Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 4

પ્રકરણ ૪

“ હું તો સુઇ ગઈ પણ તારે તો મને ઉઠાડવી હતીને?”

આપણો હેતૂ તો પુરો થયોને...આપણે આખી રાત કોઇ પણ આવરણ વિના સાથે સુતાને? નિર્બંધ રાત્રીએ કરવાનું આજ હતુ ને? બકા તું નાની બેબીની જેમ ઉંઘતી હતી..તને જોતા જોતા હું પણ ક્યારે સુઇ ગયો તે મને પણ ના સમજ પડી..”

“ પણ મને તો તારી સાથે તને પામવો હતો.”

“ તેં મને પામીજ લીધો છેને? જ્યારે ઈચ્છીયે ત્યારે આપણે મળી શકીયે છે.. માણી શકીયે છે “

“ એમ નહીં..પતિ પત્ની ની જેમ..ઇચ્છા થાય તેમ.અને ઈચ્છા થાય ત્યારે કોઇ પણ બંધન વિના મળી શકાય..વહાલ કરી શકાય…”

“હવે લગ્ન થાય ત્યાં સુધી દુરી જાળવવી તે આપણા સંસ્કાર છે. આપણી સમજણ છે. અને આમેય શરીર પુખ્ત થઈને પ્રસુતિ સહન કરી શકે તે જરુરી છે. અને મન પણ નવા વાતાવરણ ને અનુકુળ થાય માટે આ સંવનનનો ગાળો છે.

“ મને તો તું બધી જ રીતે અનુકુળ છે. તારે મન હું અનુકુળ છું કે નહીં તે નક્કી કરવાનું છે.’

“ બકા ઉતાવળે આંબા ના પાકે.”

“ જો મારા બાપાએ તો કહી દીધું કે તમારી સાસરી એ તમારું તકદીર અને તેમાં સમાવા માટે જરુરી ધર્મ જ્ઞાન અને વ્યવહાર જ્ઞાન તમને આપી દીધું છે. હવે તમે ત્યાં સમાવ અને સુખી થાવ.”

બહુ ઉમદા અને વ્યવહારીક વિચારો છે.પણ તેનું પાલન ખાંડા ધાર છે જે નાવનો નાવિક મજબુ ત હોય તે નાવમાં ડુબવાનો ભય ના હોય.

સવારના પહોરમાં દાહોદની બસ મળી ગઈ અને તેમા સરસ સીટ પણ મળી ગઈ..હવે ચાર કલાક મઝા મઝા જ. વડોદરાથી હાલોલ રોડ ઉપર બસ ચઢી અને લજ્જા એ ઝોકા ખાવાનાં શરુ કર્યા. .પ્રણવ કહે “સવારનાં તો કડક મીઠી ચા તો હોટેલ ગ્રીનમાં પીવડાવી છે અને અર્ધો કલાક્માંજ ઝોકા ખાવાનાં શરુ કરી દીધા?”

“ સાજન બાજુમાં બેઠો છે તેની સંગાથે ઉંઘ આવે કે વહાલ આવે…એ બધુજ સ્વિકાર્ય.”

“આ એક્ષ્પ્રેસ બસ છે એટલે ગોધરાની તારી એક ટીકીટ કઢાવું છુ અને હું દાહોદ જઈશ બરોબર?”

“ ના રાજા હૂં પણ આવું છું દાહોદ”

“ ના તુ તારા ઘરે પાછી જા અને હું સાંજે ફરી આવીશને?”

“ ના.રસનાં છાંટણા હોય..ઘડા ના ભરવાના હોય…”

“ ભલે તુ કહે તેમ…”

ગોધરા ઉતરર્તા સામે માલતી મળી….લજ્જા અને પ્રણવને સાથે જોઇ મીઠુ મધ જેવું મલકાઇ. માલતી મારા સાળા એકલની ક્લાસ મેટ અને મારી ભવિષ્યની સાળાવેલી. અમારા લગ્ન ની સાથે તેના પણ લગ્ન થશે.

પ્રણવ સામે હસતા તે બોલી “કેમ છો પ્રણવ કુમાર? લજ્જાબેંન સાથે વડોદરા ગયા હતા? આ એક્ષ્પ્રેસ બસ છે એટલે પુછૂં છું.”

“હા લગ્નની તૈયારી કરવાની? એટલે પાદરા જવાનું હતુ સોનુ ખરીદવા માટે”.

“ ખરીદી આવ્યા?”

“ ડીઝાઈન જોઇ આવ્યા..હવે order આપીશું ત્યારે લગ્ન ટાણે આવશે, “

“એકલને એક સંદેશો આપશો?”

હા પણ તે સાંજે મળશે.”

“હું ઉદય સાથે ફીનીક્ષ લગ્ન કરીને જઈ રહી છું”

“ક્યારે?”

“અમેરિકાનાં મુરતિયાઓ પાસે બહુ સમય હોતો નથી એટલે ચટ મંગની અને તર્ત શાદીથઈ જતી હોય છે . આવતી કાલે વડોદરામાં લગ્ન થશે.”

“ એકલને આ સમાચાર તું જ આપને? “લજ્જા ગુંચવાતી હતી.

પ્રણવની બસ નીકળવાની તૈયારીમાં હતી..લજ્જા હાથ્ હલાવતી હતી…તે ઉદાસ હતી..એકલની ઉદાસી તે સમજી શકતી હતી.

માલતી પણ વડોદરાની બસમાં બેસી ગઈ.

ભાઈને થનારી તકલીફ્થી તે વાકેફ હતી..એકલ જાણતો નહોતો …ગામડે પહોંચીને એકલને કહ્યુ “તારી માલતી મળી હતી અને તેણે ઉદય સાથેનાં લગ્નની વાત કરી.”

એકલનું મો પડી જશે અને દુઃખી થઈ જશે તેવી કલ્પના કરતી લજ્જાતો સ્ત્બ્ધ થઈ ગઈ જ્યારે એકલે તેનો અને માલતીનો દુષ્ટ ઇરાદો કહ્યો. તે લોકો એવો પ્રયત્ન કરે છે એકલ દ્વારા બેજીવાતી થઈને અમેરિકા જાય અને ત્યાં છુટાછેડા લઇને એકલને બોલાવી લેશે. પણ ધાર્યુ થતુ નથી.અને સમય પહેલા ઉદય સાથે લગ્ન થઈ ગયા.અને માલતી અને એકલ ન મળી શક્યા.કાવતરું શક્ય ન બન્યુ.

ઉદય અને એકલની સરખામણીમાં માલતી હંમેશા જોતી કે ઉદય માઇનસ અમેરિકા એટલે શુન્ય,,, જ્યારે એકલ વત્તા અમેરિકા એટલે ઘણું બધુ.

એકલ સાથે લગ્નજીવન જીવી ચુકેલ માલતી ફીનીક્ષ જઈને બે મહીને ગર્ભ રહ્યો છે વાળી વાત જાહેર કરી. ઉદય વહેવારે બાપ બન્યાની ખુશી અનુભવતો હતો,

પુરા નવ મહીને બાબો આવ્યો તેના બા એ વધાઇ ખાધી. “ઉદય જન્મ સમયે જેવો હતો તેવોજ આ બાબો છે.”માલતીને ચુપ રહેવાનું બહાનુ મળી ગયું

પત્ર વ્યવહારમાં ધારી સફળતા ના મળ્યા બાદ પ્રણવને લાગ્યું કે તેનો આગ્રહ નકામો છે. અને દર રવીવારે તો મળીયે છે જ.એટલે પત્ર વ્યવહાર પાતળો પડીને નહીંવત થઈ ગયો.ઘરમાં રસોડુ સંભાળવામાં નાની બે નણંદો ને હાથમાં લીધી. અને આમેય બા અને બાપુજી એવું ઇચ્છત્તા કે ઘરનો વહીવટ લજ્જા સંભાળે તો બાને થોડોક આરામ મળે.

આ વખતે બા એ કહ્યું હતુ કે લજ્જા આવે તો સિધ્ધા ફરવા ના જતા…તેને રસોડામાં રસોઈ કરાવવાની છે. એષા ની રસોઈ તો સારી છે પણ આપણા ઘરે એશા નહીં તેની બહેન લજ્જા આવવાની છે..તેથી તેનો હાથે રસોઇ કેવી બને છે તે જોવાની છે.તેથી તેની રીક્ષા ઘરે લાવજે. તેથી ૮ ના ટકોરે લજ્જા આવી ગઈ...નાની બહેનો ઉત્સાહ માં હતી…દાળ ધોઇ રાખી હતી અને ભાત પણ લજ્જાની રાહ જોતો હતો. અદ્ભુત રસોઇઆની જેમ લજ્જાએ તો કુકર ચઢાવી દીધુ અને ફટોફટ ટીંડોળા સમારી નાખ્યા અને વઘારી પણ નાખ્યા. બા એ પ્રસંશા કરતા કહ્યું કે” રોટલી નો લોટ બાંધી રાખ્યો છે પ્રણવ રસ કાઢશે ત્યારે ગરમ ગરમ રોટલી વણી લઈશું.”

“પ્રણવ રસ કાઢશે?”

હા અમારે ત્યાં રિવાજ છે…રસ કાઢવાનો કે શીખંડ બનાવવાનો હોય તો તે પુરુષોનું કામ છે.તેઓ બગાડ થવા દેતા હોતા નથી. બરોબર દસના ટકોરે પ્રણવે કેરીના ટોપલામાંથી કેરી ધોવા ડોલમાં નાખી. પાકી કેરીઓ ઘોળાવા માંડી અને અંદાજે સાત કેસર કેરીઓનો રસ નીકળ્યો. ઘરનાં પ્રત્યેક ઘરની વ્યક્તિ દીઠ એક વાડકો રસ નીકળ્યો હતો. જે દરેક જણ માટે પુરતો હતો.રસ કાઢ્યા પછી ગોટલા અને છોડા ને ધોઇ તેની કઢી ( ફજેતો) બનાવવાનો હતો પ્રણવને આ ફજેતો ભાવતો હતો તેટ્લે તેની બનાવવાની પ્રક્રિયા લાજો ને બતાવવાની હતી. તે સમજાવતા બા એ કહ્યું..,પ્રણવ્ ને થોડુ બહાર પડતું જીરુ ફજેતામાં ભાવતુ હતું.. આ ઉપરાંત સાત પડી રોટલી બા બનાવવાનાં હતા જે સૌની મનભાવન હતી

શહેરનાં જીવનનો લજ્જાને પરિચય થતો હતો. તે તેના પિયરની સરખામણી કરતી અને તેને તે નિયમો સારા લાગત હતા. ખાસ તો વાસી વધે નહીં ને કુત્તા ખાય નહીં. અનાજ નો બગાડ થાય ના તેવીજ રીતે રાંધવાનુ વાળી વાત તેને ગમતી. જ્યારે તેના પિયરમાં ખાસ ખાવાનું વધુ બનતુ અને શેરીનું કુતરુ, ઢેડી અને ચોકીદાર પણ સમાતો.

વ્યાપારી અને નોકરીયાત જીવન હવે સમજાતુ હતું. નોકરીઆત એમની નોકરીની આવક ઉપર નભતા હોય ત્યારે વેપારીને બધાની જરુર પડે. લજ્જા શહેરનાં વાતાવરણને બરોબર સમજતી હતી અને જ્યાં તેને ગુંચવણ થતી ત્યાં ખુલાસો કરવાને બદલે શહેરમાં આવું જ હોય માનીને ચલાવી લેતી..પણ આ ચલાવવાને બદલે ઉઠ્યો પ્રશ્ન અને તરત તેનું નિરાકરણ થયું હોત તો તેની ભલમનસાઈને નબળાઇ સમજીને જે લાભ લેવાતો હતો તે ના થતે.ખૈર હવે તો લગ્ન નું મુહુર્ત નજદીકમાં જ હતુ. છ મહીના થયા હતા અને વિવાહ દરમ્યાન રિવાજો ની ચર્ચા થતી હતી.પ્રણવનાં બાપુજી કહે અમારે ત્યાંતો કંકુ અને કન્યાનો રિવાજ છે પણ તમે તમારા રિવાજ કરજો અને અમે અમારા રિવાજ મુજબ પલ્લુ કરશું,

રિવાજોની ચર્ચા થાય ત્યારે વહેવારનાં નામે એક બીજાને નીચા દેખાડવાની હોડમાં કોઇ જ નહોંતુ તેથી કંકોત્રી લખવાનાં આગલે દિવસે શુકન નો કંસાર રંધાઇ ગયો.. ખવાઇ ગયો અને નક્કી થયું જાનમાં ૨૦૦ માણસ આવશે અને ૧૨ વાગે બ્ર્હ્મ મુહુર્તમાં હસ્તમેળાપ થશે.

બે મહીનામાં લજ્જાબહેન ગામડે થી શહેરમાં આવશે.. પરણી ને રાજ્જાને ત્યાં આવશે..લગ્ન લેવાયા એટલે પલ્લુ લેવાનું સાડીઓ લેવાની..સોનું લેવાનું, જમણવાર નું મેનુ નક્કી કરવાનું એટ્લે રવિવારે ભરપુર કામ અને ગામડે થી જવા આવવાનુ ફાવે ના એટલે.સાસરવાસી લજ્જા બેન વડોદરા રહી જાય.

પ્રણવ પણ એમ જ ઈચ્છેકે જેટ્લી વધારે નાત અને મિત્રોમાં તે મળે તેટલું વધુ સારુ. આખરે તેને પણ આજ ઘરમાં આવવાનું છે. સારી ભાષામાં સાસરીમાં જેટલો વધુ પરિચય થાય તેટ્લુ સારુ.આ ઘટના ને “ વહુ ને રમાડવાનું “ નામ આપી પરિચય વધે “તે બંને માટે અનુકુળ થવાની ઘટના બની રહે. આ સમય દરમ્યાન એક વસ્તુ ચોક્કસ થઈ ગઈ હતી કે લજ્જાએ અનુકુલન વધુ કરવુ પડશે કારણ કે બંને નાની નણંદ અને મોટી નણંદ શહેરી વર્તણૂકોમાં લજ્જા કરતા ઘણા આગળ હતા.અને હોયજને..લજ્જાને સાસરે જવાનું હતું. તેમને નહીં. પ્રણવ કરતા મોટોભાઇ દેવેન અમેરિકા હતો તે ઘટના લજ્જાને મન કોઇ મહત્વની નહોંતી. તે ગામડુ છોડી શહેરમાં જતી હતી…તેનું મહત્વ તેને બહુ હતું.