Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 1

અર્પણ

ડૉ બેલડી

ડૉ આનંદ અને ડૉ.ચંદન (ઈઝાબેલ)

પ્રકરણ-૧

મારું કહ્યું તુ માનતો નથી એટલે મને તું ગમતો નથી. પણ તારા વિનાય મને ગમતું નથી.”

લજ્જા તેનાં નામ જેવાજ ગુણ.પણ લગ્નજીવન નાં ૪૫માં વર્ષે તે બોલી “મારું કહ્યું તું માનતો નથી એટલે મને તું ગમતો નથી પણ તારા વિનાય મને ગમતું નથી.”

પ્રણવ લજ્જાને જોઇ રહ્યો.પહેલા ઘા કરે અને પછી તે વાળી લે એમ કરતા તો ૪૫ વર્ષ વહ્યાં અને હવે પણ બાકીનાં વર્ષો નીકળી જશે એમ માનીને તે બોલ્યો "લાજો હવે કેટલા બાકી રહ્યાં કે તમને મારી સાથે ફાવતું નથી? મને તો તમારી સાથે જલસા જ છે.ખાવાનું સરસ બનાવો છો અને ચા તો હું જાતે બનાવી લઉં છુ. તેથી મને તો કોઇ જ ફરિયાદ નથી.. હા જરા એક્જ તકલીફ છે અને તારા બદલાતા નિયમોની.. પણ મને તેનો રસ્તો આવડી ગયો છે.પહેલા સાંભળી લેવાનું અને ભુલી ગયા હોવાનું નાટક કરવાનું.પછી જરુરી હશે તો ફરી ગુસ્સે થઇને તુ બોલીશ "પ્રણવ તને શું થયું છે?મેં તને કહ્યું છતા તું નથી કરતો?"

" સોરી બકા હું ભુલી ગયો" અને પછી એ કામ કરવાનું અને પછી તે કામ યાદ રાખવાનું. એટલે તું પણ ખુશ અને હું પણ ખુશ.

મને તારું આખું શરીર પથારીમાં માલિસ કરવું ગમે પણ તું તો ખાલી પગ જ દબાવવાનું કહે ત્યારે મને મનમાં થાય તારા શરીરમાં પગ સિવાય ઘણા બધા સુંદર અંગો છે. પણ તું ના કહે અને કહે મને જે અંગો દુખતા હોય તેનું જ માલિસ કરાયને?

"હા તારું ચાલેને તો મારું ગળુ જ પહેલા પકડે.."લજ્જાએ આંખ મીચકારતા કહ્યું

"તારા શરીરમા ગળા અને પગ સીવાય ઘણુ જ સૌંદર્ય આખા શરીરમાં ભરાય્ર્લું છે?"

"ઉદાહરણ તરીકે?

" તારી કથ્થઈ આંખોમાં છલકાતો મારા માટેનો છલોછલ પ્રેમ."

" પ્રેમ? મારો થાક નથી દેખાતો?"

"દેખાય છે પણ તારા જેવું રાંધનાર કોઇ બીજું તને મળતું નથી તેથી હું શું કરું?'

*****

લજ્જાનાં પહેલા પત્રમાં પ્રણવ નો ઉલ્લેખ " મને તો પ્રણવ જ જોઇએ છે " તેની મોટી બહેન એષા કહે આપણે ગામડાનાં છીએ એટલે પ્રણવ હા ના કહે. પણ તારા બનેવીને કહી જોઇશ.. જોગાનુ જોગ પ્રણવ તેના પત્રને દિવસે જ ઘરે આવ્યો. પોતૈયા ઘડતી પ્રેમાળ ભાભલડી બોલી” પ્ર્ણવભાઇ ! મારી નાની બેન લજ્જાને તમે ગમી ગયા છો.. જુઓ આ કાગળમાં લખ્યુ છે."

કાગળ હાથમાં લેતા પ્રણવ બોલ્યો " હેડ ઓફીસમાં વાત કરો.."

અઠવાડીયામાંતો પ્રણવ ને જોવા માટે લજ્જાને લઈ તેના બાપુજી સાથે મારો મિત્ર અંશુમાન ઘરે આવ્યો. ભાભી ની બહેન લજ્જા બરોબર એશાભાભી ની ડુપ્લીકેટ હતી.

ઈટરવ્યુ તો ફક્ત નામનો હતો. પણ પરિણામ ની તો ખબર જ હતી

એશાભાભી કરતા લજ્જા વધુ ઉજળી અને નમણી હતી. વળી બી એ ભણેલી હતી ના કહેવાનું કોઇ જ કારણ નહોંતુ. પ્રણવનાં પપ્પાએ હા કહી દીધું.” મેચીંગ પેર છે."

એશાભાભીનું કુટંબ એટલે બીજુ કંઈ જોવાનું નહીં. અઠવાડીયુ થયુ હશે અને અંશુમાન અને તેનો સાળો એકલ સાથે લજ્જા રુપિયો અને નાળીયેર આપવા આવ્યા..એમ જ કહોને કે પ્રણવને કુંવરા બજારમાં થી ખસેડીને લજ્જાનો પ્રિયતમ બનાવી દીધો

નવું ઘર નવો વર અને મોટું શહેર... લજ્જા સંકોચાય તેવું કશું જ પ્રણવે થવા ના દીધું, લાપશી અને ફરસાણ નાં ભોજન ખાઈ અંશુમાન અને એકલ તો નીકળી ગયા.

નણંદો અને સાસુ સસરા ની વચ્ચે બેઠેલી લજ્જાને તૈયાર થવાનું કહ્યું અને રાજશ્રી થીયેટરમાં ચાલતું અંગ્રેજી ચલચિત્ર કારપેટ બેગર જોવા નીકળી ગયા.

સ્કુટર પર બેઠા પછી પ્રણવે પુછ્યું+ “કેમ દુર બેઠી?”

“ મને શરમ આવે છે.”

“ કોના થી? મારાથી? પ્રણવે આશ્ચર્ય વ્યક્ત કર્યુ.

“ જોનારાથી?”

‘ધત તેરેકી!

‘કેમ મને એટલી બધી બેશરમ માનો છો?”

નારે ના બુધ્ધુ જોનાર તો સેકંડ્મા જતો રહેશે પણ આપણું સ્પર્શ સુખ ખોઇએ છે.

‘સ્પર્શ સુખ?’

‘હા હું કોણ?

‘મારો રાજ્જો’

‘’તક મળે તો હું તો તારાથી દુર બેસવાનો વિચાર પણ ન કરું!’

‘પણ તક તો મળી હતીને?

‘તે તક ચલચિત્રની હતી…

“હાલ સ્કુટર પર તે તક છે અને તે તુ દુર બેસીને બગાડે છે”

‘ઍટલે?

‘એટલે નજીક આવ અને મને વળગીને બેસ.બકા..’

બકા શબ્દમાં ભારો ભાર પ્રેમ હતો. લજ્જા નજીક આવીને શરીરથી શરીર ચીપકાવતા બોલી 'આમ મારા રાજ્જા!'

‘હા આમ પણ કેટલો બધો સમય બગાડ્યો?’

લજ્જા કહે ‘ મારું નામ શું છે ?’

‘લજ્જા’

‘’તો મને લાજ આવેને?’’

’‘ મારાથી પણ લજ્જાઇશ તો મારું શું થશે?’’

‘હવેથી એવો સમય નહીં બગાડું મારા રાજ્જા”

પ્રણવ આખા ગુજરાતમાં ધંધાર્થે ફરતો હતો. આ વખતે સાસરીમાં રોકાઇ ગયો સાસરીમાં રોકાવાનું ખાસ કોઇ કારણ નહોંતુ પણ બસ ચુકી ગયો તે બહાના હેઠળ એષાભાભીનાં લગ્ન વખતે જોયેલ ઘર ને જમાઇ તરીકે જોવાનો લહાવો લીધો. જુનુ પણ ત્રણ માળનું મકાન સાસરીનાં વૈભવ ની સાક્ષી પુરતુ હતું. લજ્જાને આવી રીતે અચાનક આવ્યો તે ના ગમ્યુ પણ પ્રણવ તો तेरे द्वारे खडा एक जोगी ગાતો ગાતો પહોંચી ગયો. તેની પાસે ગોધરા થી ખરીદેલા ભાવનગરી સ્વીટ્સ નાં લંબગોળ પેંડા હતા. અને લજ્જાને ભાવતી એક્લેર ઇલાયચીની ચોકલેટો હતી. સાસુમા તો ખુશ ખુશ હતા પણ લજ્જાનું મોં ચઢેલુ હતુ. નાની સાળીઓ અને નાના સાળાઓમાં એક્લેર ચક્લેટ વહેંચાઈ ગઈ અને અહોભાવથી તે સૌનાં મોં ભરાઇ ગયા…ફટો ફટ રસોઇ થવા માંડી.ગામનાં મિઠાઇ સ્ટોરમાંથી શ્રીખંડ લઈને સસરાજી સાંજે આવ્યા અને તેમની સાથે ગામનાં બધા સગા વહાલા આવ્યા…

એક વણ નોંતર્યો પ્રસંગ ઉજવાયો. આગલા જમાઈઓ સાથે સરખામણી થવા માંડી અને હસમુખા પ્રણવ કુમારનો સિક્કો વાગવા માંડ્યો. કેમ કોઇ જાણ કે ખબર આપ્યા વિના આવ્યા?” દરેક્નાં પ્રશ્નનો જવાબ હળવા સ્મિત અને વંદન સાથે પ્રણવને આપતા જોઇ લજ્જાનું ફુંગરાએલું મોં ખીલેલા ગુલાબ ની જેમ હાસ્ય્થી ખીલવા લાગ્યુ. તેનો રાજ્જો સરખામણીમાં કોઇનાથી પણ ઉતરતો નહોંતો.રાત આખી કંઇ વઢવામાં ઓછી કઢાય?અને વહેલી સવારે સાસુમા નીચેથી બુમો પાડતા હતા"અલી લાજો ઉઠને..જમાઈ બસ ચુકી જશે.