Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 5

પ્રકરણ ૫

લગ્ન નાં દિવસે મેકપ વાળી છોકરી એ લજ્જાનો મેક અપ સુ યોગ્ય કર્યો નહોતો.તેથી તેનો મૂડ બરોબર નહોતો. પ્રણવ પણ આ મેકઅપ જોઇને નિરાશ થયો. પણ કશૂં થાય તેવું નહોતુ અને મુહુર્ત થઈ ગયુ હતુ એટલે કન્યા પધરાવો સાવધાન નાં અવાજ સાથે લાલ ચુંદડી ઓઢી લજ્જા મણીયા મામા સાથે આવી.જાનૈયા જમવા બેઠા અને ભોજન મરચા ખારેકનું શાક, મોહન થાળ અને પુરી પીરસાયા. ગર્માગરમ દાળ અને ભાત પીરસાયા

પ્રણવ આકાશી કલરનાં શર્ટ સાથે ભુરા શૂટ્માં શોભતો હતો. ફોટોગ્રાફર બંને વર વધુનાં ફોટા પાડતો હતો.

લગ્નની વિધિ નિયત સમયમાં પુરી થઈ.

હવે જાનૈયા વિખરાયા. ડેવીડ કાકા ફીયાટ લઈને આવ્યા હતા. તેમા બેસીને કન્યા વિદાય અપાઇ થોડુ થોડુ રુદન થયુ અને વર વધુને જીવન ભરની કેદ શરુ થઈ.રાજશ્રી થીયેટરમાં ઘરોંદા ચલચિત્ર ચાલતું હતું. તે બેનર જોઇ પ્રણવ ગીત ગાતો હતો

“દો બીચારે શહર મેં આબુદાના ઢુંઢતે હૈ”

લજ્જા શહેરમાં નવું જીવન જીવવા મળશે તેનાથી ખુશ હતી.સાથેસાથે પ્રણવનો પણ અનુભવ થતો હતો…તે લાગણી શીલ હતો અને ગ્રામ્ય ઉછેર અને શહેરનાં ઉછેરને કદી મુદ્દો બનવા દેતો નહોતો. સારો પતિ હોવાની આ પહેલી નિશાની હતી. તે માનતોકે ઉછેર એ જરુરી પરિબળ છે. પણ બીજુબધુ ઘણું લજ્જામાં છે જે તેને સારી પત્ની બનાવી શકે છે.તે માનતો કે લજ્જાએ તેનાકાગળમાં લખ્યુ હતું કે તેને પ્રણવ જ જોઇએ છે. આ ‘જ’ કાર તેના માટે પુરતો હતો. વળી એષાભાભીની તે બહેન હતી એટલે તેણે માની લીધુ કે તે એષાભાભી જેવીજ હશે. આ ધારણા ખોટી હોઇ શકે તેવું તે માની ન શક્યો. અને ખરેખર બે સગ્ગી બહેનોનાં ઉછેર માં ભણતરને કારણે લજ્જા થોડી સ્વત્ંત્ર મિજાજ ની હતી.પ્રણવે આ સ્વતંત્રમિજાજ ને ઓળખવામાં બહુ જ મોડુ કર્યુ, જ્યાં સુધી બધુ બરોબર ચાલતું હતુ ત્યાં સુધી મગમાંથી પગ નહોંતા નીકળ્યા, બરોબર પાંચ વર્ષે બા બોલતા બોલી ગયા લજ્જા હવે જવાબો આપે છે.

પ્રણવ કહે “શું બન્યુ હતુ?”

“એષા તો મીઠડી છે તેમ માનીને લજ્જાને હા પાડી હતી. પણ એ ભ્ર્મ બીજી સુવાવડે તુટી ગયો?”

“તેને હું દીકરીઓની સાથે કરાતા વ્યવહારોની ઈર્ષા આવે છે…દીકરીઓને પિયરમાં સુખ હોય તેવું સુખ વહુઓ ને ક્યાંથી હોય?”

“બા હવે તમારે ધરમ કરવાનો.છોકરાને રમાડવાના અને રાજ્ય કરવાનું”

“ભલે ભાઇ” “હું તેને કહી દઈશ ગરમ ગરમ ભાવતા ભોજન લઈને ઓફીસે આવી જાય અને ચાર પહેલા પાછી આવી જાય કે જેથી સાંજની રસોઇ વખતે ઘરે હોય.”

લજ્જાની એક ફરજ વધી પણ એને તો ભાવત્તુ’તુ અને વૈદે કહ્યું જેવુ થયું. નવું નવું શિખવાનો નો શોખ તો હતો જ અને તક મળી…ટીફિન લઈને રીક્ષામાં પ્રણવની ઓફીસે જવાનું અને બંને સાથે ખાય. અને ડાફોળિયા મારવાને બદલે ઓફિસનું કામ શીખવાનું…ઘરાકો પણ ભાભીને માન આપે..સોદાબુક જોઇ ને સમજી જાય કે પ્રણવનું કામ સોદા કરવાનું છે અને બેક ઓફીસ તે સોદાને જે તે ખાતામાં ખતવે અને પતવણૂં થાય ત્યારે બીલ બનાવે. ડીલીવરી ઉતારે અને ચેક લખાય આટલી કવાયત થાય ત્યારે દલાલી છુટે.

બે નાના છોકરા સ્કુલે થી આવે તે પહેલા ટીફીન લઈ ને લજ્જા ઘરે પહોંચી જતી હતી.બધાને મોકળાશ મળી જતી હતી.સાંજના છ વાગે એટલે પ્રણવ અને છોકરાઓ સ્કુલથી આવે ખાવાનું ખાય અને છોકરાવ સ્કુલમા અપાયેલું ઘરકામ કરે..

*****

ડો પાઠકનાં મંતવ્ય મુજબ અને ડૉ. ગુમાશ્તાનાં પરિક્ષણ મુજબ ++++ સુગર હતી.એટલે ડાયાબીટિસ ની તરત સારવાર ચાલુ થઈ.લજ્જા થોડીક ગભરાઇ પણ તરત જ હિંમત રાખીને પ્રણવને સમજાવતી

”આ તો ડાયાબીટીસ છે કેન્સર નથી. જે નો ઇલાજ હોય તેની ચિંતા ન કરવાની હોય. સંવેદન શીલ અને જેમને પોષાતો હોય તેમને જ આ રાજરોગ લાગે.પણ આજથી ખાડ બધીજ રીતે બંધ. ટેવ પાડો કે ચા મોળી અને દુધ પણ મોળુ અને મિઠાઈ. આઇસ્ક્રીમ અને ચોકલેટ આખી જિંદગીની બાધા.”

આટલું બોલતાતો તેની આંખો ભરાઇ ગઈ.તેનું મન વેદનાથી ચીરાતું હતુ….તેને ખબર હતી કે તેને પણ તેના સસરાની જેમ જ ગળ્યું ખુબ જ ભાવતુ હતું

હોસ્પીટલમાં ડૉ ઈંસ્યુલીન કેવી રીતે લેવાનું અને કેટલી વાર લેવાનું તાલિમ આપતા હતા. લજ્જાતો આ બધું જોઇને હેબતાઇ જ ગઈ.છ્ઠ્ઠે દિવસે સુગર કાબુમાં આવી ત્યારે નર્સ બોલી આજે તમારો ડોઝ નક્કી થઈ ગયો છે એના કરતા વધુ ડોઝ આપીને તાલીમ આપવાની છે કે ક્યારેક ભુલ થઈ જાય તો તમને ખબર પડે સુગર ખુટી જાય તો શું કરવુ બરોબર અડધા કલાકે સુગર ખુટ્યાની નિશાની જેવી ટાઢ વાઈ અને એવી ધ્રુજારી આવી.આખુ શરીર ભીંજાઇ ગયુ તેટલો પરસેવો થઈ ગયો.

ઈંજેક્શન આપનાર નર્સ બહેન ગ્લુકોઝ્નું પાણી લઈને આવ્યા તેમા લીંબુ નીચોવી પ્રણવને આપ્યુ.લજ્જા પ્રણવને આ હાલમાં જોઇને કકલી ઉઠી. પણ લીંબુનું પાણી પીધુ એટલે તર્ત જ પરસેવો થવાનું બંધ થઈ ગયું અને ધ્રુજારી અટકી ગઈ.જાણે જીવમાં જીવ આવ્યો.

તે નર્સ બહેને જીવન ગુપ્તાને ઓળખ આપતા બોલ્યા આ બહેન ન્યુટ્રીશયન એક્ષ્પર્ટ છે.તેઓ તમને ડાયાબીટીસ વિશે સમજાવશે.

આપણા પોષણ તત્વોનાં ત્રણ ભાગ પડે કાર્બોદીત, પ્રોટીન અને ચરબી.કાર્બોદીત શરીરને ઉર્જા પુરી પાડે. જ્યારે પ્રોટીન સ્નાયુની જાળવણી અને ચરબી સ્નીગ્ધતા આપે આ ત્રણે વસ્તુ તેની નિયત માત્રામાં રહેતો તંદુરસ્તી સારી રહે. શરીરમાં કાર્બોદીત વધારે હોય તો તે ડાયાબીટીઝ કહેવાય. આ જ્નીન જન્ય રોગ છે એટલે વારસાઈ રોગ પણ કહેવાય.ખાન પાનની અનિયમીતતાને લીધે વકરે છે. તે ઉપરાંત બેઠાડુ જીવન પધ્ધતી અને સંવેદનશીલ અને ચિંતા કરનારો સ્વભાવ આ રોગ સમય કરતા વહેલો લાવે.

લજ્જા સમજી ગઈ કે પ્રણવને શેરબજારનું ટેંશન હોય અને હું મારી અણાઅવડતની વાતો કરી તેને વધારે ટેંશન નહી આપુ. સાંજે તેની સાથે ફરવા જઇશ.તેને ગમતા શોખ વિષે વાતો કરીશ. હોસ્પીટલમાંથી ઘેર ગયા પછી નવો શોખ ઉમેરાયો ચાલ પ્રણવ આજની વાત કર

પ્રણવ કહે તને મારી વાતોમાં રસ નથી પડતો…પણ હું પેલા આકાશનાં વાદ્ળ જેવો મુક્ત વિચારોનાં માણસ છું મારા વિચારો થી તું હસીશ. મેં વિચાર્યુ છે તું ઓફિસમાં આવે છે તેમ ‘એપલ’માં દાખલ થઈ જા અને કોંપ્યુટર શીખ.

લજ્જા કહે.”અંગ્રેજી મીડીયમ માં મને સમજાશે?”

“તું કંઈ ડફોળ નથી.અને ત્યાં શીખવાડનારા કંઇ અંગ્રેજો નથી. કંઈ ના સમજાય તો ગુજરાતીમાં પુછીશ તો તેઓ સમજાવશે.”

“ તું કહે છે તો હું તો ભણીશ..’એટલી વાત થઈ અને આખા વરસની ફી ભરીને તેને દાખલ કરી દીધી.

ઘરમાં તો સોપો પડી ગયો બે નાના બાળકો સાથે વરસનાં કમીટ્મેંટ સાથે લજ્જા ની સ્કુલ ચાલુ થઈ ગઈ,સવારથી રસોડે બંને છોકરાઓનાં ડબ્બા બને પછી ઘરમાં રસોઈ અને ટીફીન બને. અગીયારનાં ટકોરે રીક્ષા પકડી પ્રણવની ઓફીસે જઈ સાથે જમે અને બાર વાગે ‘એપલ’ પહોંચી જાય. ચાર વાગે ‘એપલ’ થી ઘેર પહોંચે ત્યારે છોકરાઓની બસ આવી જાય. બીજી પાળી શરુ થાય.. છોકરાઓની ભુખ શમે અને હોમવર્ક પતે અને લજ્જાને એનું હોમવર્ક પણ કરવાનું તેમાં પ્રણવને ભાગે લજ્જાનો થાક જ આવે

એનુ નામ રેહાના કાચવાલા. લગ્ન કરીને લંડન જવાની. વોહરા કોમની અને ભરુચ થી અપ ડાઉન કરે,એની પાસે લ્યુના એના વર અબ્દુલને સ્ટેશનથી એપલ પર રેહાના ચાલતી જાય તે ન ગમે આમેય વડોદરા સ્ટેશન થી સયાજી ગંજ ચાલતા પાંચ મિનિટ થાય, પણ મારી રેહાના થાકી ન જાય? એમ કરીને લાડ લડાવતો,

રેહાના કાયમ લ્યુના ઉપર હસતી. તેને લાગતું કે પાલતુ કુતરાનાં કાન આમળીને તેને ચલાવતી.. અબ્દુલ્ ને હસતા હસતા કહેતી પણ ખરી મૈને તો મારુતિ માંગી થી પણ મિંયા હમારે કંજુસ ….લે આયે યે લ્યુના ડૉગી.

તે દિવસે રેહાના ઘરે આવી. પ્રણવે તેનું લ્યુના જોયુ અને લજ્જા ને કહ્યું તને આ લ્યુના ડોગી ફાવશે? નાની દીકરી કહે “ મને તો તે ફાવશે જ,”

“ તારા માટે તો ભુરી સાયકલ છે…આ તો મમ્મી માટેની વાત છે.”

“ ભલે..લ્યુના આવશે તો હું પણ ફેરવીશ.” દીકરી એ પોતાનો હક્ક જાહેર કર્યો. બીજા દિવસે લ્યુના લઈને લજ્જા ઓફીસે આવી. અને સાથે સાથે ઢગલો ફરિયાદો પણ આવી….લ્યુના ની સાથે ટીફીન નવું આવ્યુ. સાર એ હતો કે મને રીક્ષા જ ફાવશે મને લ્યુના નહીં ફાવે…

લ્યુના દીકરીને આપ્યુ અને દિકરો વંકાયો. અનુકુળતા પ્રમાણે બંને સમજીને ફેરવતા…વરસ પુરુ થવા આવ્યુ. ડેઝર્ટેશન ટાઈપ થતુ હતુ. વાઈવા માટે તૈયારી થતી હતી..રેહાના તો અંગ્રેજી મિડીયમ માં ભણી હતી પંણ લજ્જા તો વાઈવા માટે તૈયાર નહોંતી.છેલ્લા દિવસે તે પાણીમાં બેસી ગઈ. રેહાના કહેતી હતી આંટી તમે કાનમાં પીન ખોસસો એટલે પુછેલા પ્રશ્નોનો જવાબ મળી જશે લજ્જાને એપલનું સર્ટીફીકેટ ના મળ્યુ પણ ડેટા એંટ્રી તેને આવડી ગઈ હતી. તેમાં તે રાજી હતી