Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 9 - છેલ્લો ભાગ

પ્રકરણ ૯

ડોકટર ડૉ પાઠક  પ્રણવને વાત કરતા હતા… તમારા કુટુંબમાં સૌથી મોટી અને અગત્યની વાત છે. તમારા સંવેદનશીલ સ્વભાવની. ફેમિલિ આમ જુઓ તો તે સારી વાત છે પણ ડાયાબીટીસનાં રોગ માટે તે શ્રાપ છે. લજ્જાબહેન નો ટાઈટ સ્વભાવ તમને વારંવાર જુદી જુદી વાતે ખખડાવતા રહેતા હોય્ છે. અને તમે એ અપમાન ના ઘૂટ પી જતા હો છો કારણ કે તમને તેમનું માન જાળવવૂં હોય છે .પણ ડીમેંચાનું એક કારણ પણ આ સહનશીલ સ્વભાવ છેં.

પ્રણવ આ વાત સાંભળી ને વિચારમાં પડી ગયો.

“એક કામ કરો.” ડૉક્ટર બોલ્યા.”.એક મહીના માટે તમે બ્રેક લો અને તેમને ભારત તેમના પિયર રહેવા મોકલી દો, અને તાકિદ કરી દો કે ફોન પણ ન કરે. અને તમે પણ તેમનો સંપર્ક નહી કરો.”

“બહુ અઘરુ કામ છે.”

“ હા પણ તે જરુરી છે,”

“આ કીટ્ટા સમયને અને ડાયાબીટીસને સીધો સંબંધ છે.”

“મને તો એમ કે સુગરને ડાયાબીટીસ સાથે સીધો સંબંધ હોય છે.”

“આપણે તમારા સંવેદનશીલ સ્વભાવને વારંવાર છંછેડતા પરિબળોને ચકાસીએ છે.”

“મને તો લાગે છે કે તમે મારા સંસારમાં ભંગાણ પાડવાનું કાવતરુ કરી રહ્યાં છો”.

“એમ માનો તો એમ પણ તમારો ડાયાબીટીસ મારે માટે એક ચેલેંજ છે, નવી રીસર્ચ પ્રમાણે ઘરનાં સભ્યો પણ ડાયાબીટીસ  માટે અગત્યનાં પરિબળ હોય છે,અને આ પ્રયોગ ટુંકા ગાળા માટે નો છે. “

લજ્જાને વાત કરવી અઘરી હતી. પ્રણવને ખુદ લાગતુ હતુ કે લજ્જા એને મિનિટ માટે છુટો ના મુકે અને આતો આખો મહીનાનો પ્રયોગ અને સફળ ના થાય તો?

આ તો ઝેરનાં પારખા છે. લજ્જાને વાત કરીને સમજણપૂર્વક આ અબોલા લેવાય તો? લજ્જા પોતાને માથે દોષ નો  ટોપલો ના આવે તે જરુર જુએજ ને? આ પ્રશ્ન નાજુક છે.પહેલી વખત પ્રણવને લાગ્યું કે લજ્જા વીના તે કેટલો પાંગળો છે! બધુ હાથમાં આપી આપીને લજ્જએ કેટલો પરાવલંબી બનાવી દીધો છે?

આ જ્ઞાને પ્રણવને હચમચાવી દીધો, પતિપત્નીનાં સંબંધોનું નવુ સમીકરણ એને હવે સમજાવા લાગ્યું… જ્યારે તેનું કહ્યું માનવા માંડ્યો ત્યારે આખી દુનિયાનું વહાલ ઉભરાઇ જાય.અને સહેજ મન નું ધાર્યુ કર્યુ તો હવે મારો રાજો બદલાઇ ગયો.

આ જ્ઞાન હવે જ્યારે જાગ્રુત થવા માંડ્યુ. ત્યારે ઘણી છુપાયેલી સંભાવનાઓ ખુલવા માંડી. .તેણે કદી લજ્જાને દુશ્મનની નજરે જોઇ જ નથી તો તેની વાતો ક્યાંથી સમજાય?

પ્રણવે માથુ જોરથી ધુણાવી એ શક્યતાને નકારી. લજ્જા અને તે દુશ્મન? તેને તો મારી આખી જાત ઓવારી દઉં. એક આખો ભવ એની સાથે ગુજર્યો.

જ્યારે તે મારે ત્યાં આવી ત્યારે ગામડાની ગોરી હતી.. શહેરમાં વસવું હતું તે જાગ્રુતિ હતી...નવું શીખવાની તૈયારી હતી અને તેજીને ટકોરો વાગે એમ જેમ ગૉળને સહેજ પાણી મળે અને  ઓગળી જાય તેમ સાસરીમાં ભળી જવા તૈયાર હતી…બેઉ નાની નણંદોને હાથમાં લઈ રસોડાને હાથમાં લીધું.બહું બોલવાનું નહીં અને વાતો વાતો માં જાણી લીધુંકે કોને  શું ભાવે અને તેના ગામડાની રસોઇ અને શહેરની રસોઇમાં શું ફેર.

અહીની રસોઇમાં અગત્યની વાત એ હતી કે ખાવાનું માપનું જ બને.બધાની રોટલી ગણ્યા પ્રમાણેજ બને.શાક માપનું જ હોય. બગાડ તો સહેજ પણ નહીં જ્યારે તેને ત્યાં તો ગામ આખા માટે રસોઇ બને., ચોકીદાર,કામવાળા અને નોકરોનાં ઘર પણ ભરાય.

વધ્યું ખાવાનું પણ આસ પડોશમાં વહેંચાય. લજ્જાને આ પોહોળો હાથ સાંકડો કરતા વાર ન લાગી કારણકે  તેનું મન તેના પરિવારમાં થતા આ બગાડ સામે કચવાતું જ હતુ,

ભાવતું હતું અને એવીજ સાસરી મળી હતી. હાથ કુદરતી રીતે જ નિયત્રણમાં આવી ગયો હતો..

******

પ્રણવનાં ઘરનાં સારા ગુણો સાથે સાથે કેટલાંક દુર્ગુણો પણ લેવા માંડ્યા. ખાસ તો મહેમાનોને આવ્યા છો તો જમતા જાવ વાળો રિવાજ. ટાણે કટાણે મહેમાનો આવતા અને બધી રસોઇ ફરીથી બનાવવી પડતી. અને બાનાં પીયરીયાને તો એવી ટેવ જ પડેલી કે આવીને સીધાજ  ’બેન પેલા બુમિયાનો શિખંડ મંગાવી લે અને પુરી સાથે તે ખાઈશ”

“ પણ ભાઈ તમને ખબર છેને કે રોટલીનો લોટ બાંધેલો છે. પુરીનો લોટ બાંધવો પડશે,,,એટલે તમારો પ્રોગ્રમ થાય તો પહેલા જણાવો તો સારુ પડે.’

“બહેન હવે તારી ભાભી ગયા પછી તારું ઘર જ એવું રહ્યું છેકે જ્યાં હક્ક કરીને જવાય કે ઇચ્છા થાય તે માંગીને ખવાય.”

“ હા ભાઇપણ તારેય સમજવું જોઇઍ કે મારુંય ઘર બચરવાળૂ છે મારા દીકરા અને દીકરીઓ અને તેમના નાના બચ્ચાઓ હોય છે.

તેમની પ્રાયોરીટી પહેલા સચવાય,,તમારી માંગણી ત્યાર પછી સચવાય,

“બહેન લાગે છે બનેવીને  હું  બહું આવુ તે ગમતુ નથી લાગતુ.”

“ તમારો રાજા પાઠ તેમને ગમતો નથી..ઘરમાં આવો તો ઘરનાં બની ને રહો..”

મમ્મીનો કડપ જોઇ ને લજ્જા પણ હેબતાઈ ગઈ.

“હવેથી જે કંઈ ખાવુ હોય તે સાથે લઈને આવો, આ બોડી બામણીનું ખેતર નથી..હાથ હાલાવતા આવવાનૂ અને રુઆબ આખા મલક્નો કરવાનો ”

આની અસર  સૌ ભાડરડાઓને થઈ..બીજા સૌ ભાઇઓ પણ સીધા થઈને મોટીબેનને ત્યાં આવતા ઓછા થઈ ગયા. હાથ હલાવતા તો આવતા જ નહીં. લજ્જા તો ઘરની વહુ હતી. તેના માટે કંઇ આ નિયમ નહોતો. હા તેના માટે એક નિયમ હતો અને તે જ્યારે તે ખાવાની ના હોય ત્યારે રસોઇ પહેલા જણાવી દેવાનૂં કે જેથી રસોઈ ના બગડે.  .એશાભાભીનો ફોન હતો, વિવાહ પડો લઈને બાપા  સાંજે આવવાના છે. લગ્નની તારીખ નક્કિ કરવા.આવી રહ્યા હતા.

પ્રણવનાં બાપુજીતો એકજ વાત કહે તમારા રિવાજ મુજબ તમે કરજો અને અમારા રિવાજ મુજબ અમે વર્તીશું. કોઇનું નીચુ દેખાય તેવું નથી કરવું.ગોર મહરાજે આપેલી તારીખોમાંથી એક તારીખ નક્કી કરી કાકા લેખીત લઈને તો ચાલ્યા. વિવાહ પડો એ બે વેવાઇવચ્ચેનો લેખીત કરાર હતો જેમાં લગ્ન તારીખ અને નધીજ મૌખીક બાબતોનું લેખીત કરારનાં રુપ્માં લખાણ હતું એમાં લગ્નનાં દિવસે કેટ્લું માણસ આવશે અને રિવાજ પ્રમાણે ્કેટલો વટ વ્યવહાર કરાશે તે બધી વિગત વાર નોંધ હતી.વિવાહ પડો લખાઇ જાય પછી લગ્ન નક્કી થઈ જાય. અને બંન્ને પક્ષે લગ્નની તૈયારી શરુ થઇ જાય…વિવાહ પડાનાં દિવસ બાદ કંકોત્રી લખાઇ જય.. રસોઇઆ નક્કી થાય અને પલ્લામાં મુકાવાની વસ્તુ ખરીદવાની શરુઆત થાય.

પાદરા સોનુ લેવાનો ઓર્ડ્રર  અપાયો અને લગ્નની તારીખ અપાઈ.કંકોત્રીની ડીઝાઇન નક્કી થઈ અને લખાણ નક્કી થયુ

હવે લગ્નનો મહીનો જ બાકી રહ્યો હતો.

આશ્કા જેમ લગ્ન નજીક આવતા હતા તેમ ગંભિર થતી જતી હતી..પ્રણવ માટે આ વિષય ગંભિર હતો તેણે લજ્જાને ઘણી વાર પુછ્યું આવું કેમ? લજ્જા મુંઝાતી હશે?પણ લજ્જા કહેતી “ તું મારી ચિંતા ના કર. મારે ગામડું છોડીને આવવાનું છે..સાસરે આવવાનૂં છે…એટલે ખચકાટ છે..પણ પ્રીયતમને ઘરે આવવાનું છે તેમ માનીને એ ખચકાટ પચાવી જઉં છું. પલીઝ મને ના પુછ સાસરે જવાની સજા હોય કે મઝા… મને તો તું એકલો જ જોઇએ છે….તારા સિવાય કોઇ સાસરીયા મને જોઇતા નથી.

પ્રણવ હીબકા ભરતી ઉદાસ આશ્કાને જોતો રઃયો…અને કલ્પના કરતો રહ્યો મને તો પ્રણવ જ જોઇએ છે લખતી નાનકુડી બકૂડીની જેને મારા ઘરે આવવું હતું, મારી સાથે ઘર માંડવૂં હતું.

*******

અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે લગ્નનાં વાજા વાગવા માંડ્યા,,

તેનો મેકઅપ બગાડી નાખ્યો હતો.તેનો મુડ ઉતરી ગયો હતો..પણ પ્રણવ ફુલ ગુલાબી મુડમાં હતો..સારા શુકને તેની જાન નીકળી હતી. વલ્લભ વિદ્યાનગરથી ડેવીડ કાકા સમય સર તેમની ફીયાટ લઈને આવી ગયા હતા અને ઘર થી દસ મીનીટ દુર જ વાડી હતી.સવારનાં શુભ મુહુર્તે બસ સાથે ફીયાટ નીકળી બધા ખુશ હતા