સારું મળે એ મને ખબર નથી ગુજરાત હોય તો વાત અલગ છે માટે તમે જે જમાડો એ હું ખુશી ખુશી જમીસ," તેજસ એ કહ્યું.

વેતર ને બોલાવે છે અને ઓડર આપે છે..
૩ ડિશ પટ્ટી સમોસા
૩ ચિસી દીપ ડિશ પીઝા
૧ મિસાલ પાવ
૩ પાવ ભાજી
૩ મેંગો મસ્તાની...

હજી કઈ ? તેજસ્વિની બંનેના મોઢા તરફ જુવે છે..

"પેહલા આટલું તો જમવા દો પછી વિચારીશું આગળ ," તેજસ એ કહ્યું...

બધો ઓર્ડર ટેબલ પર આવી જાય છે અને ત્રણેવ જમવાનું ચાલુ કરે છે..

તેજસ એક પછી એક એમ બધી વાનગીઓ ટેસ્ટ કરે છે..

" ટેસ્ટી છે ," તેજસ એ તેજસ્વિની ને કહ્યું.

" આભાર ," તેજસ્વિની એ કહ્યું.

તેજસ્વિની પ્રીતિ ને ઈશારા માં પૂછે છે કે હમણાં કહી દઉં વાત પણ પ્રીતિ ઈશારા માં કહે છે કે એને જામી લેવા દે પછી શાંતિ થી વાત કરીએ એટલી બધી ઉતાવળ ના કર...તેજસ્વિની રાજી થઈ જાય છે..

જમવાનું પૂરું થાય છે...

" હમે આ મેંગો મસ્તાની પીવો કેવી લાગે છે," તેજસ્વિની એ તેજસ ને કહ્યું.

તેજસ એ ટેસ્ટ કર્યા બાદ કહ્યું મસ્ત છે તમારા જેવી મીઠી મીઠી તેજસ એ હસતા હસતા કહ્યું..

થોડી વાર બાદ તેજસ પૂછે છે..

" શું મહત્વની વાત છે કહો મને જેના માટે તમે બંને મને ઘરે લઈ જવાની બદલે બહાર લઈ આવ્યા છો," તેજસ એ પૂછ્યું.

ટેબલ પર નું વાતાવણ શાંત થાય ગયું છે, તેજસ્વિની ટેન્શન માં પગ હલાવી રહી છે અને નખ ખાઈ રાખી છે અસમંજસ માં છે કે કહે તો કહે કઈ રીતે..

એટલામાં એકદમ પ્રીતિ એને કોણી મારે છે અને વાત કરવા કહે છે અને ઈશારા ઈશારા માં વધારે તે ટેન્શન લેવા ના કહે છે...

તેજસ્વિની વાત ચાલુ કરે છે..

" તમને તો ખબર જ છે કે મારા પપ્પા મારી લગ્ન કરવા માંગતા હતા અને મારે લગ્ન કરવા નોહતા અત્યારે એટલે મે કઈ દીધું કે માટે એક બોય ફ્રેન્ડ છે અને હું એના જોડે લગ્ન કરવા માંગુ છું," તેજસ્વિની એ કહ્યું..

" હા એ તો મને ખબર છે તો હજી પ્રોબ્લેમ શું છે ?" તેજસ એ પૂછ્યું..

" પણ મે ફેમિલી અને તમને બન્ને ને જૂઠું કહ્યું હતું મારી સાચા માં j બોય ફ્રેન્ડ છે અને એ ફોરેન માં એમ. બી. એ કરે છે," તેજસ્વિની એ નીચે નજર ઝુકાવતાં કહ્યું...

" શું (what ) ? " તેજસ એ આશ્ચર્ય થી કહ્યું...

વધું આવતા અંકે....